દેશના ચાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણી ડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ચૂંટણી પ્રચાર જોર શોરમાં ચાલી રહ્યો છે. જેના ભાગરુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે અસામના પ્રવાસે હતી. જ્યાં ચબુઆની અંદર તેમણે એક સભાને સંબોધિત કરી.વડાપ્રધાને કહ્યું કે ચબુઆની નામની અંદર જ ચા છે. અહીં રોપાયેલો ચાનો છોડ દુનિયાભરમાં જઇને પોતાની સુગંધ ફેલાવે છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ ચાની ઓળખ ભૂંસવા માંગતા લોકોની સાથે છે. કોંગ્રેસ ભારતની સૌથી જૂની રાજનૈતિક પાર્ટી છે, જેણે 50-55 વર્ષ સુધી દેશ પર શાસન કર્યુ છે. જેઓ અત્યારે એવા લોકોનું સમર્થન કરી રહ્યા છે કે જેઓ…
કવિ: Dharmistha Nayka
રાજ્યમાં કોરોના સંક્રમણના આંક સતત વધી રહ્યા છે. આજે ગુજરાતમાં 1565 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે અમદાવાદ શહેરમાં 401 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સુરતથી પણ વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા પણ 6737 પર પહોંચી ગઈ છે. ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં નવા નવા નિયમો લદાઈ રહ્યા છે પરંતુ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. લોકોએ જાતે જ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.રાજ્યમાં માર્ચ મહિનામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સુરતમાં સૌથી વધુ સંક્રમણના કેસો નોંધાતા હતા પરંતુ આજે અમદાવાદમાં તેનાથી પણ વધારે લોકો કોરોના પોઝીટીવ…
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસો વચ્ચે નાગપુરમાં 31 માર્ચ સુધી લૉકડાઉન લાગુ કરવામા આવ્યું છે. અગાઉ આ લૉકડાઉન 21 માર્ચ સુધી હતું. રાજ્યના ઊર્જા મંત્રી નિતિન રાઉતે સતત વધતા કેસોને જોતા શનિવારે લૉકડાઉન 31 માર્ચ સુધી યથાવત્ રાખવાની જાહેરાત કરી હતી. બીજી તરફ નાગપુર ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ પ્રતિબંધો સંબંધિત આકરા નિર્ણયો લેવાયા હતા.જે હેઠળ નાસિકમાં સાંજના 7 થી સવારના 7 સુધી તમામ દુકાનો-સંસ્થા બંધ રહેશે. ઠાણેમાં 31 માર્ચ સુધી 16 હૉટસ્પૉટ્સ પર લૉકડાઉન લાગુ કરાયું. ઉસ્માનાબાદમાં રાતે 9 થી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ રહેશે. અહીં વિકેન્ડ માર્કેટ બંધ રહેશે અને રવિવારે પૂર્ણ લૉકડાઉન લાગુ રહેશે. પુણેમાં રાતના…
ચાલુ નાણાકીય વર્ષ 31 માર્ચના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. સરકારે tax સહિત વિવિધ મુદ્દાઓ સાથે જોડાયેલા ઘણા કામો પૂર્ણ કરવાની અંતિમ સમયગાળો પણ 31 માર્ચ આપવામાં આવ્યો છે. ત્યારે આવો જાણીએ કે ક્યાં ક્યાં જરૂરી કામ છે જે તમારે 31 માર્ચ સુધીમાં પુરા કરી લેવાના રહેશે. પાન આધાર લિંક કરવાની સાથે આવકવેરો રિટર્ન કે જીએસટી રિટર્ન ભરવા માટે પણ હવે માત્ર 10 દિવસો બચ્યાં છે. જો તમે અંતિમ સમય સુધી કામ નથી કરતા તો તમને ભારે દંડ ભરવો પડી શકે છે. જો 31 માર્ચ સુધી રાન અને આધારને તમે એકબીજા સાથે નથી જોડ્યો તમારુ પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. તે…
મોટા ભાગના લોકોને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવુ ખૂબ ગમતુ હોય છે. લોકો પોતાના સ્ટેટસમાં દિવસ દરમિયાન કરેલી પ્રવૃતિના ફોટાઓ અને વીડિયો અપલોડ કરતા હોય છે. ક્યાંય ફરવા ગયા કે, પછી કોઈ સેલિબ્રેશન હોય તુરંત ધડાધડ ફોટાઓ અને વીડિયો અપલોડ કરતા હોય છે. જો કે, ઘણી વાર આપણી આ ભૂલ આપણને ખૂબ ભારે પડે છે, તેનું અનુમાન પણ આપણને હોતુ નથી. હાલ જોઈએ તો, કોવિડ વૈક્સિનેશન લીધા બાદ લોકો સોશિયલ મીડિયા પર ફોટાઓ લગાવીને મિત્ર વર્તુળને જાણ કરતા હોય છે કે, જુઓ મેં પણ લીધી છે કોરોનાની રસી. જો કે, એક રીતે એ સારી બાબત છે, તેનાથી અન્ય લોકોને પ્રેરણા…
