વાતાવરણ બદલાઈ જવાથી એની અસર લોકોનાં સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. એવામાં બેદરકારી ન દાખવી સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અમે તમને એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેનાથી ગરમીમાં તમારા શરીરમાં ઊર્જા જળવાઈ રહેશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા દૂર રહેશે. ઉનાળામાં શરીરમાં આળસ વધારે હોય છે. એના માટે તમારા ડાયટનું ધ્યાન રાખવું જરૂરી છે. ડાયટમાં મસાલેદાર અને તળેલી વસ્તુઓની માત્રા ઓછી કરો. ગરમીમાં તળેલું ભોજન લેવાથી શરીરમાં આળસ બની રહે છે અને એ જલદી પચતું પણ નથી. પોતાના ડાયટમાં સલાડ અને લીલાી શાકભાજી સામેલ કરો. સલાડમાં કાકડી, બીટ, મૂળો વગેરે લો. લીલાં પાંદડાંવાળી શાકભાજીની માત્રા વધારી લો. શરીરને ઠંડક…
કવિ: Dharmistha Nayka
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં સાસુ-વહુની તકરારનો એક પરેશાન કરનારો મામલો સામે આવ્યો છે. ખાવાનું બનાવવા જેવી મામૂલી વાત પર સાસુ-વહુ વચ્ચે ઝઘડો થઈ ગયો અને તે ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયો. ટીવી સીરીયલ જોઈ રહેલા સાસુએ જમવાનું બનાવવાનો ઈનકાર કરી દિધો, તો વાંસી ખાવાનું ખાઈ ખાઈને કંટાળેલી પુત્રવધૂએ 112 પર કોલ કરીને પોલીસ બોલાવી લીધી. જે બાદ પોલીસે બંનેને સમજાવીને મામલો થાલે પાડ્યો. સાથે જ પોલીસ સાસુ-પુત્રવધૂને ચેતવણી પણ આપી કે બીજી વખત આવું થયું તો બંને વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ગોરખપુરના ગગહા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં મંઝગાંવામાં એક પરિવારમાં સાસુ-પુત્રવધૂ ઘરમાં એકલા જ રહેતા હતા. બંનેના પતિ…
સ્કૂલ કે કોલેજ જતી છોકરીઓની સાથે છેડતીના બનાવો વધી રહ્યા છે. ઘણી વખત છોકરીઓ ચૂપચાપ તેને સહન કરતી રહે છે. પરંતુ કેટલીક છોકરીઓ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવે છે અને રસ્તા પર છેડતી કરતા છોકરાઓને જેલના સળીયાની પાછળ ધકેલી દે છે. આવી જ એક ઘટના થોડા દિવસ પહેલા મેરઠમાં જોવા મળી જ્યાં એક સ્કૂલની છોકરીએ શહેરના સદર બજાર વિસ્તારમાં તેની સાથે છેડતી કરતા છોકરા અને તેના મિત્રોની ધોલાઈ કરી. આ છોકરી અને તેની સહેલીઓ દરરોજની જેમ સદર બજારમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે છોકરો તેના મિત્રોની સાથે મોટરસાયકલ પર આવ્યો અને તેની છેડતી કરવા લાગ્યો. છોકરીએ જોરથી બૂમ પાડીને કહ્યું કે મને…
શાસ્ત્રો પ્રમાણે ફાગણ મહિનાના સુદ પક્ષની આઠમ તિથિથી હોળિકા દહનના સમયગાળાને હોળાષ્ટક કહેવામાં આવે છે. આ વર્ષે હોળાષ્ટક 21 થી 28 માર્ચ સુધી રહેશે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે હોળાષ્ટક દરમિયાન લગ્ન, મુંડન સંસ્કાર, ગૃહપ્રવેશ, ભવન નિર્માણ અને નવો વ્યવસાય વગેરે માંગલિક કાર્યો વર્જિત હોય છે. હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો ન કરવા પાછળ જ્યોતિષીય અને પૌરાણિક બંને જ કારણ માનવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે કામદેવજીએ ભગવાન શિવની તપસ્યા ભંગ કરી દીધી હતી. જેનાથી નિરાશ થઇને તેમણે પ્રેમના દેવતાને ફાગણ મહિનાની આઠમ તિથિના દિવસે ભસ્મ કરી દીધા હતાં. તે પછી કામદેવની પત્ની રતિએ શિવજીની આરાધના કરી અને કામદેવને ફરી જીવિત કરવાની પ્રાર્થના કરી,…
રાજસ્થાનમાં કોટા જિલ્લામાં થયેલા એક ગેંગરેપ બાદ સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે. કોટા જિલ્લામાં 15 વર્ષની સગીરા પર દોઢ ડઝનથી વધારે લોકોએ સતત નવ દિવસ સુધી ગેંગરેપ થયા બાદ રાજ્ય સરકાર સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલામાં પોલીસે 20 લોકોની ધરપકડ કરી છે અને તેમાં ચાર સગીર અને એક મહિલાનો પણ સમાવેશ થાય છે. સગીરા સાથે દુષ્કર્મ કરનારાઓ તેને સતત ડ્રગ્સ આપી ને તેની સાથે મારપીટ પણ કરતા હતા. પોલીસના કહેવા પ્રમાણે 25 ફેબ્રુઆરીએ આ ઘટના બની હતી. જેમાં એક મહિલા અને બે બીજા આરોપીઓ સગીરાને મોટરસાયકલ પર બેગ અપાવવાના નામે બેસાડીને લઈ ગયા હતા અ્ને ઝાલાવાડ…
માહિતી અને પ્રસારણ વિભાગ હસ્તકની માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા આગામી ૧૦ એપ્રિલ, ૨૦૨૧ના રોજ યોજાશે તેમ માહિતી અને પ્રસારણ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.નાયબ માહિતી નિયામક (વર્ગ-૧), સહાયક માહિતી નિયામક (વર્ગ-૨), સિનિયર સબ-એડિટર(વર્ગ-૩) તથા માહિતી મદદનીશ (વર્ગ-૩) એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે 2/20-21 અને 1/20-21, તારીખ: ૨૨/૦૧/૨૦૨૧ના રોજ બહાર પાડવામાં આવી હતી.ઉપરોક્ત જાહેરાત સંદર્ભે આગામી તા. ૧૦ એપ્રિલ-૨૦૨૧ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે નાયબ માહિતી નિયામક (વર્ગ-૧), સહાયક માહિતી નિયામક (વર્ગ-૨, સંપાદન)ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. એ જ રીતે તા. ૧૦ એપ્રિલ-૨૦૨૧ના રોજ બપોરે 03:00 કલાકે સિનિયર સબ-એડિટર (વર્ગ-3)…
ગુજરાતમાં કોરોના સંક્રમણમાં વધારો થતા આજ રોજ મંગળવારના રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને રાજ્ય સરકારે આવતી કાલના રોજ તા. 17 માર્ચ 2021થી ચાર મહાનગરો જેવાં કે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુને અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ રાત્રિ કરફ્યુ 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. ત્યારે હવે રાજ્યમાં સૌથી વધુ કેસોનું પ્રમાણ સુરતમાં જોવા મળતા સુરતનું તંત્ર મોડ એક્શનમાં આવ્યું છે. સુરતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. મનપા દ્વારા શહેરમાં બીઆરટીએસના કુલ 20 જેટલા રૂટ બંધ કરવામાં આવ્યા છે. શહેરના રાંદેર,…
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાદવામાં આવેલા રાત્રી કર્ફ્યુની મુદત ગઈકાલે પૂરી થઈ ગઈ. આજે કોર કમિટીની બેઠકમાં રાત્રી કર્ફ્યુનો નિર્ણય લેવાશે. આ વાતની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કયા વિસ્તારમાં કયા સમય સુધી રાત્રિ ફર્ફ્યુ રાખવો તે નક્કી કરી સાંજ સુધીમાં જાહેરાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વેક્સિન બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે 14.50 લાખ વધુ ડોઝ મોકલ્યા છે. પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઇ અવ્યવસ્થા નથી. અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાત્રિ કર્ફ્યૂની મુદત…
આમ તો આ વિશ્વમાં અનેક લોકો એવા છે કે જેઓ ચાના વધારે શોખીન છે. ત્યારે ઘણી વાર કેટલાંક લોકો આ શોખ પૂરો કરવા માટે દૂર-દૂર સુધી જાય છે અને તેની સારી એવી રકમ પણ ચૂકવે છે. પરંતુ, જો તમને પૂછવામાં આવે કે શું તમે ક્યારેય એક કપ ચા માટે એક હજાર રૂપિયા ચૂકવ્યાં છે, તો ચોક્કસથી તમારો જવાબ નહીંમાં જ હશે. કારણ કે, તમને મનમાં એમ પ્રશ્ન થતો હશે કે શું આટલી મોંઘી ચા ક્યાંક મળતી હશે? સામાન્ય રીતે એક કપ ચાની કિંમત 5થી 10 રૂપિયા હોય છે. પરંતુ, કોલકાતામાં નાના ટી સ્ટોલ પર લોકોને માત્ર એક કપ ચા માટે એક…
ઈટાલી, જર્મની અને ફ્રાન્સે તત્કાળ અસરથી corona વિરોધી એસ્ટ્રાઝેનેકા રસીનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઈટાલીના મેડિસિન રેગ્યુલેટર્સે રસી લીધા બાદ લોકોમાં અત્યંત જોખમી બ્લડ ક્લોટ થતાં હોવાના રિપોર્ટસને પગલે આ રસી પર અગમચેતીના ભાગરૂપે હંગામી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફ્રાન્સ અને જર્મનીએ પણ અગમચેતીના ભાગરૂપે હાલ પુરતું એસ્ટ્રાઝેનેકા રસી આપવાનું બંધ કરી દીધું છે.એસ્ટ્રાઝેનેકા રસીનો ઉપયોગ અટકાવવાનો નિર્ણય જાહેર કરતાં ઈટાલીના મેડિસિન રેગ્યુલેટર – એઆઇએફએ- દ્વારા જાહેરાત કરવામાં આવી કે, યુરોપના અન્ય દેશોએ લીધેલા નિર્ણયને ધ્યાનમા રાખીને અમે હાલ એસ્ટ્રાઝેનેકાનો ઉપયોગ અટકાવી દીધો છે.ઈટાલીમાં રસી લીધા બાદ કેટલાક લોકોના મૃત્યુની ઘટના બની છે. જે અંગે છેલ્લો કિસ્સો ઉત્તરીય પીડમોન્ટ…