સરકારે કોરોના મહામારીના વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. આ બદલાવથી લાખો કેન્દ્રીય કર્મચારીઓને રાહત મળે તેવી અપેક્ષા છે. હમણાં આ કેન્દ્રીય કર્મચારીઓ ફરીથી તેમના ડી.એ.ની રાહ જોઈ રહ્યા છે, અહીં અમે એવા કર્મચારીઓની વાત કરી રહ્યા છીએ કે જેઓ રાત્રે ડ્યુટી કરે છે, જુલાઈથી ડી.એ., ડી.આર. શરૂ થશે, ત્યારે નાઇટ ડ્યુટી ભથ્થું પણ શરૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે.સાતમા પગારપંચની ભલામણો મુજબ સરકારે નાઇટ ડ્યુટી ભથ્થા અંગે ગત નાણાકીય વર્ષના પહેલા ભાગમાં નિર્ણય લીધો હતો. આ અંગે, વ્યક્તિગત અને તાલીમ વિભાગ (ડીઓપીટી) એ આ માટે માર્ગદર્શિકા જારી કરી હતી. સરકારે કોરોના…
કવિ: Dharmistha Nayka
વાપીની ભિલાડ ચેક પોસ્ટ પરથી આરટી-પીસીઆરના બોગસ નેગેટિવ રિપોર્ટ સાથે 18 લોકોને ઝડપી પાડ્યા છે. મહારાષ્ટ્રમાં હાલમાં આંશિક લોકડાઉનની સ્થિતિ હોવાથી શ્રમિકો અને પરપ્રાતિયો વતન તરફ પલાયન કરી રહ્યા છે.ગુજરાત સરકારે મહારાષ્ટ્રથી આવનારા તમામ વ્યક્તિનો 72 કલાક પૂર્વેનો આરટી-પીસીઆર નેગેટિવ રીપોર્ટ ફરજિયાત હોવાનો આદેશ કર્યો છે.ત્યારે ગુજરાતમાં પ્રવેશવા માટે બોગસ આરટીપીસીઆર રીપોર્ટ લઇને આવી રહ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી અને ભિલાડ બોર્ડર પર પોલીસે 18 લોકોને આરટી-પીસીઆરના બોગસ નેગેટિવ રિપોર્ટ સાથે ઝડપી પાડ્યા છે.
કોરોના વાયરસની વેક્સિન લગાવ્યા બાદ શું કરવું અને શું નહીં કરવું તેની વિશે આજ કાલ વધારે વાતો થઇ રહી છે. સોશિયલ મીડીયા પર લોકો વેક્સીનને લઇને અલગ-અલગ પ્રકારના સવાલો કરી રહ્યાં છે. એમાંનો એક સવાલ એ પણ છે કે, શું કોવિડ વેક્સીન લગાવ્યા બાદ શારીરિક સંબંધ બાંધવો સુરક્ષિત છે?જો કે, આરોગ્ય મંત્રાલય દ્વારા આ અંગે કોઈ જ દિશા નિર્દેશો જારી નથી કરવામાં આવેલા પરંતુ મેડિકલ એક્સપર્ટ્સ આ મુદ્દે કેટલીક સાવધાની રાખવાની સલાહ આપી રહ્યાં છે. એક્સપર્ટ્સનું સૂચન છે કે, પુરૂષો અને મહિલાઓએ વેક્સિનનો બીજા ડોઝ લીધા બાદ ગર્ભનિરોધકનો ઉપયોગ કરવો જોઇએ અને આ સમયગાળા દરમિયાન ફેમિલી પ્લાનિંગથી બચવું જોઇએ.કોલમ્બિયા એશિયા…
કચ્છમાં જખૌની આંતરરાષ્ટ્રીય જળસરહદ પાસેથી ૩૦૦ કરોડ રુપિયાના હેરોઈન સાથે આઠ પાકિસ્તાની શખ્સો ઝડપાયા છે. અબડાસા તાલુકાના જખૌ દરિયાઈ વિસ્તાર નજીક બાતમીના આધારે ગુજરાત એ.ટી.એસ અને ભારતીય કોસ્ટ ગાર્ડૅ સંયુક્ત ઓપરેશનમાં મંગળવારે રાત્રે આશરે ૧૨.૪૫ વાગ્યાના અરસામાં શંકાસ્પદ બોટને પકડી પાડી હતી.બોટમાં માછીમારોના સ્વાંગમાં રહેલાં પાકિસ્તાની શખ્સોએ ભાગવાની કોશિશ કરી હતી પરંતુ સતર્ક સુરક્ષા એજન્સીઓએ તેમને ઝડપી લીધા હતા. બોટમાંથી ૩૦ કિલો જેટલો હેરોઈનનો જથ્થો મળ્યો છે તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ૩૦૦ કરોડ જેટલી થવા જાય છે. કચ્છના જખૌ નજીક એક કિલોનું એક એવા હેરોઈનના ૩૦ પેકેટ્સ ઉતારીને ગુજરાતના માર્ગે પંજાબ મોકલવાના હતા.ગુજરાત એ.ટી.એસ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા…
