મોટા ભાગના લોકોને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવુ ખૂબ ગમતુ હોય છે. લોકો પોતાના સ્ટેટસમાં દિવસ દરમિયાન કરેલી પ્રવૃતિના ફોટાઓ અને વીડિયો અપલોડ કરતા હોય છે. ક્યાંય ફરવા ગયા કે, પછી કોઈ સેલિબ્રેશન હોય તુરંત ધડાધડ ફોટાઓ અને વીડિયો અપલોડ કરતા હોય છે. જો કે, ઘણી વાર આપણી આ ભૂલ આપણને ખૂબ ભારે પડે છે, તેનું અનુમાન પણ આપણને હોતુ નથી. હાલ જોઈએ તો, કોવિડ વૈક્સિનેશન લીધા બાદ લોકો સોશિયલ મીડિયા પર ફોટાઓ લગાવીને મિત્ર વર્તુળને જાણ કરતા હોય છે કે, જુઓ મેં પણ લીધી છે કોરોનાની રસી. જો કે, એક રીતે એ સારી બાબત છે, તેનાથી અન્ય લોકોને પ્રેરણા…
કવિ: Dharmistha Nayka
કેન્દ્ર સરકારે 80 જરૂરી દવાઓને લઈને હાલમાં એક મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં જોઈએ તો, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ 80થી વધારે દવાઓને પ્રાઈસ રેગ્યુલેશન અંતર્ગત લાવી દીધી છે. એટલા માટે માનવામાં આવી રહ્યુ છે કે, આ દવાની કિંમતમાં ઘટાડો થશે. એનપીપીએએ 81 દવાઓની કિંમત નક્કી કરી છે. જેમીં ઓફ-પેટેંટ એન્ટી ડાયાબિટીક ડ્રગ્સ પણ શામેલ છે. આ દવાઓમાં ડાયાબિટીશ, ઈંફેક્શન અને થાયરોઈડ જેવી બિમારીઓમાં ઉપયોગમાં લેવાતી દવાઓના નામ શામેલ છે.આપને જણાવી દઈએ કે, પેંટેટ બ્રાન્ડેડ દવાઓની કિંમત કંપનીઓ ખુદ નક્કી કરતી હોય છે, તો વળી જેનેરિક દવાઓની કિંમતને નક્કી કરવામાં સરકારનો હસ્તક્ષેપ હોય છે. જેનેરિક દવાઓની મનમાની કિંમત નિર્ધારિત નથી કરાતી.વર્લ્ડ…
ગુજરાતમાં કોરોનાને એક વર્ષ થયું છે અને હાલ કોરોનાનો નવો રાઉન્ડ શરુ થયો છે અને કેસોમાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે અગાઉ કોરોનાથી મુખ્ય અસર ફેફસાં પર જ થાય છે અને તે જ મોતનું કારણ બને છે તેવી જનમાનસમાં સામાન્ય જાણકારી છે. શહેરના અગ્રણી તબીબોનો આજે સંપર્ક સાધતા ફેફસાંમાં ઈન્ફેક્શન વગેરે તો થાય છે જ પરંતુ, હવે ખાસ કરીને બાળકોમાં અને મોટાઓમાં પણ કોરોના થયા પછી આંતરડા પર સોજો આવવા સહિતના લક્ષણો દેખાયાનું જણાવાયું છે.શહેરના ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ ડો.પ્રફુલ કામાણીએ જણાવ્યું કે બહારનું કાંઈ ખાધુ ન હોય, રૂટીન ખાનપાન જ હોય અને અચાનક પેટમાં દુખાવો, નાના આંતરડા પર લીવર પર સોજો આવવો,…
કચ્છે બાગાયતી પાક ક્ષેત્રે કાઠું કાઢયું છે. છેલ્લા બે દાયકાથી કચ્છની કેસર કેરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રખ્યાત બની છે, તેમજ દર વર્ષે દેશ- વિદેશમાં વધુ માંગ હોય છે. ત્યારે આ વખતે વાવેતરના વધારા ઉપરાંત હજી સુાધી કોઈ કુદરતની મોટી થપાટ ન પડતા કેરીનું બમ્પર ઉત્પાદન થવાની આશા છે. મળતી માહિતી મુજબ કચ્છમાં ગત વર્ષે ૧૦,૨૦૯ હેક્ટરમાં વાવેતર થયું હતું. જ્યારે તેની સામે ૬૧૨૫૪ મેટ્રીકટન ઉત્પાદન નોંધાયું હતું. જો કે, ગત વર્ષે કોરોનાની લહેરના કારણે કિસાનોને ઓછા ભાવ ઉપરાંત બહારનું બજાર ન મળતા ભારે નુકશાન સહન કરવું પડયું હતું. આ વખતે પણ વાયરસ વાધતા લોકડાઉન લંબાશે તથી અન્ય શહેરો અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ…
વડોદરામાં કોરોના કેસોની સંખ્યામાં આવેલા ઉછાળા વચ્ચે શહેરમાં તાલીમ લઈ રહેલા ટ્રાફિક બ્રિગેડના યુવક-યુવતીઓ પણ કોરોનાના સપાટામાં આવી ગયા છે.મળતી વિગતો પ્રમાણે હાલમાં વડોદરા શહેરના ભૂતડીઝાંપા ખાતે ટ્રાફિક બ્રિગેડમાં સામેલ થનારા યુવક અને યુવતીઓનો એક ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે.આ તાલીમ એક મહિના સુધી ચાલનાર છે. જેમાં વડોદરા સહિત મધ્ય ગુજરાતના લગભગ ૩૨૯ તાલીમાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.તેમને રહેવા માટેની વ્યવસ્થા કાલુપુરા વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી હોલ અને લાલબાગ અતિથિ ગૃહ ખાતે કરવામાં આવી છે.તેમની તાલીમના ૧૫ દિવસ પૂરા થયા છે. સૂત્રોનુ કહેવું છે કે, આ દરમિયાન કેટલાક તાલીમાર્થીઓમાં કોરોનાના લક્ષણ જોવા મળતા તેમના આજે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં…
સોશ્યલ મીડિયા પર બેંકના નામથી નકલી નોકરીની રજૂઆતને લઈને લોકો સાથે છેતરપીંડી કરવામાં આવી રહી છે. બેંકે સ્પષ્ટ કહ્યુ છે કે, તેણે નિમણુક અથવા લોકો પાસેથી પૈસા લેવાને લઈને કોઈપણ પ્રકારની એજંસીની સેવા લીધી નથી.બેંકે આ વિશ્ ટ્વિટ કરીને લેકોને એલર્ટ કર્યા છે.IDBI બેંકે ટ્વિટમાં કહ્યુ છે કે. તેમને એ જાણકારી મળી છે કે, ધોખાધડીથી જોડાયેલા લોકો/ નિમણુક કરનાર એજન્સીઓ IDBI બેંકના નામ પરથી નકલી નિમણુકપત્ર જારી કરીને નોકરીની રજુઆત કરી રહ્યા છે. જો તમારી પાસે પણ આવો કોઈ ફોન આવે તો એલર્ટ રહો. આ કેસની તપાસ કર્યા બાદ જ આગળ વધો.IDBI બેંકે કહ્યું છે કે આ પત્રોમાં બેંકનું નામ,…
દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઝડપથી પ્રસરી રહી છે ત્યારે તમામ રાજ્યો કોરોનાને રોકવા માટે પહેલેથી જ તૈયારી કરી રહ્યા છે. ત્યારે હવાઈ યાત્રા દરમિયાન જો કોઈ મુસાફર કોરોનાને લગતા નિયમોનું પાલન નહીં કરે તો એરલાઈન્સ દ્વારા તેના વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.છેલ્લા થોડા દિવસોમાં વિવિધ વિમાનોમાંથી કોવિડ-19ના નિયમોનું પાલન ન કરતા હોય તેવા 8 લોકોને ઉતારી મુકવામાં આવ્યા હતા. તે તમામ મુસાફરોએ માસ્ક અને પીપીઈ કીટ પહેરવાની ના પાડી દીધી હતી. છેલ્લા એક સપ્તાહમાં 3 એરલાઈન્સ સાથે સંકળાયેલા આવા 8 કેસ સામે આવ્યા હતા.સિવિલ એવિએશનના અહેવાલ પ્રમાણે જો કોઈ મુસાફર નિયમોનું ઉલ્લંઘન કરે તો તેના પર 2 વર્ષ…
