રાજ્યમાં એક તરફ કોરોનાથી લોકો ત્રસ્ત થઇ ગયા છે ત્યાં તો હજુ ખરેખર ચોમાસાની શરૂઆત પણ નથી થઇ ત્યાં તો વરસાદનું પણ આગમન થઇ ગયું છે. રાજ્યમાં આવેલા ‘તાઉ-તે’ વાવાઝોડા દરમ્યાન વરસેલા વરસાદ બાદ હજુ પણ ક્યાંક ક્યાંક વરસાદ મન મૂકીને વરસતો જોવા મળી રહ્યો છે. એવામાં વાત કરીએ તો રાજ્યમં એક બાજુ ઉનાળાની અસહ્ય ગરમી પડી રહી છે તો બીજી બાજુ મહેસાણાના ઊંઝામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. મોડી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ ઊંઝા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે ખેડૂતોને બાજરી સહિતના પાકો તેમજ ઘાસચારાના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.તમને જણાવી દઇએ…
કવિ: Dharmistha Nayka
આજે કોઈ ઘર એવું નહીં હોય કે ત્યાં ફ્રિજ ન હોય. પણ જૂના સમયની વાત કરીએ તો આપણે માટલાનું પાણી પીતા હતા. ગમે તેટલો ધોમધખતો તડકો હોય પરંતુ તેવામાં માટલાનું પાણી પીએ તો એકદમ ઠંડક મળે છે. ભારતના ગામડામાં તો આજે પણ માટલાનું પાણી પીવાય છે. જો કે શહેરના કેટલાંક ઘરોમાં પણ આ સૌભાગ્ય પ્રાપ્ત થઇ જશે. શું તમે જાણો છો કે માટલાનું પાણી પીવાથી પુરુષોના સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે. 1. રેસ્પિરેટરી ટ્રેક્ટ કોવિડ -19 આપણા શ્વસન માર્ગને પ્રતિકૂળ અસર કરી રહી છે. રેફ્રિજરેટરનું પાણી આ સમસ્યામાં વધુ વધારો કરી શકે છે. પરંતુ માટલાનું પાણી પીવાથી કફ, ગળામાં…
હિંદુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતા છે. શાસ્ત્રોમાં 33 કરોડ નહીં, પરંતુ 33 કોટિ દેવતા જણાવવામાં આવે છે. કોટિ શબ્દનો અર્થ પ્રકાર થાય છે, એટલે હિંદુ ધર્મમાં 33 પ્રકારના દેવતા છે. કોટિ શબ્દને જ બોલચાલની ભાષામાં કરોડમાં બદલવામાં આવ્યો છે. કોટિ શબ્દના બે અર્થ છે, એક પ્રકાર અને બીજો કરોડ. જેના કારણે 33 કરોડ દેવી-દેવતાઓની માન્યતા પ્રચલિત થઇ ગઇ છે. કોઇપણ કામની શરૂઆતમાં વિધિવત પૂજા કરતી સમયે આ દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે. 33 કોટિ દેવતાઓના નામઃ- 33 કોટિ દેવી-દેવતાઓમાં આઠ વસુ, અગિયાર રૂદ્ર, બાર આદિત્ય, ઇન્દ્ર અને પ્રજાપતિ સામેલ છે. થોડાં શાસ્ત્રોમાં ઇન્દ્ર અને પ્રજાપતિના સ્થાને બે અશ્વિની કુમારોને 33…