સરકારે પોસ્ટ ઑફિસના નિયમોમાં ફેરફાર કરીને કેટલાક વિશેષ લોકોને આ સુવિધાનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત સરકારની કોઈપણ કલ્યાણ યોજનામાં પુખ્ત સભ્યો તરીકે નોંધાયેલા સભ્યો આ સુવિધાનો લાભ લઈ શકે છે.આ સંદર્ભે નાણાં મંત્રાલય દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. તદનુસાર, નોંધાયેલ સભ્યો પોસ્ટ ઑફિસમાં બેસિક સેવિંગ્સ એકાઉન્ટ (એટલે કે ઝીરો બેલેન્સ એકાઉન્ટ) ખોલી શકે છે. તેમના સિવાય, આવા સગીરના વાલી પણ તેમાં જોડાઈ શકે છે, જોકે આ માટે તેઓએ કેટલાક નિયમોનું પણ પાલન કરવું પડશે. આ પોસ્ટ ઑફિસ સુવિધાનો લાભ ત્યારે જ મળી શકે જ્યારે અરજદારનું એક જ ખાતું હોય. એકથી વધુ ખાતા ખોલનારાને આમાં સામેલ…
કોરોના કહેરની વચ્ચે મહાકુંભનું આયોજન સરકારને તો ભેખડે ભરાવશે જ, પણ લાખો લોકોની જીંદગીના અસ્તિત્વ સામે પણ સવાલ ઉભા થશે. હરિદ્વારમાં મહામારીનો ખતરો મંડરાઈ રહ્યો છે. 12થી 14 એપ્રિલ સુધી ત્રણ સ્નાન પર ગંગામાં 49 લાખ 331343 સંતો અને શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી છે. જિલ્લામાં 1854 કોરોના પોઝિટીવ મળ્યા છે. જે ગુરૂવારે વધીને 2483 આંકડો પહોંચ્યો છે. આ ઘટના બાદ કેટલાય સંતો અને શ્રદ્ધાળુઓ બિમાર થયા છે. રૂડકી વિવીના વૈજ્ઞાનિક અને નિષ્ણાંત તેનાથી સંક્રમણ વધારે પ્રમાણમાં ફેલાયુ છે, તેવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, ડ્રાઈ સરફેસની સરખામણીએ ગંગાના પાણીમાં વધારે સમય સુધી કોરોના એક્ટિવ રહી શકે છે.ગંગાનું…
સંયુક્ત આરબ અમીરાત અને બ્રિટનના વૈજ્ઞાનિકોએ કલર બ્લાઇન્ડનેવાળા દર્દીઓ માટે કોન્ટેક્ટ લેન્સ બનાવ્યાં છે. કલર બ્લાઇન્ડલેસના દર્દીઓ લાલ અને લીલા વચ્ચેનો તફાવત પારખી શકતા નથી. નવા લેન્સ દર્દીને લાલ અને લીલા વચ્ચેનો તફાવત કરવામાં ઘણી હદ સુધી મદદ કરશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, લેન્સમાં ગોલ્ડ નેનોપાર્ટિકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે લાલ અને લીલો રંગ ઓળખવામાં મદદ કરે છે. અબુધાબીની ખલીફા યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયર અહેમદ સાલિહ કહે છે કે, કલર બ્લાઇન્ડનેસવાળા દર્દીઓ લાલ-ગ્લાસના ચશ્મા પહેરે છે. જેથી, તેમને કલર થોડા અંશે સ્વચ્છ દેખાય. આ રોગની કોઈ સારવાર ન હોવાને કારણે આ લેન્સ અસરકારક સાબિત થઈ શકે છે. તેને સરળતાથી આંખમાં પહેરી…
