ચૂંબન કરવા પાછળ એક વિજ્ઞાન છૂપાયેલુ છે. આપ એ જાણીને અચંબામાં પડી જશે કે, વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર 10 સેકન્ડની કિસમાં 8 કરોડ બેક્ટેરિયા એક બીજા સાથે શેર થાય છે. વિજ્ઞાન જણાવે છે કે, તેના કેટલાય ફાયદા પણ છે અને નુકસાન પણ છે.ચૂંબનથી એટલા બધા બેક્ટિરિયાનું આદન-પ્રદાન થવા છતાં પણ હાથ મિલાવાથી બિમારી વધવાનું જોખમ વધારે છે. કિસીંગ પાછળ વિજ્ઞાન કહે છે કે, ભલે આ કામમાં બેક્ટેરિયાનું આદાન-પ્રદાન થતું હોય પણ તે બંને માટે લાભકારક છે.પ્રેમની શરૂઆત હોઠથી થાય છે. બાળપણમાં માતાનું દૂધ અથવા બોટલનું દૂધ પિતા વખતે બાળકના હોઠ જે રીતે ઉપયોગમાં આવે છે, તે કિંસીંગ સાથે મળતું આવે છે.…
કવિ: Dharmistha Nayka
કોરોનાવાયરસ માણસોમાં કઈ રીતે ફેલાયો એ વિશે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી ચર્ચાની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ની ટીમ તરફથી એક મોટો દાવો કરવામાં આવ્યો છે. WHOના એક્સપર્ટ્સનું કહેવું છે કે આ વાયરસ શક્ય છે કે ચામાચીડિયાંમાંથી કોઈ બીજા જાનવર(ઇન્ટરમિડિયરી) દ્વારા માણસો સુધી પહોંચી ગયો છે. એક્સપર્ટ્સે આ વાયરસ વુહાન(ચીન)ની લેબમાંથી લીક થયો હોવાની વાતને ફગાવી દીધી છે. એક્સપર્ટસની ટીમે વાયરસના માણસ સુધી પહોંચવાના કારણને લઈને કોઈ યોગ્ય જવાબ આપ્યો નથી. ઉલ્લેખનીય છે કે WHOના એક્સપર્ટ્સની ટીમ કોરોનાવાયરસના ઓરિજિનની માહિતી મેળવવા માટે ચીન ગઈ હતી. આ અંગે મંગળવારે ડિટેલ રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે. WHOના ડાયરેક્ટર જનરલ ટ્રેડ્રોસ અડહેનોમ ગ્રેબ્રિયીસસનું કહેવું છે કે…
પાલ્મા નામના આ શહેરથી લોકો રસ્તા, બોટ અથવા ચાલીને પણ ભાગી છૂટવા માટે મજબૂર બન્યા છે. હકીકતમાં લાંબા વિદ્રોહ પછી ISISએ આ શહેર પર કબજો કરી લીધો છે. ISISના આતંકીઓએ આ શહેર પર ગયા બુધવારે હુમલો કર્યો હતો. આ હુમલામાં ડઝનો લોકોના મોત થયા છે. નોંધનીય છે કે, વર્ષ 2017થી ઉત્તીર મોઝામ્બિક્યુમાં લોહિયાણ સંઘર્ષ ચાલી રહ્યો છે. આફ્રિકન પ્રશાસને આ વિશે કહ્યું છે કે, આતંકીઓ ઘણાં સુનિયોજિત આયોજન સાથે હુમલો કરવામાં સફળ રહ્યા અને અત્યારે પણ આ શહેરમાંથી હજારો લોકો ગુમ છે. આ હુમલા પછી અહીંથી એક બ્રિટિશ કોન્ટ્રાક્ટર પણ ગુમ છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, ફિલ જે હોટલના કોમ્પલેક્સમાં રહ્યા હતા તેને…
