સ્કૂલ કે કોલેજ જતી છોકરીઓની સાથે છેડતીના બનાવો વધી રહ્યા છે. ઘણી વખત છોકરીઓ ચૂપચાપ તેને સહન કરતી રહે છે. પરંતુ કેટલીક છોકરીઓ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવે છે અને રસ્તા પર છેડતી કરતા છોકરાઓને જેલના સળીયાની પાછળ ધકેલી દે છે. આવી જ એક ઘટના થોડા દિવસ પહેલા મેરઠમાં જોવા મળી જ્યાં એક સ્કૂલની છોકરીએ શહેરના સદર બજાર વિસ્તારમાં તેની સાથે છેડતી કરતા છોકરા અને તેના મિત્રોની ધોલાઈ કરી. આ છોકરી અને તેની સહેલીઓ દરરોજની જેમ સદર બજારમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે છોકરો તેના મિત્રોની સાથે મોટરસાયકલ પર આવ્યો અને તેની છેડતી કરવા લાગ્યો. છોકરીએ જોરથી બૂમ પાડીને કહ્યું કે મને…
કવિ: Dharmistha Nayka
શાસ્ત્રો પ્રમાણે ફાગણ મહિનાના સુદ પક્ષની આઠમ તિથિથી હોળિકા દહનના સમયગાળાને હોળાષ્ટક કહેવામાં આવે છે. આ વર્ષે હોળાષ્ટક 21 થી 28 માર્ચ સુધી રહેશે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે હોળાષ્ટક દરમિયાન લગ્ન, મુંડન સંસ્કાર, ગૃહપ્રવેશ, ભવન નિર્માણ અને નવો વ્યવસાય વગેરે માંગલિક કાર્યો વર્જિત હોય છે. હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો ન કરવા પાછળ જ્યોતિષીય અને પૌરાણિક બંને જ કારણ માનવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે કામદેવજીએ ભગવાન શિવની તપસ્યા ભંગ કરી દીધી હતી. જેનાથી નિરાશ થઇને તેમણે પ્રેમના દેવતાને ફાગણ મહિનાની આઠમ તિથિના દિવસે ભસ્મ કરી દીધા હતાં. તે પછી કામદેવની પત્ની રતિએ શિવજીની આરાધના કરી અને કામદેવને ફરી જીવિત કરવાની પ્રાર્થના કરી,…
રાજસ્થાનમાં કોટા જિલ્લામાં થયેલા એક ગેંગરેપ બાદ સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે. કોટા જિલ્લામાં 15 વર્ષની સગીરા પર દોઢ ડઝનથી વધારે લોકોએ સતત નવ દિવસ સુધી ગેંગરેપ થયા બાદ રાજ્ય સરકાર સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલામાં પોલીસે 20 લોકોની ધરપકડ કરી છે અને તેમાં ચાર સગીર અને એક મહિલાનો પણ સમાવેશ થાય છે. સગીરા સાથે દુષ્કર્મ કરનારાઓ તેને સતત ડ્રગ્સ આપી ને તેની સાથે મારપીટ પણ કરતા હતા. પોલીસના કહેવા પ્રમાણે 25 ફેબ્રુઆરીએ આ ઘટના બની હતી. જેમાં એક મહિલા અને બે બીજા આરોપીઓ સગીરાને મોટરસાયકલ પર બેગ અપાવવાના નામે બેસાડીને લઈ ગયા હતા અ્ને ઝાલાવાડ…
માહિતી અને પ્રસારણ વિભાગ હસ્તકની માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા આગામી ૧૦ એપ્રિલ, ૨૦૨૧ના રોજ યોજાશે તેમ માહિતી અને પ્રસારણ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.નાયબ માહિતી નિયામક (વર્ગ-૧), સહાયક માહિતી નિયામક (વર્ગ-૨), સિનિયર સબ-એડિટર(વર્ગ-૩) તથા માહિતી મદદનીશ (વર્ગ-૩) એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે 2/20-21 અને 1/20-21, તારીખ: ૨૨/૦૧/૨૦૨૧ના રોજ બહાર પાડવામાં આવી હતી.ઉપરોક્ત જાહેરાત સંદર્ભે આગામી તા. ૧૦ એપ્રિલ-૨૦૨૧ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે નાયબ માહિતી નિયામક (વર્ગ-૧), સહાયક માહિતી નિયામક (વર્ગ-૨, સંપાદન)ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. એ જ રીતે તા. ૧૦ એપ્રિલ-૨૦૨૧ના રોજ બપોરે 03:00 કલાકે સિનિયર સબ-એડિટર (વર્ગ-3)…
ગુજરાતમાં કોરોના સંક્રમણમાં વધારો થતા આજ રોજ મંગળવારના રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને રાજ્ય સરકારે આવતી કાલના રોજ તા. 17 માર્ચ 2021થી ચાર મહાનગરો જેવાં કે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુને અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ રાત્રિ કરફ્યુ 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. ત્યારે હવે રાજ્યમાં સૌથી વધુ કેસોનું પ્રમાણ સુરતમાં જોવા મળતા સુરતનું તંત્ર મોડ એક્શનમાં આવ્યું છે. સુરતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. મનપા દ્વારા શહેરમાં બીઆરટીએસના કુલ 20 જેટલા રૂટ બંધ કરવામાં આવ્યા છે. શહેરના રાંદેર,…