હિન્દુ ધર્મ અનુસાર અઠવાડિયાના દરેક દિવસ નું એક અલગ જ મહત્વ હોય છે. આપણા દરેક દિવસ પ્રમાણે દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ. બુધવાર પ્રથમ પૂજનીય ગણેશ ગજાનંદનો દિવસ ગણાય છે. દરેક શુભ કાર્ય મા ગણપતિની પૂજા પ્રથમ કરવામાં આવે છે. આ શુભ દિવસ હોવા છતાં પણ દીકરી ને બુધવારે સાસરે મોકલવામાં આવતી નથી. એ પાછળનું એક કારણ માનવામાં આવે છે કે બુધવારના દિવસે દીકરી ને છોડી દેવી યોગ્ય નથી. ખુબ અશુભ માનવામા આવે છે.એવુ કહેવાય છે કે બુધવારના દિવસે સાસરીમાં મોકલતા દીકરીનો અકસ્માત થઈ શેક છે. તમારી પુત્રીના સાસરિયાઓ સાથેનો તમારો સંબંધ પણ બગડી શકે છે. પૌરાણિક માન્યતા અનુસાર બુધ…
હવે ભારતીય નાગરિકો થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા કોવિડ વિરોધી રસીકરણ માટે સ્લોટ બુક કરાવી શકશે અને નોંધણી કરાવી શકશે. ભારત સરકારે સીઓ-વિનCOWIN API માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ દ્વારા, થર્ડ પાર્ટી એપ્સને તેમની એપ્લિકેશન દ્વારા નોંધણી, સમયપત્રક અને રસીકરણનું સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવી છે.કેન્દ્રની આ માર્ગદર્શિકા હાલના માળખામાં અપડેટ છે જ્યાં ડેવલોપર્સ ફક્ત સ્લોટ્સની ઉપલબ્ધતા વિશેની માહિતી પ્રદાન કરી શકે છે અને તેમની એપ્લિકેશન દ્વારા રસીકરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની સુવિધા પ્રદાન કરી શકે છે. કેન્દ્ર દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભારતને કોવિડ વિરોધી રસીઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાથી લોકોને Co-WIN…
ગુજરાતમાં કેટલાક નેતાઓ સુપર સીએમ બનવાનો શોખ જાગ્યો હોય એવી સ્થિતિ છે. એ સંજોગોમાં હવે સુપર આરોગ્યમંત્રી બનવાનો અધિકારીઓને શોખ જાગ્યો છે કે શું એ સવાલ ચર્ચાસ્પદ બન્યો છે. નીતિનભાઈ માત્ર આરોગ્યમંત્રી નથી, નાયબ મુખ્યમંત્રી પણ છે. એટલે કે મુખ્યમંત્રી પછી સૌથી વધારે જાણકારી તેમની પાસે હોય એ અપેક્ષીત છે. મહત્વના નિર્ણયોમાં પણ તેમની શામેલગીરી અપેક્ષીત છે.પરંતુ રૃપિયા લઈને રસી આપવાના નિર્ણય અંગે પોતાને કોઈ જાણકારી નથી એવું નીતિન પટેલ કહી ચૂક્યા છે. બીજી તરફ આરોગ્ય સચિવ એવી માહિતી રજૂ કરે છે કે અમે ખાનગી કંપનીને રસી વેચવાની છૂટ આપી છે.તો હવે સવાલ એ છે કે જે માહિતી આરોગ્ય સચિવ…
તમે બધા ગૌતમ બુદ્ધને જાણતા હશે. ગૌતમ બુદ્ધ એ જ છે જેમણે બૌદ્ધ ધર્મની શરૂઆત કરી હતી. આજના સમયમાં, બૌદ્ધ ધર્મ એ વિશ્વનો સૌથી પ્રાચીન અને પ્રખ્યાત ધર્મ છે. આજે બૌદ્ધ ધર્મના કરોડો અનુયાયીઓ છે જેઓ તેના પ્રચારમાં રોકાયેલા છે. તમે વિશ્વમાં ભગવાન બુદ્ધની હજારો લાખો મૂર્તિઓ જોશો જે ખૂબ જ સુંદર અને આકર્ષક છે. એવી ઘણી પ્રતિમાઓ છે કે જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની સૂચિમાં પણ સ્થાન મળ્યું છે. ગૌતમ બુદ્ધ વિશે વાત કરતાં, તેમની મૂર્તિઓ ખૂબ જ આકર્ષક છે અને જોવામાં તેમાંથી એક ધ્યાન છે. બધી મૂર્તિઓ પોતાનામાં અનોખી છે. ઠીક છે, આ બધી પ્રતિમાઓમાં એક વસ્તુ સમાન…
