પ્રધાનમંત્રી શેખ હસીના ઉપર 21 વર્ષ પહેલા હૂમલાના એક કેસમાં મંગળવારે 14 ઈસ્લામી આતંકવાદીઓને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. તમામ દોષી પ્રતિબંધિત હરકત-ઉલ-જિહાદ બાંગ્લાદેશ (હુજી-બી)ના સદસ્ય છે. જણાવી દઈએ કે હુજી-બીના આતંકીઓએ 21 જુલાઈ 2000ના રોજ દક્ષિણ-પશ્ચિમ ગોપાલગંજના કોટલીપાડા સ્થિત એક મેદાન નજીક 76 કિલોગ્રામનો બોમ્બ લગાવ્યો હતો. અહીંયા શેખ હસીના એક ચૂંટણી રેલીને સંબોધીત કરનારી હતી. પરંતુ સદનસીબે પ્રધાનમંત્રીનું એક હેલિકોપ્ટર ઉતરે તે પહેલા જ સુરક્ષા એજન્સીઓને તેની જાણકારી મળી ગઈ હતી. ઢાકાના ત્વરિત સુનવણી ન્યાયાધિકરણ પ્રથમના જજ અબુ જફર મોહમ્મદ કમરૂજ્જમાંએ મંગળવારે આ નિર્ણય સંભળાવ્યો હતો. નિર્ણય દરમયાન 14માંથી 9 દોષીઓ અદાલતમાં હાજર હતાં. બાકીના પાંચ દોષી ફરાર છે અને…
કવિ: Dharmistha Nayka
અમદાવાદમાં વર્ષ 2008 માં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં કેટલાંય લોકોના મોત થયા હતાં તો કેટલાંય ઘાયલ થયા હતાં. ત્યારે આ સિરિયલ બ્લાસ્ટમાં સલમાન નામના આતંકીની ધરપકડ બાકી હતી. જેને લઇને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની છેલ્લાં ઘણાં સમયથી ટ્રાન્સફર વૉરન્ટથી ધરપકડ કરવા માટેની કાયદાકીય પ્રકિયા ચાલી રહી હતી. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને વર્ષો બાદ ટ્રાન્સફર વોરન્ટથી આતંકી સલમાનની ધરપકડ કરવામાં સફળતા મળી છે.ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા આતંકી સલમાનને બુલેટ પ્રુફ પોલીસ વાહન અને કડક પોલીસ સુરક્ષા સાથે રસ્તાના માર્ગે રાજસ્થાનથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખાતે લાવવામાં આવ્યો છે. જેમાં આતંકી સલમાનને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં આતંકીના વકીલ દ્વારા કોર્ટમાં એવી દલીલ…
હોળાષ્ટકનો આરંભ થઇ ચુક્યો છે. તેથી આ વખતનો શનિવાર હોળાષ્ટક દરમિયાન આવશે. હોળાષ્ટક દરમિયાન પડતા શનિવારના દિવસે ગ્રહોની વિશેષ સ્થિતિ જોવા મળી રહી છે.શનિદેવ વર્તમાન સમયમાં મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે. એટલે કે શનિ પોતાના જ ઘરમાં વિરાજમાન છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહને મકર રાશિનો સ્વામી માનવામાં આવ્યો છે.શનિગ્રહને તમામ નવ ગ્રહોમાં ન્યાયાધીશ હોવાનું સ્થાન મળ્યું છે. શનિની ચાલ ઘણી ધીમી છે. શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહી છે. આ દરમિયાન શનિ પોતાના શુભ-અશુભ ફળ પ્રદાન કરે છે. એવુ માનવામાં આવે છે કે શનિદેવ વ્યક્તિને તેના કાર્યોના આધારે જ ફળ પ્રદાન કરે છે. શનિને દંડ આપનાર ગ્રહ…
બિહાર વિધાનસભામાં મંગળવારે ભારે હંગામા બાદ રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ રાજ્ય સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. રાબડી દેવીએ ટ્વિટ કરતા નિતિશ કુમારને ટોણો માર્યો અને તેમની સરખામણી મહાભારતના ધૃતરાષ્ટ્ર સાથે કરી હતી. રાબડી દેવીએ ટ્વિટ કરી કે,‘વિધાનસભામાં મહિલા ધારાસભ્યોનું ચીરહરણ થતું રહ્યું. જાહેરમાં તેમની સાડીઓ ખેંચવામા આવી, તેમને બ્લાઉઝમાં હાથ નાંખી ખેંચવામા આવી, અમાનવીય રીતે દુર્વ્યવહાર કરાયો અને નગ્નતાની પરાકાષ્ટા પાર કરી ચૂકેલા નિતિશ કુમાર ધૃતરાષ્ટ્ર બની જોતા રહ્યાં. સત્તા તો આવશે અને જશે પણ ઈતિહાસ તમને માફ નહીં કરે.’બીજી તરફ વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે પ્રેસ કોન્ફરન્સ કરી મુખ્યમંત્રી પર પ્રહાર કરતા કહ્યું કે,‘નિતિશ કુમારજીને જાણ હોવી…
પંજાબના મોગા જિલ્લાની રહેવાસીની કિસ્મતનું તાળું રાતો રાત ખુલી ગયું છે. મહિલાએ 100 રૂપિયાની લોટરી ટિકિટ ખરીદી હતી, જેમાં તેણે 1 કરોડનું ઈનામ જીત્યું છે. મહિલાએ પંજાબ સ્ટેટ લોટરીનું પહેલું ઈનામ જીત્યું છે. લોટરી જીત્યાની વાત સાંભળતા મહિલામાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. તેણીએ કહ્યું હતું કે, મેં આજ સુધી આટલા બધા ઝિરો એક સાથે ક્યારેય જોયા નથી. મોગા જિલ્લાના બાઘાપુરાની વિસ્તારમાં રહેતી મહિલાએ 1 કરોડની લોટરી જીતી હતી. તેમનું નામ આશારાની છે. લોટરી વિભાગે આશારાનીને ફોન કરીને લોટરી જીત્યા હોવાની જાણકારી આપી હતી. તેમને હજુ સુધી વિશ્વાસ નથી આવી રહ્યો કે તેઓએ આટલી મોટી રકમ જીતી છે. આશારાનીએ કહ્યું હતું…
અમરોલી પોલીસના જાપ્તા વચ્ચે કોરોનાગ્રસ્ત આરોપી ગઈકાલે રાત્રે ચાલુ એબ્યુલન્સમાંથી કુદી પડતાં આજે સવારે સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યુ હતું. વાહન ચોરીના આરોપમાં ઝડપાયેલા ઈસમની ધરપકડ બાદ તેનો રિપોર્ટ કઢાવવામાં આવતાં આરોપી કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. જેને પગલે ગત રાત્રે તેને પોલીસ બંદોબસ્ત વચ્ચે 108 એમ્બુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમ્યાન નાસી છૂટવાનો પ્રયાસ કરતાં તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને આજે સવાર દરમ્યાન મોત નીપજયું હતું. મોટા વરાછા ખાતે સનરાઈઝ કોમ્પલેક્ષ પાસે રહેતા 24 વર્ષીય દિવાન નાથુભાઈ ભાંભોરને વાહન ચોરીના આરોપસર પોલીસે ઝડપી પાડ્યો હતો. રિમાન્ડ સહિતની તજવીજ હાથ ધરતાં પહેલા…
