સુરત શહેર સાથે ગ્રામ્યમાં કોરોનાના કેસોમાં નોધપાત્ર રીતે સંક્રમણ મા વધારો થવા સાથે સાથે નાક અને સાઇનસમાં થતું ફંગલ ઇન્ફેક્શન મ્યુકોરમાયકોસીસના કેસમાં પણ ખૂબ જ વધારો થયાનું નોધાયો છે. સુરત શહેર સાથે ગ્રામ્યમાં કાર્યરત ખાનગી હોસ્પિટલોના કોવીડ સેન્ટરોમાં કોરોનાની સારવાર હેઠળ દાખલ થયેલા 40 વર્ષથી વધુ વયના દર્દીઓ કે જેઓ પહેલાથી ડાયાબિટિસ, કેન્સર, એચ.આઈ.વી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટસ ન્યૂટ્રોપેનિયા, લાંબાગાળાનું કોર્ટિકોસ્ટેરોઈડ, સાથે કીડની તકલીફ હોય તેઓની ઇમ્યુનીટી ઓછી હોવાથી તેમને આ જીવલેણ રોગ થઈ રહ્યો છે.મ્યુકોર્માયકોસિસ મુખ્યત્વે નાકના પોલાણના ઉપરના ભાગમાં થાય છે. તે ધમનીઓ દ્વારા ફેલાતું હોવાથી રક્ત વાહિનીઓને પણ ચેપ લગાડે છે અને ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે. ત્યારે…
કવિ: Dharmistha Nayka
ગુજરાતમાં હાલમાં કોવિડના મૃત્યુના ડરથી લોકો ફફડી રહ્યા છે. કોવિડના આ બીજી લહેરમાં લોકો ભલે ડરી ગયા છે. પરંતુ ઓક્ટોબર સુધીમાં ત્રીજી લહેર ખૂબ ઘાતક હોય શકે છે. ઓક્ટોબર માસમાં ત્રીજી લહેર જોવા મળી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જો વાઈરસ મ્યુટેશન સાથે આવે તો વધુ ઘાતક બની શકે છે. જોકે મૃત્યુઆંક ઘટી શકે છે. આપણી પાસે વ્યવસ્થા સારી થઈ ગઈ છે. અન્ય મેડિકલ સંસાધનો પણ ઉપલબ્ધ થઇ રહ્યા છે. જીવન રક્ષક ઇન્જેક્શનો પણ પૂરતા પ્રમાણમાં મળી શકશે. વ્યક્તિને વેક્સિનેશની પ્રક્રિયા પણ ખૂબ સારી રીતે ચાલી રહી છે. ત્રીજી લહેર બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ઘાતક પુરવાર થઈ…
ભાવનગરની સર ટી, હોસ્પિટલના ત્રીજા માળે કોરોનાની સારવાર રહેલા લઈ રહેલા દર્દીએ પડતું મૂકતા મોત થયુ છે. આ ઘટનામાં દર્દીના પરીવારે હોસ્પિટલ તંત્ર સામે બેદરકારીનો આક્ષેપ મૂક્યો છે. દર્દીને ભાગવાની ટેવ હોવા અંગે હોસ્પિટલને જાણ કરવા છતા તેની યોગ્ય કાળજી ન લેવાતા પડતુ મૂક્યાનુ પરિવારે આક્ષેપ કર્યો છે. રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીએ આપઘાત કર્યો છે. સિવિલ કોવિડ હોસ્પિટલમાં સારવારમાં રહેલ પોઝિટિવ દર્દીએ ચોથા માળેથી ઝંપલાવી જીવન ટૂકાવ્યુ છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આ અગાઉ શહેરમાં સમરસ હોસ્ટેલમાં અને હોમ આયસોલેટ પોઝિટિવ દર્દી આપઘાત કર્યાના બનાવ બન્યા છે.
