કવિ: Dharmistha Nayka

દેશભરમાં હાહાકાર મચાવી રહેલા CORONA વાયરસના લેટેસ્ટ મ્યુટન્ટે હવે વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે. વાયરસનુ આ નવુ સ્વરુપ અત્યંત ખતરનાક છે અને તેનાથી સ્થિતિ વધારે બગડી રહી છે. વૈજ્ઞાનિકોએ આ મ્યુટેન્ટને એન-440કે નામ આપ્યુ છે. બાકીના સ્ટ્રેનની સરખામણીએ આ મ્યુટેન્ટ 10 ગણું વધુ સંક્રમણ ફેલાવી શકે છે. આ મ્યુટેન્ટના કારણે જ દેશમાં ઘણા સ્થળે હાહાકાર મચેલો છે.દેશમાં  26 એપ્રિલથી 2 મેની વચ્ચે કોરોનાના 26 લાખ નવા કેસ નોંધાયા અને 23 હજાર 800 દર્દીઓના મોત થયા. તેની વચ્ચે વૈજ્ઞાનિકોને આ ખતરનાક મ્યુટન્ટની જાણકારી મળી છે. આ મ્યુટન્ટ વધારેમાં વધારે 1000 ગણુ વધારે સંક્રમણ ફેલાવી શકે છે. નવો મ્યુટન્ટ પ્રથમવાર આંધ્ર પ્રદેશના કરનૂલમાં…

Read More

સુખી જીવન માટે સલામત યૌન સંબંધ જરૂરી છે. આ ફક્ત તમામ ચેપી જાતીય રોગોથી તમારું રક્ષણ કરે છે, પરંતુ અનિચ્છનીય ગર્ભાવસ્થાના ડરથી તમારા જીવનસાથીને પણ સુરક્ષિત રાખે છે. ઘણાં લોકો ઈતર સંબંધ બાંધતી વખતના સમયગાળા દરમિયાન ગંભીર ગુનાઓ પણ કરે છે. જેમાં મહિલા સાથીને પૂછ્યા વિના અચાનક કન્ડોમ હટાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. સુરક્ષિત સંબંધ બાંધવા માટે કોન્ડોમ ખૂબજ ઉપયોગી માધ્યમ બને છે. સુરક્ષિત સંબંધ બાંધ્યા સમયે મહિલાને પૂછ્યા વિના જ અચાનક કોન્ડોમ હટાવી દેવું તે જો કાયદેસર રીતે જોવામાં આવે તો એક ગુનો બને છે. તમારા પાર્ટનર સાથે સીધું ચીટિંગ કરો છો. આવી જ એક ઘટના ન્યુઝિલેન્ડમાં બની…

Read More

વૈશાખ મહિનો 28 એપ્રિલથી શરૂ થયો છે અને 26 મે 2021 સુધી ચાલશે. વિશાખા નક્ષત્રથી સંબંધિત હોવાના કારણે આ મહિનાને વૈશાખ કહેવામાં આવે છે. વૈશાખનો મહિનો પૂજા અને અન્ય ધાર્મિક કાર્યોના હિસાબથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનામાં દાન-પુણ્ય સિવાય ગંગા સ્નાન અને ભગવાન વિષ્ણુ અને મહાદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આમ કરવાથી ત્રિદેવનો આશીર્વાદ મળે છે.વર્ષમાં એક વખત વૈશાખના મહિનામાં જ ભક્તોને બાંકે બિહારીના ચરણ દર્શન પણ કરાવવામાં આવે છે. જો તમારા જીવનમાં સંકટ ચાલી રહ્યા છે, તો વૈશાખના મહિનામાં ભગવાન વિષ્ણુ અને શિવની પૂજા પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો. તેનાથી મોટામાં મોટા સંકટ પણ…

