ભરૂચમાં ફરી એક વખત કોરોના પોઝિટિવ દર્દીઓના મૃતદેહ રઝળ્યા હતાં. ભરૂચમાં કોવિડ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ ન હોવાના કારણે મૃતક દર્દીઓના સ્વજનોને અંતિમ સંસ્કાર કરવામાં પણ ભારે તકલીફ પડી. એક માસના સમયગાળાથી કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રીન્યુ નહીં થતા આજે કોરોના પોઝિટિવ દર્દીઓના મૃતદેહો રઝળી પડ્યાં હોવાની ઘટના બની હતી. જો કે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ માનવતાની દ્રષ્ટિએ 15થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજે એક વાર ફરી છેલ્લાં 24 કલાકમાં COVID19 ના વધુ નવા 1276 કેસો સામે આવતા તંત્રમાં ચિતાનો માહોલ ફેલાઇ ગયો છે. જ્યારે નવા 3 લોકોના મૃત્યુ થયા બાદ કુલ મૃત્યુઆંક…
કવિ: Dharmistha Nayka
નવસારીના બંદર રોડ પર રેલ્વેની જગ્યામાં ઝૂંપડામાં રહેતા 30 શ્રમિકોને પાલિકાએ આવાસ ફાળવ્યાં હતાં. પરંતુ આવાસને તેમણે ભાડે ચઢાવી તેઓ ઝૂંપડામાં જ રહેતા હતાં. જેથી પાલિકાએ ભાડુઆતોને આવાસ ખાલી કરવા સાથે જ ઝૂંપડાવાસીઓને ત્યાં વસાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. રેલ્વેની જગ્યામાં વર્ષોથી વસેલા 52 ઝુંપડાવાસીઓને પાલિકાએ જગ્યા ખાલી કરવા ત્રણ-ત્રણ નોટિસો આપી હતી. પરંતુ અહીં વસતા શ્રમિક પરિવારોએ જગ્યા ખાલી જ ન હોતી કરી.બીજી તરફ નવસારી પાલિકાએ ગત વર્ષોમાં શહેરના રીંગ રોડ નજીક બનાવેલા આવાસોમાં બંદર રોડના 30 શ્રમિક પરિવારોને આવાસ ફાળવ્યાં હતાં. જ્યારે 21 ઝુંપડાવાસીઓને આવાસ મળ્યા ન હતાં. જો કે તેમણે પાલિકાના શાસકો સહિત લોક પ્રતિનિધિઓને રજૂઆતો કરી…
બિહારમાંથી સામે આવ્યો છે, જ્યાં ગોપાલગંજમાંથી સંબંધોને લૂણો લગાડતો કિસ્સો બન્યો છે. આ ઘટના માંઝા વિસ્તારની છે. જ્યાં હાલમાં જ નવી નવી પરણીને આવેલી એક દુલ્હનને તેના ભાણેજ સાથે પ્રેમ થઈ ગયો હતો. લગ્નના થોડા જ દિવસોમાં વિવાહીત મહિલા ભાણેજ પ્રત્યે એ રીતે મોહિત થઈ ગઈ કે, તેને લઈને ભાગવાનો વિચાર કરી નાખ્યો. એટલુ જ નહીં, એક દિવસ મોકો મળતા બંને ફરાર પણ થઈ ગયા. ત્યારે હવે મામી-ભાણેજની આવી કરતૂત આખા વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.તો વળી આ મામલો સામે આવ્યા બાદ પીડિતા મામાએ પોતાના ભાણેજ સહિત ચાર લોકો પર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે તપાસ હાથ…
