રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા કેસોની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું કે, ‘રાજ્યના 8 મહાનગરપાલિકા વિસ્તારોમાં ટ્યુશન ક્લાસિસ પણ હવે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે. આગામી 10 એપ્રિલ સુધી 8 મહાનગરોમાં આ વ્યવસ્થા અમલમાં રાખવામાં આવશે’ તેવો પણ નિર્ણય CM વિજય રૂપાણીએ કર્યો છે એમ શિક્ષણમંત્રી એ જણાવ્યું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવે કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે આજે ફરી રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1415 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 4 લોકોના મૃત્યુ…
કવિ: Dharmistha Nayka
દેશમાં અને રાજ્યમાં એક વર્ષ પહેલા જેવી સ્થિતિ હતી, તેવી જ સ્થિતિનું ફરી વખત નિર્માણ થઇ રહ્યું છે. ફરી એક વખત દેશમાં કોરોના વાયરસનો ફેલાવો ઝડપી બન્યો છે. ગુજરાત અને અમદાવાદ પણ તેમાંથી બાકાત નથી. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસોને કારણે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. તો મહાનગરપાલિકાઓ પણ પોતાની રીતે કોરોનાને ફેલાતો રોકવા માટે પગલા ભરી રહી છે.આ જ કડીમાં અમદાવાદ મનપા દ્વારા નાઇટ કર્ફ્ય અને શનિ-રવિ મોલ અને મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વીકેન્ડમાં મોલ અને મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો નિર્યણ કોરોનાનો ફેલાવો રોકવા માટે કરાયો છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે…
રાજ્યમાં સતત કોરોના વાયરસનો ફેલાવો ફરીથી વધી રહ્યો છે. જેને ધ્યાને લઇને ફરીથી વિવિધ પ્રતિબંધ લાગુ થઇ રહ્યાં છે. રાજ્યમાં સૌથા વધારે કેસ સુરતમાંથી આવી રહ્યા છે. ત્યારે સુરત મનપા દ્વારા કોરોનાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે સુરતની જીવાદોરી સમાન હીરા ઉદ્યોગને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.આજે રાજ્યમાં 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.27 ટકા પર પહોંચ્યો છે. સુરતની દિવસે દિવસે હાલત…
આ દુખાવો એટલો વધુ હોય છે કે વ્યક્તિને દરરોજના સામાન્ય કામકાજ કરવામાં પણ મુશ્કેલી થાય છે. કેટલાંક કેસમાં દુખાવો આખા માથામાં પણ થાય છે. સાથે જ ગરદન અને ચહેરાને પણ આ દુખાવો ઝપેટમાં લઇ લે છે .મોટાભાગે મહિલાઓમાં આ સમસ્યા જોવા મળે છે. આનું કારણ મહિલાની અંદર સમયે-સમયે થતા હોર્મોનલ બદલાવોન માનવામાં આવે છે.માઇગ્રેનનો દુખાવો બે કલાકથી લઇને બે-ત્રણ દિવસ સુધી રહી શકે છે. આ દુખાવાથી પીડિત દર્દીઓને તેજ રોશની અને અવાજથી સમસ્યા થાય છે. દુખાવો એટલો તીવ્ર હોય છે કે સહન ના કરી શકવાના કારણે લોકો મોટાભાગે દવાઓનો સહારો લે છે. પરંતુ શું તમે જાણો છો કે રસ્તા કિનારે…
જો આપ ડિઝાઈનીંગનું કામ જાણતા હોવ તો આપના માટે ઘરે બેઠા 15 હજાર રૂપિયા કમાવાનો અવસર આવ્યો છે. જેનાથી તમામ ક્રિએટીવ પોતાના અન્ય કામની સાથે સરળતાથી પૈસા કમાઈ શકશે.હકીકતમાં, રાષ્ટ્રીય શહેરી ડિજીટલ મિશન તરફથી આ કોન્ટેસ્ટ આયોજીત કરવામાં આવ્યો છે. જેમાં ભાગ લેતા ઉમેદવારને 15 હજાર રૂપિયા જીતવાનો મોકો મળી રહ્યો છે. સરકાર તરફથી સમય સમયે આ પ્રકારના કોન્ટેસ્ટ શરૂ કરવામાં આવે છે, જેના આધારે રાષ્ટ્રીય શહેરી ડિજીટલ મિશન શરૂ કરવામાં આવ્યુ છે.આ કોન્ટેસ્ટમાં લોકોને રાષ્ટ્રીય શહેરી ડિજીટલ મિશન માટે લોકો ડિઝાઈન કરવા માટે કહેવામાં આવ્યુ છે. ભાગ લેનારા લોકો પાસેથી લોગોની ડિઝાઈન મગાવામાં આવી રહી છે. જેનું કામ પસંદ…