કેન્દ્ર સરકારે 80 જરૂરી દવાઓને લઈને હાલમાં એક મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં જોઈએ તો, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ 80થી વધારે દવાઓને પ્રાઈસ રેગ્યુલેશન અંતર્ગત લાવી દીધી છે. એટલા માટે માનવામાં આવી રહ્યુ છે કે, આ દવાની કિંમતમાં ઘટાડો થશે. એનપીપીએએ 81 દવાઓની કિંમત નક્કી કરી છે. જેમીં ઓફ-પેટેંટ એન્ટી ડાયાબિટીક ડ્રગ્સ પણ શામેલ છે. આ દવાઓમાં ડાયાબિટીશ, ઈંફેક્શન અને થાયરોઈડ જેવી બિમારીઓમાં ઉપયોગમાં લેવાતી દવાઓના નામ શામેલ છે.આપને જણાવી દઈએ કે, પેંટેટ બ્રાન્ડેડ દવાઓની કિંમત કંપનીઓ ખુદ નક્કી કરતી હોય છે, તો વળી જેનેરિક દવાઓની કિંમતને નક્કી કરવામાં સરકારનો હસ્તક્ષેપ હોય છે. જેનેરિક દવાઓની મનમાની કિંમત નિર્ધારિત નથી કરાતી.વર્લ્ડ…
ગુજરાતમાં કોરોનાને એક વર્ષ થયું છે અને હાલ કોરોનાનો નવો રાઉન્ડ શરુ થયો છે અને કેસોમાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે અગાઉ કોરોનાથી મુખ્ય અસર ફેફસાં પર જ થાય છે અને તે જ મોતનું કારણ બને છે તેવી જનમાનસમાં સામાન્ય જાણકારી છે. શહેરના અગ્રણી તબીબોનો આજે સંપર્ક સાધતા ફેફસાંમાં ઈન્ફેક્શન વગેરે તો થાય છે જ પરંતુ, હવે ખાસ કરીને બાળકોમાં અને મોટાઓમાં પણ કોરોના થયા પછી આંતરડા પર સોજો આવવા સહિતના લક્ષણો દેખાયાનું જણાવાયું છે.શહેરના ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ ડો.પ્રફુલ કામાણીએ જણાવ્યું કે બહારનું કાંઈ ખાધુ ન હોય, રૂટીન ખાનપાન જ હોય અને અચાનક પેટમાં દુખાવો, નાના આંતરડા પર લીવર પર સોજો આવવો,…
કચ્છે બાગાયતી પાક ક્ષેત્રે કાઠું કાઢયું છે. છેલ્લા બે દાયકાથી કચ્છની કેસર કેરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રખ્યાત બની છે, તેમજ દર વર્ષે દેશ- વિદેશમાં વધુ માંગ હોય છે. ત્યારે આ વખતે વાવેતરના વધારા ઉપરાંત હજી સુાધી કોઈ કુદરતની મોટી થપાટ ન પડતા કેરીનું બમ્પર ઉત્પાદન થવાની આશા છે. મળતી માહિતી મુજબ કચ્છમાં ગત વર્ષે ૧૦,૨૦૯ હેક્ટરમાં વાવેતર થયું હતું. જ્યારે તેની સામે ૬૧૨૫૪ મેટ્રીકટન ઉત્પાદન નોંધાયું હતું. જો કે, ગત વર્ષે કોરોનાની લહેરના કારણે કિસાનોને ઓછા ભાવ ઉપરાંત બહારનું બજાર ન મળતા ભારે નુકશાન સહન કરવું પડયું હતું. આ વખતે પણ વાયરસ વાધતા લોકડાઉન લંબાશે તથી અન્ય શહેરો અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ…
વડોદરામાં કોરોના કેસોની સંખ્યામાં આવેલા ઉછાળા વચ્ચે શહેરમાં તાલીમ લઈ રહેલા ટ્રાફિક બ્રિગેડના યુવક-યુવતીઓ પણ કોરોનાના સપાટામાં આવી ગયા છે.મળતી વિગતો પ્રમાણે હાલમાં વડોદરા શહેરના ભૂતડીઝાંપા ખાતે ટ્રાફિક બ્રિગેડમાં સામેલ થનારા યુવક અને યુવતીઓનો એક ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે.આ તાલીમ એક મહિના સુધી ચાલનાર છે. જેમાં વડોદરા સહિત મધ્ય ગુજરાતના લગભગ ૩૨૯ તાલીમાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.તેમને રહેવા માટેની વ્યવસ્થા કાલુપુરા વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી હોલ અને લાલબાગ અતિથિ ગૃહ ખાતે કરવામાં આવી છે.તેમની તાલીમના ૧૫ દિવસ પૂરા થયા છે. સૂત્રોનુ કહેવું છે કે, આ દરમિયાન કેટલાક તાલીમાર્થીઓમાં કોરોનાના લક્ષણ જોવા મળતા તેમના આજે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં…
સોશ્યલ મીડિયા પર બેંકના નામથી નકલી નોકરીની રજૂઆતને લઈને લોકો સાથે છેતરપીંડી કરવામાં આવી રહી છે. બેંકે સ્પષ્ટ કહ્યુ છે કે, તેણે નિમણુક અથવા લોકો પાસેથી પૈસા લેવાને લઈને કોઈપણ પ્રકારની એજંસીની સેવા લીધી નથી.બેંકે આ વિશ્ ટ્વિટ કરીને લેકોને એલર્ટ કર્યા છે.IDBI બેંકે ટ્વિટમાં કહ્યુ છે કે. તેમને એ જાણકારી મળી છે કે, ધોખાધડીથી જોડાયેલા લોકો/ નિમણુક કરનાર એજન્સીઓ IDBI બેંકના નામ પરથી નકલી નિમણુકપત્ર જારી કરીને નોકરીની રજુઆત કરી રહ્યા છે. જો તમારી પાસે પણ આવો કોઈ ફોન આવે તો એલર્ટ રહો. આ કેસની તપાસ કર્યા બાદ જ આગળ વધો.IDBI બેંકે કહ્યું છે કે આ પત્રોમાં બેંકનું નામ,…