ડીજીસીએ તરફથી જાહેર કરવામાં આવેલા સર્કુલરમાં કહેવાયુ છે કે, એરપોર્ટ્સ પર ચકાસણી દરમિયાન એવુ ધ્યાનમાં આવ્યુ છે કે, અહીં કોરોનાને લઈને દેખરેખ સંતોષજનક નથી. એટલા માટે એરપોર્ટ ઓપરેટર્સ પાસેથી એવી અપીલ કરવામાં આવી છેકે, તે એરપોર્ટ પર માસ્ક પહેરે, મો, નાક ઢાંક અને સોશિયલ ડિસ્ટન્સીંગ જેવા નિયમોને ખાસ જાળવી રાખે.સર્ક્યુલરમાં આગળ કહેવામાં આવ્યું છે કે કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં લેતા તમામ એરપોર્ટ તેને લઇને સાવધાની રાખે. કોરોના નિયમોના પાલનની ઉપેક્ષાને રોકવા સ્પોટ ફાઇન અને સ્થાનિક પોલીસની મદદ લઇ શકાય છે જેથી કોરોનાના વધતા કેસો વચ્ચે લોકોની બેદરકારી પર લગામ લગાવી શકાય. BMC એ મુંબઈમાં કોરોનાને કારણે વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ખાનગી હોસ્પિટલો…
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતના અમદાવાદ અને સુરતમાં સ્થિતિ ભયાવહ બની રહી છે, ત્યારે આ વચ્ચે કોરોનાના જાહેર થતાં આંકડાના વાસ્તવિક ચિત્ર ઉપરથી ભેદી પડદો ઉંચકાયો છે. અને ચોંકાવનારી હકીકત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરના આરોગ્ય વિભાગે જાહેર કરેલા પ્રતિદિવસ ટેસ્ટિંગ અને તેમાં આવતા પોઝિટીવ કેસોનો આંકડો જાહેર કર્યો છે, તે અત્યંત ઓછો છે, શું તંત્ર કંઈ છુપાવી રહ્યું છે.સુરત મહાપાલિકાની યાદી મુજબ પ્રતિદિવસ સરેરાશ 500 નવા કોરોના સંક્રમિતો કેસો નોંધાઈ રહ્યા છે. જ્યારે બીજીતરફ પ્રતિદિવસ કુલ 20 હજાર લોકોના રેપિડ એન્ટીજન ટેસ્ટ અથવા RT-PCR ટેસ્ટ થઈ રહ્યા હોવાનો આરોગ્ય તંત્રનો મોટો દાવો કરવામાં…
આ બેદરકારી તમારા ખિસ્સાને ભારે પડી જશે. તેના માટે 10 હજાર રૂપિયાનો દંડ તો થશે જ સાથે જ તમારુ PAN કાર્ડ પણ અમાન્ય થઇ જશે. તેના માટે બસ તમારી પાસે ફક્ત 2 દિવસનો સમય બચ્યો છે, તેવામાં ફટાફટ એટલે કે તરત જ તમારા PAN અને આધાર કાર્ડને લિંક કરાવી દો.હકીકતમાં આ કવાયત લોકસભામાં પાસ થયેલા Finance Bill, 2021માં એક નવા સંશોધનનો હિસ્સો છે. જેને પાસ કરવા દરમિયાન સરકારે Income Tax Act, 1961માં એક નવુ સેક્શન (Section 234H) જોડ્યુ છે. જે તે તમામ લોકો પર દંડ લાગુ કરશે જે 31 માર્ચ 2021 સુધી પોતાના PAN કાર્ડને આધાર સાથે લિંક નહીં કરે.જો…
દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની નાંણા આપતી HDFC બેંક (એચડીએફસી બેંક) ના કેટલાક ગ્રાહકોને મંગળવારે ઇન્ટરનેટ અને મોબાઇલ બેન્કિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રાહકો આ સુવિધાઓનો યોગ્ય રીતે લાભ લઈ શકતા નથી. બેંકનું કહેવું છે કે તે આ સમસ્યા હલ કરવા માટે કામ કરી રહી છે.બેંકે પોતાના ટ્વિટમાં કહ્યુ છે કે, કેટલાક ગ્રાહકોને અમારી નેટ બેંકિંગ/મોબાઈલ બેંકિંગ એપનો ઉપયોગ કરવામાં પરેશાની આવી રહી છએ. અમે તેના સમાધાન માટે પ્રાથમિકતાથી કાર્ય કરી રહ્યા છીએ. અમે આ અસૂવિધા માટે દિલગીર છીએ અને નિવેદન કરીએ છીએ કે, ગ્રાહકો થોડા સમય બાદ કોશિશ કરે. ધન્યવાદ.
