કોવિશિલ્ડ અને કોવિક્સિન બાદ હવે રશિયન રસી સ્પુતનિક-વીનું ય ગુજરાતમાં આગમન થયુ છે. સ્પુતનિક-વી ખુબ જ અસરકારક રસી ગણાય છે. અમદાવાદ અને સુરતની ખાનગી હોસ્પિટલોને સ્પુતનિક-વીના રસીના ડોઝનો જથ્થો અપાયો છે. આ ડોઝ હોસ્પિટલોમાં 1,145 રૂપિયામાં મળી રહેશે. 21 દિવસ બાદ જ આ રસીનો બીજો ડોઝ લઈ શકાતો હોવાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પ્રથમ દિવસમાં અમદાવાદ અને સુરતમાં કુલ મળીને 225 જણાંએ રશિયન રસી લીધી હતી. ગુજરાતમાં કોરોનાને નાબૂદ કરવાના લક્ષ્યાંક સાથે આરોગ્ય વિભાગે રસીકરણને વેગવંતુ બનાવવા અભિયાન શરૂ કર્યુ છે જેના ભાગરૂપે ખાનગી કંપનીઓ અને ઉદ્યોગોને ય વધુ લોકો રસી લે માટે જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાએ…
કવિ: Dharmistha Nayka
સ્ટેનફોર્ડ(Standford)ના વૈજ્ઞાનીકોએ દાવો કર્યો છે કે, તેઓ સુપરહીરો વેક્સીન બનાવી રહ્યા છે. ઓલમ્પિક એથ્લિટ્સના DNAના ઉપયોગથી આ વેક્સીન તમને એકદમ સુપરહીરો જેવી ઇમ્યુનીટી આપશે. આ અંગે વેક્સીન પર કામ કરી રહેલા પ્રોફેસર યુઆન એશ્લેએ દાવો કર્યો છે કે, એક વખત આ વેક્સીન લગાવ્યા બાદ માણસને મોતના ટોપ 3 કારણોથી સુરક્ષા મળતી રહેશે. સુપર હીરો વેક્સીન માનવને હૃદયની બીમારી, સ્ટ્રોક અને અલ્ઝાઈમરથી તો બચાવશે જ, સાથે લીવરની બીમારીઓ પર પણ આ વેક્સીન કારગર હશે. એટલે કે તમે જ્યાં સુધી જીવિત રહેશો, ત્યાં સુધી તમને કોઈ બીમારી નહીં થાય, જેથી તમારા શરીરને લાંબા સમય સુધી કોઈ બીમારી સામે નહીં લડવું પડે. એટલું…
રાજકોટ શહેર એરપોર્ટ પોલીસ દ્વારા બેટી નદીના પુલ પરથી બે જેટલા વ્યક્તિઓને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ.હડીયાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું તથા મારો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલા બેટી નદીના પુલ પરથી હરિયાણા પાસિંગનીનો એક ટ્રક દારૂના જથ્થા સાથે પસાર થવાનો છે. તે બાતમીના આધારે હું અને મારી ટીમ અગાઉથી જ વોચમાં ગોઠવાયેલી હતી જે દરમિયાન હરિયાણા પાર્સિંગનો ટ્રક ત્યાંથી પસાર થતા તેને રોકવામાં આવ્યો હતો.ત્યારબાદ ટ્રકમાં તપાસતા મકાઇના ભૂટ્ટાની આડમાં રોયલ ચેલેન્જ તેમજ નાઈટ બ્લુ નામની બ્રાન્ડની દારૂની…