સામાજિક દુષણો અને બાળકો પર બળાત્કારની ઘટનાઓને નિયંત્રિત કરવાના નામે પાકિસ્તાનના એક બિલે વિચિત્ર માગ કરી છે. આ સંબંધમાં સિંધ વિધાનસભામાં એક મુદ્દો પણ રજૂ કરવામાં આવ્યો છે, જેને જો મંજૂરી મળી જાય છે, તો 18 વર્ષની ઉંમરે લગ્ન ફરજિયાત થઇ જશે. આટલુ જ નહીં કાયદાના ઉલ્લંઘન કરવા પર સજા પણ આપવામાં આવશે. ધારાસભ્યનું કહેવુ છે કે આ કાયદાથી સામાજિક દુષણ, બાળકો પર બળાત્કાર અને અનૈતિક ગતિવિધિઓને નિયંત્રિત કરવામાં મદદ મળશે.પ્રાંતીય વિધાસનભાના મુત્તાહિદા મજલિસ-એ-અમલ (MMA)ના સભ્ય સૈયદ અબ્દુલ રશીદે ‘સિંધ અનિવાર્ય વિવાહ અધિનિયમ, 2021’નો એક મુદ્દો રજૂ કર્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે એવા પુખ્ત વયના માતા-પિતાને જેમના બાળકો 18…
સીબીઆઈ ચીફ તરીકે સુબોધ કુમાર જયસ્વાલની નિમણૂક થઈ ગઈ. સશસ્ત્ર સીમા બલના કે. આર. ચંદ્રા અને ગૃહ મંત્રાલયના વી. એસ. કૌમુદીનાં નામ પણ પેનલમાં હતાં પણ અંતે મોદી સરકારે જયસ્વાલ પર કળશ ઢોળ્યો. જયસ્વાલે મહારાષ્ટ્રની ઉધ્ધવ ઠાકરે સરકાર સામે શિંગડાં ભેરવ્યાં એ મુદ્દો તેમની પસંદગીમાં મુખ્ય ભાગ ભજવી ગયો હોવાની ચર્ચા છે.જયસ્વાલે મુંબઈ પોલીસ કમિશ્નર તરીકે કામ કર્યું છે. જયસ્વાલની ગણના ભાજપ તરફી અધિકારી તરીકે થાય છે તેથી દેવેન્દ્ર ફડણવિસ મુખ્યમંત્રી હતા ત્યારે તેમની નિમણૂક મહારાષ્ટ્રના પોલીસ વડા તરીકે થઈ હતી. મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરે સરકાર રચાઈ ત્યારે જયસ્વાલ પોલીસ વડા હતા.ભ્રષ્ટાચારના કારણે ઘરભેગા થયેલા અનિલ દેશમુખને ગૃહ મંત્રી બનાવાયા ત્યારે…
કોરોનાને વકરાવવામાં રાજકારણીઓની ચૂંટણી સભાઓ જવાબદાર છે એ દીવા જેવી ચોખ્ખી વાત છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના તમામ નેતાઓએ સત્તાલાલસા માટે કોરોનાની ચિંતા બાજુ પર મૂકીને કરેલી જંગી સભાઓ અને રેલીઓના કારણે કોરોના બેફામ વધ્યો પણ આ નેતાઓ સામે પગલાં લેવાની વાત તો છોડો પણ બોલવાની પણ કોઈની હિંમત નથી ત્યારે કર્ણાટક હાઈકોર્ટે એ હિંમત બતાવી છે.કર્ણાટકમાં બેલગાવી લોકસભાની પેટાચૂંટણી માટે શાહે ૧૭ જાન્યુઆરીએ ડિસ્ટ્રિક્ટ સ્ટેડિયમમાં જંગી સભા કરી હતી. કર્ણાટકમાં ભાજપની સરકાર છે તેથી પોલીસે માત્ર ૨૦ હજારનો દંડ કરતાં હાઈકોર્ટમાં અરજી થઈ હતી.કર્ણાટકમાં બેલગાવી લોકસભાની પેટાચૂંટણી માટે શાહે ૧૭ જાન્યુઆરીએ ડિસ્ટ્રિક્ટ સ્ટેડિયમમાં જંગી સભા કરી હતી.…