Read More

એક નવી સ્ટડીમાં સામે આવ્યું કે જો ઓફિસમાં તમે એવી જગ્યાએ બેસો છે, જ્યાં પાછળ દિવાલ હોય છે, તો તે માત્ર તમારા માટે નહીં પરંતુ તમારી કંપની માટે પણ ફાયદાકારક છે. સ્ટડી મુજબ આ પ્રકારની સિટિંગ અરેન્જમેન્ટથી કર્મચારીની પ્રોડક્ટિવી વધે છે, જે નિશ્ચિત રીતે કંપની માટે ફાયદાકારક છે. જ્યારે એવા કર્મચારીઓ માટે કામ કરવું મુશ્કેલ થઇ જાય છે, જેમના પાછળ અન્ય કર્મચારીનું ડેસ્ક છે.એક અહેવાલ મુજબ યૂનિવર્સિટી કોલેજ લંડનના શોધકર્તાઓને જાણવા મળ્યું કે રેસ્ટોરન્ટ અથવા પબની જેમ જ લોકો ઓફિસમાં પણ એવા જ ડેસ્ક પર બેસવાનું પસંદ કરે છે, જેની પાછળ દિવાલ હોય. આમ બોસની નજરથી બચવા માટે નહીં પરંતુ…

Read More

કોરોના મહામારીને લીધે ઉત્તરાખંડના ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા સ્થગિત રાખી છે. બદ્રીનાથ ધામના કપાટ 18 મે, કેદારનાથના કપાટ 17 મે અને ગંગોત્રી-યમુનોત્રીના કપાટ 14 મેના રોજ ખુલશે. કપાટ ખોલતી વખતે માત્ર મંદિર સાથે જોડાયેલા લોકો જ ઉપસ્થિત રહેશે. સામાન્ય શ્રદ્ધાળુઓ દર્શન માટે નહીં આવી શકે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે યાત્રા મોકૂફ રાખી છે. ગુરુવારે આ ચર્ચા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તરાખંડ ચારધામ મંદિર શિયાળામાં બંધ કરી દેવામાં આવે છે. શિયાળામાં અહીં વાતાવરણ વધારે ઠંડું થઇ જાય છે, અને બરફવર્ષા પણ થાય છે. વાતાવરણને ધ્યાનમાં રાખીને ચારેય મંદિર આશરે 6 મહિના સુધી…

Read More

દેશમાં ઘાતક CORONA સંક્રમણના કેસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. બુધવારે દેશમાં કોરોનાના 3.80 લાખ કેસ નોંધાયા જે અત્યાર સુધીનો સર્વાધિક આંકડો છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે 3,596 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજીતરફ દેશના વિવિધ શહેરોમાં ઓક્સિજનની પણ તંગી સર્જાઈ છે. આ સાથે જ દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા પણ 30 લાખ થઈ ગઈ છે જે ખૂબ જ ચિંતાજનક છે. ગત વર્ષે વાયરસનો પ્રકોપ શરૂ થયો ત્યાર બાદ પહેલી વખત સક્રિય દર્દીઓનો આંકડો 30 લાખે પહોંચ્યો છે.દેશમાં મોતનો આંક રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. હાલ દેશમાં કોરોનાનો CFR(કેસ ફેટાલિટી રેટ) 1.3 ટકા છે, એટલે…

Read More

રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના આનંદપુરીના કડદા ગામમાં વરરાજા દિનેશે બે નવવધૂ સીતા-ગીતા સાથે લગ્ન કર્યા. આ લગ્નને લઈને પરિવારમાં ઉત્તેજનાનું વાતાવરણ હતું. વરરાજાના સેહરા અને બંને દુલ્હનોને ઓઢાડેલી ચુંદડી પર લાઈટિંગ કરવામાં આી હતી. આ અનોખા લગ્ન કડદા ગામના કમજી પટેલના પુત્ર દિનેશેના લગ્ન યોજવામાં આવ્યા હતા. એક સાથે બે છોકરીઓ સાથેના લગ્ની ઘટના રાજ્યમાં લગભગ પહેલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આદિવાસી ક્ષેત્રના આ ગ્રામીણ વિસ્તારમાં એકથી વધુ પત્ની રાખવાની પરંપરા છે. લોકો અહીં તેને ખોટું માનતા નથી, તેથી જ આ લગ્નમાં આખું ગામ હાજર રહ્યું. બરજાડિયા નિવાસી સીતા અને આંબાની ગીતાથી લગ્ન કરનારા દિનેશે એક યુવતીને પહેલા…