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાદવામાં આવેલા રાત્રી કર્ફ્યુની મુદત ગઈકાલે પૂરી થઈ ગઈ. આજે કોર કમિટીની બેઠકમાં રાત્રી કર્ફ્યુનો નિર્ણય લેવાશે. આ વાતની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કયા વિસ્તારમાં કયા સમય સુધી રાત્રિ ફર્ફ્યુ રાખવો તે નક્કી કરી સાંજ સુધીમાં જાહેરાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વેક્સિન બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે 14.50 લાખ વધુ ડોઝ મોકલ્યા છે. પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઇ અવ્યવસ્થા નથી. અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાત્રિ કર્ફ્યૂની મુદત…
આમ તો આ વિશ્વમાં અનેક લોકો એવા છે કે જેઓ ચાના વધારે શોખીન છે. ત્યારે ઘણી વાર કેટલાંક લોકો આ શોખ પૂરો કરવા માટે દૂર-દૂર સુધી જાય છે અને તેની સારી એવી રકમ પણ ચૂકવે છે. પરંતુ, જો તમને પૂછવામાં આવે કે શું તમે ક્યારેય એક કપ ચા માટે એક હજાર રૂપિયા ચૂકવ્યાં છે, તો ચોક્કસથી તમારો જવાબ નહીંમાં જ હશે. કારણ કે, તમને મનમાં એમ પ્રશ્ન થતો હશે કે શું આટલી મોંઘી ચા ક્યાંક મળતી હશે? સામાન્ય રીતે એક કપ ચાની કિંમત 5થી 10 રૂપિયા હોય છે. પરંતુ, કોલકાતામાં નાના ટી સ્ટોલ પર લોકોને માત્ર એક કપ ચા માટે એક…
ઈટાલી, જર્મની અને ફ્રાન્સે તત્કાળ અસરથી corona વિરોધી એસ્ટ્રાઝેનેકા રસીનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઈટાલીના મેડિસિન રેગ્યુલેટર્સે રસી લીધા બાદ લોકોમાં અત્યંત જોખમી બ્લડ ક્લોટ થતાં હોવાના રિપોર્ટસને પગલે આ રસી પર અગમચેતીના ભાગરૂપે હંગામી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફ્રાન્સ અને જર્મનીએ પણ અગમચેતીના ભાગરૂપે હાલ પુરતું એસ્ટ્રાઝેનેકા રસી આપવાનું બંધ કરી દીધું છે.એસ્ટ્રાઝેનેકા રસીનો ઉપયોગ અટકાવવાનો નિર્ણય જાહેર કરતાં ઈટાલીના મેડિસિન રેગ્યુલેટર – એઆઇએફએ- દ્વારા જાહેરાત કરવામાં આવી કે, યુરોપના અન્ય દેશોએ લીધેલા નિર્ણયને ધ્યાનમા રાખીને અમે હાલ એસ્ટ્રાઝેનેકાનો ઉપયોગ અટકાવી દીધો છે.ઈટાલીમાં રસી લીધા બાદ કેટલાક લોકોના મૃત્યુની ઘટના બની છે. જે અંગે છેલ્લો કિસ્સો ઉત્તરીય પીડમોન્ટ…
ઓછી રકમમાં બમ્પર ફાયદા વાળા બિઝનેસ શરુ કરી શકો છો. જણાવી દઈએ કે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ભારતીય રેલવેએ MSMEને પોતાનો ભાગીદાર બનવાનો મોકો આપ્યો છે. જો તમે પણ ભાગીદાર બનવા માંગો છો તો તમારી પાસે સારી તક છે. એમાં તમે રેલવે સાથે જોડાઈ સારી કમાણી કરી શકો છો.તમને જણાવી દઈએ કે વાર્ષિક 70,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોડક્ટ ખરીદે છે. એમાં ટેક્નિકલ અને ઇન્જીનિયરિંગ પ્રોડક્ટ સાથે ડેઇલી યુઝમાં આવતા ઘણા પ્રકારના પ્રોડક્ટ સામેલ છે. એવામાં નાનો કારોબાર ચાલુ કરી રેલવેને વેચી શકો છો. જો તમે પણ રેલ્વે સાથે વ્યવસાય કરવા માંગતા છો, તો તમે https://ireps.gov.in અને https://gem.gov.in પર નોંધણી કરાવી…
રાજ્યના વિવિધ શહેરોમાં જીવલેણ વાયરસના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ સુરતમાં કોરોના કેસ વકરી રહ્યો છે. ત્યારે સુરતમાં 37 જેટલા શાળા-કોલેજોમાં બે હજાર જેટલા વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. જેમાં 37 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે…તો માસ્ક નહી પહેરનારા 200થી વધુ લોકો પાસેથી બે લાખ 22 હજારનો દંડ વસુલાયો છે.સુરત સિટીમાં કોરોનાએ ફરી ગંભીર સ્વરૃપ ધારણ કરતા કેસમાં વધારો થઇ રહ્યો છે. સોમવારે નાનપુરાના 86 વર્ષીય વૃદ્ધનાં મોત સાથે સિટીમાં આજે નવા 240 અને ગ્રામ્યમાં 22 મળી કુલ 262 દર્દી નોંધાયા છે. સિટીમાં વધુ 123 અને ગ્રામ્યમાં 23 મળી 146 દર્દીઓને રજા મળી છે.આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ નાનપુરાખાતે રહેતા 86 વર્ષીય વૃધ્ધને કોરોના ચિહ્ન દેખાતા ગત તા.9મીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ…