બ્રિટેનની ક્રિસ્ટી બ્રાઉન નામની યુવતીને અજીબોગરીબ તકલીફ છે. તે કોઈ પણ હૈંડસમ અને સ્માર્ટ છોકરાને જોતા જ ચક્કર ખાઈને પડી જાય છે. આવું એક ડિસોર્ડરના કારણે થાય છે. કારણ કે, તે કોઈ પણ સ્ટ્રોંગ ઈમોશનમાં પોતાના શરીર પર કાબૂ ગુમાવી દે છે અને ધડામ દઈને ઢળી પડે છે.બ્રિટેનના ચેશાયર શહેરની રહેવાસી ક્રિસ્ટી બ્રાઉનને દુર્લભ બિમારી છે. આ દુર્લભ બિમારી એક બ્રેન ડિસઓર્ડર છે. જેના કારણે તે પબ્લિક લાઈફમાં માથુ ઝૂકાવીને ચાલવુ પડે છે. હકીકતમાં તે જ્યારે પણ કોઈ હૈંડસમ યુવકને જોવે છે, તેના પગ ડગમગાવા લાગે છે અને તે ધડામ દઈને નીચે પડે છે.ક્રિસ્ટી બ્રાઉન 32 વર્ષની છે. તેને જો…
કવિ: Dharmistha Nayka
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ ઘાતક વકરતા કોરોના કેસ વચ્ચે ફરી એક વખત ભાજપના આગેવાનના ઘરે લગ્નને લઈને ડીજેમાં કોવિડના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. સુરતના માંગરોળના ભાજપના કાર્યકરે ઈંન્દ્રિશ મલિકના દિકરીના લગ્ન પ્રસંગે ડી.જે.નું આયોજન હતુ.અને ડી.જેની નાઈટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને તે સમયે કોવિડના નિયમોનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો.ડી.જેના વીડિયો સોશિયલ મીડિયાં વાયરલ બન્યા છે. ગુજરાતમાં કોરોના રોજ નવી-નવી વિક્રમસર્જક સપાટી નોંધાવી રહ્યો છે. આજે રાજ્યમાં નવાં 1790 કેસ અને આઠ મોત નોંધાયા છે. રાજ્યમાં 90 દિવસ બાદ સાતથી વધુ મોત નોંધાયા છે. આજે સૌથી વધુ સુરતમાં 582 અને અમદાવાદમાં 514…
એક રશિયન વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે, માનવ જો સાચી દિશામાં ચાલે છે, તો તે અમરત્વને પ્રાપ્ત કરી શકે છે. એટલુ જ નહીં, તે પોતાની શક્તિનો ઉપયોગ કરીને ગુજરી ગયેલા લોકોને પાછા બોલાવી શકે છે.રશિયન વૈજ્ઞાનિક એલેક્સેઈ તુર્ચિન એક ટ્રાંસહ્યુમેનિસ્ટ છે. તેમણે કહ્યુ હતું કે, માણસ પોતાના પ્રિયજનોને ધરતી પર પાછા બોલાવી શકે છે. જો કે, તેના માટે એલેક્સેઈએ કહ્યુ હતું કે, માણસને પોતાની દરેક ગતિવિધિનો રેકોર્ડ રાખવો પડશે. જેથી જરૂર પડતા આપની ગતિવિધિ, આપની યાદો, આપના અનુભવો બીજાના શરીરમાં નાખી શકાય. એટલા માટે તે ખુદ પોતાના તમામ પ્રવૃતિને રેકોર્ડ કરીને સર્વરમાં સ્ટોર કરી રહ્યા છે. જેથી આવનારા સમયમાં આર્ટિફિશિયલ…
આંતરડામાં પણ ટીબી થઈ શકે છે. આંતરડામાં ટીબીના મોટાભાગના કેસનું કારણ માઇક્રોબેક્ટેરીયમ ટ્યુબરક્યુલોસીસ નામના બેક્ટેરિયા હોય છે. કેટલાક કિસ્સામાં આ માઇક્રોબેક્ટેરીયમ બોવિસ બેક્ટેરિયાના સંક્રમણના કારણે પણ થાય છે. ટીબી બે સ્થિતિમાં થાય છે. પ્રથમ ટીબીના બેક્ટેરિયાથી સંક્રમિત ખાવાનું ખાવાથી. બીજું, ફેફસાંની ટીબીની સ્થિતિમાં દર્દી દ્વારા લાળ ગળવાથી. એઈડ્સ અને કેન્સરના દર્દીઓ સિવાય જે લોકોની બીમારી સામે લડવાની ક્ષમતા ઓછી હોય છે તેમને આંતરડાનું ટીબી થવાનું જોખમ વધારે રહે છે. આ બીમારી ત્રણ પ્રકારની હોય છે- અલ્સરેટીવઃ તેમાં આંતરડામાં અલ્સર થાય છે. આવું 60% દર્દીઓમાં થાય છે. હાઈપરટ્રોફિકઃ ટીબીના આ પ્રકારમાં આંતરડાની વોલ જાડી અને સખત થઈ જાય છે. આંતરડામાં અવરોધ…
ગુજરાતમાં છેલ્લા બે વર્ષની અંદર કુલ 13,496 નવજાત જન્મ લેતાંની સાથે જ મોતને ભેટ્યા હોવાનો રાજ્ય સરકારે લેખિતમાં સ્વીકાર કર્યો છે. રાજ્ય સરકારે આ સ્વીકાર વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલને સીક ન્યુબોર્ન કેર (જન્મ લેતાંની સાથે જ સારવારની જરૂર પડી હોય તેવા બાળકો) અંગે પૂછેલા સવાલનો જવાબ આપતાં સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં બે વર્ષમાં 1,06,017 બાળકો સીક ન્યુબોર્ન કેર યુનિટમાં દાખલ થયા હતા, તે પૈકી 69,314 બાળકો સરકારી હોસ્પિટલમાં જન્મ્યા હતા અને વધુ સારવાર માટે સીક ન્યુ બોર્ન કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે 38,561 બાળકો…
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી માટે યોગ્યતા આધારિત મૂલ્યાંકનનું માળખું જાહેર કર્યું છે. મૂલ્યાંકન માળખું ધોરણ 6થી 10 ના વિદ્યાર્થીઓ માટે ભારતની હાલની શાળા શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવા અને એકંદરે શિક્ષણના પરિણામોને સુધારવા માંગે છે. બ્રિટિશ કાઉન્સિલે આલ્ફાપ્લસની સાથે-સાથે યુકેના જ્ઞાન ભાગીદારે દ્વારા ભારતીય વિદ્યાલયોમાં વર્તમાન શિક્ષણ અને મૂલ્યાંકનના મોડલના વિસ્તૃત સંશોધન અને વિશ્લેષણ બાદ આ માળખાને ડિઝાઇન અને વિકસિત કર્યું છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી માટે યોગ્યતા આધારિત મૂલ્યાંકનનું માળખું જાહેર કર્યું છે. મૂલ્યાંકન માળખું ધોરણ 6થી 10 ના વિદ્યાર્થીઓ માટે ભારતની હાલની શાળા શિક્ષણ…
હિન્દુ ધર્મમાં મોર પંખ વિના ભગવાન કૃષ્ણની પૂજા અધુરી માનવામાં આવે છે. તે શિવાય ભગવાન શિવના પુત્ર કાર્તિકેય, માતા સરસ્વતી અને ઈન્દ્રદેવનું વાહન મોર છે. એટલું જ નહીં ઘણા ગ્રંથો મોર પંખો દ્વારા લખવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્ર દ્વારા અને જ્યોતિષ શાસ્ત્રમાં મોર પંખના મહત્વ અંગે જણાવવામાં આવ્યું છે.કેટલાક લોકો મોર પંખનો ઉપયોગ ઘરને સજાવવા માટે કરવામાં આવે છે. મોર પંખ જોવામાં ખુબ જ સુંદર હોય છે જે તમારા મનને મોહી લે છે. વધારે લોકો મોર પંખ વિશે આ વાતો જાણતા હશે. પરંતુ તમે ક્યારેક જ જાણશો કે ઘરમા મોર પંખ રાખવું સૌથી ફાયદાકારક છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં મોર…
ઓસ્ટ્રેલિયામાં પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દરેક કોઈ પોતાને પૂરથી બચાવવા માટે ઊંચાઈવાળા વિસ્તારોમાં પહોંચવાની પળોજળમાં પડ્યા છે. એ વચ્ચે એક સમાચાર બહુ ચર્ચિત છે જે વાંચીને દરેક હેરાન રહી જાય. જ્યારે લોકો પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષિત જગ્યા શોધી રહ્યા હતા ત્યારે એક કપલ પૂરની તબાહી વચ્ચે વેડિંગ ફોટોશૂટ કરાવવામાં વ્યસ્ત હતું.ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં છેલ્લા કેટલાક દિવસથી પૂરના પાણીએ તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં 18000 લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે.અહીં હાલત એટલી બધી ખરાબ છે કે રોડ રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. કેટલાય વૃક્ષો પડી ગયા છે. એવામાં લોકો કપલ કેટ ફોદેરિંધમ અને…
પ્રધાનમંત્રી શેખ હસીના ઉપર 21 વર્ષ પહેલા હૂમલાના એક કેસમાં મંગળવારે 14 ઈસ્લામી આતંકવાદીઓને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. તમામ દોષી પ્રતિબંધિત હરકત-ઉલ-જિહાદ બાંગ્લાદેશ (હુજી-બી)ના સદસ્ય છે. જણાવી દઈએ કે હુજી-બીના આતંકીઓએ 21 જુલાઈ 2000ના રોજ દક્ષિણ-પશ્ચિમ ગોપાલગંજના કોટલીપાડા સ્થિત એક મેદાન નજીક 76 કિલોગ્રામનો બોમ્બ લગાવ્યો હતો. અહીંયા શેખ હસીના એક ચૂંટણી રેલીને સંબોધીત કરનારી હતી. પરંતુ સદનસીબે પ્રધાનમંત્રીનું એક હેલિકોપ્ટર ઉતરે તે પહેલા જ સુરક્ષા એજન્સીઓને તેની જાણકારી મળી ગઈ હતી. ઢાકાના ત્વરિત સુનવણી ન્યાયાધિકરણ પ્રથમના જજ અબુ જફર મોહમ્મદ કમરૂજ્જમાંએ મંગળવારે આ નિર્ણય સંભળાવ્યો હતો. નિર્ણય દરમયાન 14માંથી 9 દોષીઓ અદાલતમાં હાજર હતાં. બાકીના પાંચ દોષી ફરાર છે અને…
અમદાવાદમાં વર્ષ 2008 માં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં કેટલાંય લોકોના મોત થયા હતાં તો કેટલાંય ઘાયલ થયા હતાં. ત્યારે આ સિરિયલ બ્લાસ્ટમાં સલમાન નામના આતંકીની ધરપકડ બાકી હતી. જેને લઇને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની છેલ્લાં ઘણાં સમયથી ટ્રાન્સફર વૉરન્ટથી ધરપકડ કરવા માટેની કાયદાકીય પ્રકિયા ચાલી રહી હતી. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને વર્ષો બાદ ટ્રાન્સફર વોરન્ટથી આતંકી સલમાનની ધરપકડ કરવામાં સફળતા મળી છે.ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા આતંકી સલમાનને બુલેટ પ્રુફ પોલીસ વાહન અને કડક પોલીસ સુરક્ષા સાથે રસ્તાના માર્ગે રાજસ્થાનથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખાતે લાવવામાં આવ્યો છે. જેમાં આતંકી સલમાનને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં આતંકીના વકીલ દ્વારા કોર્ટમાં એવી દલીલ…