મહારાષ્ટ્રમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે હવે નાસિકમાં નવો નિયમ લાગૂ કર્યો છે. શહેરમાં હવે લોકોને ક્યાંય પણ બજારમાં ખરીદી કરવા કે પછી અન્ય કોઈ કારણોસર જવાનું થાય તો તેના માટે 5 રૂપિયા ચુકવવા પડશે. પોલીસ અને પ્રશાસને લોકોને ઘરમાંથી બહાર ન નિકળવાની સલાહ આપી રહ્યા છે. ત્યારે હવે તંત્રએ બજારમાં ભીડ ઓછી કરવા માટે આ પ્રકારના નિયમો લગાવ્યા છે.એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બજાર જતા દર વખતે લોકો પાસેથી 5 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. જેની સામે એક ટિકિટ પણ આપવામાં આવશે. આ એક ટિકિટ એક કલાક માટે માન્ય રહેશે. અને જો કોઈ નાગરિક એક કલાકથી વધારે બજારમાં રોકાશે…
Indian railway catering and tourism corporation ltd એક પેકેજ ઓફર કર્યું છે. આ પેકેજમાં દેશમાં ઘણા જાણીતા ધાર્મિક સ્થાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પેકેજમાં માત્ર 9450 રૂપિયાથી શરૂ થાય છે. જેમાં તમને 9 રાત્રી અને 10 દિવસની યાત્રા કરાવવામાં આવશે. યાત્રીકો IRCTCની વેબસાઈટ ઉપર ઓનલાઈન બુકીંગ કરી શકાવો છો. તે સિવાય IRCTC પર્યટક સુવિધા કેન્દ્ર, ક્ષેત્રીય કાર્યાલય અને ક્ષેત્રીય કાર્યાલયોના માધ્યમથી પણ બુકીંગ કરી શકાય છે.આ જ્યોતિર્લિંગ મંદિર છે. દેશના અલગ અલગ ભાગોમાં રહેલા 12 જ્યોતિર્લિંગમાંતી એક બૈદ્યનાથ જ્યોતિર્લિંગ પણ છે. જે ભક્તોની કામના પૂરી કરવા માટે જાણવામાં આવે છે. તેને કામના લીંગ પણ કહેવામાં આવે છે. તે ભારતના ઝારખંડ રાજ્યમાં…
જૂના વાહનોના મુદ્દે કર્ણાટક અવ્વલ છે. કર્ણાટકના રસ્તાઓ ઉપર 70 લાખ વાહનો દોડી રહ્યાં છે. સડક પરિવહન એવં રાજમાર્ગ મંત્રાલયે દેશમાં આવા વાહનોના આંકડાને ડિઝીટલ કરવામાં આવ્યાં છે. જો કે, તેમાં આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગણા અને લક્ષદ્વિપનો સમાવેશ કરવામાં આવ્યો નથી.આવા વાહનો ઉપર ગ્રીન ટેક્સ લગાવવા માટે પ્રસ્તાવ રાજ્યોને પહેલા જ મોકલી દેવામાં આવ્યો છે. આંકડા પ્રમાણે ચાર કરોડ કરતા વધારે વાહનો 15 વર્ષથી વધારે જૂના છે. તેમાંથી બે કરોડ વાહન તો 20 વર્ષ કરતા પણ વધારે જૂના છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, વાહનોના ડિઝીટલ રેકોર્ડ કેન્દ્રીયકૃત વાહન ડેટાબેઝ ઉપર આધારીત છે. તેમાં આંધ્ર પ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગણા અને લક્ષદ્વિપનો…