વર્ષ 2020ના ઓગષ્ટમાં SURAT જહાંગીરપુરાના ગ્રીન એરિસ્ટો પ્લાઝામાં પીસીબીએ દરોડો પાડીને ફોરેક્ષના નામે લોકો પાસે રોકાણ કરાવી ગેરકાયદે ચલાવાતા કોલસેન્ટર પર દરોડો પાડીને 19 લોકોને ઝડપી પાડયા હતા. જેમાં મૂળ વેરાવળનો અને હાલ માેરાભાગળના વૈષ્ણવદેવી સ્કાયમાં રહેતો 29 વર્ષીય મુખ્ય સુત્રધાર વિકાસ ઉર્ફે વિક્કી પ્રકાશ મહેતા અને તેની બહેન નેહા ભાગી છૂટ્યા હતા. આ કેસમાં સુરત સહિત રાજકોટમાં પણ આરોપી સામે ગુનો નોંધાયો હતો. જેમાં અઠવાડિયા પહેલાં રાજકોટ પોલીસે આરોપી વિકાસને ઝડપી પાડ્યો હતો.રાજકોટથી પીસીબીએ આરોપી વિકાસ ઉર્ફે વિક્કી મહેતાને સુરત લાવી તેનો કબજો જહાંગીરપુરા પોલીસને સોંપ્યો હતો. પીસીબીએ રાજકોટ પોલીસથી કબજો લઇને આરોપી વિકાસ ઉર્ફે વિક્કીને સુરત લઇ આવી…
કવિ: Dharmistha Nayka
‘અમે માનતા ઉતારવા આવ્યા છીએ’ કોરોનાની ગાઈડલાઈનમાં છુટછાટ મળતા મંદિરો અને ધર્મ સ્થાનકો ખુલતાની સાથે આજે ચોટીલા પહોંચેલા અનેક લોકોએ યુનિ.ના મનોવિજ્ઞાન ભવનના તજજ્ઞને કોરોનાથી મુકત થયા હોવાથી માનતા ઉતારવા આવ્યા હોવાનું કહી માતાજીની રક્ષા હોય તો રસીકરણ સહિત અન્ય કોઈ બાબતની જરૃર નથી તેમ જણાવ્યુ હતું.સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનની ટીમ આજે લોકોમાં રહેલી કોરોના વિશેની માનશિકતા ચકાસવા માટે ચોટીલા પહોંચી હતી. અહીં માનતા ઉતારવા આવેલા શ્રદ્ધાળુ, ભાવિકોનાં અભિપ્રાય લીધા હતા. જેમાં ૫૪ ટકા લોકોએ જણાવ્યુ હતું કે અમોએ પરિવારના સભ્યોને કોરોના ન થાય તે માટે માનતા લીધી હતી. જે પરીપૂર્ણ થતાં અમો માનતા ઉતારવા માટે આવ્યા છીએ. વેકસીનેશન કરાવ્યું…
RAJKOT છાણી જકાતનાકા વિસ્તારની મેઘધનુષ સોસાયટીમાં રહેતા ધાર્મીબેન શૈલેષભાઇ ભૂતે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન તા.૧-૧૨-૨૦૨૦ના રોજ શૈલેષ કાંતિભાઇ ભૂત સાથે થયા હતા. મારા પતિ રોજ રાતે પુષ્કળ દારૃ પીને આવતા હતા અને મારી સાથે નાની નાની બાબતોમાં તકરાર કરી મારઝૂડ કરતા હતા. આવુ લગભગ અઠવાડિયા સુધી ચાલ્યુ હતું. આ અંગે મેં ઘરના વડીલોને જાણ કરતા તેઓ મને મહેણાં ટોણાં મારતા હતા કે, તારા પિતાના ઘરેથી કશુ લાવી નથી. અમારા પુત્રને ધંધા માટે પચાસ લાખની જરૃરિયાત છે. તારા પિતા વ્યવસ્થા કરવાનું કહીને ફરી ગયા છે. અમારે તને ઘરમાં રાખવી નથી. તારે અમારા ઘરમાં રહેવુ હોય…
