જો સ્વસ્થ રહેવું છે તો સવારનો નાસ્તો ફૂલ પેટ હોવો જોઈએ કારણ કે એ દિવસભર કામ કરવામાં ઉર્જા આપે છે. બપોરનું ભોજન એનાથી થોડું હલકું અને રાત્રીનું ભોજન એકદમ હલકું હોવું જોઈએ.આજ કારણ છે કે સ્વાસ્થ્ય વિશેષજ્ઞ નાસ્તામાં વધુમાં વધુ પૌષ્ટિક વસ્તુને સામેલ કરવાની સલાહ આપે છે. જેથી રિચ ડાઈટ લેવાથી શરીરમાં એનર્જી બની રહે. પરંતુ શું તેમે જાણો છો કે કેટલીક એવી વસ્તુ પણ છે જે પોષ્ટીક હોવા છતાં સવારે ખાલી પેટ લેવી ન જોઈએ. જાણીએ એ વસ્તુ અંગે.સૌથી પહેલા વાત કરીએ કેળાની કારણ કે તેને સુપરફુડ માનવામાં આવે છે. કેળામાં ભરપૂર આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, થાઈમિન, રિબોફ્લેવિન, નિયાસિન,…
કવિ: Dharmistha Nayka
આ વર્ષના ઉનાળામાં તાપમાન ઊંચુ રહેવાની ચેતવણી આપી હતી. ઈન્ડિયન મિટિરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)ના માર્ચના છેલ્લા દિવસે રજૂ થયેલા આકલન મુજબ એપ્રિલ-મે-જૂન દરમિયાન તાપમાન અનેક વિક્રમો સર્જશે. તાપમાનના જૂના વિક્રમો તૂટે અને વધારે ગરમીના નવા રેકોર્ડ નોંધાય એવી પણ શક્યતા છે. તો વળી દિલ્હીમાં ૨૦૧૦ પછીનો સૌથી ગરમ માર્ચ મહિનો નોંધાયો હતો.આઈએમડીના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છ, કર્ણાટક, કોંકણ, આખુ ઉત્તર ભારત, ઝારખંડ, છત્તીશગઢ, ઓડિશા વગેરેમાં ગરમી વધારે પડશે. સરેરાશ કરતા ઉનાળાનું તાપમાન ઊંચુ નોંધાશે. રાતે પણ વધુ ગરમી વરતાશે. દેશમાં ગરમીની અત્યારથી જ શરૃઆત થઈ છે અને કેટલાક સ્થળોએ તાપમાન ૪૦ ડીગ્રી કરતા વધારે નોંધાયુ છે.હવામાન વિભાગની વિગતો પ્રમાણે હિટવેવની પણ શરૃઆત એપ્રિલની ૩જી તારખથી થશે. હિટવેવ ભારતમાં…
ભારતમાં સાધુ સંતોની સર્વોચ્ચ સંસ્થા મનાતી ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ સરકાર સમક્ષ એક નવી માંગણી મુકી છે. તેમનુ કહેવુ છે કે, દેશમાં જ્યાં જ્યાં પણ મુગલો કે અંગ્રેજોના નામ પર રસ્તા છે તે તમામ રસ્તાઓના નામ બદલવામાં આવે.જે લોકોએ આ દેશ પર આક્રમણ કર્યુ હતુ અને જેમણે આ દેશને નુકસાન પહોંચાડ્યુ હતુ તેમના નામ રસ્તાઓ પર જોઈને તકલીફ થાય છે.નરેન્દ્ર ગિરીએ આગળ કહ્યુ હતુ કે, માત્ર સાધુ સંતોને તકલીફ થાય છે તેવુ નથી પણ આજના યુવાઓ પણ આ જોઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે.આઝાદી પહેલા દેશ સાથે ગદ્દારી કરનારાઓ અને ભારતીયો પર જુલમ કરનારાઓના નામ દેશના તમામ…