અમદાવાદ શહેરના મણિનગરમાં રહેતી 31 વર્ષીય યુવતી હાલ તેના માતાપિતા સાથે રહે છે. અગાઉ જ્યારે સહજાનંદ કૉલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે એક યુવક સાથે તેની મિત્રતા થઈ હતી. બાદમાં આ યુવતી અને યુવકના અલગ અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા હતા. યુવતીને તેના પતિ સાથે મનમેળ ન રહેતા વર્ષ 2014માં છૂટાછેડા લીધા હતા. જ્યારે યુવક મિત્ર પત્ની સાથે કેનેડા પીઆર પર જતો રહ્યો હતો. ત્યાં જતા યુવકને તેની પત્ની સાથે બનતું ન હતું. જેથી આ યુવક ઇન્ડિયા આવ્યો ત્યારે યુવતીના ભાઈએ તેને સમજાવ્યો હતો. આ દરમિયાન યુવક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં યુવકના છૂટાછેડા ન થયા હોવાથી યુવતીએ યુવક…
એક માણસ આવી વાસ્તવિકતાનું જીવન જીવી રહ્યો છે. તે 41 વર્ષોથી જંગલોમાં જીવે છે. તેને એ પણ ખબર નહોતી કે દુનિયામાં સ્ત્રીઓ છે. તેને ‘અસલ ટારઝન’ કહેવામાં આવે છે.હો વેન લેંગ તેના પિતા અને ભાઈ સાથે વિયેતનામના જંગલોમાં 41 વર્ષથી રહે છે. આ દરમિયાન તેને બહારની દુનિયા વિશે કોઈ ખબર નહોતી. હો વેનના પિતા 1972 ના વિયેટનામ યુદ્ધ દરમિયાન તેની સાથે જંગલમાં ભાગી ગયા હતા. અમેરિકાના હુમલામાં તેની માતા અને બે ભાઈ-બહેન માર્યા ગયા હતા. હો તેના પિતા અને ભાઈ સાથે જંગલમાં રહેતો હતો. ત્રણેય જંગલમાં સંપૂર્ણ નિર્ભર હતા તેઓ મધ, ફળો અને વન્ય પ્રાણીઓનું માંસ ખાતા હતા. આ પરિવારો…
સુરતમાં સતત મહિલા અત્યાચારની સતત ઘટના સામે આવી રહી છે. જોકે મહિલા સાથે શારીરિક છેડછડ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં જે રીતે વધારો થઇ રહ્યો છે તેને લઈને પોલીસ પણ સતત દોડતી રહે છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ છાપરાભાઠા વિસ્તારમાં રહેતી ચાર સંતાનની 24 વર્ષીય પરિણીતાને ગત તા 23મીના રોજ રાત્રે સાડા બારેક વાગ્યે રાકેશ રાજપુત (ઉ.વ.૨૩)એ ઘરની બહાર બોલાવી તેનો હાથ પકડી ચુંબન કરી છેડતી કરી હતી.આ અંગે છ દિવસ પછી ગઈકાલે રાકેશ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે રાકેશ સામે છેડતીનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં અને રાકેશની પુછપરછમાં ચોકાવનારી વિગત બહાર…
ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ચાલી રહેલા રામ મંદિરના નિર્માણ પર સૌ કોઈની નજર અટકી છે. તાજેતરમાં જમીન ખરીદી સાથે સંકળાયેલા વિવાદના કારણે રામ મંદિર ટ્રસ્ટ સામે અનેક સવાલો ઉભા થયા હતા. આ તમામ આરોપો વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સક્રિય બન્યું છે અને એવું માનવામાં આવે છે કે, ટૂંક સમયમાં જ મંદિર નિર્માણ દેખભાળની જવાબદારી બદલાઈ શકે છે.સૂત્રો દ્વારા મળતા અહેવાલો પ્રમાણે પૂર્વમાં આરએસએસના સહકાર્યવાહ રહી ચુકેલા ભૈયાજી જોશીને હવે મંદિર નિર્માણ પ્રોજેક્ટની દેખરેખની જવાબદારી સોંપાઈ શકે છે. એટલું જ નહીં, આરએસએસના વર્તમાન સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલે પણ ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ સુધી યુપીમાં જ પ્રવાસ કરશે જેથી વિધાનસભા…
