અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલા કોરોના કેસની સંખ્યાને ધ્યાનમાં રાખી બુધવારે મોડી રાતે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ શહેરમાં દોડાવાતી એએમટીએસ અને બીઆરટીએસની કુલ મળીને ૯૫૦ થી પણ વધુ બસો અનિશ્ચિત મુદત માટે દોડતી બંધ કરવાના નિર્ણયની જાહેરાત કરતા શહેરમાં મ્યુનિ.બસોમાં મુસાફરી કરનારા ત્રણ લાખથી પણ વધુ મુસાફરોને ગુરૂવાર સવારથી જ રઝળપાટ કરવાની નોબત આવી. આ અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદ શહેરમાં કાંકરીયા લેકફ્રન્ટ,રીવરફ્રન્ટ અને બગીચાઓમાં ચાલતી ગતિવિધિઓ ઉપર અનિશ્ચિત મુદત માટે પાબંધી લગાવવામાં આવ્યા બાદ બુધવારે મોડી રાતે શહેરમાં દોડાવવામાં આવતી એએમટીએસ અને બીઆરટીએસની મળીને ૯૫૦ જેટલી બસો ૧૮ માર્ચને ગુરૂવારે સવારથી જ ના દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર…
કવિ: Dharmistha Nayka
ડેયરી મિલ્ક ચોકલેટ તો તમે ખાધી જ હશે, સીબીઆઈએ આ ચોકલેટ બનાવતી કંપની કૈડબરી વિરુદ્ધ 240 કરોડના ફ્રોડનો મામલો નોંધ્યો છે. કૈડબરી ઈંડિયા પ્રાઈવેટ લિમિટેડ 2010થી સમગ્રપણે અમેરિકી સ્નૈક્સ કંપની મોન્ડલીઝની છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર કૈડબરીએ ભ્રષ્ટાચાર કર્યો છે. કંપનીએ ક્ષેત્ર આધારિત મળતા ટેક્સ છૂટના નિયમોનો ખોટી રીતે ઉપયોગ કરીને ટેક્સમાં ચોરી કરી છે.સીબીઆઈએ સોલન, બદ્દી, પિંજોર અને મુંબઈના દશ ઠેકાણા પર દરોડા પાડી આ કાર્યવાહીને પાર પાડી છે. કંપનીએ સેન્ટ્રલ એક્સાઈઝના અધિકારીઓની સાથે મળીને સરકારને ટેક્સના ભાગરૂપને 241 કરોડનો ચૂનો લગાવ્યો છે. અનિયમિતતાનો આ મામલો 2009-2011ની વચ્ચેનો હોવાનું કહેવાય છે. શરૂઆતી તપાસ બાદ સીબીઆઈએ ફરિયાદ નોંધી લીધી છે. પોતાની…
ઘરેલૂ સિલિન્ડર (LPG)ની કિંમત રેકોર્ડ સ્તર પર છે. નવેમ્બર 2020માં 594 રૂપિયાની કિંમત વાળો LPG સિલિન્ડર હવે 819 રૂપિયાનો થઇ ગયો છે. પરંતુ જો તમે મોંઘા સિલિન્ડર પર સબસિડી લેતા હોય તો તમે આશરે 300 રૂપિયાની બચત કરી શકો છો.હાલ તે જોવા મળ્યું કે સિલિન્ડરની સબસિડી ફક્ત 10-20 રૂપિયા જ રહી ગઇ પરંતુ હવે સરકારે સબસિડી રકમમાં વધારો કરી દીધો છે. LPG સિલિન્ડર પર સબસિડી 153.86 રૂપિયાથી વધીને 291.48 રૂપિયા થઇ ગઇ છે. જો તમે ઉજ્જવલા યોજના અંતર્ગત કનેક્શન લીધું છે તો તમને 312.48 રૂપિયા સુધી સબસિડી મળી શકે છે જે પહેલા 174.86 રૂપિયા હતી.જો તમે LPG સિલિન્ડર પર સબસિડી લેવા…
અમેરિકાના એટલાન્ટામાં મંગળવારે ત્રણ મસાજ પાર્લરમાં ગોળીબારમાં આઠ લોકોની હત્યા કરી દેવાઈ હતી. અહેવાલ અનુસાર હુમલાખોર યુવક રોબર્ટ આરોન લોંગે ઘૃણાને લીધે ચીનના નાગરિકો સમજી તેમના પર ગોળીબાર કરી દીધો હતો. મૃતકોમાં કોરિયન મૂળના ચાર લોકો સહિત મોટા ભાગની એશિયન મહિલાઓ સામેલ છે. મંગળવારે અધિકારીઓએ જણાવ્યું કે એટલાન્ટા શહેરના બે પાર્લર અને એક નજીકના ઉપનગરમાં આવેલા પાર્લરમાં ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટના બાદ દક્ષિણ પશ્ચિમ જ્યોર્જિયામાં લોંગની ધરપકડ કરી લેવાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે એક સ્પામાં ફાયરિંગની માહિતી મળી હતી. ત્યાં ત્રણ મહિલાઓ મૃત અવસ્થામાં મળી આવી હતી અને તેમના શરીર પર ગોળી વાગ્યાનાં નિશાન હતાં. અધિકારીઓ ઘટનાસ્થળે હતા ત્યારે જ…
હોળી ફાગણ સુદ પૂનમના દિવસે આવે છે. આ વર્ષે આ પર્વ 28 માર્ચ, રવિવારના રોજ ઊજવાશે. તેના અગાઉના આઠ દિવસની ગણતરી એટલે કે 21 માર્ચ, રવિવારના રોજ હોળાસ્ટક શરૂ થઇ જશે. એક ધાર્મિક વાયકા અને ક્યાંક માન્યતા મુજબ ફાગણ સુદ આઠમના દિવસે વિષ્ણુજીએ ભક્ત પ્રહલાદને તેના પિતા અસુરરાજ હિરણ્યકશપે, વિષ્ણુ ભક્તિ કરવાથી તેને કેદ કરી અસહ્ય પીડા આપી હોવાનું ધાર્મિક કથન છે. આ દિવસો દરમિયાન ભક્ત પ્રહલાદ પર અનેક પ્રકારે તકલીફ આપી હતી. હોળીનો મહિમા અને પ્રાગટય પૂજન અંગે સંપૂર્ણ જાણકારી જ્યોતિષાચાર્ય ડો. હેમીલ લાઠીયા દ્વારા આપવામાં આવી રહી છે. અસુરરાજ હિરણ્યકશ્યપની બહેન હોલિકાના દહનથી નકારાત્મક વૃત્તિ નાશ થઈ જેના કારણે…
અમદાવાદના મણિનગર ગુરુદ્વારા પાસે સગીરા ગુમ થવાના કેસમાં નવો વણાંક આવ્યો છે. દીકરી ગુમ થવાનો વીડિયો વાયરલ કરનાર લુધિયાણાનો આધેડ નકલી બાપ હોવાનું ખુલ્યું છે. નકલી બાપ સગીરાનું શારીરિક શોષણ કરતો હોવાથી સગીરા આરોપીના ચુંગાલમાંથી નાસી હતી. મણિનગર પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ શરૂ કરી છે.મહત્વનું છે કે સોશિયલ મીડિયામાં એક આધેડ પોતાની 17 વર્ષની દીકરી ગુમ થઈને વિખૂટી પડી હોવાનું વિડ્યો વાયરલ થયો હતો. વિડિઓ વાયરલ થતા મણિનગર પોલીસે લુધિયાણાના આધેડ કુપદીપસિંહની દીકરી ગુમ થવાની ફરિયાદ લીધી. પોલીસની તપાસમાં સગીરાના રીક્ષા અને બાઇક પર જતાં CCTV સામે આવ્યા છે. પોલીસે CCTV ની મદદથી સગીરાને શોધી તો કાઢી પણ તપાસમાં આ…
સમગ્ર ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના મહાનગરોમાં એક બાદ એક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં AMC એ આવતી કાલથી અમદાવાદમાં AMTS અને BRTS ની સેવા અચોક્કસ મુદ્દત સુધી બંધ કરાયા બાદ હવે ખાનગી તેમજ સરકારી જીમ, પોસ્ટ, ક્લબ તેમજ ગેમિંગ ઝોન પણ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે. આ સાથે જ AMCએ કોરોનાની સારવાર માટે અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલો સાથેના MoU પણ રદ કરી દીધા છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધ્યાં છે પરંતુ હવે સ્વ ખર્ચે દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડશે અથવા તો સરકારી હોસ્પિટલમાં દાખલ થવું પડશે.અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોનું…
ખતરનાક જાનવરોનો આતંક અને હુમલા બાબતે તમે સાંભળ્યું હશે. અથવા જોયું હશે પરંતુ તમને પૂછવામાં આવે કે શું ભેંસ ના આતંક બાબતે તમે ક્યારેય સાંભળ્યું છે. તમારો જવાબ ના જ આવશે. કારણ કે મોટાભાગના લોકો ભેંસને પોતાના ઘરમાં પાળે છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક ગામમાં આ દિવસોમાં એક ભેંસ ગામ આખું માથે લીધું છે. આ ભેસને કારણે લોકો ભૂખ્યા તરસ્યા પોતાના ઘરની છત પર રહેવા મજબૂર થયા છે.આ ઘટના પીલીભીતના બિલસંડા થાણા વિસ્તારની તિલસંડા હસોઆ ગામની છે. જયાં એક ભેંસને કારણે લોકોનું જીવવાનં હરામ થઈ ગયું છે. બતાવાઈ રહ્યું છે કે એક ભેંસ પોતાના માલિકના ત્યાંથી ભાગીને ખેતરમાં ભટકી રહી…
sexual power વધારવા માટે લોકો કેવા કેવા ઉપાય કરે છે. કોઇ તમામ પ્રકારની દવાઓના સેવનથી તો કોઇ ઘરેલું અને આયુર્વેદિક ઉપાયો પણ અજમાવે છે. પરંતુ એ જાણ્યા પછી તમે દંગ રહી જશો રે આજકાલ આંધ્રપ્રદેશમાં આવી જ એક વિચિત્ર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હા, આંધ્રપ્રદેશના લોકોનું માનવું છે કે ગધેડાનું માંસ ખાવાથી સેક્સુઅલ પાવર વધે છે. આ સિવાય ત્યાંના લોકો ગધેડાના માંસના બીજા ઘણા ફાયદાઓ હોવાનો દાવો કરે છે. આંધ્રપ્રદેશમાં ગધેડાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર આંધ્રપ્રદેશમાં ગધેડાની કિંમત 15 થી 20 હજાર રૂપિયા છે. આંધ્રપ્રદેશમાં ગધેડાનું માંસ 600 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાઇ રહ્યું છે.…
હોળી આવી રહી છે અને આ દિવસોમાં કેસૂડાના ફૂલો ફૂલબહારમાં ખુલી ઉઠતા હોય છે. એક જમાનો હતો, જ્યારે હોળીના રંગ બનાવવા માટે તેનો ઉપયોગ થતો હતો. લાલ રંગના આ શાનદાર ફૂલ હોળીના કેટલાય દિવસ અગાઉ તેને પાણીમાં પલાળીને રાખી મુકવામાં આવતા હતા અને પછી તેને ઉકાળીને તેનો રંગ બનાવામાં આવતો હતો. આ રંગથી હોળી રમાત હતી. અને તેની સુવાસથી આખુ વાતાવરણ મહેંકી ઉઠતુ હતું. આજેય પણ તેને મથુરા, વૃંદાવન અને શાંતિ નિકેતનમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. કેસૂડાના કેટલાય ઔષધીય ગુણો પણ છે. કેસૂડના ઝાડ, બિયારણ, અને શાખાઓમાંથી ઔષધીય બનાવવામાં આવે છે. પૌરાણિકકાળથી તેનો ઉપયોગ થતો આવ્યો છે. તો આવો…