પ્રેમ લગ્ન કર્યાના ત્રણ મહિનામાં યુવતીને ખબર પડી હતી કે પતિ અભણ છે, સ્નાન અને બ્રશ પણ નથી કરતા. તેમજ માનસિક સંતુલન ઓછું છે. જેથી પોતે પતિને છોડી પિતાના ઘરે પરત આવી હતી. જો કે માતા-પિતાએ હવે એ જ તારું ઘર છે અને ત્યાં જ રહેવું પડશે કહી કાઢી મૂકી હતી. મામાના ઘરે પણ નહીં રહેવા દબાણ કરતાં યુવતીએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઈન અભ્યમ 181ને યુવતીનો ફોન આવ્યો હતો કે પોતે હાલ સેટેલાઇટ વિસ્તારમાં મામાના ઘરે છે અને પોતે પરણિત છે પરંતુ સાસરે નથી જવું અને માતા- પિતા હવે રાખવા તૈયાર નથી. જેથી મદદની જરૂર છે. મહિલા હેલ્પલાઈનની…
કવિ: Dharmistha Nayka
મુબઈ સ્થિત કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સની હેડ ઓફિસને મેઈલ મળ્યો છે. જેની અંદર લખવામાં આવ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મેઈલમાં જણાવ્યા અનુસાર કોઈ પણ ધાર્મિક સ્થળ પર બંને નેતાઓ પર ગમે ત્યારે હુમલો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ ધમકીનો મેઈલ સીઆરપીએફને મંગળવારે સવારે મળ્યો હતો.ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પણ અનેક વાર જાનથી મારી નાખવાની ધમકી મળી ચુકી છે. આ વર્ષે જાન્યુઆરી મહીનામાં સીએમ યોગીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ડાયલ 112 વોટ્સએપ નંબર પર મેસેજ આવ્યો હતો. જેમાં લખવામાં આવ્યુ હતું કે 24 કલાકની અંદર યોગી…
વેસ્ટર્ન રેલવેએ મુંબઈ સેન્ટ્રલના જગજીવન રામ વેસ્ટર્ન રેલવે હોસ્પિટલ માટે મેડિકલ પ્રેક્ટિશનર્સ અને પેરામેડિકલ સ્ટાફના પદો પર ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. ઇચ્છુક ઉમેદવાર 6 એપ્રિલ 2021 સુધી અરજી કરી શકે છે. કુલ 139 પદો માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી ટેલિફોનિક/વોટ્સએપ ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે. કોવિડ આઇસોલેશન વોર્ડમાં ફુલટાઇમ મેડિકલ કોન્ટ્રાક્ટ (GDMO/ સ્પેશિયાલિસ્ટ) પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારોને 75 હજાર સુધી વેતન આપવામાં આવશે. તમામ જરૂરી જાણકારી સત્તાવાર જાહેરાતમાં ઉપલબ્ધ છે. જુદા-જુદા પદો પર ભરતી માટે નક્કી કરવામાં આવેલી શૈક્ષણિક યોગ્યતા પણ અલગ છે. વય મર્યાદા પણ પદ મુજબ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો 6…
ગુજરાતમાં કોરોનાના વધતા જતા રેકોર્ડબ્રેક કેસો નોંધાતા સામાન્ય દિવસોની સરખામણીએ ઓક્સિજનની જરૂરિયાતમાં પણ ત્રણ ગણો વધારો થઇ ગયો છે. જો કે, રાજ્યમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો છે. રાજ્યમાં 4 મોટી કંપનીઓ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. જેમાં શ્રીરામ, લિન્ડે, રિલાયન્સ અને આઇનોક્સનો સમાવેશ થાય છે. ઓક્સિજનનો વપરાશ વધતા કંપનીઓએ ઓક્સિજનનો ભાવ ક્યુબિક મીટર દીઠ 2થી 5 રૂપિયા વધારી દીધો છે. ગુજરાત સરકારે ઓક્સિજન બનાવતી કંપનીઓને આદેશ કરી કુલ સપ્લાય પૈકી 60 ટકા સપ્લાય આરોગ્ય ક્ષેત્રને આપવા જણાવ્યું છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 3160 કેસ નોંધાયા…
ભારત કોવિડ -19 ની બીજી અને ખતરનાક લહેરનો સામનો કરી રહ્યું છે. આગામી દિવસોમાં કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં નવા કેસો પણ એક લાખના આંકડાને વટાવી ગયા હતા. તે જ સમયે, રસીનો ઉપયોગ કોરોના નિવારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોવાનું કહેવામાં આવ્યું છે, જેના કારણે દેશમાં રસી ખૂબ જ ઝડપથી આપવામાં આવી રહી છે. જો કે, દેશમાં તમામ વયના લોકોને રસી આપવાના કોઈ આદેશો નથી. દરમિયાન, ભારતીય મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને કહ્યું છે કે, રસીકરણ 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે ખુલ્લું હોવું જોઈએ.આઇએમએએ જણાવ્યું કે, ‘હાલમાં, અમે 45…
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBS કથિત ગેરરીતિ મામલે NSUI દ્વારા કુલપતિનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કુલપતિ પર સાડી ફેંકી દેખાવો કરવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો. અગાઉ NSUIએ MBBS કથિત ગેરરીતી મામલે કુલપતિ પર બંગડી ફેંકી વિરોધ કર્યો હતો. ત્યારે MBSS કથિત ગેરરીતી મામલે NSUI દ્વારા કુલપતિના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે.