રાજકીય કોરિડોરમાં હાલ રણનીતિકાર પ્રશાંત કિશોર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવાર વચ્ચેની બેઠક ચર્ચાનો વિષય બનેલી છે. આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI) ચીફ રામદાસ આઠવલેએ તે મીટિંગનો ઉલ્લેખ કરીને પોતાના ખાસ અંદાજમાં વિપક્ષ પર નિશાન સાધ્યું છે.આઠવલેના કહેવા પ્રમાણે શરદ પવાર અને પ્રશાંત કિશોરની બેઠકથી વિપક્ષની કોઈ મોટી ફોર્મ્યુલા નહીં નીકળે. તેનું કારણ એ છે કે તમામ વિપક્ષી નેતાઓ એક સાથે નહીં આવી શકે. વધુમાં કહ્યું કે, ‘2019ની સામાન્ય ચૂંટણી વખતે પ્રશાંત કિશોરના સમર્થન વગર ભાજપ 303 બેઠકો જીત્યું હતું. વિપક્ષી દળ સદન (સંસદ)માં એનડીએનું સમર્થન કરે છે. 2024ની સામાન્ય ચૂંટણીમાં…
માંઝગાવ ડોક શિપ બિલ્ડર્સસ લિમિટેડ નોનકાર્યકારી પદ માટે 1388 ખાલી જગ્યાઓ પર ભરતી હેતુ ઓનલાઈન આવેદન મંગાવ્યું છે. આ પદ માટે ઓનલાઈન અરજી વિન્ડો 11 જૂન 2021થી ચાલુ થઈ ગઈ છે. તો આવેદન કરવાની છેલ્લી તારીખ 4 જુલાઈ 2021 છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે. પદની યોગ્યતા, માનદંડ અને પદ માટે આવેદન કરવા માટે જરૂરી માર્ગદર્શન માટે જરૂરથી વાંચો એમડીએલ ભર્તી 2021 અંતર્ગ ત વિભિન્ન ટ્રેડ માટે કુલ 1388 જગ્યાઓ ખાલી છે. જેમાં રેફ્રિજરેટર મિકેનિક, કંપ્રેસર એટેન્ડટ, ચિપર ગ્રાઈન્ડર, કમ્પોઝીટ વેલ્ડર, જૂનિયર ડ્રાફ્ટમેન, ફિટર, સ્ટોર કીપર, અને અન્ય પદ માટેની નોકરીઓ સામેલ છે. ઉમેદવારો જેમણે 10…
પેકિંગમાં માલ ખેડૂતોનો જ હોય છે માત્ર પેકિંગ જ નિગમનું હોય છે. આ સ્થિતિમાં ખેડૂતોને ખાનગી સંસ્થાઓ પાસેથી બિયારણ ખરીદવા મજબુર બનવું પડે છે. ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને પ્રમાણિત બિયારણ માટે પણ રઝળપાટ કરવી પડે છે. ગુજરાતમાં બીજ નિગમ કાર્યરત છે પરંતુ તે પણ ખેડૂતોને પ્રમાણિત બિયારણ પુરૃ પાડવામાં નિષ્ફળ નિવડયું છે. થોડા વર્ષોથી તો બીજ નિગમ દ્વારા વેંચાણ વ્યવસ્થા બંધ કરી ખાનગી સંસ્થાઓને સોંપી છે. તે માત્ર બીજ નિગમના લેબલવાળા પેકિંગનું વેંચાણ કરે છે. મગફળીની વાવણી પૂર્વે ખેડૂતોને બે-ત્રણ ગણા ભાવે બિયારણ ખરીદવા મજબુર બનવું પડે છે. સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરવામાં આવે છે. પરંતુ ખેડૂતોને…
દક્ષિણ અમેરિકાના ગુયાનામાં સામૂહિક આત્મહત્યાની ઘટનાએ દુનિયાને ચોંકાવી દીધી. આ ઘટના ઇતિહાસમાં નોંધાઈ છે અને તે બધાને ખરાબ રીતે હચમચાવી દીધા હતા. આ ઘટના પાછળ જીમ જોન્સ નામના ધાર્મિક નેતાનો હાથ હતો, જે પોતાને ભગવાનનો અવતાર કહેતો હતો.જિમ જોન્સે વર્ષ 1956 માં જરૂરિયાત મંદોની મદદ કરવાના નામે ‘પીપલ્સ ટેમ્પલ’ નામે એક ચર્ચ બનાવ્યુ, જેના દ્વારા ધાર્મિક માન્યતાઓ અને અંધશ્રદ્ધાના આધારે તેણે હજારો લોકોને તેના અનુયાયીઓ બનાવ્યા. જિમ જોન્સ સામ્યવાદી વિચારધારાના હતા અને તેમના મંતવ્યો યુ.એસ. સરકાર કરતા અલગ હતા. તેથી તે તેના અનુયાયીઓ સાથે શહેરથી દૂર ગુયાનાના જંગલોમાં ગયો અને ત્યાં તેણે એક નાનું ગામ પણ સ્થાયી કર્યું હતું. પરંતુ…
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ શનિવારે એક વીડિયો કોન્ફરન દ્વારા જીએસટી કાઉન્સિલની 44મી બેઠકમાં અધ્યક્ષત રહ્યા હતા તેમણે આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય અંગે વાત કરી અને કહ્યું કે, જીએસટીમાં કોઈ પણ બદલાવ કરવામાં આવ્યો નથી. મહત્વનું છે કે, દેશમાં બનેલી વેક્સિન પર 5 ટકા જીએસટી ટેક્સ લગાવામાં આવ્યો છે. નાણાં મંત્રી કહ્યું કે, બ્લેક ફંગસના ઉપચારમાં ઉપયોગમાં લેવામાં આવતી એન્ટિફંગલ ડ્રગ પર કોઈ જીએસટી લાગશે નહીં. આ સિવાય જીએસટી કાઉન્સિલે રિમડેસિવીર ડ્રગ પરના જીએસટીને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. Tocilizumab કોઈ કરને આકર્ષિત કરશે નહીં.સીતારમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર 75 ટકા રસી ખરીદી રહી…
2 વર્ષની અબીગેલ હજુ પણ નવજાતની સાઈઝના કપડાં પહેરે છે. અબીગેલનું વજન માત્ર 3.18 કિલો છે. ડૉક્ટર્સનું કહેવું છે કે, તે ખાસ પ્રકારના ઠીંગણાપણાંથી પીડિત છે. તેનાં કારણે તેની લંબાઈ 24 ઈંચથી વધારે વધતી જ નથી. અબીગેલની માતા એમિલી કહે છે કે, તે એક દિવસમાં 2 ગ્રામ જેટલી વધે છે. તેના રમકડાં પણ તેની લંબાઈ કરતાં લાંબા છે. ડૉક્ટર્સનું કહેવું છે કે, અબીગેલને માઈક્રોસિફેલિક ઓસ્ટિયોડેસપ્લાસ્ટિક પ્રાઈમોર્ડિયલ ડ્વારફિઝ્મ ટાઈપ-2 નામની બીમારી છે.અમેરિકાના લૂસિયાનામાં રહેનારી એમિલી કહે છે કે, અબીગેલની વૃદ્ધિ થવાનો દર ધીમો છે તે વાત તે ગર્ભમાં હતી ત્યારે માલુમ થઈ. તેને આવી કોઈ બીમારી હશે તેવું એ સમયે જાણી…
પેંસકોલા ફ્લોરિડામાં મેકગ્યુઅર પબની છત પર લાખોની કિંમતની નોટ લટકે છે. તેને જોઈને તમારા મનમાં ચોરી કરવાનો વિચાર ચોક્કસપણે આવશે. જો કે, એ વાત જુદીછે કે ચોરી કર્યા બાદ પણ તમે આ રૂપિયા ખર્ચ કરી શકશો નહીં અને હા, આ નોટ એકદમ અસલી છે. મેકગ્યુઅરનો આ આઈરિશ પબ ફ્લોરિડામાં છે. તેની ગણતરી પેંસકોલાની કેટલીક ફેમશ રેસ્ટોરાંમાં થાય છે. તેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. તેનું કારણ અહીંની સર્વિસની સાથે અહીં લટકતી લગભગ 20 લાખ (2 મિલિયન ડોલર)ની અસલી નોટ પણ છે. અનોખી સજાવટના કારણે રેસ્ટોરાંની ચર્ચા ફ્લોરિડા અને તેની બહાર પણ થઈ રહી છે. આ પબ 15000 ચોરસ ફૂટ…