Read More

IIT મદ્રાસના પૂર્વ વિદ્યાર્થીઓએ 3D પ્રિન્ટરથી માત્ર 5 દિવસની અંદર સિમેન્ટ કોન્ક્રીટનું ઘર બનાવ્યું છે. ચેન્નાઈ કેમ્પસમાં 600 વર્ગફૂટ એરિયામાં એક માળનું ઘર બનાવવામાં સામાન્ય નિર્માણ ખર્ચ કરતાં આશરે 30% ખર્ચ ઓછો થયો. મહત્ત્વની વાત તો એ છે કે, આઈડિયા, ડિઝાઈનથી લઈને ફિનિશ્ડ ઘર બનાવવાની દરેક વસ્તુ મેડ ઇન ઇન્ડિયા છે. હાઉસિંગ ક્ષેત્રમાં આને ક્રાંતિકારી ટેક્નિક માનવામાં આવે છે. ભવિષ્યમાં સસ્તા અને મજબૂત ઘર બનાવવા માટે બિલ્ડને બદલે પ્રિન્ટ શબ્દનો ઉપયોગ થઇ શકે છે. ઘર બનાવવા માટે વિશાળ 3D પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કમ્પ્યુટરાઈઝ્ડ થ્રી ડાયમેંશનલ ડિઝાઈન ફાઈલને સ્વીકારી આઉટપુટ આપે છે. મટિરિયલમાં તેમાં સિમેન્ટ, કોન્ક્રીટનો ઉપયોગ કર્યો હતો. આ ટેક્નિક…

Read More

વડોદરા પાસે આવેલા સોખડાના ફાર્મહાઉસ પર મિત્રો સાથે દારૂ અને નોનવેજની પાર્ટી કર્યા બાદ યુવતીને પરત ઘરે મૂકવાના બહાને પાદરાના પૂર્વ કોર્પોરેટરે ચાલુ કારમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. પૂર્વ કોર્પોરેટરે યુવતીને કહ્યું હતું કે ‘તું બધા સાથે શરીર સંબંધ બાંધે છે, તો મારી સાથે કેમ નહીં. યુવતીની ફરિયાદના આધારે પોલીસે બળાત્કાર અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે. વડોદરા શહેર નજીક પાદરા ગામે રહેતી 25 વર્ષીય યુવતી વૈશાલી પટેલ( નામ બદલ્યું છે) વડોદરાના ખાનગી મોલમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 26 એપ્રિલના રોજ તેના મિત્ર શિવમ ગાંધીએ ફોન કરી જણાવ્યું હતું કે…

Read More

સુરતના જાણીતા ચૌટા બજારમાં મહિલાઓ માટેની કોસ્મેટીક ચીજ વસ્તુઓની ખૂબ મોટુ માર્કેટ છે. જે વીડીયો વાઇરલ થયો છે તે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મહિલાઓ કોસ્મેટિક ખરીદીને જતી રહે છે. ચૌટા બજાર, ભાગા તળાવના ઘણા લેડીઝ કોસ્મેટિક આઈટમનો ધંધો કરતી દુકાનો આગળથી બંધ અને અંદર વેચાણ ચાલુ હોય તેવું જોવા મળી રહ્યું છે. જેમાં મુખ્યત્વે જાણીતી દુકાન NR COLLECTION, JALARAM IMMITATION વગેરે મોટી દુકાનો પણ ચાલુ હોવાનું ચર્ચાય રહ્યું છે.ચૌટા બજારમાં પણ મહિલાઓની અવરજવર જોવા મળે છે તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે કેટલીક દુકાનોમાં છૂપી રીતે પણ વેપાર કરવામાં આવી રહ્યો છે. સામાન્ય દિવસોમાં ચૌટા બજારમાં હજારોની…

Read More