ગુજરાતમાં ૧૯મી માર્ચના રોજ લેવાનારી ડિસ્ટ્રીક્ટ જજની પ્રીલિમિનરી પરીક્ષા અને ગુજરાતી ભાષાની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યમાં ફરી વધી રહેલા કોરોના સંક્રમણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષાનો નવો કાર્યક્રમ આગામી દિવસોમાં ફરી જાહેર કરવામાં આવશે.ગુજરાત હાઇકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોરોનાના વધી રહેલા કેસો અને મહામારીની પરિસ્થિતિના કારણે ૧૯મીના રોજ નિર્ધારિત થયેલી ડિસ્ટ્રીક્ટ જજ કેડરની પ્રીલિમિનરી અને ગુજરાતી ભાષાની પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે. પરીક્ષાનો નવો કાર્યક્રમ આગામી દિવસોમાં હાઇકોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.ગુજરાત હાઇકોર્ટના કાયદા ભવનમાં આજથી મોટા પાયે ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોર્ટના એસ.સી.એ. વિભાગનો એક કર્મચારી…
શું તમે ડ્રાઈવિંગ દરમમ્યાન હાથમાં મોબાઈલ લઈને ગૂગલ મેપનો ઉપયોગ કરો છો તે તમારી ખિસ્સા પર ભારે પડી શકે છે.તાજેતરમાં જ દિલ્હીમાં એક શખ્સનું ચલણ પોલીસે કાપી નાખ્યું હતું. કાર ચાલકે દલીલ કરી હતી કે તે કોઈની સાથે વાત કરી રહ્યો નથી, તો તેમનું ચાલન કેમ કાપવામાં આવ્યું. દિલ્હી પોલીસે કહ્યું કે મોબાઇલ ધારકને બદલે ડેશબોર્ડ અથવા હેન્ડહેલ્ડ પકડીને ગૂગલ મેપનો ઉપયોગ કરવો તે ટ્રાફિકના નિયમોની વિરુદ્ધ છે કારણ કે આમ કરવાથી વાહન ચલાવવા દરમિયાન ધ્યાન ભંગ થવાની સંભાવના છે. આ કેસ બેદરકાર ડ્રાઇવિંગની શ્રેણીમાં આવે છે.સામાન્ય રીતે લોકો ડ્રાઇવિંગ દરમિયાન ગૂગલ મેપનું નેવિગેશન ચાલુ કરે છે. આ દ્વારા, તમે…
વધારે કમાણી કરવાના ઉદ્દેશથી જયપુર મેટ્રો આપને બર્થ ડેથી લઈને અન્ય કાર્યક્રમોના જશ્ન મનાવવાની તક આપી રહી છે. આ માટે આપ રૂપિયા આપીને મેટ્રોના કોચને હાયર કરી શકો છો.જયપુર મેટ્રોએ કહ્યુ કે વધારે કમાણી કરવાની પહેલ હેઠળ હવે લોકો જન્મદિવસ અને અન્ય કાર્યક્રમોના જશ્ન મનાવવા માટે મેટ્રોના કોચ ભાડે લઈ શકે છે. અગાઉ જયપુર મેટ્રો નાના વિજ્ઞાપનોની શૂટિંગ માટે પણ ઓફર કરી ચૂક્યું છે.ગુરૂવારે સત્તાકીય નિવેદન અનુસાર જે શખ્સ મેટ્રો કોચમાં કોઈ કાર્યક્રમ મનાવવાની ઈચ્છા રાખે છે. તેને ચાર કલાક માટે 5,000 રૂપિયા પ્રત્યેક કોચના આપવા પડશે. આ સિવાય 1,000 રૂપિયા પ્રત્યેક કલાકના હિસાબથી વધારે કલાકના રૂપિયા આપવા પડશે. આ…