પૂર્ણિમાની રાતે હોળીકા દહન પણ કરવામાં આવે છે અને પછીના દિવસે એટલેકે ધુળેટીના દિવસે રંગોથી હોળી રમવામાં આવે છે.આ વખતે 28 માર્ચે હોળીકા દહન કરવામાં આવશે તથા 29 માર્ચે સવારે રંગોથી હોળી રમવામાં આવશે. આમપણ આ વખતે હોળીનો તહેવાર અન્ય કારણોથી ખાસ રહેવાનો છે.જ્યોતિષના માનવા અનુસાર આ વખતે હોળી પર 499 વર્ષ પછી ગ્રહોનો અદભુત સંયોગ બની રહ્યો છે. ચાલો તમને પણ હોળી પર બની રહેલો આ વિશેષ સંયોગ,તિથિ,હોળાષ્ટક અને શુભ મુહર્ત વિશે વિસ્તારપૂર્વક જણાવીએ.જ્યોતિષનું કહેવું છે કે હોળી પર ચંદ્ર કન્યા રાશિમાં હશે જયારે ગુરુ અને ન્યાયના દેવ શનિ પોતપોતાની રાશિમાં વિરાજમાન હશે. જ્યોતિષના કહેવા પ્રમાણે ગ્રહોનો આવો મહાસંયોગ…
મુંબઈમાં વધતા કોરોના મામલે BMCએ મોટો નિર્ણય લીધો છે. હવે મુંબઈમાં કોઈને પણ પ્રવેશ પહેલા Antigen ટેસ્ટ કરાવવો પડશે. આ નિર્ણય બાદ હવે સોમવારથી એન્ટીજન ટેસ્ટ જરૂરી બની જશે.મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોને લઈને બીએમસીએ સખ્ત નિર્ણય લીધો છે. આ અગાઉ બીએમસીએ મુંબઈમાં માસ્ક નહીં લગાવતા લોકો પર આકરા દંડ વસૂલવાનું પણ શરૂ કર્યુ છે. ત્યારે હવે મોલ જેવી ભીડ-ભાડવાળી જગ્યાઓએ સંક્રમણ પર કાબૂ મેળવવા માટે બીએમસીએ એન્ટીજન ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.બીએમસીના આદેશ અનુસાર મુંબઈમાં સોમવારથી મોલમાં પ્રવેશ કરવા માટે એન્ટીજન ટેસ્ટ કરાવવાનો ફરજિયાત છે. તે માટે બીએમસી તરફથી ટીમનું નિર્માણ પણ કરાયુ છે. સોમવરાથી મુંબઈના તમામ…
અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોનાના કેસો વધ્યા છે. બીજી તરફ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થવાને કારણે civil હોસ્પિટલમાં ફરી એક વખત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સિવિલમાં એક અઠવાડિયા પહેલા કોરોના દર્દીઓની સંખ્યા 100 કરતા પણ ઓછી હતી. પરંતુ હાલ સિવિલમાં દર્દીઓની સંખ્યા ધીમે ધીમે 150 કરતા પણ વધારે પહોંચી છે. જે પૈકી 70 ટકા દર્દીઓ ઓક્સિજન પર છે. ઉલ્લેખીય છે કે સિવિલ હોસ્પિટલમાં 168 વેન્ટીલેટરી બેડ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ આગામી સમયમાં જો જરૂર પડશે તો બારસો બેડને કોરોના હોસ્પિટલમાં કાર્યરત કરાશે. સિવિલ હોસ્પિટલમાં સ્થિતિ ભયાનક….. કોરોનાના 70 ટકા દર્દીઓ ઓક્સીજન પર અઠવાડિયા પહેલા 100 નીચે કોરોના દર્દીઓ હતા.…
ગુરુગ્રામથી માનવતાને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે. જ્યાં 15 વર્ષીય કેરટેકરે (જુવેનાઇલ નેની) એ 13 મહિનાની નાની બાળકીને એટલી મારપીટ કરી કે તેના હાડકાં તૂટી ગયા. બાળકીને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર મૂકવામાં આવી છે. તેની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. ડોક્ટરે કહ્યું કે બાળકીની 4 પાંસળી તૂટી ગઈ છે. લીવર, સ્વાદુપિંડ, બરોળ અને કિડનીના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ છે. છોકરીને વેન્ટિલેટર પર મૂકવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે સગીર કેરટેકર વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને અન્ય આરોપ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.તેણે જણાવ્યું કે સગીરનું કહેવું છે કે પરિવાર તેની સાથે સારો વ્યવહાર કરતો હતો, તેણે જે કંઇ કર્યું…
બ્રિટનમાં એક નવા દુધની માગમાં વધારો થઈ રહ્યો છે. અહીંયા ઘોડીનું દુધ લોકોમાં ખાસ લોકપ્રિય થઈ રહ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે, ઘોડીના દુધમાં ઘણા વિટામીન છે જેના કારણે ઘણી બિમારીઓ દુર રહે છે.ધ સનના રિપોર્ટ પ્રમાણે યુકેમાં ફ્રેંક શેલાર્ડ નામનો એક જ માણસ છે કે તે ઘોડીનું દુધ વેચવાનું કામ કરે છે. ફ્રેંકે દાવો કર્યો છે કે, તેની ઘોડીનું દુધ વિટામીનથી ભરપુર છે. જે નાસ્તા, ચાર અને કોફિ માટે સૌથી સારૂ અને શ્રેષ્ઠ વિકલ્પ છે. ફ્રેંક લોકોની આ માનસિકતાને બદલવા માગે છે કે ઘોડીનું દુધ સારૂ નથી હોતું.ફ્રેંકે બ્રિટિશ અખબાર ધ સનને જણાવ્યું હતું કે, લોકો ગાયના દુધને…