વર્ષ 2020 માં ઓલિમ્પિયન એલેક્સ પુલિનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જે બાદ તેની ગર્લફ્રેન્ડે એલેક્સના મૃત્યુ ના 24 કલાક પછી વીર્ય એકત્રિત કર્યું હતું અને હવે તે એલેક્સના બાળકની માતા બનવા જઈ રહી છે.બે વખત વર્લ્ડ સ્નોબોર્ડ ચેમ્પિયનશીપ જીતનાર વિન્ટર ઓલિમ્પિયન એલેક્સ પુલિનનું જુલાઈ 2020 માં ઓસ્ટ્રેલિયામાં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે એલિડે વ્લુગ સાથે 8 વર્ષથી સંબંધમાં હતો. એલેક્સના મૃત્યુ પછી એલીડે ના કહેવા પર ડોકટરોએ તેના શરીરમાંથી તંદુરસ્ત સ્પર્મ નિકાળવામાં સફળતા મેળવી છે. એલિડેએ ઇન્સ્ટાગ્રામ પર તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ કરતા એક પોસ્ટ કરી. તેણે લખ્યું કે અમારું બાળક ઓક્ટોબરમાં આવી રહ્યું છે. હું અને એલેક્સ છેલ્લા કેટલાક સમયથી…
ડાંગ જિલ્લો અને ડુંગરાળ પ્રદેશ વાંસદા તાલુકમાં આદિવાસીઓએ ”તેરા”ની ઉજવણી ઉત્સાહ ઉમંગ પૂર્વક કરી હતી. વઘઈ નજીક નાની વધઈ( કિલાદ) ગામે વાંસદા સ્ટેટ નાં રાજા વિરેન્દ્રસિંહ લાલજી મહારાજ સહિતાઓની હાજરીમાં તેરાની ઉજવણી કરી ખેડૂતોએ નવી રોપણીનો પ્રારંભ કર્યો હતો.ડાંગ જિલ્લામાં અને ડુંગરાળ પ્રદેશ વાંસદા તાલુકામાં ‘તેરા’નો તહેવાર આસ્થાપૂર્વક પૂજા અર્ચના કરી ઉજવવામાં આવે છે. અખાત્રીજ પછી આવતો તેરાનો તહેવાર આદિવાસી માટે ખુબ મહત્વ ઘરાવે છે. અખાત્રીજનો તહેવાર એટલે આદિવાસીઓ દ્વારા ઉગાડવામાં આવેલુ ધાન્ય ઘરૃ છે કે પાતળું તેના પરથી ખેતી માટે તેઓનું વર્ષ કેવુ હશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. આ તહેવાર ખેતી માટે અખાત્રી પણ કહેવાય છે. અખાત્રી એટલે…
હિંદુ પંચાંગ અનુસાર, રક્ષા બંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા તિથીએ મનાવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈને હાથમાં રાખડી બાંધતી હોય છે. વર્ષ 2021માં રક્ષા બંધનનું પર્વ 22 ઓગસ્ટ રવિવારના દિવસે આવે છે. હિંદુ પંચાંગ અનુસાર રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાના પૂનમે આવે છે. પૂર્ણિમા તિથી 21 ઓગસ્ટ 2021ની સાંજે 03.45 મીનિટથી શરૂ થશે, જે બીજા દિવસે 22 ઓગસ્ટ સાંજે 5.58 મીનિટ પર ખતમ થશે. ઉદયા તિથી અનુસાર રક્ષાબંધન 22 ઓગસ્ટ રવિવારે આવે છે. શુભ મુહૂર્ત શ્રાવણ પૂર્ણિમા તિથી પ્રારંભ- 21 ઓગસ્ટ 2021ની સાંજે 03.45 મીનિટે શ્રાવણ પૂર્ણિમા તિથી સમાપ્ત- 22 ઓગસ્ટ 2021 સવારે 05.50 મીનિટે રક્ષાબંધન શુભ…