રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાદવામાં આવેલા રાત્રી કર્ફ્યુની મુદત ગઈકાલે પૂરી થઈ ગઈ. આજે કોર કમિટીની બેઠકમાં રાત્રી કર્ફ્યુનો નિર્ણય લેવાશે. આ વાતની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કયા વિસ્તારમાં કયા સમય સુધી રાત્રિ ફર્ફ્યુ રાખવો તે નક્કી કરી સાંજ સુધીમાં જાહેરાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વેક્સિન બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે 14.50 લાખ વધુ ડોઝ મોકલ્યા છે. પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઇ અવ્યવસ્થા નથી. અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાત્રિ કર્ફ્યૂની મુદત…
કવિ: Dharmistha Nayka
આમ તો આ વિશ્વમાં અનેક લોકો એવા છે કે જેઓ ચાના વધારે શોખીન છે. ત્યારે ઘણી વાર કેટલાંક લોકો આ શોખ પૂરો કરવા માટે દૂર-દૂર સુધી જાય છે અને તેની સારી એવી રકમ પણ ચૂકવે છે. પરંતુ, જો તમને પૂછવામાં આવે કે શું તમે ક્યારેય એક કપ ચા માટે એક હજાર રૂપિયા ચૂકવ્યાં છે, તો ચોક્કસથી તમારો જવાબ નહીંમાં જ હશે. કારણ કે, તમને મનમાં એમ પ્રશ્ન થતો હશે કે શું આટલી મોંઘી ચા ક્યાંક મળતી હશે? સામાન્ય રીતે એક કપ ચાની કિંમત 5થી 10 રૂપિયા હોય છે. પરંતુ, કોલકાતામાં નાના ટી સ્ટોલ પર લોકોને માત્ર એક કપ ચા માટે એક…
ઈટાલી, જર્મની અને ફ્રાન્સે તત્કાળ અસરથી corona વિરોધી એસ્ટ્રાઝેનેકા રસીનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઈટાલીના મેડિસિન રેગ્યુલેટર્સે રસી લીધા બાદ લોકોમાં અત્યંત જોખમી બ્લડ ક્લોટ થતાં હોવાના રિપોર્ટસને પગલે આ રસી પર અગમચેતીના ભાગરૂપે હંગામી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફ્રાન્સ અને જર્મનીએ પણ અગમચેતીના ભાગરૂપે હાલ પુરતું એસ્ટ્રાઝેનેકા રસી આપવાનું બંધ કરી દીધું છે.એસ્ટ્રાઝેનેકા રસીનો ઉપયોગ અટકાવવાનો નિર્ણય જાહેર કરતાં ઈટાલીના મેડિસિન રેગ્યુલેટર – એઆઇએફએ- દ્વારા જાહેરાત કરવામાં આવી કે, યુરોપના અન્ય દેશોએ લીધેલા નિર્ણયને ધ્યાનમા રાખીને અમે હાલ એસ્ટ્રાઝેનેકાનો ઉપયોગ અટકાવી દીધો છે.ઈટાલીમાં રસી લીધા બાદ કેટલાક લોકોના મૃત્યુની ઘટના બની છે. જે અંગે છેલ્લો કિસ્સો ઉત્તરીય પીડમોન્ટ…
ઓછી રકમમાં બમ્પર ફાયદા વાળા બિઝનેસ શરુ કરી શકો છો. જણાવી દઈએ કે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ભારતીય રેલવેએ MSMEને પોતાનો ભાગીદાર બનવાનો મોકો આપ્યો છે. જો તમે પણ ભાગીદાર બનવા માંગો છો તો તમારી પાસે સારી તક છે. એમાં તમે રેલવે સાથે જોડાઈ સારી કમાણી કરી શકો છો.તમને જણાવી દઈએ કે વાર્ષિક 70,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોડક્ટ ખરીદે છે. એમાં ટેક્નિકલ અને ઇન્જીનિયરિંગ પ્રોડક્ટ સાથે ડેઇલી યુઝમાં આવતા ઘણા પ્રકારના પ્રોડક્ટ સામેલ છે. એવામાં નાનો કારોબાર ચાલુ કરી રેલવેને વેચી શકો છો. જો તમે પણ રેલ્વે સાથે વ્યવસાય કરવા માંગતા છો, તો તમે https://ireps.gov.in અને https://gem.gov.in પર નોંધણી કરાવી…
રાજ્યના વિવિધ શહેરોમાં જીવલેણ વાયરસના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ સુરતમાં કોરોના કેસ વકરી રહ્યો છે. ત્યારે સુરતમાં 37 જેટલા શાળા-કોલેજોમાં બે હજાર જેટલા વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. જેમાં 37 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે…તો માસ્ક નહી પહેરનારા 200થી વધુ લોકો પાસેથી બે લાખ 22 હજારનો દંડ વસુલાયો છે.સુરત સિટીમાં કોરોનાએ ફરી ગંભીર સ્વરૃપ ધારણ કરતા કેસમાં વધારો થઇ રહ્યો છે. સોમવારે નાનપુરાના 86 વર્ષીય વૃદ્ધનાં મોત સાથે સિટીમાં આજે નવા 240 અને ગ્રામ્યમાં 22 મળી કુલ 262 દર્દી નોંધાયા છે. સિટીમાં વધુ 123 અને ગ્રામ્યમાં 23 મળી 146 દર્દીઓને રજા મળી છે.આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ નાનપુરાખાતે રહેતા 86 વર્ષીય વૃધ્ધને કોરોના ચિહ્ન દેખાતા ગત તા.9મીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ…
પેટ્રોલ અને ડીઝલના વિક્રમજનક ભાવ વચ્ચો નાણા પ્રધાન નિર્મલા સિતારમને આજે જણાવ્યું હતું કે હાલમાં ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, જેટ ફ્યુઅલ (એટીએફ) અને કુદરતી ગેસને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં લાવવાનો કોઇ પ્રસ્તાવ નથી. એક જુલાઇ, 2017ના રોજ જીએસટીનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. જો કે તે સમયે ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ(એટીએફ)ને જીએસટીના દાયરામાંથી બાકાત રાખવામાં આવ્યા હતાં.નાણા પ્રધાનના આ નિવેદન પછી એ સ્પષ્ટ થઇ ગયું છે કે પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડયુટી અને રાજ્ય સરકાર વેટ વસૂલ કરવાનું ચાલુ રાખશે. એટલે કે સામાન્ય માનવીને કોઇ રાહત મળે તેવી શક્યતા લાગતી…
ગુજરાતભરમાં ગરમીના પ્રભુત્વમાં વધારો થઇ રહ્યો છે અને આજે રાજ્યના 12 શહેરમાં 37 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 38.7 ડિગ્રી સાથે ડીસામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાંથી વિશેષ કરીને પોરબંદર, દીવમાં હીટ વેવની ચેતાવણી જારી કરેલી છે. અમદાવાદમાં આગામી 3 દિવસ ગરમીનો પારો 39 ડિગ્રીની આસપાસ રહે તેની પણ પૂરી સંભાવના છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આગામી 4-5 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધુ ફેરફાર થાય તેની સંભાવના નહિવત્ છે. પરંતુ ત્યારબાદના બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૩ ડિગ્રીનો વધારો થઇ શકે છે. આગામી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાંથી વિશેષ કરીને પોરબંદર,…
હિંદુ ધર્મમાં શક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રી વિશેષ મહત્વ છે. વર્ષમાં ચાર નવરાત્રી આવે છે પરંતુ તેમાં બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી હોય છે. જે મહા અને અષાઢ મહિનામાં આવે છે. તો બાકીની બે નવરાત્રી એટલે કે ચૈત્રી નવરાત્રી અને શરદીય નવરાત્રીનું સૌથી વધારે મહત્વ હોય છે. નવરાત્રી દરમયાન માં દુર્ગાના 9 રૂપોની આરાધના કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીનું મહત્વ એ માટે પણ વધારે મહત્વ હોય છે કે કારણે હિન્દુ પંચાગ અનુસાર ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસથી હિન્દુ નવ વર્ષ એટલે કે નવ સવંત્સરની શરૂઆત થાય છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રીની શરૂઆત 13 એપ્રિલથી થઈ રહી છે અને સમાપન 22 એપ્રિલના રોજ થશે. 13 એપ્રિલના…
સીએ, સીએસ અને કોસ્ટ એકાઉન્ટિંગ મેનેજમેન્ટની ડિગ્રી હવે પીજી સમકક્ષ ગણાશે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ યુજીસીએ આજે વિધિવત પરિપત્ર કરીને UGCયુજીસી-નેટ આપવા માંગતા કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે મોટી રાહત આપતા સીએ,સીએસ અને કોસ્ટ એકાઉન્ટિંગની ડિગ્રી પીજી સમકક્ષ ડિગ્રી હોવાનું જાહેર કર્યુ છે. ધો.૧૨ કોમર્સ પછી અથવા બી.કોમ પછી સીએ (ચાર્ટડ એકાઉન્ટન્ટસ), સીએસ (કંપની સેક્રેટરી) અને કોસ્ટ એકાઉન્ટિંગ મેનેજમેન્ટ (આઈસીડબલ્યુએ) સહિતના જે મહત્વના ત્રણ પ્રોફેશનલ અભ્યાસક્રમો ગણાય છે તે અભ્યાસક્રમોમાં ર્દર વર્ષે ધો.૧૨ પછી અથવા બી.કોમ બાદ લાખો વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે અને ઘણી મહેનત બાદ ક્વોલિફાઈડ થઈને ડિગ્રી મેળવતા હોય છે. મોટા ભાગે ધો.૧૨ પછી વિદ્યાર્થીઓ આ ત્રણમાંથી કોઈ પણ…
અમદાવાદના સોલા હેબતપુરમાં વૃદ્ધ દંપતીની હત્યાના કેસમાં પકડાયેલ હત્યારાઓની પૂછપરછમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, આરોપી નવરંગપુરામાં એક વૃદ્ધ દંપતીના ઘરે લૂંટ કરવા ગયા હતાં પરંતુ તેઓ સફળ ન થતા તેમને હેબતપુરમાં લૂંટનો પ્લાન કર્યો હતો. આ સાથે જ વૃદ્ધ દંપતીની હત્યા કર્યા બાદ હત્યારાએ તેમના મૃતદેહ અને છરા સાથે સેલ્ફી પણ પડાવી હતી જેથી પકડાયેલા આરોપીની વિકૃત માનસિકતા જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યારે અન્ય એક આરોપીને પકડવા માટે સોલા પોલીસ ટીમ મધ્યપ્રદેશ પહોંચી છે. હેબતપુર વૃદ્ધ દંપતી હત્યા કેસમાં ઝડપાયેલા પાંચેય આરોપી 10 દિવસના રિમાન્ડ પર છે. ત્યારે પોલીસે આરોપી સાથે કરેલી પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે,…