જો તમે પણ ઘરે બેઠા કારોબાર કરવાનું વિચારી રહ્યા છો તો અમે તમને એક એવા પ્લાન વિષે જણાવી રહ્યા જે જેમાં તમે ઓછા પૈસાનું રોકાણ કરો મોટી કમાણી કરી શકો છો. એમા તમે ઓછામાં ઓછા 3 હજાર રૂપિયાથી શરુ કરી શકો છો. આ કારોબાર છે -સલાદ બનાવી વેચવાનો. હા આ હેલ્દી સાથે વેલ્ઘી પણ છે. આજના સમયમાં ભોજન સાથે સલાદ જરૂરી આઈટમ બની ગઈ છે. જે લોકો ડાઈટ ફોલો કરતા હોય તેમના માટે રામબાણ જેવું છે શરૂઆતમાં તમે ઓછા પૈસા માટે માત્ર 4-5 રીતે સલાદ બનાવી શકો છો. એમાં રોકાણ પણ ઓછું થશે અને ફીડબેક અનુસાર તમે તેમાં વધારો કરી શકો…
કવિ: Dharmistha Nayka
“કાળજા કેરો કટકો મારો” ના રચયિતા પદ્મશ્રી કવિ દાદનું નિધન થયું છે. તારીખ 26 જાન્યુઆરીના રોજ કવિ દાદને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. રાજકોટ જીલ્લાના ધુનનાનું ગામ ખાતે 85 વર્ષની વયે લીધા કવિ શ્રી દાદે અંતિમ શ્વાસ લીધાં છે. દાદુદાન પ્રતાપદાન ગઢવી ઉર્ફે દાદબાપુએ અનેક કવિતાઓ રચી હતી. થોડાં સમય પહેલા કવિશ્રી દાદના મોટા પુત્ર મહેશદાનનું કોરોનાથી નિધન થયું હતું.ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કુલ પાંચ ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં હતાં. જેમાં ગુજરાત ખાતે પાંચ પુરસ્કાર આવ્યા હતાં. આ ઉપરાંત કેશુભાઇ પટેલ (કેશુબાપા) ને મરણોપરાંત પદ્મભૂષણ અર્પિત કરવામાં આવ્યો હતો. આ…
રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે 20 શહેરોમાં આપવામાં આવેલા નાઇટ કરફ્યુ વચ્ચે નાઈટ કરફ્યુનું ચુસ્ત પાલન થાય અને આવશ્યક સેવાને મુશ્કેલી ના પડે તે માટે અમદાવાદ પોલીસે નવી પહેલ શરૂ કરી છે. આવશ્યક સેવા ધરાવનાર તમામ વાહનો પર હવે સ્ટીકર લગાવવામાં આવશે. જેમાં મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ, ઓક્સિજન અને દવા લઈ જતા વાહનો પર લાલ કલરનું સ્ટીકર લગવવામાં આવશે. જ્યારે ખાદ્ય સામગ્રી, શાકભાજી, ફ્રૂટ, ફળફળાદી, દૂધ પેકિંગ ફૂડ માટે લીલા કલરના સ્ટીકર લગાવવામાં આવશે.આ સિવાય AMC કર્મચારી, ટોરેન્ટ પાવરના કર્મચારી, ટેલિફોન સર્વિસ અને મીડિયા માટે પીળા કલરનાં સ્ટીકર લગાવવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશનમાં આ માટે સ્ટીકરો પણ આપવામાં આવશે. રાત્રી કરફ્યુ…
