દેશમાં ખેડૂત આંદોલન અને કોંગ્રેસ બાદ હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું કથિત ટૂલકિટ સામે આવ્યું છે. જેને લઈને સીએમ યોગીનું સોશિયલ મીડિયા અકાઉન્ટ સંભાળતી ટીમ વિવાદોમાં આવી ગઈ છે. આ ટૂલ કિટમાં એક ઓડિયો વાયરલ થઈ છે. જેમાં મુખ્યમંત્રી યોગીના સપોર્ટમાં ટ્વિટ કરવા પર બે રૂપિયા આપવાની વાત કહેવામાં આવે છે. આ કથિત ઓડિયો મુખ્યમંત્રીના સોશિયલ અકાઉન્ટ સંભાળતી ટીમના સભ્યો કહેવાય છે. તેના રિટાયર્ડ આઈએએસ સૂર્ય પ્રતાપ સિંહે સોશિયલ મીડિયા પર શેર કરી છે. કથિત ટૂલકિટ વાયરલ થતાં જ કંપનીએ IT સેલના લીડર મનમોહન સિંહને ટર્મિનેટ કરી દીધા છે. જો કે, કંપની તરફથી હજૂ કોઈ સત્તાવાર નિવેદન આવ્યુ નથી.…
કવિ: Dharmistha Nayka
જાણો શા માટે ભગવાન શિવ વાઘની ખાલ ધારણ કરે છે ? દરેક દેવી દેવતાઓ માં ભગવાન શિવના કપડા અને તેમની સ્ટાઇલ સૌથી અલગ છે. જ્યાં દરેક દેવી દેવતાઓ સુંદર આભુષણ ધારણ કરે છે ત્યાં ભગવાન શિવ વાઘની ખાલ લપેટે છે અને ભસ્મ લગાવે છે તેમના આભૂષણો નાગના હોય છે અને માથા પર ગંગા અને ચંદ્ર વાસ કરે છે. તેમની જટા લાંબી છે અને મહિલાઓ થી દુર તેઓ કૈલાસ પર્વત પર બરફ માં નિવાસ કરે છે. શા માટે ધારણ કરે છે તેઓ વાઘની ખાલ: આપને જેટલા પણ ભગવાન શિવ ની તસ્વીર જોઈ છે તે દરેકમાં ભગવાન શિવ વાઘની ખાલ લપેટેલા જોવા…
ભારત દેશમાં કોરોના મહામારીના કારણે લોહીની ઉણપ ને ભરવા અને લોકો ની મદદ કરવા માટે ભારત વિકાસ પરિષદ,સુરત મેઈનનાં અધ્યક્ષ રૂપિનભાઈ પચ્ચીગર સુરત નાં નાગરિકોને અપીલ કરતાં જણાવે છે કે કોરોના અને મ્યુકર – માઈકોસિસ જેવાં રોગચાળાનાં સમયમાં જનસામાન્યને રક્ત (લોહી) માટે ની જરુરીયાતમાં મદદરૂપ થવાનાં શુભ આશયથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવેલ છે તો સેવાનાં આ ઉમદા કાર્યમાં પોતાનો સાથ સહકાર આપીને મોટી સંખ્યામાં નાગરિકો સહકાર આપે. આ રક્તદાન શિબિર તા. 30 મે 2021 ને રવિવારે સવારે 11 થી 1 બપોર સુધી સ્થળ :- સુરત રક્તદાન કેન્દ્ર, ખટોદરા, ચોસઠ જોગણીયો માતા મંદિર પાસે, ઉધના-મગદલ્લા રોડ, સુરત ખાતે રાખવામાં આવેલ…