ફિઝિકલી એક્સરસાઈઝ ઓછી કરનારા પર કોરોના વાયરસનો ભય વધારે રહે છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. વધુમાં વધુ લોકો જે હોસ્પિટલમાં દાખલ થયા છે તેમાંથી 50 હજાર લોકો એવા છે જે છેલ્લા 2 વર્ષથી ફિઝીકલી ઇન એક્ટિવ હતા. બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સમાં મેડિસિનના રિપોર્ટ મુજબ ધુમ્રપાન, જાડાપણું, ટેન્શન ઉપરાંત શારીરિક કમજોરી કોરોના સંક્રમણનો સૌથી મોટો ભય છે. રિસર્ચરોએ જાન્યુઆરી અને ઓક્ટોબર 2020ની વચ્ચે કોવિડ 19થી સંક્રમિત 48,440 લોકોમાં આ પરિણામની તુલના કરી જેમાં એક્સરસાઈઝમાં ઘટાડો, ગંભીર સંક્રમણ અને મૃત્યુની સંભાવના વધારે છે.રોગીષ્ટની સરેરાશ ઉંમર 47 હતી અને પાંચમાંથી ત્રણ મહિલાઓ હતી. તેનો બોડી માસ ઈન્ડેક્સ 31 હતો જે મોટાપાની…
ઓક્સફર્ડ યુનિવર્સિટીનું નવું રિસર્ચ અલર્ટ કરનારું છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે લોકો ફક્ત વીગન ડાયટ લે છે તેમનાં હાડકાં નબળાં થવા સિવાય ફ્રેક્ચર થવાનું જોખમ રહે છે. મીટ ખાતા લોકોની સરખામણીએ વીગન ડાયટ લેતા લોકોમાં કેલ્શિયમ અને પ્રોટીનની ઊણપ થઈ જાય છે. પરિણામે, હાડકાં 43% સુધી હાડકાં ફ્રેક્ચર થવાનું જોખમ વધારે રહે છે. વીગન ડાયટમાં ફક્ત માંસ અથવા ઇંડા જ નહીં પરંતુ દૂધ, દહીં, ઘી, ચીઝ જેવી ડેરી પ્રોડક્ટનું પણ સેવન નથી કરાતું. આ પ્રકારના આહારમાં માત્ર છોડમાંથી મળેલી વસ્તુઓ જ ખાવામાં આવે છે જેમ કે, અનાજ, શાકભાજી, ફળો અને ડ્રાયફ્રૂટ્સ. BMC જર્નલમાં પબ્લિશ થયેલાં રિસર્ચમાં જણાવ્યા મુજબ, વીગન ડાયટ…
નર્મદા જિલ્લામાં તેમજ કેવડિયા કોલોની વિસ્તારમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, જોકે, હાલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું છે. બીજી તરફ જિલ્લામાં કેસોનું પ્રમાણ વધી રહ્યું છે અને બજારો ત્રણ દિવસ માટે સ્વંયમભૂ બંધ રાખવામાં આવ્યા છે. આજે સ્થનિકો જાગૃત બન્યા છે, પણ સરકાર જવાબદારી ક્યારે નિભાવશે તેવી રજૂઆત કરીને કોરોના કાળમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ કરવા માટે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેન્દ્ર વાળંદ તેમજ મહિલા અગ્રણી દક્ષાબેન તડવી સહિત કોંગ્રેસના આગેવાનોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એડિશનલ કલેક્ટરને રજૂઆત કરી હતી. પ્રવાસીઓના કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે તેમ છે આ બાબતે કોંગ્રેસના પ્રમુખ હરેન્દ્ર વાળંદે જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ…