વિચિત્ર સપનાના (weird dreams) કારણે આપણું મગજ (Mind Fitness) ફિટ રહે છે. આ સાથે જ સ્વપ્નો માનવીઓને વાસ્તવિકતામાં જીવવા વધુ સારી રીતે મદદ કરે છે, તેવા ચોંકાવનારા તારણો તાજેતરમાં થયેલા અભ્યાસમાં સામે આવ્યા હતા. સ્વપ્નની આસપાસના રહસ્યો વિજ્ઞાનિકોને (Scientist) મૂંઝવે છે. માનવી શા માટે સ્વપ્ન જુએ છે? તેના જુદા જુદા કારણો કેટલીક થિયરી અને અધ્યયન સૂચવે છે. સિગ્મંડ ફ્રોઈડના (Sigmund Freud) સિદ્ધાંતમાં સપનાને આપણી ભૂતકાળની યાદોનું અભિવ્યક્તિ ગણાવ્યા છે. લોકોની દબાયેલી ઇચ્છાઓના કારણે તેનો જન્મ થતો હોય છે, તેવુ આ સિદ્ધાંત પરથી ફલિત થાય છે. સ્વપ્નને ડીકોડિંગ કરતા પણ ઘણા અભ્યાસો થયા છે. આ અભ્યાસ મુજબ સપના આપણને વાસ્તવિકતા માટે…
કવિ: Dharmistha Nayka
અમેરિકન એરલાઈનમાં સફર કરી રહેલી વાલ્કા સુઝુલી નામની 26 વર્ષીય યુવતીએ ચાર્જિંગ ઈશ્યુને કારણે એવો તાંડવ કર્યો કે પાયલટે પ્લેન લેન્ડ કરવાની ફરજ પડી. ટોક્યોથી ડલાસ જતી ફ્લાઈટમાં સવાર વાલ્કા તેની સીટ પાસેના ચાર્જિંગ પોઈન્ટ કામ ન કરી રહ્યું હોવાથી અકળાઈ હતી તેને અનેક વખત એર હોસ્ટેસને તેનો મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે સુવિધા કરવા કહ્યું પરંતુ તેની સમસ્યાનું સમાધાન ન મળતાં તે ક્રુ મેમ્બર પર લાલગુમ થઈ. વાલ્કા ચાર્જર માટે એટલી બેબાકળી થઈ ગઈ કે તેણે રનિંગ ફ્લાઈટમાં તાંડવ કરવાનો શરૂ કર્યો. તે દોડીને કોકપિટ પાસે જઈ ધમપછાડા કરવા લાગી અને પાયલટને ચાર્જર માટે મદદ કરવા કહેવા લાગી. ક્રુ…
ઘાતક કોરોના મહામારીના આ સમયમાં જ્યારે ઘરની બહાર નીકળવાનું અને હોસ્પિટલોના ધક્કા ખાવાના એક મોટો પડકાર ગણવામાં આવે છે. અને સંક્રમણનો પણ ખતરો રહે છે. જ્યારે આ સંકટ વચ્ચે જો તમે આઈવીએફ દ્વારા પ્રેગન્સીની યોજના બનાવો છો તો પરિસ્થિત વધુ મુશ્કેલ થઈ જાય છે ત્યારે ઘણા લોકોએ કોરોના કાળમાં ઈન્ફર્લિટી અથવા આઈવીએફ સારવાર લેવાની યોજનાને થોડાક સમય માટે ટાળી દીધું છે અને તે સ્થિતિને સામાન્ય થવાની રાહ જોવામાં આવે છે.કોવિડનું સંકટ સમગ્ર માનવજાતિ માટે નવું છે. અને તેમાં માં અને તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર અસરને લઈને કોઈ પ્રાથમિક પુરાવો પણ હાલ ઉપલબ્ઘ નથી. આ વચ્ચે એક અમેરીકી રિસર્ચમાં…
પાછલા વર્ષમાં, પુન COVID દર્દીઓએ શોધી કાઢ્યું છે કે કોરોનાવાયરસને કારણે તેમના શરીરના વિવિધ અંગોને અસર થઈ છે અથવા નુકસાન થયું છે. ફેફસાના નુકસાનમાં સૌથી સામાન્ય છે, પરંતુ યકૃત, હૃદય અને કિડની જેવા અન્ય અવયવો પણ મજબૂત COVID-19 ચેપ પછીની અસરોથી રોગપ્રતિકારક શક્તિ નથી રહી .હકીકતમાં, તાજેતરના અધ્યયનો દર્શાવે છે કે COVID-19 વાયરસ પણ પુરુષોમાં ફૂલેલા ફેફસાની તકલીફનું કારણ બને છે અને તેમની પ્રજનન શક્તિને અસર કરે છે. એક જર્નલમાં માર્ચ 2021 માં પ્રકાશિત ‘માસ્ક અપ તેને ચાલુ રાખવા માટે’ નામના એક ખૂબ જ યોગ્ય શીર્ષકવાળા સંશોધન પેપરમાં, એવી દરખાસ્ત કરવામાં આવી હતી કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન અને કોવિડ -19 વચ્ચેનો…
મ્યાનમારના મંદિરમાં સાપની હાજરીને પેગોડાની “શક્તિનો સંકેત” માનવામાં આવે છે. સ્થાનિક લોકો તેને સાંપોનું મંદિર કહે છે.મ્યાનમારના યાંગોન શહેરમાં તળાવની મધ્યમાં આવેલા આ મંદિરને અજગરોએ પ્રખ્યાત બનાવ્યું છે. મંદિરના ફ્લોર પરથી લઈને બારીઓ ઉપર અજગર લટકતા દેખાય છે. સ્થાનિકોએ તેને “સાપ વાળું મંદિર” કહેવાનું શરૂ કર્યું છે. મંદિરનું નામ બુંગદોગ્યોક પેગોડા છે. મંદિરમાં રહેતી સાનદાર થેરી કહે છે, “લોકો માને છે કે તેમની માનતાઓ અહીં પૂર્ણ થાય છે.” થેરી અનુસાર, “નિયમ પણ છે કે ભક્તો ફક્ત એકજ માનતા માંગી શકે છે, એક કરતા વધારે ઇચ્છા વ્યક્ત કરવી તે સારું નથી.” અહીંની પ્રચલિત વાર્તાઓ અનુસાર, એકવાર ગૌતમ બુદ્ધ એક ઝાડ નીચે…
આ વખતે સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ, સોમ્ય અને શિવયોગમા બુધવારે વૈશાખ પૂર્ણિમા પર્વ ઊજવવામાં આવી રહ્યો છે. આ દિવસને પીપળા અને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આજે પૂર્ણિમા તિથિ સાંજે 04:40 સુધી રહેશે. પુરાણો અને જ્યોતિષ ગ્રંથો પ્રમાણે વૈશાખ પૂર્ણિમાના દિવસે પીપળાનું ઝાડ વાવવાથી અનેક પ્રકારના દોષ દૂર થાય છે અને અનેક યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળી શકે છે. દર વર્ષે આ દિવસે લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન અને માંગલિક કાર્યો કરવામાં આવે છે, પરંતુ આ બીજુ વર્ષ છે જ્યારે કોરોના મહામારીના કારણે આ બધા શુભ કાર્યો ઉપર પ્રતિબંધ છે. એટલે આ દિવસે સનાતન ધર્મને માનતા લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરશે. ઘરના…
સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા વીડિયો જોવા મળે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આજકાલ લોકો પોતાના દિવસનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર પસાર કરે છે. તેવામાં તે અનેક પ્રકારના મજેદાર વીડિયો શેર કરે છે અને જોવે પમ છે. હવે વાત કરીએ તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોની તો ઘણીવાર કોલ્ડ ડ્રિંકની બોટલનું ઢાકણું ખોલવામાં પરસેવો છૂટી જાય છે પરંતુ અહીં તો મધમાખીઓએ પણ બોટલનું ઢાકણ ખોલી નાંખ્યુ. બે નાની મધમાખીઓને સોડાની બોટલનું ઢાકણ ખોલતા જોવી ખૂબ જ સરપ્રાઇઝિંગ છે. ચોક્કસપણે તમે આવો કોઇ વીડિયો પહેલા નહીં જોયો હોય, 11 સેકેન્ડના આ વાયરલ વીડિયોમાં સોડા બોટલના ઢાકણ પર બે…
મ્યુકોર માઇકોસિસ તરીકે ઓળખાતા બ્લેક ફંગસના રોગની સારવાર માટે અપાતા એમ્ફોટેરિસિન ઇન્જેક્શનની ફાળવણી કેન્દ્ર સરકાર વિવિધ રાજ્યો વચ્ચે કરી છે. તમામ રાજ્યને આપવામાં આવેલા ૧૯,૪૨૦ ઇન્જેક્શનો પૈકી સૌથી વધુ ૪૬૪૦ ઇન્જેક્શન ગુજરાતને આપવામાં આવ્યા છે.રેમડેસિવિરની જેમ હવે મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનના ઓર્ડર, સપ્લાય અને વિતરણ પર કેન્દ્ર સરકારે નિયંત્રણ મેળવ્યું છે. કેન્દ્ર સરકારે આજે માઇલાન લેબ દ્વારા ઉત્પાદિત ૧૯,૪૨૦ ઇન્જેક્શનની ફાળણી વિવિધ રાજ્યો વચ્ચે કરી છે.
અમેરિકામાં રહેતી એક ડિસેબલ ફેશન મોડેલે, તેની કમીને ક્યારેય તેના માર્ગનો અવરોધ નથી બનવા દીધી. આ જ કારણ છે કે તેણે એક ઉદાહરણ બેસાડ્યું છે જેમાંથી હવે અન્ય લોકો પ્રેરણા લઈ રહ્યા છે.એક અહેવાલ મુજબ 23 વર્ષીય મહોગનીનો જન્મ હાથી પગો એટલે કે lymphedema સાથે થયો હતો. આ રોગને લીધે, તેના શરીરમાં એક્સેસ લિક્વિડ જમા થઈ ગયું અને શરીરના સોફ્ટ ટીશ્યુઓને લક્ષ્ય બનાવવાનું શરૂ કર્યું. પરિણામે તેના શરીરનો ડાબો ભાગ સુજવા લાગ્યો. મહોગનીની હાલત એવી થઈ ગઈ કે તેનો ડાબો પગ વધુ પડતો ભારે થઈ ગયો. મહોગની પાસે આ ઉણપને અપનાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. મહોગની આને કારણે પીડાતી…
વિશ્વભરમાં કોરોનાવાઈરસનો કહેર યથાવત છે. કોરોનાવાઈરસ સંબંધિત અવનવાં ચોંકાવનારા રિસર્ચના પરિણામો સામે આવી રહ્યા છે. એક નવાં રિસર્ચ પ્રમાણે જે લોકો દાંતના પેઢાંની બીમારીથી પીડિત છે તેમને કોરોનાને કારણે મૃત્યુ થવાનું જોખમ 8.8 ગણું વધારે છે. સંક્રમણ થવા પર આવા દર્દીઓને સામાન્ય લોકોની સરખામણીએ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત 3.5 ગણી વધી જાય છે. આ દાવો કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના રિસર્ચર્સે તેમનાં રિસર્ચમાં કર્યો છે. રિસર્ચર્સના જણાવ્યા પ્રમાણે, પેઢાંમાં સમસ્યા હોય તો કોરોના થવા પર આવા દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ લેવાની આશંકા 4.5ગણી વધી જાય છે. જો તમે આ પ્રકારનાં જોખમથી બચવા માંગો છો તો તમારે યોગ્ય ઓરલ હેલ્થ રૂટિન ફોલો કરવું જરૂરી…