કર્ણાટકના મૈસુરથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની ટ્રાફિક પોલીસે એક વ્યક્તિના ટુ-વ્હીલર પર 63,500 નો જંગી દંડ ફટકાર્યો છે. વાહન ચલાવનારને આવો દંડ કેવી રીતે લાદવામાં આવે છે તે સાંભળીને તમને વિચિત્ર લાગ્યું હશે પરંતુ તે એકદમ સાચું છે કે કર્ણાટકના મૈસુર શહેરમાં ટ્રાફિક પોલીસે એક એક્ટિવા ઉપર આ પ્રકારનો દંડ ફટકાર્યો છે. ખરેખર આ એક્ટિવાનો ચાલક હેલ્મેટ પહેર્યા વિના ડ્રાઇવિંગ કરી રહ્યો હતો, જેને પોલીસે પકડી લીધો હતો. પોલીસે તેમના ઇ-ચલન ઉપકરણમાં પડેલા એક્ટિવાના નોંધણી નંબર દાખલ કરતાં જ તેની આખી કુંડળી ખુલી ગઈ. પોલીસે નોંધ્યું છે કે, પકડાયેલા 2015 એક્ટિવા મોડેલ પર ટ્રાફિકના નિયમોના કુલ…
આજે અમે આ આર્ટીકલમાં તમને ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને શનિદેવ સાથે સંકળાયેલી અમુક બાબત જણાવી રહ્યા છીએ. જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું પણ નહિ હોય. આ પૌરાણિક કહાની વિશે જણાવી રહ્યા છીએ જેમાં એક વાર શનિ દેવ ભગવાન વિષ્ણુ પાસે ગયા, ત્યાં સૌથી પહેલા શનિદેવે ભગવાન વિષ્ણુનું અભિવાદન કર્યું અને એ પછી માં લક્ષ્મીની સામે જોતા વિષ્ણુ જીને શનિદેવે પૂછ્યું પ્રભુ અમે બંને તમને કેમ લાગીએ છીએ. શનિદેવની આ બાબત પર ભગવાન વિષ્ણુ થોડા સમય માટે ચુપ રહ્યા. કારણકે આ પ્રશ્નનો જવાબ સરળ ન હતો. ભગવાન વિષ્ણુને ખબર હતી કે જવાબ અપીને ગુસ્સે થશે. ભગવાન વિષ્ણુને મૌન જોઇને શનિદેવે…
રાજકોટમાં બાળકોમાં મ્યુકરમાઇકોસિસ જેવા એમઆઇએસસી સિન્ડ્રોમના કેસમાં વધારો થયો છે. હાલ રાજકોટમાં 88 બાળકો એમઆઇએસસી સિન્ડ્રોમની સારવાર લઈ રહ્યા છે. જ્યારે રાજકોટ સિવિલમાં 12 બાળકો સારવાર હેઠળ છે. બાળકોમાં થતો સિન્ડ્રોમના રોગમાં એક બાળક પાછળ ચાર લાખથી વધુનો ખર્ચ આવતો હોવાનો અંદાજ છે.બાળકો કોરોનાથી સાજા થયા બાદ 4 થી 6 અઠવાડિયા પછી આ રોગની અસર જોવા મળે છે. શરીર લાલ થવું, સોજો આવવો તેમજ તાવ આવવો જેવા આ સિન્ડ્રોમના લક્ષણો છે. જેની સારવાર માટે આઇવીઆઇજીના ઇન્જેક્શન જરૂરી છે. પરંતુ આ ઇન્જેક્શનની કિંમત 8 હજાર કરતા પણ વધારે છે.
