અમદાવાદમાં એક યુવતીને સ્કૂલમાં તેની સાથે ભણતો છોકરો ફેસબુક પર મળ્યો હતો. બંને વચ્ચે થોડો સમય ચાલેલી વાતચીત દરમિયાન પ્રેમ થઈ ગયો હતો. બાદમાં બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ યુવતી ગર્ભવતી થઈ ત્યારે તેના પતિએ તેને તરછોડી દીધી હતી. યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, અમદાવાદમાં નેહા (નામ બદલ્યું છે) તેના પરિવારમાં સૌથી વધુ લાડકી દીકરી હતી. તેને માતા-પિતાએ ખૂબ જ લાડકોડથી ઉછેરી હતી. નેહા ભણીગણીને પગભર થઈ ત્યારે જ ફેસબુક પર સ્કૂલમાં સાથે ભણતા રોહિત( નામ બદલ્યું છે)નો સંપર્ક થયો હતો. રોહિત અને નેહાની ફેસબુક પર…
કવિ: Dharmistha Nayka
સુરત શહેરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં કોરોના ઉપર કાબૂ મેળવવો મુશ્કેલ થતું જતું હોય એવું લાગે છે. શહેરના મહિધરપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણના કેસ વધતા મોટીશેરી, ભૂતશેરી, નાગરશેરી, મણિયારાશેરી, વાણીયા શેરી, ગલેમંડી મોટીશેરી, ગુંદીશેરીના નાકા આગળ આડાસ મૂકી અને વાંસ, પતરા ઠોકીને બંધ કરી દેવામાં આવ્યા છે. અલગ અલગ આઠથી વધુ શેરીઓ બંધ કરી દેવાની ફરજ પડી છે. તાવના દર્દીની સંખ્યા વધતા નજીકની હોસ્પિટલ દર્દીઓ સંખ્યા વધી રહી છે. તંત્રએ મહિધરપુરા હીરા બજારમાં પ્રવેશવા પહેલાં ફરજિયાત વેક્સિનેશન કરાવવા માટે પ્રયાસ શરૂ કર્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ શેરીઓમાં પ્રવેશ નિષેધ કરી…
ગુજરાતમાં સતત પાંચમાં દિવસે corona એ વધુ એક નવી સર્વોચ્ચ સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૮૭૫ નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાંથી ૮, અમદાવાદમાંથી ૪, વડોદરા-અમરેલીમાંથી ૧-૧ એમ ૧૪ના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મિનિટે સરેરાશ ૨ વ્યક્તિ સંક્રમિત થઇ રહી છે. રાજ્યમાં ૧૩ ઓક્ટોબર બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૫ હજારને પાર થયો છે. હાલમાં ૧૫,૧૩૫ એક્ટિવ કેસ છે જ્યારે ૧૬૩ દર્દી વેન્ટિલેટર પર છે. ૨૬ માર્ચના રાજ્યમાં ૧૦,૧૩૪ એક્ટિવ કેસ હતા. આમ, છેલ્લા ૧૦ દિવસમાં એક્ટિવ કેસમાં ૫૦% નો વધારો નોંધાયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૧૮,૪૩૮ છે જ્યારે કુલ મરણાંક ૪,૫૬૬ છે.છેલ્લા ૨૪…
જો તમે ટેક્સ બચતની સાથે સારા વળતર માટે રોકાણ કરવાની યોજના શોધી રહ્યા છો તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) એક સારો વિકલ્પ હોઈ શકે છે. પીપીએફ એ રોકાણનો સલામત વિકલ્પ છે. તમે પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં પીપીએફ એકાઉન્ટ ખોલી શકો છો. રોકાણ પર કર કપાતનો લાભ છે. આ ઉપરાંત પરિપક્વતાની રકમ અને વ્યાજની આવક પણ કરમુક્ત છે. તેની સૌથી અગત્યની બાબત એ છે કે પી.પી.એફ. ખાતામાં જમા થયેલ રકમ કોઈપણ અદાલતના આદેશ હેઠળ જપ્ત કરી શકાતી નથી.તમને જણાવી દઈએ કે વર્ષ 2019 મોદી સરકારે જાહેર ભાવિ ભંડોળ યોજના 2019 લાગુ કરી. સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) ના નિયમોમાં મોટો ફેરફાર કર્યો…
અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ થયા બાદ આગામી ટૂંક સમયમાં અમદાવાદ એરપોર્ટ પર એક હજાર જેટલા કર્મચારીઓને નોકરી જોખમમાં મૂકાશે. એરપોર્ટ પર કાર્યરત ગ્રાઉન્ડ હેન્ડલિંગની જુદી-જુદી ૧૮ જેટલી કંપનીઓના શટર પડી જશે. તેના બદલે હવે એક જ ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની એરપોર્ટ પર કાર્યરત રહેશે. આ માનીતી કંપની સાથે ટેન્ડરમાં અગાઉથી જ એવી શરતો રાખવામાં આવી હતી કે અન્ય કોઇ કંપની હરિફમાં આવી શકે નહીં, જેમાં અદાણીએ અંદરોઅંદર જ સહભાગી કંપની સાથે એક વિદેશી કંપની સાથે કરાર કરી મજબૂત ગોઠવણ કરી હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.અમદાવાદ એરપોર્ટ પર વર્ષોથી શેડયૂલ અને નોન શેડયૂલ ફ્લાઇટનું ગ્રાઉન્ડ હેન્ડલિંગ કરતી જુદી-જુદી કંપનીઓ કાર્યરત છે. એરપોર્ટ પર…