સાતમાં વેતન આયોગ અનુસાર રેલ્વેમાં night duty કરતા કર્મચારીઓના નિયમોમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. જેના કારણે રેલ્વે કર્મચારીઓને મોટો ફાયદો થશે. રેલ્વેના નવા નિયમ પ્રમાણે રેલ્વે કર્મચારીઓની પાયાની સુવિધાને ધ્યાને લઈ જેમનો પગાર 43,600 રૂપિયાથી વધારે છે. તેવા કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવામાં આવશે. રેલ્વેના ડિપોર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DOPT)એ ચિટ્ઠી લખી રેલ્વે વિભાગમાં અલગ-અલગ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.Northern Railwayના દિલ્હી મંડળના મહામંત્રી અનુપ શર્માના જણાવ્યા અનુસાર અત્યારે નાઈટ ડ્યુટી ભથ્થા પર હાલ તો રોક લગાવી દેવામાં આવી છે. કારણ કે રેલ્વે યૂનિયનો દ્વારા રેલ મંત્રાલય સામે નાઈટ ડ્યુટી ભથ્થા મામલે અનેક સવાલો…
એરિકામાં એક યુવકે ખાવા-પીવાનું છોડી દઈને વ્રત રાખી અને માત્ર 5 બિયર પીને 18 કિલો વજન ઘટાડી દીધું. સિનસિનાટી શહેરમાં રહેતા ડેલ હૉલનું કહેવું છે કે તે માત્ર ચા, કોફી, બિયર અને પાણી જ લઇ રહ્યો હતો અને આશ્ચર્યજનક રીતે તેણે 18 કિલો વજન ઘટાડી દીધું.આ યુવકે જણાવ્યું કે તેને બ્રેકફાસ્ટ (નાસ્તો) કરવો પસંદ નહોતો અને તે દિવસની 2 થી 5 બિયર પી જતો હતો. તેમણે કહ્યું કે તે પહેલી બિયર બપોરે પીતો બાદમાં જયારે પણ ભૂખ લગતી ત્યારે તે બિયર જ પીતો. જોકે, હવે તે પોતાની આ સફળતાને સેલિબ્રેટ કરવા માટે પોતાની પસંદની ચીજો ખાવા પર વિચાર કરી રહ્યા…
ગુજરાતમાં વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. હવે રાજ્ય બહારથી આવતા મુસાફરોએ અમદાવાદમાં પ્રવેશ કરતી વખતે RTPCR ટેસ્ટ કરાવવાની જરૂર નહીં પડે. જો કે, જેઓ અમદાવાદના રહેવાસી છે તેઓએ શહેરમાં એન્ટ્રી કરતી વખતે ફરજિયાત આઇડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ દેખાડવાનું રહેશે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજ રોજ વધુ નવા 3 હજારને પાર કેસો નોંધાતા રાજ્યમાં તંત્ર ચિંતાગ્રસ્ત થઇ ગયું છે. એમાંય સૌથી વધારે ખરાબ હાલત સુરત અને અમદાવાદની જોવા મળી રહી છે. રાજ્યમાં આજ રોજ નોંધાયેલા નવા મોતના આંકડાની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં વધુ 15 લોકોનાં મોત નિપજ્યાં છે. ફરી એક વાર…
વિશ્વમાં એક એવી જગ્યા પણ છે કે જ્યાં દરેક વ્યક્તિએ રહેવા માટે પહેલા તેના શરીરના કોઈ ભાગને કાઢી નાખવો પડે છે અથવા કાપી નાખવો પડે છે. જો કોઈ વ્યક્તિ આવું કરવાની ના પાડે છે તો તેને ત્યાં રહેવાની મંજૂરી આપવામાં નથી આવતી, પછી ભલે તે કોઈપણ હોદ્દા પર હોય. આ નિયમ વિસ્તારમાં કોઈ કાયદાકીય શરત જેવો છે જેને પૂર્ણ કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવે છે. અમે વાત કરી રહ્યા છીએ બરફની પહાડીઓથી ઘેરાયેલા એન્ટાર્કટિકાના ગામ વિલાસ લાસ એસ્ટ્રેલાસની. આ ગામમાં લાંબા સમય સુધી રહેતા લોકો માટે શરત હોય છે કે તેમને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવું પડશે. આ નિયમ બનાવવા પાછળ એક મોટી…