ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. સતત દિવસે ને દિવસે કોરોનાના કેસો વધતા જઇ રહ્યાં છે. ત્યારે એવામાં આજ રોજ રાજ્યમાં વધુ નવા 3280 કેસ નોંધાયા છે. જ્યારે વધુ નવા 17 લોકોના મોત નિપજ્યાં છે ત્યારે વાત કરીએ અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ મૃત્યુઆંકની તો રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4598 એ પહોંચ્યો છે. એવામાં તાજેતરમાં જ મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ખુદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મોટા ભાઇ લલિતભાઇ તથા તેમના પરિવારના અન્ય ચાર સભ્યો મળીને કુલ પાંચ લોકોનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેથી હાલમાં તેમનો પરિવાર હોમ આઇસોલેટ થયો છે.રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 17,348 એક્ટિવ…
કવિ: Dharmistha Nayka
આંધ્ર પ્રદેશમાં થયેલા અનોખા લગ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. દુલ્હા અને દુલ્હનની હાઈટને લીધે મેરેજે બધાનું ધ્યાન ખેંચ્યું. 2 ફૂટનો વરરાજો અને 4 ફૂટની દુલ્હન લગ્નનાં તાંતણે બંધાઈને એકમેકના થયા. આ કપલ ખ્રિસ્તી છે, તેમના લગ્ન સ્થાનિક ચર્ચમાં થયા. નવદંપતીને આશીર્વાદ આપવા માટે મહેમાનો આવ્યા હતા. 31 માર્ચે થયેલા લગ્નથી દુલ્હા અને દુલ્હન એમ બંનેનો પરિવાર ખુશ છે. મુમ્મીદિવરામ શહેરના રહેવાસી દેવરાપલ્લી શ્રીનિવાસે ગ્રેજ્યુએશન કર્યું છે. નાનપણમાં જ તેની હાઈટ વધવાની બંધ થઇ ગઈ હતી. દીકરાની હાઈટને લીધે તેનો પરિવાર હંમેશાં ચિંતિત રહેતો હતો. આ પરિવાર દુલ્હનની શોધ કરી રહ્યો હતો ત્યાં શ્રીનિવાસને તેની પાર્ટનર મળી ગઈ.અમલાપુરમમાં સામાનાસા ગામની સત્ય દુર્ગાની…
પ્રાચિન સમયમાં કામરુપ દેશ તરીકે ઓળખાતા આસામ રાજયનું MAYONG ગામ દેશમાં કાળા જાદૂની ધરતી તરીકે ઓળખાય છે.નવાઇની વાત તો એ છે કે આ ગામના લોકોની રોજગારીનું મુખ્ય સાધન જાદૂ ટોણા છે.ગામમાં દરેક ઘરે એક વ્યકિત જાદૂટોણાનો વ્યવસાય કરે છે. ગૌહાટીથી ૪૦ કીમી દૂર આવેલા માયોગમાં ૧૦૦ થી પણ વધુ જાદૂગરો રહે છે.આ ગામના જાદૂગરો વિશે એવું પણ માનવામાં આવે છે કે તેઓ હવામાં અલોપ થઇ જવાની કળા પણ જાણે છે.સ્થાનિક જાણકારો આજે પણ માને છે કે તેઓ હિંસક પ્રાણીઓને પણ સંમોહન દ્વારા પાલતું બનાવી દે છે.એટલું જ નહી માણસને બકરી કે કુતરો જેવા પાલતુ પ્રાણી બનાવી દેવાની કળા પણ જાણે છે.આસામના…
નારીવાદ વિશેની ચર્ચા છેલ્લા કેટલાક વર્ષોથી તીવ્ર બની છે અને મોટી સંખ્યામાં પુરુષો પણ નારીવાદના મૂલ્યોને ખુલ્લેઆમ ટેકો આપી રહ્યા છે.હવે આવા અધ્યયનમાં નારીવાદને સમર્થન આપતા પુરુષોના બેડરૂમ જીવન પર ઘણી વસ્તુઓ જાહેર થઈ છે. નારીવાદને ટેકો આપનારા પુરુષો બેડરૂમમાં પણ સમાનતાનું ધ્યાન રાખે છે અને તેથી જ તેમની સેક્સ લાઇફ વધુ સારી છે. નારીવાદી પુરુષો ની તુલનામાં બિન-નારીવાદી પુરુષો ની સેક્સ લાઈફ કેવી છે તેમાં અમને વિશેષ રુચિ હતી.શું તેના અંગત રાજકારણનો અર્થ એ છે કે તેણે સેક્સ દરમિયાન સ્ત્રી સાથે અલગ વર્તન કરવું જોઈએ.આ બધા પ્રશ્નોના જવાબમાં, કેનેડામાં ‘સેક્સ અને સેક્સ્યુઅલિટી’ પરના મોટા સર્વેક્ષણમાં વિજાતીય પુરુષોની સ્વ-ઓળખના નમૂનાનું…
મોદી સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2021-22 માટે ખાનગીકરણ અને વિનિવેશનો મોટો લક્ષ્ય રાખ્યો છે અને સરકાર કોઈપણ સંજોગોમાં તેને મેળવવાની કોશિશમાં લાગેલી છે. તે સિવાય ત્રણ વર્ષમાં સરકાર અસેટ મોનેટાઈઝેશનના માધ્યમથઈ 2.5 લાખ કરોડનું ફંડ એકઠુ કરવા માગે છે. નાણાકીય વર્ષ 2021-22માં 1.75 લાખ કરોડના પ્રાઈવેટાઈજેશનનું લક્ષ્ય હાસલ કરવા માટે બે સરકારી બેંકો અને એક ઈન્શ્યોરન્સ કંપનીનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે.બેંકોમાં ખાનગીકરણની પ્રક્રિયા ઝડપી થવાના કારણે સરકારી બેંકોએ ફંડ એકઠુ કરવા માટે પોતાની સંપત્તિઓના વેચાણમાં સ્પીડને સુસ્ત કરી દીધી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે તે બેંકોમાં જે છેલ્લા બે વર્ષમાં મર્જર પ્રક્રિયાથી બહાર છે. ખાસકરીને તે બેંકોએ અસેટ મોનેટાઈઝેશનની સ્પીડને ધીમી કરી…
ઓળખ રાકેશ્વરસિંહ મન્હાસ તરીકે થઈ છે.આ જવાન સીઆરપીએફમાં ફરજ બજાવે છે.નક્સલીઓનુ કહેવુ છે કે આ જવાનને હજી સુધી અમે કોઈ નુકસાન પહોંચાડ્યુ નથી.જોકે રાકેશ્વરસિંહની પાંચ વર્ષની પુત્રીએ નક્સલવાદીઓને હૃદયસ્પર્શી અપીલ કરીને તેમને ઘરે પાછા મોકલવા માટે મેસેજ આપ્યો છે.પાંચ વર્ષની બાળકી કહેતા સંભળાય છે કે, હું મારા પપ્પાને બહુ પ્રેમ કરુ છુ , નક્સલ અંકલ પ્લીઝ તમે મારા પપ્પાને ઘરે મોકલી દો.પાંચ વર્ષની બાળકી રાઘવી આવુ કહેતા કહેતા પણ રડી પડી હતી.જવાન રાકેશ્વરસિંહની છેલ્લે પોતાની પત્ની સાથે પાંચ દિવસ અગાઉ વાત થઈ હતી.તે વખતે તેમણે પત્નીને કહ્યુ હતુ કે, હું ઓપરેશન પર જઈ રહ્યો છું અને પાછો આવીને કોલ કરીશ.જોકે…
કોરોના મહામારીકાળ દરમિયાન લોકો સામે રોજગાર એક મોટી સમસ્યા સાબિત થઈ રહી છે. દેશમાં ફરી એક વખત કોરોનાએ પગ પેસારો કર્યો છે. આજે પણ લોકો રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા છે. એવામાં સરકારની યોજનાઓનો લાભ લઇ સ્વરોજગાર શરૂ કરવાનો વિકલ્પ સારો સાબિત થઇ રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં હજારો લોકોએ નવા સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે.સ્વરોજગારમાં સૌથી મોટો પડકાર મૂડીનો આવે છે. એવામાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ ખૂબ જ કામ આવે છે. આવી જ એક યોજના છે સ્ટેન્ડ-અપ ઇન્ડિયા (Stand up India Scheme). વિશેષ રીતે મહિલાઓ, અનુસૂચિત જાતી (એસસી) અને અનુસૂચિત જનજાતી (એસટી) સમુદાય માટે આ યોજના 5 એપ્રિલ 2016ના…
આ મેરેજમાં જે યુવતી ઘરની પુત્રવધુ બનવાની હતી તે જ ખોવાયેલી દીકરી નીકળી. આ યુવતીના લગ્ન તેના જ ભાઈ સાથે થવાના હતા પણ એક બર્થમાર્કને લીધે તેની માતાએ તેને ઓળખી લીધી અને વર્ષો પછી તેનો પરિવાર સાથે ભેટો થયો. સાસુ એ તેની પુત્રવધુના હાથ પર એક બર્થમાર્ક જોયું. આ જ નિશાન તેની વર્ષો પહેલાં ખોવાઈ ગયેલી દીકરીના હાથ પર પણ હતું. એક સમય માટે તો તેમને શું બોલવું, કઈ રીતે બોલવું તેની કઈ ખબર ના પડી. મેરેજ પહેલાં તે મહિલાએ તેના દીકરાની થનારી પત્નીના પરિવારને પૂછ્યું કે, આ તમારી દીકરી છે કે તેને 20 વર્ષ પહેલાં દત્તક લીધી હતી? આ પ્રશ્ન સાંભળીને…
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી મંદિર તારીખ 10 એપ્રિલથી 12 એપ્રિલ સુધી ત્રણ દિવસ બંધ રહેશે. વડોદરા શહેર-જિલ્લામાં કોરોના મહામારીનું સંક્રમણ ઉતરોતર વધી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટની તાકીદની વિડિયો કોન્ફરન્સથી બેઠક મળી કરી હતી. કોરોના મહામારીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ તરફથી સ્વૈચ્છિક રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે, તારીખ 10, 11 અને 12 એમ ત્રણ દિવસ વિશ્વનું એકમાત્ર કુબેર ભંડારી મંદિર બંધ રાખવામાં આવશે. સંક્રમણ વધે નહીં અને ભક્તોના હિતને ધ્યાનમાં રાખી લોક હિતમાં આ નિર્ણય કર્યો છે. કુબેર ભંડારીના દર્શન ઓનલાઇન ચાલુ રાખવામાં આવ્યા છે, જેની ભક્તોએ નોંધ લેવા…
ફાગણ મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશીને પાપમોચની એકાદશી કહેવામાં આવે છે. આ વખતે પંચાંગ ભેદ ન હોવાથી આ વ્રત 7 એપ્રિલના રોજ કરવામાં આવશે. આ વખતે એકાદશી તિથિ બુધવારે સૂર્યોદય પહેલાં જ શરૂ થઇ જશે અને બીજા દિવસે સૂર્યોદય સુધી રહેશે. એટલે આ વ્રત બુધવારે જ કરવામાં આવશે. પાપમોચની એકાદશી વ્રત કરવાથી ભક્તના બધા પ્રકારના કષ્ટ દૂર થઇ જાય છે. આ વ્રતને કરવાથી ભક્તોને મોટા યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે. પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી સહસ્ત્ર એટલે હજાર ગાયના દાન સમાન ફળ મળે છે. પાપમોચની એકાદશી અંગે ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા…