કવિ: Dharmistha Nayka

ચીનમાં એક કપલે બે બાળકોની પોલિસીનું ઉલ્લંઘન કરતાં 7 બાળકો પેદા કર્યા છે. પરંતુ એના માટે તેમને ખૂબ જ મોટો દંડ ચુકવવો પડ્યો છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના મુજબ આ કપલે 7 બાળકો પેદા કરતાં 1 લાખ 55 હજાર ડોલર્સ અર્થાત્ 1 કરોડ રૂપિયાથી વધારે દંડ સોશ્યલ સપોર્ટ ફીસના રૂપમાં આપવી પડી છે. 34 વર્ષના બિઝનેસ વુમન Zhang Rongrong અને તેના 39 વર્ષિય પતિના પાંચ છોકરાઅને બે છોકરીઓ છે. ચીનની બે બાળકોની પોલિસીનું ઉલ્લંઘન કરવાને લઈને આ કપલે સરકારને સોશલ સપોર્ટ ફી આપી છે. જો તે એવું ન કરે તો તેના બાકીના પાંચ બાળકોને સરકારી આઈડેન્ટીટીથી જોડાયેલા દસ્તાવેજો ન મળી શકત. જણાવી…

Read More

મેટરનિટી બેનિફિટ એક્ટ(સુધારેલ) 2017ની મુખ્ય વાતો, જે તમારે જાણવી જોઈએ: તે મહિલા કર્મચારીઓને રોજગારની ગેરન્ટી આપવાની સાથે તેમને મેટરનિટી બેનિફિટના અધિકારી બનાવે છે, જેથી બાળકની સારી રીતે દેખભાળ કરી શકે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, નવજાતને શરૂઆતના 6 મહિના સુધી દૂધ પિવડાવવું અનિવાર્ય હોય છે, જેને લીધે શિશુ મૃત્યુદરમાં ઘટાડો થાય, આથી વર્કિંગ વુમનને રજા આપવામાં આવે છે. આ દરમિયાન મહિલા કર્મચારીને આખી સેલરી આપવામાં આવે છે. આ કાયદો સરકારી અને પ્રાઈવેટ કંપનીઓ પર લાગુ થાય છે, જ્યાં 10 કે એનાથી વધારે કર્મચારી કાર્યરત છે. માતૃત્વ લાભ અધિનિયમ 1961 હેઠળ પ્રથમ 24 અઠવાડિયાં રજા આપવામાં આવતી હતી, હવે એ વધારીને 26 અઠવાડિયાં કરી દીધાં છે. મહિલા…

Read More

સુરત શહેરમાં ભટાર ગુરૂનાનક હોસ્પિટલ નજીક કારથી મોપેડને અડફેટે લઈ એક વેપારીએ બીજા વેપારીને દુકાનમાં ઘૂસી ફટકાર્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. રવિવારની ભર બપોરે ગ્રાહકની મોપેડને અડફેટે લેનાર વેપારીને જોઈ ને ચલાવવાનું કહેતા વેપારી તારાચંદ નાઈ પર હુમલાખોર વેપારીએ પરિવાર સાથે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તારાચંદ નાઈએ આ બાબતે ઉમરા પોલીસ સ્ટેશનમાં હુમલાના સીસીટીવી આપી કાયદેસરના પગલાં ભરવા ફરિયાદ કરી હોવાનું જણાવ્યું છે. તારાચંદ માગીલાલ નાઈ ઉ.વ. 38 (રહે વેસુ સુમન આવાસ) એ જણાવ્યું હતું કે તેઓ કાપડના વેપારી છે. ભતાર ગુરુનાનક હોસ્પિટલ નજીક મહાલક્ષ્મી ફેબ્રિક્સ નામની કાપડની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. રવિવારની બપોરે એક…

Read More

લોકડાઉન દરમિયાન સમગ્ર દુનિયામાં ઓનલાઈન ડેટિંગનું ચલણ અચાનક વધી ગયુ છે. બહાર નહીં નિકળી શકવાના કારણે કોઈ નવા પાર્ટી સાથે મુલાકાત ન થવાનો સારો વિકલ્પ ઓનલાઈન ડેટિંગ તરીકે મળી ગયો છે. ભારતની ડેટિંગ વેબસાઈટ ક્વૈક-ક્વૈકના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે, જેમાં ઓનલાઈન ડેટીંગના કેટલાય નવા ટ્રેંડ વિશે રસપ્રદ વાત બતાવામાં આવી છે.આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જોઈએ તો, ઓનલાઈન ડેટિંગમાં 55 ટકા પુરૂષો જ્યારે 73 ટકા મહિલા પાર્ટનરથી ભાવનાત્મક લાગણી શોધતી હોય છે. જેનો અર્થ એ થાય છે કે, લોકો હવે કૈઝૂઅલ ડેટીંગથી આગળ વધી ગયા છે અને ફિજીકલ કનેક્શનની જગ્યાએ ઈમોશનલ અટૈચમૈન્ટને વધારે પ્રાથમિકતા આપી રહ્યા છે. રિપોર્ટમાં…

Read More

છેતરપિંડી કરીને ખાતામાંથી પૈસા ઉપડી જવા જેવા બેંક ફ્રોડ માટે બેંક જવાબદાર નથી. આવી ભૂલો ગ્રાહકોના કારણે થાય છે તો તેના નુકશાનની ભરપાઈ માટે બેંક જવાબદાર નથી. ગુજરાતના અમરેલીની એક ગ્રાહક કોર્ટે (Consumer Court of Gujarat)આ આદેશ જાહેર કર્યો છે. અમરેલીમાં ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગે (Consumer Disputes Redressal Commission Amreli)છાતરપિંડી થયેલા એક પીડીતને વળતર આપવાની મનાઈ કરી. પીડીત સાથે 41,500 રૂપિયાની છેતરપિંડી થઈ હતી. એક રિપોર્ટ મુજબ કોર્ટનું કહેવુ છે કે, છેતરપિંડી વ્યક્તિની પોતાની બેદરકારીના કારણે થઈ છે. જેથી બેંકની કોઈ જવાબદારી બનતી નથી. પૂર્વના એક કેસમાં રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ NCDRCએ કહ્યુ કે, બેંક અનઘિકૃત લેવડ-દેવડના કેસોમાં પોતાના ગ્રાહકોને ભરપાઈ…

Read More

સુરતમાં સતત વધતાં જતા કોરોના સંક્રમણને પગલે સુરત મ્યુનિ.એ બહારથી આવતાં લોકોએ સાત દિવસ માટે ફરજ્યાત હોમ કોરોન્ટાઈન રહેવા માટેનું જાહેરનામું બહાર પાડી દીધું છે. સુરતમાં હજારો લોકો સુરત બહારથી લોકો નોકરી ધંધા માટે આવે છે આવા લોકો માટે પાલિકાના આ જાહેરનામાનું પાલન કેવી રીતે કરવું તે એક પ્રશ્ન બની રહેશે. સુરત મ્યુનિ. તંત્રએ આજે એક જાહેરનામું બહાર પાડયું છે તેમાં સ્પષ્ટ કર્યું છે કે સુરત બહારથી આવતાં લોકોએ સાત દિવસ માટે ફરજ્યાત હોમ કોરોન્ટાઈન રહેવું પડશે. બહારથી જે લોકો આવે છે તે લોકોના ઘરમા અન્ય લોકોને સંક્રમણ ન થાય તે માટે અલગથી હોમ આઈસોલેશન રહેવું પડશે.આ દરમિયાન જો કોઈ…

Read More

ઉનાળાની ઋતુમાં બાઇક સવારો માટે ઘણી મુશ્કેલીઓ લાવે છે. બાઇક ચલાવતા સમયે સલામતી માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે, પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં હેલ્મેટ પહેરવું સહેલું નથી અને આ દિવસોમાં માસ્ક પણ જરૂરી છે. આવી સ્થિતિમાં, હેલ્મેટ પહેરવાથી બાઇક ચાલકો પરસેવોથી રેબઝેબ થઈ જાય છે. પરંતુ હવે હેલ્મેટ પહેરીને ઉનાળામાં બહાર નિકળનારાઓ માટે એવી હેલ્મેટ આવી ગઈ છે. જે બાઇક ચાલકને આવી બધી સમસ્યાઓથી મુક્તિ આપશે. હા, હવે ધોમધખતા તડકામાં પણ હેલમેટ તમારા માથાને ઠંડુ રાખશે. આ માટે એક ગેજેટ આવ્યું છે જે હેલ્મેટને AC માં ફેરવી દે છે. હેલ્મેટને એ.સી.માં પરિવર્તન કરનારા આ ડિવાઇસને આઈઆઈટી મદ્રાસના પાસઆઉટ પીકે સુંદર રાજન દ્વારા…