આમલીનું સેવન કરવાથી સ્વાદ વધે છે, અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ દૂર થાય છે. આમલીની જેમ તેના દાણા, પાંદડા અને ફૂલો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.આમલીનું નામ સાંભળીને, મોમાં પાણી પીવું સામાન્ય છે, પછી ભલે તે ગમે તેટલી ઉંમર ની વ્યક્તિ હોય. શાળાના તબક્કામાં મોટાભાગના લોકોની પસંદગી છે, પરંતુ આગળની ઉંમરે પણ આમલી ખાવાનું બંધ કરવું સહેલું નથી. તે ચટણી હોય કે રસમ અથવા સંબર, ઘણી વાનગીઓમાં પણ તેની વિશેષ ભૂમિકા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આમલી માત્ર સ્વાદને જ વધારતી નથી પરંતુ સ્વાસ્થ્યને સુધારવામાં પણ વિશેષ ભૂમિકા નિભાવે છે. આમલી જ નહીં, તેના દાણા, ફૂલો…
શહેરના ઈસનપુર પોલીસ સમક્ષ એક સગીરા એ કરેલ આપવીતી અનેક લોકોના રૂંવાડા ઊભા કરી દે તેવી છે. સગીરાની માતા એ બીજા લગ્ન કરી ચાંગોદર ખાતે રહેતી હતી. માતાને મળવા માટે સગીરા ઈસનપુરથી ચાંગોદર જવા માટે રિક્ષાની રાહ જોઈ રહી હતી. જ્યાં એક રિક્ષા ચાલક તેને નારોલ સુધી લઈ ગયો હતો. બાદમાં કે નારોલથી ચાંગોદર જવા માટે રિક્ષાની રાહ જોઈ રહી હતી, તે દરમિયાન રવિ નામનો રિક્ષાચાલક તેને મળ્યો હતો અને રવિએ તેને લગ્નની લાલચ આપીને તેના મિત્ર હસમુખને ત્યાં લાભ લેવા માટે લઈ ગયો હતો. જોકે આ દરમિયાન રવિએ તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. રવિ સાથેના શારીરિક સંબંધોની…
પેરાશૂટ પહેરીને કર્તબના ઘણાં કેસો સામે આવતા રહે છે. પરંતુ એકએવો આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે જ્યારે એક દંપતીએ આકાશમાં સંબંધ બનાવવાનું શરૂ કર્યું. જો કે બન્ને હોસ્પિટલમાં પહોંચી ગયા.યુગલો જ્યારે સ્કાય ડાઇવિંગ કરતા હતા ત્યારે આ બધુ બન્યું હતું. યુગલે જાતે જ ખુલાસો કર્યો છે કે તેમની સાથે શું થયું હતું અને જ્યારે તેમનું પેરાશૂટ ખુલ્યું ન હતું અને આખરે તેમને હોસ્પિટલમાં પહોંચવું પડ્યું.અહેવાલ મુજબ, યુકે સ્થિત ટીએલસીના ટોક શો પર વાત કરતી વખતે વિલિયમ અને લેસ્લીએ આ આખી ઘટના વર્ણવી હતી. તેમણે કહ્યું કે અમે એક વર્ષ કરતાં વધુ સમયથી સાથે રહીએ છીએ. અમે આ ઉચ્ચ જોખમી રમતમાં…
રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરને ઝુંબેશ શરૂ કરવા ડીજીપીએ તાકીદ કરી છે. માસ્ક ન પહેરનારા સામે કડક કાર્યવાહી કરી રૂ.1 હજાર દંડની વસુલાત કરવાના આદેશ આપ્યા છે.રાજ્યના પોલીસ મહાનિદેશક અને હેડ ઓફ પોલીસ ફોર્સ આશિષ ભાટિયાએ ગુજરાતના તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરને ફરજિયાતપણે લોકો માસ્ક પહેરે તે માટેના નિયમોનું કડકપણે પાલન કરાવવા સૂચના આપી છે.રાજ્ય પોલીસ મહાનિદેશકએ તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં દરેક વ્યક્તિ ફરજિયાત માસ્ક પહેરે અને માસ્ક ન પહેરનારા સામે કડક હાથે કામ લઇ રૂ.૧ હજારના દંડની પણ વસુલાત કરવામાં…
આજના જમાનામાં ઈમાનદાર લોકો મળવા મુશ્કેલ છે, લોકો રૂપિયા માટે પોતાના પરિવાર કે સગાની હત્યા કરતા અચકાતા નથી, ત્યારે ઈમાનદારીની મિશાલ સામે આવી છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી ન્યુ શ્યામવિહાર એપાર્ટમેન્ટમાં 14 લાખથી વધુની રકમ ભરેલી બેગ ચોકીદારે પોતાના ફ્લેટના રહીશને પરત આપી છે.એપાર્ટમેન્ટના રહીશ નરેંદ્રસિંહના સગાનું અવશાન થતા પરિવાર ઇન્દોર જવા માટે કારમાં રવાના થયો હતો. સગાના મોતના આઘાતમાં પરિવાર 14 લાખ રૂપિયા ભરેલી બેગ ગાડીમા મુકવાનું જ ભૂલી ગયો અને ઇન્દોર જતા બેગ નહીં મળતા પરિવારના માંથે એક આફત આવી ગઈ તપાસ કરતા બેગ કોઈ હોટલમાં તો નથી ભુલાઈ ગઈ તેમ લાગતા તપાસ કરતા બેગ મળી આવી નહીં,…