ઉત્તરાખંડમાં કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે આગામી 14 મેથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે રાજ્ય સરકારે એસઓજી જાહેર કરી દીધી છે. સરકારના દિશા-નિર્દેશ મુજબ મહામારીને અટકાવવા માટે આ વખતે ચાર ધામમાં સામાન્ય લોકોને આવવા પર પ્રતિબંધ રહેશે. મંદિર પરિસરમાં પ્રસાદ વહેંચણીની પણ મંજૂરી નહીં હોય અને ટીકા પણ લગાવવામાં નહીં આવે. ગર્ભગૃહ સુધી માત્ર મંદિર મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોને જ જવાની મંજૂરી હશે. તેમાં પણ મૂર્તિઓ, ઘંટી અથવા ધાર્મિક ગ્રન્થોને સ્પર્શન કરવાની મંજૂરી નથી.એસઓપી મુજબ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં માત્ર રાવલ, પુજારીગણ અને મંદિરો સાથે જોડાયેલા સ્થાનિક વર્ચસ્વવાળા, પંડા પુરોહિત, કર્ચમારી અને અધિકારી જ જશે. આટલું જ નહીં, તમામને…
મુંબઈમાં કોરોનાની ભયજનક સ્થિતિ વચ્ચે ટ્રાન્સજેન્ડર લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે. અહીં ‘કિન્નક માં સંસ્થા’ સાથે સંકળાયેલા સભ્યો મુંબઈના વિવિધ વિસ્તારોમાં જઈને જરૂરીયાતમંદ લોકો સુધી રાશન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. કિન્નર માં સંસ્થાના અધ્યક્ષ સલમા ખાન કહે છે કે કોરોનાની બીજી લહેર આવ્યા બાદ અત્યાર સુધી 80 હજારથી વધારે લોકો સુધી રાશન પહોંચાડી ચુક્યા છીએ. સંસ્થા સાથે સંકળાયેલા લોકો દરરોજ એક હજારથી વધારે રાશનના પેકેટની વહેચણી કરી રહ્યા છે. તેઓ લોકોને માસ્ક અને સેનિટાઈઝર પણ પહોંચાડી રહ્યા છે. આ સાથે પોલીસ સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પણ માસ્ક અને સેનિટાઈઝરની વહેચણી કરી ચુક્યા છે. સંસ્થા સાથે એક લાખથી…
વેડિંગ ડે દુનિયાના દરેક કપલ માટે ખાસ હોય છે. આ સ્પેશિયલ ડે માટે દુલ્હા-દુલ્હન મહિનાઓથી પ્લાન કરતાં હોય છે. વેડિંગમાં આવેલા દરેક મહેમાનોનું ધ્યાન દુલ્હા-દુલ્હન પર જ હોય છે, પણ એક લગ્નમાં વરરાજા અને તેની દુલ્હનને બદલે દુલ્હાની મમ્મી પર લોકોનું ધ્યાન ગયું. એક યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો વેડિંગ ડે કેવી રીતે ખરાબ થયો એના પર પોસ્ટ કરી. આ યુઝરે તેનું નામ જાહેર કર્યું નથી. દુલ્હને તેની પોસ્ટમાં ગુસ્સો ઠાલવતાં કહ્યું, મારા લગ્નના દિવસે મારાં સાસુએ બધાને કહ્યું કે તે પ્રેગ્નન્ટ છે. આ સમાચાર સાંભળીને બધી તૈયારી પર પાણી ફરી વળ્યું. રેડિટ પર આ 24 વર્ષીય દુલ્હને પોતાની આપવીતી…