SURAT માં કોરોનાના કેસ ઉત્તરોઉત્તર વધી રહ્યા છે.પીપલોદ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ મોલમાં 17 કેસ કોરોના પોઝિટિવ આવતા મોલને બંધ કરાયો છે. ચૌદ દિવસ માટે સમગ્ર સેન્ટ્રલ મોલને બંધ કરાયો છે. મોલમાં 230 લોકોના ટેસ્ટ કરવામાં આવ્ય હતા જેમાંથી 17 લોકો કોરોના પોઝીટિવ મળી આવ્યા હતા. તમામ પોઝિટિવને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.સુરતમાં કોરોનાની વણથંભી રફ્તારમાં બુધવારે સિટીમાં ત્રણના મોત સાથે નવા ૬૦૨ દર્દી નોંધાયા છે. જ્યારે જીલ્લામાં ૧૪૨ મળી ૭૪૪ નવા કેસ સાથે કુલ આંક ૬૫ હજારને પાર થયો છે. બીજીતરફ સિટીમાં ૬૧૦ અને ગ્રામ્યમાં ૫૫ મળીને ૬૬૫ દર્દીએ કોરોનાને માત આપતા રજા આપવામાં આવી છે.આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત…
1 એપ્રિલ 2021થી રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુમાં મોંઘવારીનો તડકો લાગવાનું માનવામાં આવી રહ્યું છે. નવા નાણાકીય વર્ષ દૂધ, વીજળી, એસી, મોટરસાઇકલથી લઇ સ્માર્ટફોન અને હવાઈ સફર સુધી મોંઘી થઇ જશે. ઇલેક્ટ્રોનિક ઉપકરણના ભાવ પણ નવા નાણાકીય વર્ષમાં વધી જશે. આવો જાણીએ કે 1 એપ્રિલ 2021થી એવી કઈ-કઈ વસ્તુઓના ભાવ વધવા જઈ રહ્યા છે, જે સામાન્ય વ્યક્તિનું બજેટ બગાડી શકે છે.નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે દૂધના ભાવ વધવાના આસાર છે. આ જાણકરી ખેડૂતોએ આપી છે. દૂધના ભાવ 3 રૂપિયાથી વધી 49 રૂપિયા પ્રતિ લીટર કરવાની વાત કહેવામાં આવી રહી છે. એવામાં ઘી, પનીર અને દહીં સહીત દૂધથી બનેલ વસ્તુઓના ભાવ વધી…
ભારતીય સેનામાં આ વર્ષે એક નવો ઈતિહાસ સર્જાવા જઈ રહ્યો છે.આ વર્ષે ભારતીય મહિલા સૈનિકોની પહેલી ટુકડી ભારતીય સેનામાં સામેલ થશે. સેનામાં મહિલાઓને જવાન એટલે કે સિપાહી અને હવાલદારની પોસ્ટ પર તૈનાત કરવાનો નિર્ણય 2017માં લેવાયો હતો.એ પછી ડિસેમ્બર 2019માં 101 મહિલાઓને તાલીમ માટે પસંદ કરવામાં આવી હતી.હાલમાં બેંગ્લોર ખાતે કોર ઓફ મિલિટ્રી પોલિસીમાં તેમની ટ્રેનિંગ ચાલી રહી છે.આ ટ્રેનિંગની શરુઆત જાન્યુઆરીમાં થઈ હતી.કુલ 61 વીકની ટ્રેનિંગ મહિલાઓએ લેવી પડશે.હાલમાં ભારતીય સેનામાં મહિલાઓની અધિકારીઓની પોસ્ટ પર નિમણૂંક થાય છે.જેની શરુઆત 1992માં થઈ હતી તે વખતે મહિલાઓ સેનાની ગણતરીની બ્રાન્ચમાં જ કામ કરી શકતી હતી અને શોર્ટ સર્વિસ કમિશન થકી જ…
પૃથ્વી પરની સીમાચિહ્ન સમાન ઘટના કહી શકાય તેમ પરગ્રહવાસીઓ(એલિયન)ની ખોજ માટે છેલ્લા ૩૭ વર્ષથી કાર્યરત અમેરિકા સ્થિત સંસ્થા ‘સર્ચ ફોર એકસ્ટ્રાટેરિસ્ટ્રીયલ ઇન્ટેલિજન્સ’ (સેટી) એ નેવાડા સ્ટેટના અફાટ રણ પ્રદેશમાંથી અંતે પરગ્રહ જેવો માનવી શોધી કાઢ્યો છે. વિશ્વના પાંચ દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જર્મની અને ઇટાલીના એસ્ટ્રો વિજ્ઞાાનીઓની બનેલી આ સંસ્થા આ પરગ્રહવાસીને અમેરિકાના સમય પ્રમાણે રાત્રે ૯.૩૦ વાગે અને ભારતીય સમય પ્રમાણે આવતીકાલે સવારે ૧૦.૦૦ વાગે ત્યાંની ટીવી ચેનલ પર રજુ કરશે અને ભારત સહિત વિશ્વની ન્યુઝ ચેનલ્સ પર આ ઐતિહાસિક ઘટનાનું જીવંત પ્રસારણ કરશે. વિજ્ઞાાનીઓ આ પરગ્રહ માનવીના કદ, દેખાવ કે તે કઈ ભાષામાં વાતચીત કરે છે તેવું કંઇપણ કહેવાનો…
