ઓસ્ટ્રેલિયામાં આવેલા ઉંદરોના વરસાદનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં પણ ડરનો માહોલ ઉભો થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ખેતરમાં ગોદામ સાફ કરવામાં આવે છે, આ ગોદામમાં પંપથી મરેલા ઉંદરોને બહાર કાઢવાનું કામ થઈ રહ્યુ છે. ઉંદરોના વરસાદનો આ વીડિયો સોશયલ મિડિયા પર ખૂબ વાયરલ થયો છે. કેટલાય લોકો આ વીડિયો જોઈને ડરી ગયા હતા. હાલના દિવસોમાં ઈઝરાયલમાં પ્લેગના કેટલાય કેસ સામે આવ્યા છે. એક પત્રકારે ઉંદરોના આ વરસાદનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં મરેલા અને જીવતા ઉંદરોને ગોદામમાંથી બહાર…
કવિ: Dharmistha Nayka
દેશમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિ પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે કહ્યું કે આ પરીક્ષાનો સમય છે અને આપણે પોઝિટિવ રહેવું જોઇએ. મોહન ભાગવત પોઝિટિવિટી અનલિમિટેડ કાર્યક્રમને સંબોધન કરી રહ્યા હતા. તેમણે સ્વીકાર્યું કે કોરોના વાયરસની પહેલી લહેર બાદ સરકાર બેદરકાર બની હતી.તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે આપણે પોઝિટિવ રહેવું જોઇએ અને વર્તમાન પરિસ્થિતિમાં પોતાને કોરોના નેગેટિવ રાખવા માટ સાવધાની રાખવી જોઇએ. સાથે વર્તમાન સ્થિતિમાં તર્ક વગરના નિવેદનો પણ ના આપવા જોઇએ. આ પરીક્ષાનો સમય છે અને આપણે એકજૂથ થઇને રહેવું પડશે. સાથે એક ટીમની માફક કામ કરવું પડશે.કોરોના વાયરસની વર્તમાન સ્થિતિ પર આરએસએસ પ્રમુખે આગળ કહ્યું…
સ્પેનના પ્રખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોનું નામ પેઇન્ટિંગની દુનિયામાં ખૂબ આદર સાથે લેવામાં આવે છે. તેમના પેઇન્ટિંગ કરોડના ભાવે હરાજીમાં વેચાય છે. ફરી એકવાર પિકાસોની પેઇન્ટિંગે હરાજીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમની પેઇન્ટિંગ 700 કરોડ રૂપિયાથી વધુના ભાવે વેચાણી છે. અમેરિકાના ન્યૂયોર્કમાં પિકાસોની ‘મેરી થ્રીજ’ નામનું પ્રખ્યાત પેઇન્ટિંગની બોલી લગાવાઈ હતી.આ પેઇન્ટિંગને પિકાસો દ્વારા 1932 માં બનાવવામાં આવ્યું હતું. લગભગ 90 વર્ષ પછી જ્યારે આ પેઇન્ટિંગ પ્રેક્ષકોની સામે મૂકવામાં આવ્યું ત્યારે તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. હકિકતે પેઇન્ટિંગની 90 મિલિયન ડોલરમાં હરાજી કરવામાં આવી હતી, પરંતુ તેના પર ટેક્સ અને અન્ય ખર્ચ મેળવતાં કુલ કિંમત વધીને 103.4 મિલિયન ડોલર એટલે કે 700…
એવું કહેવામાં આવે છે કે રાત્રે કોઈ પણ આ મંદિરમાં રહી શકતું નથી. લોકોનું માનવું છે કે જે કોઈ પણ રાત્રે આ મંદિરમાં રહે છે તે પથ્થર બની જાય છે. આની પાછળનું સત્ય શું છે, તેનું રહસ્ય આજદિન સુધી અકબંધ છે. તો ચાલો જાણીએ તેના વિશે કેટલીક રસપ્રદ વાતો. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં સ્થિત આ મંદિરને ‘કિરાડુ મંદિર’ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતીય શૈલીના રૂપમાં છે. આ મંદિરને રાજસ્થાનનું ખજુરાહો પણ કહેવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ, 1161 બીસીમાં આ સ્થાનનું નામ ‘કીરાટ કુપ’ રાખવામાં આવ્યું હતું. તે પાંચ મંદિરોની એક શ્રૃંખલા છે. તેના મોટાભાગના મંદિરો ખંડેરમાં તબદીલ…
ગ્વાટેમાલામાં આખા જગતમાં ક્યાંય ના હોય એવા પિઝા ઈન્ટ્રોડ્યુસ થયા છે. જેનું નામ છે ‘લાવા પિઝા’ અથવા ‘વોલ્કેનો પિઝા’. કેમ કે એ પિઝા જ્વાળામુખીના ધગધગતા લાવારસ પર શેકાઈ રહ્યાં છે. સામાન્ય રીતે આપણે આપણા ઘરમાં 100 ડિગ્રી પર ગરમ થયેલું પાણી હોય તો તેને પણ સ્પર્શ નથી કરી શકતા. પરંતુ આ પિઝા જેની પર શેકાય છે તે લાવાનું તાપમાન 900-1000 ડિગ્રી હતું. ગ્વાટેમાલાના પાટનગર ગ્વાટેમાલા સિટીથી 25 કિલોમીટર દૂર પકાયા નામનો જ્વાળામુખી ફેબ્રુઆરીથી સક્રિય થયો છે અને લાવા ઓકી રહ્યો છે. આ જ્વાળામુખી સૌ પહેલાં 23 હજાર વર્ષ પહેલાં સક્રિય થયો હતો. 1960થી એ નિયમિત રીતે સક્રિય થતો રહે છે. અત્યારે ફરી…