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઘટી રહેલા કેસને ધ્યાનમાં રાખીને લોકડાઉન હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે દિલ્હીમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારે મહેનતથી કોરોનાને કાબૂમાં લેવામાં આવ્યો છે પરંતુ હજુ સંપૂર્ણ લડાઈ નથી જીતી શકાઈ. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, અમે દિલ્હીમાં ધીમે-ધીમે લોકડાઉન ખોલીશું. સૌથી પહેલા એ લોકોનું ધ્યાન રાખવાનું છે જે સમાજનો સૌથી ગરીબ વર્ગ છે, મજૂર છે, પ્રવાસી છે. આજે લેવાયેલા નિર્ણય પ્રમાણે સોમવારથી કંસ્ટ્રક્શન અને ફેક્ટરીઓની ગતિવિધિ શરૂ કરવામાં આવશે. આગામી એક સપ્તાહ માટે આ બંને સેક્ટર્સ ખુલ્લા રહેશે.સીએમ કેજરીવાલના કહેવા પ્રમાણે તેઓ પ્રતિ સપ્તાહ જનતાના…
માંસપેશીઓ અને સાંધામાં દુખાવો પણ હવે સામાન્ય વાત બની ગઇ છે કારણ કે શારીરિક પ્રવૃતિઓ વગર શરીર સ્ફુર્તીલુ રહેતું નથી. જો કે, સાંધામાં દુખાવો હોવાના બીજા કારણ પણ હોઇ શકે છે. એ વાત અલગ છે કે દવાઓના ઉપયોગથી દુખાવામાં થોડાક સમય માટે રાહત મળે છે પરંતુ તેનો પ્રાકૃતિક ઉપચાર યોગમાં પણ ઉપલબ્ધ છે. કેટલાક સરળ યોગાસનથી દુખાવામાં તુરંત રાહત મળી શકે છે. તો જાણો, દુખાવો દૂર કરવા માટે કયા આસનો લાભદાયી સાબિત થઇ શકે છે. પ્રાણાયમ : પ્રાણાયમ કરવા માટે કોઇ ફ્લેટ જગ્યા પર ચટાઇ પાથરીને પલાઠી મારીને બેસી જાઓ. હવે ડાબા નાકને દબાવીને જમણા નાકથી શ્વાસ અંદર લો અને…
કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં VACCINE ની ભારે તંગી જણાઈ રહી છે. રાજ્ય સરકારો વેક્સિનની તંગીનું ઠીકરૂ કેન્દ્ર સરકારના માથે ફોડે છે તો સામે કેન્દ્ર સરકાર આંકડાઓ દ્વારા સમજાવવા પ્રયત્ન કરે છે કે બધું બરાબર જ છે. ત્યારે વેક્સિનની તંગી વચ્ચે મોટા પાયે વેક્સિન બરબાદ પણ થઈ રહી છે જે ચિંતાજનક કહી શકાય. ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં તો આશરે એક તૃતિયાંશ જેટલી વેક્સિન બરબાદ થઈ ચુકી છે. દેશની કુલ સરેરાશમાં રસી વેસ્ટ થવાનું પ્રમાણ ગુજરાતમાં પણ વધુ છે. બીજી તરફ હાલમાં રસીના સ્ટોકમાં ગુજરાત ચોથા ક્રમનું રાજ્ય છે. દેશમાં 1.77 કરોડ જેટલા ડોઝમાં ગુજરાતમાં 11.49 લાખ ડોઝ હોવાનું સૂત્રો…
કોરોનાના કપરાકાળમાં લોકોને એકબાજૂ ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે, ત્યારે બીજી બાજૂ લખલૂંટ ખર્ચા કરીને મેયર શું સાબિત કરવા માગતા હશે. સુરતના મેયર અને સુરત મનપા હાલ વિવાદે ચડ્યા છે. એક બાજૂ મનપાની તિજોરી તળિયા ઝાટક થયેલી છે. ત્યારે આવક વધારવા માટે મનપા પોતાના પ્લોટ વેચાણ માટે કાઢ્યા છે. જો કે, આ આવક થાય કે ન થાય પણ મેયરને નવો બંગલો મળી ગયો છે.એક બાજૂ જનતા ટેક્સ ભરીને મરી રહી છે, જનતાને પુરતી સુવિધા પણ નથી મળતી, ત્યારે સુરતના મેયર આલિશાન બંગલામાં વૈભવી ઠાઠથી જીવન જીવતા હશે. 2017માં જ્યારે આ બંગલો બનાવવાનું નક્કી કર્યુ ત્યારે જ વિવાદ સામે આવ્યો…