ઇન્ડોનેશિયામાં વર્ષ 2004માં આવેલી ત્સુનામીમાં અનેક લોકો ગુમ થયા અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા. આ આપત્તિમાં એક પોલીસ ઓફિસરને મૃત જાહેર કર્યો હતો પરંતુ 16 વર્ષ પછી તે જીવતો મળ્યો છે. આ ઘટના તેના પરિવાર માટે કોઈ ચમત્કારથી ઓછી નથી. ત્સુનામીને લીધે મેન્ટલ બ્રેકડાઉન થતા તે છેલ્લા 16 વર્ષથી સાઈકિયાટ્રિક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો. એબ્રીપ એસેપના પરિવારે કહ્યું, ઇન્ડોનેશિયામાં ત્સુનામી આવી ત્યારે તે ઓન ડ્યુટી હતો. અઢી લાખ લોકોનાં મૃત્યુના સમાચાર સાંભળીને અમે ભાંગી પડ્યા હતા. એબ્રીપને શોધવાના ઘણા પ્રયત્નો કરી અર્પણ ક્યાંય તે મળ્યો નહિ. નસીબજોગે બે દાયકા પછી તેનો પરિવાર સાથે ભેટો થઇ ગયો. નરી આંખે ત્સુનામીની તારાજી જોતા…
જો તમે પણ તમારા બાળકોને શાંત અને મનાવવા માટે હાથમાં સ્માર્ટફોન આપી દો છો તો અલર્ટ થવાની જરૂર છે. સ્માર્ટફોન અને 2થી 3 વર્ષના બાળકોના બિહેવિયર પર અમેરિકામાં એક રિસર્ચ થયું છે. રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકોએ કહ્યું, બાળકોને ફોન આપવાની આદતથી તેઓ ક્રોધિત બની શકે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું, સ્માર્ટફોન પર કાર્ટૂન જોતા 2થઇ વર્ષના બાળકોના બિહેવિયર પર નજર રાખવામાં આવી. પેરેન્ટ્સને પણ પૂછવામાં આવ્યું કે, તેમના બાળકો કેટલા સમય સુધી સ્માર્ટફોન વાપરે છે. ટીવી, વીડિયો ગેમ્સ, ટેબ્લેટ્સ અને સ્માર્ટફોનનો ઉપયોગ કેટલો કરે છે. સંશોધકોનાં જણાવ્યા પ્રમાણે, જે પેરેન્ટ્સે બાળકોનો ગુસ્સો રોકવા તેમને ગેજેટ્સ આપ્યા હતા અને પછી પરત લઇ લીધા તો ગુસ્સો પહેલાં…
સુરત શહેરના ઇચ્છાપોર મલગામા ગામના ખેતરાડી વિસ્તારમાં આવેલ ઝીંગા તળાવની પાસે જાહેરમાં જુગાર રમતા 13 ને પોલીસે રોકડ રૂપિયા 48 હજાર સાથે ઝડપી પાડયા છે. પોલીસે ગંજીપાના નંગ-103, 4 કાર, 14 મોબાઈલ મળી રૂપિયા 12,27,200ની મત્તાના મુદ્દામાલ કબજે લઈ તપાસ હાથ ધરી છે. ઇચ્છાપોર પોલીસે જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાહેબ પ્રોહીબીએશન અને જુગારના કેસો શોધી કાઢવા અંગેની કરેલ સૂચના આધારે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ અમરસંગ વનાર અને નરેન્દ્રસિંહ રણમલભાઇ બાબરીયાને મળેલી બાતમી આધારે પોલીસે મલગામા ગામ ખેતરાડી વિસ્તારમાં આવેલ ઝીંગા તળાવની પાસે રેડ પાડી તમામને પકડી પાડયા હતા. ઝડપાયેલા ઈસમો જાહેરમાં જુગાર રમતા હતા.પોલીસને જોઈ ભાગદોડ કરી…