ફાઇઝરને ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે. સાથે જ વહેલી તકે મોર્ડના કંપનીની વેક્સિન પણ ભારતને મળી શકે છે. અમેરિકાની ફાર્મા કંપની ફાઇઝરની વેક્સીનને લઇને ભારત સરકારની સાથે વાતચીત ચાલી રહી છે. આશા છે કે વહેલી તકે આ ડીલ ફાઇનલ થઇ જશે અને ચાલુ વર્ષે ત્રીજા ત્રિમાસીક ગાળામાં ભારતને ફાઇઝર વેક્સિનના પાંચ કરોડ ડોઝ મળી જશે.એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ભારત સરકાર અને વેક્સિન નિર્માતા કંપનીની વચ્ચે ઘણા તબક્કાની વાતચીત થઇ ચુકી છે. અખબારનો દાવો છે કે હવે વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. તાજેતરમાં જ ફાઇઝરના ચેરમેન અને સીઇઓ અલ્બર્ટ બૂર્લાએ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે કંપની પોતાની…
સાબરકાંઠાના વડાલીના ટોકરા ગામે કોરોના કેરથી છેલ્લા દસ દિવસમાં સાત લોકોના મોત થયા. 32 પરિવારમાંથી સાતના મોતથી હડકંપ મચ્યો છે. સ્થાનિકોની રેપિડ ટેસ્ટ કરવા આજીજી છતાં આરોગ્યતંત્ર ઘોર નિંદ્રામાં હતુ. સ્થાનિકોએ આરોગ્ય અધિકારીને જાણ કરવા છતાં રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા નથી. જિલ્લા આરોગ્ય અધિકારી મીડિયાથી દૂર ભાગતા હોવાનું જાણવા મળ્યું.અરવલ્લીના મોડાસાના માથાસુલીયા ગામે કોરોનાએ કેર વર્તાવ્યો છે. 12 દિવસમાં એક જ કુટુંબના 5 લોકોના કોરોનાથી મોત થયા હતા. માથાસુલીયા ગામમાં 10 થી વધુ લોકો કોરોનાગ્રસ્ત છે. આરોગ્ય તંત્રનો એક પણ કર્મચારી ગામમાં નહી આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. આરોગ્ય તંત્ર દ્વારા ગામમાં ચકાસણી હાથ ધરવામાં આવે એવી ગ્રામજનોએ માંગ કરી…
દેશમાં કોરોના વાયરસની સ્થિતિને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક હાઇલેવલ બેઠક કરી હતી. જેમાં તેમણે દેશમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરી હતી અને ઘરે ઘરે જઇને કોરોના ટેસ્ટ કરવાની વાત કરી છે. વડાપ્રધાને કહેયું કે ગામડાઓમાં સ્વાસ્થ્ય સુવિધા વધારવામાં આવે અને આશા કાર્યકર્તાઓ સાથે મળીને કોરોના સામેની લડાઇને ઝડપી બનાવવામાં આવે.વડાપ્રધાને કહ્યું કે ગામડાઓ સુધી ઓક્સિજન સપ્લાઇ પહોંચાડવાની સુવિધા કરવામાં આવે. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા પ્રમાણે નરેન્દ્ર મોદીએ નિર્દેશ આપ્યા છે કે જે વિસ્તારોમાં કોરોના વાયરસનો ફેલાવો વધારે છે, ત્યાં કોરોના ટેસ્ટ વધારવાની જરુર છે. અયારે સમયની માંગ છે કે સ્થાનિક સ્તર પર કોરોના સામેની રણનીતિ અપનાવવામાં આવે. આ બેઠકની અંદર…
કોરોના કર્ણાટકનાં પાટનગર બેગ્લોરૂમાં કોરોનાનો કહેર સતત ચાલું જ છે, છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાનાંના 41 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જ્યારે 373 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, તેની સીધી અસર સ્મશાનભૂમિ પર જોવા મળી રહી છે. બેગ્લોરૂમાં ઘણા સ્મશાનગૃહોમાં મૃતદેહોનાં અગ્નિસંસ્કાર ચાલુ જ છે અને આ કારણ છે કે મૃતદેહોનાં અગ્નિસંસ્કાર માટેનો 4 મહિનાનો લાકડાનો સ્ટોક માત્ર 15 દિવસમાં ખતમ થઈ ગયો છે.છેલ્લા 15 દિવસમાં લગભગ 1000 ટન લાકડાનો ઉપયોગ મૃતદેહોનાં અગ્નિ સંસ્કાર માટે કરવામાં આવ્યો હતો. 1 મેથી અત્યાર સુધીમાં, શહેરમાં કોરોનાથી લગભગ ત્રણ હજાર લોકો મૃત્યુ પામ્યા છે. દક્ષિણ…
ગુજરાત માથે તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 18 મેના દિવસે તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે અથડાશે. આ સિવાય આ વાવાઝોડાના પગલે રાજ્યના અનેક જિલામાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. વાવાઝોડાને પગલે અત્યારે તંત્ર એલર્ટ પર છે અને આ સંકટ સામે લડવાની તૈયારી કરી રહ્યું છે.તો બીજા તરફ રાજ્યના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતિત બન્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે ખેતરોમાં ઉનાળું પાક ઉભો છે. ખેડૂતોએ તલ, અડદ, મગ, મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યુ છે. આ પાક પણ અત્યારે ફાલ પર આવી ગયા છે. તેવામાં જો વરસાદ આવશે…