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અંગે રાજકીય ગરમાવાની સ્થિતિ છે, આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે દેશમાં વિપક્ષમાં રહેલા રાજકીય પક્ષના નેતાઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં મમતા બેનર્જીએ લોકશાહીને બચાવવા માટે વિપક્ષી દળોને એક થવાની અપીલ કરી છે.નંદીગ્રામમાં ચૂંટણી પ્રચારનો અંત થયા બાદ ટીએમસી પ્રમુખે 15 જેટલા બિનભાજપી નેતાઓને વ્યક્તિગત રીતે આ પત્ર લખ્યો છે. મમતા પત્રમાં લખ્યું કે,‘લોકશાહી અને બંધારણ પર ભાજપ દ્વારા કરાતા હુમલાઓ સામે એક થવાનો સમય આવી ગયો છે. બિનભાજપ શાસિત રાજ્યોમાં ગવર્નર ઓફિસોનો દુરુપયોગ કરાય છે. દિલ્હીમાં પણ કેન્દ્રએ ઉપરાજ્યપાલને અઘોષિત વાઈસરૉય જાહેર કરી દીધા છે, જે મોદી-શાહ માટે પ્રોક્સી તરીકે કામ કરે…
દેશમાં કોરોના વાઈરસની નવી લહેરમાં મહારાષ્ટ્ર એપિસેન્ટર બનતું જોવા મળી રહ્યું છે. છેલ્લા અમુક દિવસથી મહારાષ્ટ્રમાં 25 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આ દરમિયાન બીએમસી કમિશ્નર ઈકબાલ સિંહ ચહલે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ કહ્યું હતું કે, મુંબઈમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ચૂકી છે.મુંબઈમાં છેલ્લાં 49 દિવસોમાં 91 હજાર કોરોના નવા કેસ સામે આવી ચૂક્યાં છે. જેમાંથી 80 ટકાથી વધુ એટલે 74 હજાર કેસમાં લોકોમાં કોરોનાના કોઈ લક્ષણ ન હોતા. જ્યારે 17 હજાર લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતાં. જે લોકો કોરોના પોઝિટિવ છે અને તેમનામાં કોઈ લક્ષણ નથી જોવા મળી રહ્યાં તેમને પણ કોરોના પોઝિટિવનો…
નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે જ રાંધણ ગેસ (LPG)ના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જણાવ્યું છે કે તેને LPG સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. LPG સિલિન્ડરના આ નવા ભાવ 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. આ પહેલા જાણકાર સૂત્રોએ માહિતી આપી હતી કે ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવની સાથે સાથે ગેસના ભાવમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફરીથી કાચા તેલના ભાવ ઘટી રહ્યા છે. આ જ કારણ છે કે તેના ઉત્પાદનોની કિંમતોમાં ઘટાડો થઇ રહ્યો છે. ગત એક અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વખત ઘટાડો…