આ શરીરને શક્તિ આપવાની સાથે-સાથે ઈમ્યૂનિટી બૂસ્ટ કરવાની પણ ક્ષમતા રાખે છે.. તેના રેગ્યુલર સેવનથી કેટલાય પ્રકારની બીમારીઓ દૂર રહે છે. દેશી ઘી આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે જ સારું માનવામાં આવે છે. જાણો, નિયમિત રીતે પોતાના ખોરાકમાં દેશી ઘીનો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો આ આપણા શરીરને કયા રોગથી બચાવવામાં મદદરૂપ થશે. શરીરમાં જો વાયુ અસંતુલિત થઇ જાય તો શરીરમાં અનેક પ્રકારના રોગ થવાની શક્યતાઓ થવા લાગે છે. દેશી ઘીને જો તમે દરરોજ પોતાના ભોજનમાં સામેલ કરો છો તો વાયુની અસરને ઘટાડી શકાય છે. દેશી ઘીના ઉપયોગથી પાચનતંત્ર ઠીક રહે છે અને પાચનશક્તિ ઠીક રહેવા પર તમે કોઇ…
દેશમાં કોરોના વાયરસ સંક્રમણને કારણે હાહાકાર મચી ગયો છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને યુપી સહિત દરેક રાજ્યમાં દરરોજ મોટી સંખ્યામાં કોરોના ઇન્ફેક્શન (કોવિડ 19) ના કેસો નોંધાયા છે. આ સાથે મોટી સંખ્યામાં લોકો મરી પણ રહ્યાં છે. દરમિયાન વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર) એ તાજેતરમાં જ એક અભ્યાસ અહેવાલ જાહેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ધૂમ્રપાન કરનારાઓ, શાકાહારીઓ અને બ્લડ ગ્રુપ ‘ઓ’ ધરાવતા લોકોને કોરોના વાયરસનો ચેપ લાગવાની સંભાવના ઓછી છે. સીએસઆઈઆર દ્વારા તેની લગભગ 40 સંસ્થાઓમાં કરાયેલા સીએસઓ સર્વે અનુસાર ધૂમ્રપાન કરનારાઓ અને શાકાહારીઓની સેરો પોઝિટિવિટી ઓછી હોવાનું જાણવા મળ્યું છે, જે દર્શાવે છે કે તેમને કોરોના…
આ સ્ટડીમાં એવો પણ દાવો કરાયો છે કે જેમને કોરોનાની સામાન્ય અસર હોય તેવા પર પણ આ ખતરો રહેલો છે. આ ખતરો તેમના પર આગામી છ મહિના સુધી રહી શકે છે. નેચર નામના જર્નલમાં આ સ્ટડી પ્રકાશિત કરવામાં આવી હતી.નેચર નામના જર્નલમાં પ્રકાશીત સ્ટડીમાં દાવો કરાયો છે કે જેઓને કોરોના થયો હોય અને તેમાંથી બહાર આવી ગયા હોય કે સ્વસ્થ થઇને સાજા થઇ ગયા હોય તેમના પર અન્ય સામાન્ય લોકો કરતા જીવનું અને ગંભીર બિમારીઓનું જોખમ આગામી છ મહિના સુધી રહે છે. જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય અને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર ન પડી હોય તેમના પર પણ આ…
એક સંશોધન મુજબ, કોરોના સંક્રમિત વ્યક્તિના લાળમાં વાયરસની હાજરી 90 ટકાથી વધુ છે. જ્યારે આ લાળ મોઢામાંથી થૂંક અથવા લોહી સાથે બહાર આવે છે, ત્યારે તેના સંપર્કમાં આવતા લોકોને પણ સંક્રમણ લગાડે છે. દંત ચિકિત્સકો એવી સ્થિતિમાં સલાહ આપે છે કે ચેપના આ સમયગાળામાં, દરેક વ્યક્તિએ તેના દાંતની ખૂબ કાળજી લેવી જોઈએ જેથી તેને દાંત સંબંધિત કોઈ સમસ્યા ન થાય અને યોગ્ય રીતે કરવામાં આવેલ ગરારા સંક્રમણને વિકસાવવાની તક આપશે નહીં. દંત ચિકિત્સક ડો.મનીષ વર્માના જણાવ્યા મુજબ, લાળમાં વાયરસ રહેવાની ઘણી સંભાવના છે.આમ તો ક્લિનિકમાં આવતા લોકોનું શારીરિક તાપમાન, કેસની હિસ્ટ્રી અને ધબકારા માપવામાં આવે છે. જરૂરી પ્રોટોકોલ પણ અનુસરવામાં…