આપણા દેશમાં દરેક જગ્યાએ મુફ્તમાં ઉપલબ્ધ છે. જો કે, બોટલમાં પાણીની કિંમત 20 રૂપિયા સુધીની છે. જો કે કેટલાક દેશોમાં આ ઘણી મોંઘી નેચરલ રિસોર્સ છે. બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે દુનિયાનું સૌથી મોંઘુ પાણી નોર્વેની રાજાની ઓસ્લોમાં વેચાય છે. અહીંયા એક લીટર પાણીની કિંમત 1.85 ડોલર એટલે કે 134 રૂપિયાની આસપાસ છે.પાણીની કિંમતોને લઈને Holidu દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેણે દુનિયાના 120 શહેરોમાં પાણીની કિંમતના આંકડા મેળવ્યાં હતાં. ઓસ્લો પછી અમેરિકાનું વર્જિનિયા બીચ, લોસ એન્જિલિસ, ન્યુ ઓરનિલ અને સ્વીડનનું સ્ટોકહોમ આવે છે. ઓસ્લોમાં ડબ્બામાં મળનારા પાણીની કિંમત 120 શહેરોની સરેરાશ કિંમતથી 212 ટકા વધારે છે. જ્યારે બોટલના પાણીની કિંમત 195…
વટવા GIDC ફેઝ-4ના મરુંધર પ્લાસ્ટિક પેકેજિંગમાં આગ લાગ્યા બાદ બોઈલર ફાટ્યું હતું. જેને પગલે આગ વિકરાળ બની છે. આગને પગલે અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદની તમામ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. કુલ 36થી વધુ ગાડીઓ આગ બુઝાવવા કામે લાગી છે. મરુંધર પ્લાસ્ટિક પેકેજિંગમાં બોઇલર ફાટ્યું છે જેથી ભીષણ આગ લાગી છે. અમદાવાદના વટવા GIDC ફેઝ 4માં આગ બાદ મરુંધર પ્લાસ્ટિક પેકેજિંગમાં બોઈલર ફાટ્યું છે. જેને પગલે કેમિકલ પ્રોસેસ ચાલતી હોવાથી આગ વધુ ફેલાઈ રહી છે. જેને પગલે આસપાસ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તથા આસપાસનો વિસ્તાર પણ ખાલી કરાવવામાં આવ્યો છે.
આ સેક્ટરમાં સારી કમાણી છે. પરંતુ તેમાં તમારે ઘણી મહેનત કરવી પડે છે. જો તમે મહેનત કરવા માટે તૈયાર છો તો તમે સરળતાથી ડેરી સેક્ટરમાં પૈસા રોકી શકો છો અને સારો નફો પણ રળી શકો છો. ખાસ વાત તો એ છે કે, આ સેક્ટરમાં બિઝનેશ શરૂ કરવા માટે તમને સરકારની પણ મદદ મળે છે. તેવામાં તમારે રોકાણ પણ ઓછું કરવું પડશે. જો તમે ડેરી સેક્ટરમાં બિઝનેશ શરૂ કરવા માંગો છો તો તમારી પાસે કોઈ ઓપ્શન છે. આમાંથી તમે કોઈ પણ ઓપ્શન અપનાવીને સરળતાથી બિઝનેશ કરી શકો છો. તેવામાં અમે તમને આ સેક્ટરમાં જોડાયેલા ત્રણ બિઝનેશ આઈડિયા આપી રહ્યાં છીએ.આ બિઝનેશમાં…
જો રસ્તામાં ચાલતા તમને પૈસા મળે છે તો તમારા આનંદનો પાર રહેતો નથી. પરંતુ શું તમે જાણો છો કે રસ્તા પર પૈસા મળવા એક ગહન રહસ્ય પણ હોય છે. રસ્તા પર મળતા પૈસાનું શું રહસ્ય છે તેના વિશે આવો જાણીએ.જ્યોતિષ શાસ્ત્ર મુજબ રૂપિયા મળવા અથવા ખોઈ દેવા બંનેનો કંઈક ને કંઈક અર્થ હોય છે. જો તમને ચાલતા રસ્તામાં ક્યાંક પડેલું ધન મળે છે તો એ કોઈ વાતનો સંકેત હોઈ શકે છે. માનવામાં આવે છે કે નીચે પડેલું ધન મેળવવું સફળતાનો સંકેત છે. આ દ્વારા ઈશ્વર એવું બતાવવા માગે છે કે તમે હવે સફળતા તરફ આગળ વધી રહ્યા છો. અને તમને…