રેલવે ભરતી બોર્ડ, પશ્વિમ મધ્ય રેલવેએ રેલવેમાં ઇંટર્નશિપ કરવા માટે ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારોને આમંત્રિત કરતાં એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન અનુસાર કુલ 680 પદો છે. ઇચ્છુક ઉમેદવાર ઑફિશિયલ વેબસાઇટ wcr.indianrailways.gov.in પર વિઝિટ કરીને અરજી કરી શકે છે. ઑનલાઇન એપ્લિકેશનની પ્રોસેસ 5 એપ્રિલે બંધ થઇ જશે. એપ્લિકેશન માટે જરૂરી યોગ્યતાઓ સહિત અન્ય જાણકારીઓ અહીં ચેક કરો.ઉમેદવાર 10+2 પ્રણાલી અંતર્ગત ધોરણ 10માં તેના સમકક્ષ કુલ 50 ટકા ગુણ સાથે પાસ હોવો જરૂરી છે. ઉમેદવારને NCVT/SCVT દ્વારા માન્યતા પ્રાપ્ત કોઇ સંસ્થા સાથે સંબંધિત ટ્રેડમાં ITI પાસ પણ હોવુ જરૂરી છે.ઉમેદવારોની વય મર્યાદા 15થી 22 વર્ષ નિર્ધારિત છે. ફ્રેશર્સ પૂર્વ- IT,…
યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (યુ.ટી.આઈ.) સ્ત્રીજીવનની સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા ઘણી સ્ત્રીના શા-રીરિક બંધારણ સાથે જોડાયેલી હોય છે. મૂત્રનળી (યુરેથ્રા) કુદરતી રીતે યોનિની બિલકુલ સાથે જોડાયેલી હોય છે. એ કારણે કામકીડા વખતે તેને થોડીઘણી અસર થવાનો ડર રહે છે. ઉંમરલાયક સ્ત્રીમાં યુરેથ્રાની કુલ લંબાઈ માત્ર દોઢ ઇંચની હોય છે. તેના કારણે મૂત્રછિદ્ર દ્વારા બેક્ટેરિયા સહેલાઈથી મૂત્રાશયમાં ઘૂસી શકે છે. ભાગમાં સ્થિત હોવાને કારણે મૂત્રછિદ્ર ગુદાની નજીક છે અને પરિણામે ગુદામાં રહેલા બેક્ટેરિયા સહેલાઈથી મૂત્રછિદ્ર સુધી પહોંચી જઈ શકે છે. આ શારીરિક વાસ્તવિકતા જ સ્ત્રીનાં મૂત્રાશયમાં ચેપનું કારણ બને છે.પરિણીત જીવનની શરૂઆતમાં ઘણી સ્ત્રીઓના હાથોની મેંદી પણ ઊતરી હોતી નથી કે…
7 દિવસ બાદ એટલે કે 1 એપ્રિલથી અનેક નિયમોમાં ફેરફાર થવાના છે. એમાંથી એક મહત્વનો નિયમ તમારી સેલરી સાથે જોડાયેલો છે. હકીકતમાં, સરકાર તરફથી ન્યુ વેતન કાયદો એટલે કે, ન્યુ વેજેજ કોડ 1 એપ્રિલથી લાગુ થઇ જશે. આ નિયમ બાદ તમે પોતાનો ટેક્સ ઘટાડીને પોતાની ટેક હોમ સેલરી વધારી શકો છો. તો અહીં જાણીશું કે આખરે શું છે આ નવા વેતનનો કાયદો અને કેવી રીતે તમે આનો ફાયદો ઉઠાવી શકો છો.હકીકતમાં, સરકારના નવા વેતન કાયદા અંતર્ગત તમારે દર મહીને મળનારી સેલરીમાં મૂળ વેતનનો ભાગ 50 ટકા હોવો જોઇએ. મૂળ વેતનની અંદર તમારી બેસિક સેલરી, મોંઘવારી ભથ્થું અને રિટેનિંગ અલાઉન્સ શામેલ…
સુરતમાં જોવા મળેલા નવા સ્ટ્રેનને કારણે હાલ ડોક્ટરો ટીબીના દર્દીઓ અને ખાસ તકેદારી રાખવાનુ સૂચન કરી રહ્યા છે.ટીબીના દર્દીમાં ખાંસી, તાવ, છાતીમાં દુ:ખાવો, શ્વાસ લેવામાં તક્લીફ જેવા પ્રાથમિક લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો પણ કોરોનાના દર્દીઓમાં પણ જોવા મળે છે. એટલે કે આ બંને રોગમાં ફેફસાનું ઈન્વોલ્વમેન્ટ હોય છે. વળી કોરોનાકાળમાં ટીબીના દર્દીઓને કોરોના થવાના કેસ તેમજ કોરોના થયા પછી પણ ટીબી થવાના કિસ્સા પણ નોંધાયા છે.ટીબીના દર્દીઓએ કોઈપણ પ્રકારના ઇન્ફેક્શનથી બચવા માટેની દરેક તકેદારી લેવા માટે ડોક્ટરો અપીલ કરી રહ્યા છે. ટીબીના દરેક દર્દીઓને એન-95 માસ્ક, પ્રોપર ન્યુટ્રીશન, વિટામિન સી અને પાણીનો આગ્રહ વધુ રાખવાનું ડોક્ટરો કહે છે.…