કોરોના વાયરસનું ઈન્ફેક્શન ફેફસાંમાં વધારે પડતું પ્રસરી જવાના કારણે કોરોનાના ઘણા દર્દીઓ જીવ ગુમાવતા હોય છે. જો કે ઉજ્જૈનની એક મહિલા એવી છે જેણે પોતાના ફેફસાંમાં 95 ટકા ઈન્ફેક્શન હોવા છતાં કોરોનાને હરાવવામાં સફળતા મેળવી છે. ઉજ્જૈનની એક સહકારી બેન્કમાં મેનેજર પદેથી રિટાયર થયેલા 62 વર્ષના ઉષા નિગમને ગત 20 ઓક્ટોબરે કોરોના થયો હતો. 22 ઓક્ટોબરે તેમનું પહેલું સિટી સ્કેન કરાવાયું ત્યારે ઈન્ફકેશન ઝીરો આવ્યું હતું અને બે દિવસ બાદ 24 તારીખે તેમની સ્થિતિ બગડવા માંડી હતી. તેમને તરત જ આઈસીયુમાં શિફ્ટ કરાયા હતાં.એ પછી તેમની હાલત સતત બગડતી રહી હતી રેમડેસિવિરના ઈન્જેક્શન આપ્યા પછી પણ તેમની તબિયતમાં સુધાર થયો…
અમેરિકાના સંરક્ષણ વિભાગના મુખ્ય મથક, પેન્ટાગોનના વૈજ્ઞાનિકોએ એક એવી માઈક્રોચિપ અને ટેક્નિક વિકસિત કરી છે, જે તમારા શરીરમાં કોરોનાવાઈરસના લક્ષણને સરળતાથી ઓળખી કાઢશે અને બાદમાં વાઈરસને ફિલ્ટર દ્વારા લોહીમાંથી દૂર કરવામાં આવશે. આ નવી ટેક્નિકને ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી (DARPA)એ વિકસિત કરી છે તેને બનાવનારી ટીમના મુખ્ય મહામારી નિષ્ણાત રિટાયર્ડ કર્નલ ડૉ. મેટ હેપબર્નને એ દાવો પણ કર્યો કે, કોવિડ-19 છેલ્લી મહામારી હશે. હવે આપણે ભવિષ્યમાં કોઈપણ પ્રકારના જૈવિક અને રાસાયણિક હુમલાથી બચવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. માઈક્રોચિપ શરીરના કોઈપણ ભાગમાં ત્વચાની નીચે લગાવવામાં આવી શકે છે. તે શરીરમાં થતી દરેક પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયા જણાવશે અને તેના દ્વારા મોકલેલા…
કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી ખાનગી ઓફિસોમાં 50 ટકા જેટલા જ સ્ટાફને કામ કરવા માટે બોલાવવા સૂચના આપવામાં આવી હતી. છતાં શહેરમાં અનેક ઓફિસ, શોપિંગ મોલ, શો- રૂમમાં 50 ટકા કરતાં વધારે સ્ટાફને બોલાવાય છે. જેને લઈ દરરોજ AMC દ્વારા ચેકીંગ કરવામાં આવે છે. આજે સોમવારે કોર્પોરેશનની ટેક્સ વિભાગની ટીમે શહેરમાં તપાસ કરતા નિકોલ વિસ્તારમાં આવેલા સેલ્સ ઇન્ડિયા શો-રૂમ, એસજી હાઇવે પર ટોર્ક કોમર્શિયલ વહિકલ પ્રાઇવેટ લિમિટેડ, થલતેજ અરોવા વેબ ટેક અને MI આર્કિટેક્ટ એન્ડ એસોસિએશનને 50 ટકાથી વધુ સ્ટાફ હોવાથી સીલ કરી દેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ત્રણ દિવસ પહેલાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ…