કવિ: Dharmistha Nayka

બિહારના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યના પટના, કિશનગંજ, અરારિયા અને કિશનગંજમાં ધરતી ધ્રુજવાના સમાચાર સામે આવ્યાં છે. જો કે, હજી સુધી કોઈ પણ રીતે જાન-માલના નુકસાનના સમાચાર મળ્યા નથી.આ ઝટકા આસામ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાંક વિસ્તારોમાં અનુભવવામાં આવ્યાં છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 ની રહી છે. ભૂકંપનું કેન્દ્ર સિક્કિમ-નેપાળ બોર્ડરની પાસેનું રહ્યું છે. રાત્રિના 8:49 મિનિટે ભૂકંપન ઝટકા અનુભવવામાં આવ્યાં છે.ભૂકંપની તીવ્રતા 5.4ની રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. પૂર્ણિયામાં પણ ભૂકંપના ભારે ઝટકાંઓ અનુભવવામાં આવ્યાં હતાં. જો કે ભૂકંપની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. એક તરફ…

Read More

આપણી આસપાસ કેટલાક લોકો એવા હોય છે જે વાત-વાત પર ગાળો બોલતા હોય છે. અપશબ્દો બોલવાવાળા લોકોને આપણે હંમેશા ખરાબ સમજતા હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ગાળો બોલવાથી તમારો મગજ સ્વસ્થ રહે છે. અમે આજે તમને કેટલીક એવી વાતો વિશે જણાવીશુ જે અપશબ્દો તથા સ્વાસ્થ્યથી સંબંધ ધરાવે છે.જો તમારું મન ન હોય તો પણ મોઢામાંથી ગાળ નીકળે છે અને તમને તેનાથી ક્ષોભ પણ નથી અનુભવતા તો તેનો અર્થ એ છે કે તમારું મગજ ઘણા પ્રકારના ફ્રસ્ટ્રેશનને દૂર કરી દે છે. આપણે અનેક ભૂલો અજાણતાથી કરતા હોઈએ છીએ. જ્યારે આપણે નાનપણમાં ભૂલથી કોઈને અપશબ્દો આપતા હતા ત્યારે, માતા…

Read More

આસામના દીમા હસાઓ જિલ્લામાં એક મતદાન કેન્દ્ર પર મોટી અનિયમિતતાનો ખુલાસો થયો છે. તે મતદાન કેન્દ્ર પર માત્ર 90 મતદારો જ નોંધાયા છે તેમ છતાં કુલ વોટ 171 પડ્યાં છે. આ ઘટના પ્રકાશમાં આવતા જ પાંચ ચૂંટણી અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. અધિકારીઓએ સોમવારના રોજ આ અંગે જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે, ‘મતદાન કેન્દ્ર હાફલોંગ વિધાનસભા ક્ષેત્ર છે. આ જગ્યાએ બીજા તબક્કામાં એક એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. હાફલોંગમાં 74 ટકા મતદાન થયું હતું.’તેઓએ વધુમાં જણાવ્યું કે, ‘આ ઘટના પ્રકાશમાં આવતા જ જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન કેન્દ્રના પાંચ ચૂંટણી અધિકારીઓને સસ્પેન્ડ કરીને ફરી વાર મતદાન કરવાનો પ્રસ્તાવ રાખ્યો…

Read More

ગુજરાતમાં રોજબરોજ કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે તો બીજી બાજુ હવે ગુજરાતમાં રાજકીય નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. એવામાં તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે, ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે. રાજેશ ભટ્ટ સહિત ઉપરાંત ફાયરના 11 જવાનો પણ કોરોના સંક્રમિત થયા છે.ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 3160 કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત કોરોનાની રસીકરણની પ્રક્રિયા ચાલુ છે છતાં કોઇ પણ રીતે રાજ્યમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં. રાજ્યમાં આજ…

Read More

નોકરી કરતા દરેક કર્મચારી અને કંપનીએ PFની રકમ EPFOમાં જમા કરાવવાની હોય છે. દર મહિને તમારી સેલરીમાંથી કટ કરવામાં આવતી રકમને મોટાભાગના કર્મચારી રિટાયર્મેન્ટ બાદ લેતા હોય છે. પરંતુ નોકરી બદલતી વખતે અથવા EPFના પૈસા ટ્રાન્સફર કરતા સમયે લોકોને ખબર નથી હોતી કે તેમના ખાતામાં કેટલા પૈસા છે. ત્યારે નવા નાણાકીય વર્ષમાં ઘણા ફેરફાર થાય છે, જેમાં તમારે તમારું PF બેલેન્સ પણ ચેક કરવું જોઈએ. PF ચેક કરવાની ઘણી રીત છે. તેમાંથી એક રીત મિસ કોલ છે. તેના માટે EPFOએ નંબર જાહેર કર્યો છે. તે સિવાય ઓનલાઈન અથવા SMSથી પણ PFની રકમ વિશે જાણકારી મેળવી શકાય છે. તમે માત્ર એક મિસ…

Read More

બારડોલીથી 108માં સુરત સિવિલ હોસ્પિટલ લવાઈ રહેલી કોરોના પોઝિટિવ સગર્ભાની EMT એ ચાલુ એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવી પ્રશંસનીય કામગીરીનું ઉદાહરણ આપ્યું છે. 108 એમ્બ્યુલન્સમાં બાળકીને જન્મ આપનાર વર્ષાની આ પહેલી પ્રસૂતિ હોવાનું પરિવારે જણાવ્યું છે. 9મા મહિને પ્રસૂતિનો દુઃખાવો ઉપડતા પરિવાર બારડોલી સરકારી હોસ્પિટલમાં લઇ ગયા બાદ રિપોર્ટ આવ્યા વગર જ સગર્ભા વર્ષા કોરોના પોઝિટિવ હોવાનું કહી આખી રાત હોસ્પિટલમાં બેસાડી રખાયા હોવાનું પરિવારે જણાવ્યું છે. કલ્પેશ વસાવા (પ્રસૂતાના પતિ)એ જણાવ્યું હતું કે, લગ્નને એક જ વર્ષ થયું છે. અમે ખેડૂત છીએ. આખો દિવસ ખેતીમાં કામ કરીએ છીએ. રાત્રે સગર્ભા વર્ષાને અચાનક પ્રસૂતિનો દુઃખાવો ઉપડ્યો હતો. ડેડીયાપાડાથી અમે વર્ષાને તાત્કાલિક બારડોલી સરકારી…

Read More

જો કોઈ વાહન ચાલક ટ્રાફિક નિયમનો ભંગ કરે છે. તો વાહન ચાલકનું LICENSE 3 મહિના સુધી કેન્સલ કરી દેવામાં આવે છે. એનો મતલબ એ થાય છે કે ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ લેવામાં આવે છે. સાથે સાથે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ ત્રણ મહિના માટે રદ કરી દેવામાં આવે છે. પરંતુ હવે એવું નહીં થાય હવે ટ્રાફિફ નિયમ ભંગ કરવાથી લાઈસન્સ રદ નહીં થઈ શકે, માર્ગ અને પરિવાહન વિભાગ દ્વારા ટ્રાફિક નિયમોમાં મોટો બદલાવ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે વાહન ચાલકોને મોટી રાહત મળશે. મોટર વ્હીકલ એક્ટ લાગુ કરવાથી ટ્રાફિક નિયમો નો ભંગ કરનાર પાસેથી દંડની ભરપાઈ કરવામાં આવે છે. તેની સાથે સાથે…

Read More

હંમેશાં લોકો પરફ્યુમ ખરીદતી વખતે માત્ર તેની ફ્રેગરન્સ પર ધ્યાન આપે છે. પરંતુ પરફ્યુમની ફ્રેગરન્સને સારી રીતે સુંઘવા માટેતેને ક્યાં સ્પ્રે કરવું જોઈએ. સસ્તા અથવા મોંઘા પરફ્યુમમાંથી તમારા માટે કયું યોગ્ય છે તે જાણવું જરૂરી છે. અહીં જણાવેલ કેટલીક ટીપ્સ તમને તમારા માટે યોગ્ય પરફ્યુમની પસંદગી કરવામાં મદદ કરશે. ફ્રેગરન્સ બોટલ્સ પર ઓ ડી ટોયલેટ, ઓ ડી પારફૂમ, ઓ ડી કલોન અથવા બોડી મિસ્ટ લખેલું હોય છે. તે એટલા માટે કેમ કે દરેક ફ્રેગરન્સ બોડી પર એક ચોક્કસ સમય સુધી રહે. જેમ કે- પારફૂમની ફ્રેગરેન્સ 6-8 કલાક સુધી રહે છે. ઓ ડી પારફૂમ 5 કલાક સુધી રહે છે. ઓ ડી ટોયલેટ 2-3 કલાક સુધી…

Read More

આઠ મહાનગરપાલિકામાં વકરતી કોરોનાની સ્થિતિના પગલે આઈએએસ કક્ષાના 8 અધિકારીને રાજ્ય સરકારે જવાબદારી સોંપી છે. તમામ આઈએએસ અધિકારી કોવિડની કામગિરીનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત સુપરવિઝનની વધારાની જવાબદારી સોંપાઈ છે. ડોક્ટર મનિષ બંસલને અમદાવાદ, દિનેશ રબારીને સુરત, ડોક્ટર હર્ષિત ગોસાવીને વડોદરા, સ્તુતી ચારણને રાજકોટ, આર.આર. ડામોરને ભાવનગર, આર. ધનપાલને જામનગર અને ડોક્ટર સુનિલ બેરવાલને જૂનાગઢની જવાબદારી સોંપવામાં આવી છે.ગુજરાતમાં સતત પાંચમાં દિવસે કોરોનાએ વધુ એક નવી સર્વોચ્ચ સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૮૭૫ નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાંથી ૮, અમદાવાદમાંથી ૪, વડોદરા-અમરેલીમાંથી ૧-૧ એમ ૧૪ના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મિનિટે સરેરાશ ૨ વ્યક્તિ સંક્રમિત થઇ…

Read More

તમે ક્યારેય 600 રૂપિયાનું પાન ખાધું છે? યમુઝ પંચાયત નામનાં આ પાર્લર પર સોનાનો વરખ ચડાવેલું ટેસ્ટી પાન મળે છે. પાર્લરે તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ પાન કેવી રીતે બનાવે છે તેનો વીડિયો શેર કર્યો છે. ગોલ્ડ પાનનું નામ ‘રફેલો પાન’ આપ્યું છે આ પાન પર સોનાનો વરખ ચઢાવતા પહેલાં સૂકી ખજૂર, ઈલાયચી, લવિંગ, ગુલકંદ, મીઠી ચટણી, કોપરાનું છીણ અને ચેરી મૂકી. ત્યારબાદ પાન વાળીને તેની પર સોનાનો વરખ ચડાવ્યો. આ પાન બનાવનાર મહિલાએ દાવો કરતા કહ્યું, અમુક ક્વોન્ટિટીમાં ગોલ્ડ ભોજનમાં સામેલ કરવાથી તે દિલ માટે ફાયદાકારક છે. ભોજન પછી આ ગોલ્ડ પાન ખાવાથી એકદમ રેફ્રેશિંગ લાગશે.આ વીડિયો જોતા યુઝર્સે…

Read More