ઇંગ્લેન્ડમાં 21 વર્ષીય માતાએ 16 એપ્રિલે દીકરીને જન્મ આપ્યો, પણ જન્મ આપતાની સાથે જ બેબી ચર્ચાનું કેન્દ્ર બન્યું. જન્મતાની સાથે તેનું વજન 5.8 કિલો હતું. બાળકનું આટલું વજન કોઈને ડૉક્ટર પણ અચંબામાં મૂકી ગયા હતા. જો કે, હાલ બાળક અને માતા એ બંને સ્વસ્થ છે. એમિલિયા યુકેમાં બીજા નંબરનું સૌથી વજનદાર ન્યૂબોર્ન ચાઈલ્ડ બની છે.એમ્બરે કહ્યું, પ્રેગ્નન્સી દરમિયાન હું માર્કેટમાં જતી ત્યારે લોકો મારા બેબી બમ્પ સામે સામે વિચિત્ર રીતે જોતા હતા કારણકે તેની સાઈઝ નોર્મલ કરતાં વધારે હતી. મને અને મારા પતિ સ્કોટ તથા ડૉક્ટરને લાગતું હતું કે હું જોડિયાં બાળકોને જન્મ આપીશ પણ સોનોગ્રાફીમાં માત્ર એક જ બાળક…
ઈંગ્લેન્ડ માટે સિક્કાઓ બનાવનાર ‘ધ રોયલ મિન્ટ’ ફરી એક વાર દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ધ રોયલ મિન્ટે તેનો અત્યાર સુધીનો સૌથી મોટો સિક્કો તૈયાર કર્યો છે. 1100 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટો સિક્કો છે. સોનાના આ સિક્કાનું વજન 10 કિલોગ્રામ છે અને તે 20 સેન્ટિમીટર પહોળો છે. ધ રોયલ મિન્ટે ટ્વીટ કરી તેની માહિતી આપી છે. આ યુનિક સિક્કો ઓલરેડી વેચાઈ ગયો છે. જોકે સંસ્થાએ તેના બાયર વિશે માહિતી આપી નથી, પંરતુ તેણે આ સિક્કા માટે 6 ડિજિટના પૈસા ચૂકવ્યા છે. માસ્ટર ક્રાફ્ટ્સપીપલ ટીમના મેમ્બર્સે મળી આ જાયન્ટ કોઈન તૈયાર કર્યો છે. તેને ડેવલપ કરવા માટે ટ્રેડિશનલ સ્કિલ અને ઈનોવેટિવ…
મિડલ ઈસ્ટમાં આવેલા લેબનાન દેશમાં કારોન નામનું સુંદર ગામ આવેલું છે. તેમાં આવેલા તળાવને લીધે કારોન આખી દુનિયામાં ફેમસ છે. હાલ આ તળાવે જ ફરીથી આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. પાણીના પ્રદૂષણને લીધે 40 હજાર મૃત માછલી તળાવબે કિનારે તણાઈને આવી હતી. આટલી બધી મૃત માછલીના ખડકલાથી આજુબાજુના ગામમાં મૃત માછલીઓની દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. લેબનાન દેશની રાજધાની બેરુતથી આ ગામ 85 કિમી દૂર છે. આ તળાવ દેશની સૌથી મોટી નદી લીટાની નજીક આવેલું છે. વૉલન્ટીયર્સે માછલીઓ ભેગી કરી તેમની નિકાલની વ્યવસ્થા કરી હતી. છેલ્લા ઘણા વર્ષોથી એક્ટિવિસ્ટ વોટર પોલ્યુશન મામલે દેશને ચેતવી રહ્યા છે પણ હજુ સુધી કોઈ ગંભીર પગલા…
આ દુનિયામાં દરેક ક્ષણે કોઈને કોઈ ચમત્કાર થતા રહે છે. ઘણામાં આપણે સાક્ષી હોઈએ છીએ તો ઘણા આપણને સાંભળવા મળે છે. અમેરિકામાં એક મહિલાએ પ્લેનમાં ટ્રાવેલ દરમિયાન 30 હજાર ફૂટ ઉંચાઈએ બાળકને જન્મ આપ્યો છે. આ કેસમાં સૌથી નવાઈની વાત એ છે કે, મહિલાને ખબર નહોતી કે તે પ્રેગ્નન્ટ છે. બાળકના જન્મના સાક્ષી પ્લેનના પ્રવાસીઓ પણ આ જોઇને આશ્ચર્ચચકિત થઈ ગયા હતા.લેવિનિયા મોંગા સોલ્ટ સિટી લેકથી પ્લેનમાં હવાઈના હોનોલુલુ શહેર જઈ રહી રહી હતી. હવાઈમાં રહેતા તેના પરિવારને મળવા માટે તે એકલી ટ્રાવેલ કરી રહી હતી. શનિવારે લેવિનિયાએ સોશિયલ મીડિયા પર શુભેચ્છકોનો આભાર માન્યો હતો. લેવિનિયા અને તેનો પતિ ઈથન…