Read More

માઇક્રો બચત પોલીસી મુખ્યત્વે ઓછી આવકવાળા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ પોલીસીમાં આવી 5 બાબતો છે જે તેને અન્ય પોલીસીઓ કરતાં વિશેષ બનાવે છે. આમાં પહેલી ખાસ વાત  ‘નો જીએસટી’, એટલે કે આ પોલીસીમાં તમારે જીએસટી ભરવાની જરૂર નથી. અન્ય પોલીસીઓમાં, જીએસટી ભરવો પડે છે કારણ કે તે સરકારનો નિયમ છે. જો તમે કોઈ વીમા પ પોલિસી લો છો, તો જીએસટી ચૂકવવો પડશે. પરંતુ માઇક્રો બચતમાં આવું નથી. માઇક્રો પોલિસીની બીજી ખાસ વાત ઑટો કવર છે. એટલે કે, આ પોલીસી ઑટો કવર પ્રદાન કરે છે. આનો અર્થ એ છે કે ત્રણ વર્ષ સુધી પ્રીમિયમ ભર્યા પછી, જો તમે…

Read More

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવેલ અલાહાબાદ યુનિવર્સીટીના ઉપકુલપતિએ લખેલ એક ચિઠ્ઠી આજકાલ ઘણી ચર્ચામાં છે. પ્રો. સંગીત શ્રીવાસ્તવએ સ્થાનિક ડીએમને એક પત્ર લખીને ફરિયાદ કરી છે. તેમણે પોતાની ફરિયાદમાં લખ્યું છે કે મસ્જિદમાં થતી અઝાનને કારણે તેમની ઊંઘ બગડે છે. એટલે આ મામલે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે.પ્રોફેસર સંગીત શ્રીવાસ્તવે પ્રયાગરાજના ડીએમને લખેલ ચિઠ્ઠીમાં કહ્યું છે કે રોજ સવારે સાડા પાંચ વાગે મસ્જિદમાં અઝાન થતી હોય છે, તેવામાં લાઉડસ્પીકરના વધારે પડતા અવાજને કારણે તેમની ઊંઘમાં ખલેલ પડે છે.કુલપતિએ ફરિયાદ કરી છે કે અઝાનને કારણે ઊંઘ બગડે છે અને બાદમાં ઊંઘ પણ નથી આવતી. જેના કારણે આખો દિવસ માથામાં દુખાવો થતો રહે છે…

Read More

નવસારી સાંઢકુવા પોલીસ ચોકી સામેથી માસ્ક વગર પસાર થઈ રહેલા શ્રમજીવીને પોલીસે પકડી રૃ.૧ હજારનો દંડ ભરવા અસક્ષમ રૃસ્તમવાડીનાં શ્રમજીવી સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.એક તરફ કોરોના મહામારીમાં રોજીરોટી શ્રમજીવી મુશ્કેલ બન્યું છે તો બીજી તરફ પેટ્રોલ-ડિઝલના ભાવ અને કારમી મોંઘવારી મોં ફાડ વધી રહી છે. ત્યારે કોવિડ-૧૯ના જાહેરનામા હેઠળ માસ્ક વગરનાં વ્યક્તિઓ પાસેથી રૃ.૧ હજારનો આકરો દંડ વસુલવા માટે નવસારી પોલીસ સક્રિય થઇ છે. માસ્ક વગર ફરતા રાહદારીઓ, વાહનચાલકો, દુકાનદારો સામે લાલ આંખ કરી રહી છે. ગઈકાલે નવસારીમાં શાંતાદેવી રોડ, રૃસ્તમવાડી, શિવમંદિર પાસે રહેતા મુળ યુ.પી.નો વતની વિજય કેશવભાઈ સહાની (ઉ.વ.૩૫) કલરકામની મજૂરી કરી ઘરે પરત જઈ રહ્યો હતો.તે…

Read More