કવિ: Dharmistha Nayka

ગુજરાતભરમાં ગરમીના પ્રભુત્વમાં વધારો થઇ રહ્યો છે અને આજે રાજ્યના 12 શહેરમાં 37 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 38.7 ડિગ્રી સાથે ડીસામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાંથી વિશેષ કરીને પોરબંદર, દીવમાં હીટ વેવની ચેતાવણી જારી કરેલી છે. અમદાવાદમાં આગામી 3 દિવસ ગરમીનો પારો 39 ડિગ્રીની આસપાસ રહે તેની પણ પૂરી સંભાવના છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આગામી 4-5 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધુ ફેરફાર થાય તેની સંભાવના નહિવત્ છે. પરંતુ ત્યારબાદના બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૩ ડિગ્રીનો વધારો થઇ શકે છે. આગામી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાંથી વિશેષ કરીને પોરબંદર,…

Read More

હિંદુ ધર્મમાં શક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રી વિશેષ મહત્વ છે. વર્ષમાં ચાર નવરાત્રી આવે છે પરંતુ તેમાં બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી હોય છે. જે મહા અને અષાઢ મહિનામાં આવે છે. તો બાકીની બે નવરાત્રી એટલે કે ચૈત્રી નવરાત્રી અને શરદીય નવરાત્રીનું સૌથી વધારે મહત્વ હોય છે. નવરાત્રી દરમયાન માં દુર્ગાના 9 રૂપોની આરાધના કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીનું મહત્વ એ માટે પણ વધારે મહત્વ હોય છે કે કારણે હિન્દુ પંચાગ અનુસાર ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસથી હિન્દુ નવ વર્ષ એટલે કે નવ સવંત્સરની શરૂઆત થાય છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રીની શરૂઆત 13 એપ્રિલથી થઈ રહી છે અને સમાપન 22 એપ્રિલના રોજ થશે. 13 એપ્રિલના…

Read More

સીએ, સીએસ અને કોસ્ટ એકાઉન્ટિંગ મેનેજમેન્ટની ડિગ્રી હવે પીજી સમકક્ષ ગણાશે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ યુજીસીએ આજે વિધિવત પરિપત્ર કરીને UGCયુજીસી-નેટ આપવા માંગતા કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે મોટી રાહત આપતા સીએ,સીએસ અને કોસ્ટ એકાઉન્ટિંગની ડિગ્રી પીજી સમકક્ષ ડિગ્રી હોવાનું જાહેર કર્યુ છે. ધો.૧૨ કોમર્સ પછી અથવા બી.કોમ પછી સીએ (ચાર્ટડ એકાઉન્ટન્ટસ), સીએસ (કંપની સેક્રેટરી) અને કોસ્ટ એકાઉન્ટિંગ મેનેજમેન્ટ (આઈસીડબલ્યુએ) સહિતના જે મહત્વના ત્રણ પ્રોફેશનલ અભ્યાસક્રમો ગણાય છે તે અભ્યાસક્રમોમાં ર્દર વર્ષે ધો.૧૨ પછી અથવા બી.કોમ બાદ લાખો વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે અને ઘણી મહેનત બાદ ક્વોલિફાઈડ થઈને ડિગ્રી મેળવતા હોય છે. મોટા ભાગે ધો.૧૨ પછી વિદ્યાર્થીઓ આ ત્રણમાંથી કોઈ પણ…

Read More

અમદાવાદના સોલા હેબતપુરમાં વૃદ્ધ દંપતીની હત્યાના કેસમાં પકડાયેલ હત્યારાઓની પૂછપરછમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, આરોપી નવરંગપુરામાં એક વૃદ્ધ દંપતીના ઘરે લૂંટ કરવા ગયા હતાં પરંતુ તેઓ સફળ ન થતા તેમને હેબતપુરમાં લૂંટનો પ્લાન કર્યો હતો. આ સાથે જ વૃદ્ધ દંપતીની હત્યા કર્યા બાદ હત્યારાએ તેમના મૃતદેહ અને છરા સાથે સેલ્ફી પણ પડાવી હતી જેથી પકડાયેલા આરોપીની વિકૃત માનસિકતા જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યારે અન્ય એક આરોપીને પકડવા માટે સોલા પોલીસ ટીમ મધ્યપ્રદેશ પહોંચી છે. હેબતપુર વૃદ્ધ દંપતી હત્યા કેસમાં ઝડપાયેલા પાંચેય આરોપી 10 દિવસના રિમાન્ડ પર છે. ત્યારે પોલીસે આરોપી સાથે કરેલી પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે,…

Read More

પહેલી વખત મા બનવાનો અનુભવ જ કંઈ અલગ હોય છે. બધું એટલું નવું નવું અને ખાસ લાગે છે! પણ ઘણી વાતો એવી હોય છે, જેની આપણને ખબર નથી હોતી. સમજ નથી પડતી ડૉક્ટરનું સાંભળીએ કે મમ્મીનું કે સાસુમાનું, પણ આ 10 વાતની તમને જાણ હોવી જોઈએ. બાળકને પેટની તકલીફ અને ઉપાય – બાળક એટલું નાનું હોય કે તે નથી કંઈ બોલી શકતું કે નથી કંઈ સમજી શકતું, પણ બાળકોમાં ગૅસની તકલીફ થાય છે. તેના હાથપગને હલાવવા, સાઇકલિંગ કરાવવું, હૂંફાળા ગરમ કપડાથી શેકવાથી આરામ ન મળે તો ડૉક્ટરની મદદ લો. ડૉક્ટર ગૅસ ડ્રોપ કે ગ્રાઇપ વૉટર આપવાનું કહે છે, જેનાથી બાળકને…

Read More

SMC ની આગામી સામાન્ય સભામાં રજૂ કરવામાં આવનાર બજેટમાં પ્રોફેશનલ ટેલને દુર કરવા પાલિકામાં વિરોધ પક્ષમાં બેઠેલા આમ આદમી પક્ષ દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી છે. પ્રોફેશન ટેક્સ 50 ટકા ઘટાડવાની માગ કરતાં વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું કે, પાણીના મીટરના બીલ લોકોએ ભરવા નહી. જો એમ કરતાં નળ જોડાણ કાપી નાખવામાં આવે તો આપના નગર સેવકો દ્વારા નળ જોડાણ કરી આપવામાં આવશે. સાથે જ ટેક્સટાઈલ અને હીરાના વ્યવસાય વેરામાં 50 ટકાનો ઘટાડો કરવામાં નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું હતું. માર્ચ 2020થી કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સમગ્ર શહેરમાં ઉધોગ ધંધાઓ ફરજીયાત બંધ રાખવાની…

Read More

તમારી લાખ કોશિશ છતાં આ મચ્છર ઘરમાં ઘુસી ડેન્ગ્યુ, મલેરિયા અને યલો ફીવર જેવી ઘાતક બીમારીઓ ફેલાવે છે. આ કેમિકલ યુક્ત સ્પ્રે, કોયલ વગેરેના ધુમાડાથી શરીરને હાનિકારકતા સિદ્ધ થઇ શકે છે, જે શરીરમાં પહોંચી શ્વાસ લેવા જેવી પરેશાનીઓ ઉભી કરે છે. આ બધાથી બચવા માટે તમે કેટલાક ઘરેલુ ઉપાયોનો ઉપયોગ કરી મચ્છરોથી છુટકારો મેળવી શકો છો. સુરજનો રોશની મચ્છરોને કેટલાક હદ સુધી દૂર રાખે છે, પરંતુ સુરજ ડૂબ્યા પછી મચ્છર વધુ સક્રિય થાય છે. જો તમે મચ્છર મુક્ત ઘર ઈચ્છો છો તો સાંજ પછી બારી-બારણાં બંધ કરી લેવો જેથી મચ્છર ઘરમાં ન આવે. તમે ડોર સ્ટ્રીપ્સ પણ ખરીદી શકો છો…

Read More

પાકિસ્તાનના લાહોર શહેરમાં એક બાર્બરનો વિડીયો આ દિવસોમાં સોશિયલ મિડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં બાર્બર હથોડા, ધારદાર ચાકુ અને આગથી વાળોને કાપતો જોવા મળે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તે બાર્બર લાહોરના લોકોને વાળ કાપવામાં ઘણા સમયથી આવી રમુજ ટેકનિકનો પ્રયોગ કરી રહ્યો છે. આ અજીબોગરીબ રીતે આજસુધીમાં કોઈને ઈજા પહોંચી નથી. હવે વાયરલ થઈ રહેલા આ વિડિયોને સોશ્યલ મિડિયામાં લાખો લોકોએ નિહાળ્યો છે. વાળ કાપનારા આ બાર્બરનું નામ અલી અબ્બાસ છે. તેની લાહોરમાં દુકાન છે. મોટાભાગે તેની દુકાનમાં વાળ કપાવા માટે યુવાઓની ભારે ભીડ જામે છે. અલી અબ્બાસે પાકિસ્તાનની એક ચેનલ સાથે વાત કરતા કહ્યું…

Read More

રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયાનો દોર શરૂ કર્યો છે. સરકારના વિવિધ વિભાગોની 1427 જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ છે. GPSCએ વર્ગ-1, 2 અને 3ની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. રાજ્ય સરકારે તબીબી અધિકારી, વર્ગ-2ની 1000 જગ્યાઓ માટે જાહેરાત બહાર પડાઇ છે. વિવિધ વિષયના ટ્યુટર, ગુજરાત તબીબી સેવા માટે પણ જાહેરાત કરાઈ છે. આ સાથે જ નાયબ સેક્શન અધિકારી, ખેતી ઇજનેર, રાજ્ય વેરા નિરીક્ષક, ચીફ કેમીસ્ટ ભરતી માટે જાહેરાત બહાર પડાઇ છે તેમજ સરકારી હોમિયોપેથી કોલેજો ખાતે વિવિધ વિષયના લેક્ચરર માટે પણ GPSC ભરતી કરાશે. વર્ગ- 3ની 19 જગ્યાઓ રાજ્ય વેરા નિરીક્ષક માટે, વર્ગ-3ની 243 જગ્યાઓ ચીફ કેમીસ્ટ માટે…

Read More

કોરોનાને કારણે આ વખતે સ્કૂલ અને કોલેજોમાં સત્ર મોડું શરૂ થયું છે. જેથી અભ્યાસ અને પરીક્ષા પણ મોડી શરૂ થઈ છે. આજથી ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. જેમાં વિદ્યાર્થીઓ ઘરેથી અને સ્કૂલે આવીને પરીક્ષા આપી શકે તેમ હતું, પરંતુ કોરોનાના કેસ વધતા મોટા ભાગના વિદ્યાર્થીઓએ ઘરેથી જ પરીક્ષા આપવાનું પસંદ કર્યું છે. શહેરની તમામ સ્કૂલોમાં બપોરે 2 અલગ અલગ સમયે પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી લેવાઈ હતી. જ્યારે 6 થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા બપોરે 2 વાગે લેવાઈ હતી. 3 થી 5ના વિદ્યાર્થીઓની 40 માર્કસની જ્યારે 6 થી8…

Read More