અમદાવાદમાં કોરાનાના કેસ ઘટતા શહેરમાં BRTS અને AMTS બસ સેવાના વ્યાપમાં વધારો કરવામાં આવ્યો. પહેલા જે 50 ટકા બસો દોડતી હતી તેમા વધારો કરાયો છે. શહેરમાં એએમટીએસની 600 માંથી 575 બસ દોડશે. તો બીઆરટીએસની 350 બસ દોડશે. હાલ અમદાવાદમાં એએમટીએસની 300 અને બીઆરટીએસની 125 બસો દોડે છે.અમદાવાદ શહેરમાં સતત પોણા ત્રણ મહિના જેટલો સમય બંધ રહ્યાં બાદ AMTS-BRTS બસ ધમધમતી થઈ ગઇ છે. 50 ટકાની ક્ષમતા તેમજ 50 ટકા બસ રોડ પર દોડતી કરવામાં આવી હતી જે ક્ષમતા હવે વધારી દેવામાં આવી છે. કોરોનાની બીજી લહેરનો પ્રકોપ વધતા માર્ચ માસમાં તંત્ર દ્વારા બસ સેવાને બંધ કરવામાં આવી હતી.જો કે બસ સેવા…
કવિ: Dharmistha Nayka
આંતરરાષ્ટ્રીય બજારમાં આવી પ્રાચીન ચીજોની ખૂબ માંગ હોય છે અને જે તેમને આપે છે ઘણા પૈસા. આવી સ્થિતિમાં, જો તમને જૂના સિક્કા અથવા નોટો એકત્રિત કરવાનો શોખ છે, તો પછી તમે કરોડપતિ બની શકો છો. જો તમે 2 રૂપિયાના સિક્કાના માલિક છો તો તમે 5 લાખ રૂપિયા ઓનલાઇન કમાવી શકો છો. એકમાત્ર શરત એ છે કે સિક્કો ફક્ત 1994, 1995, 1997 અથવા 2000 શ્રેણીનો હોવો જોઈએ. જો તમારી પાસે આ સિક્કો છે તો તમે 5 લાખ રૂપિયા કમાવી શકો છો. જો તમે આમાંથી એક દુર્લભ સિક્કાના માલિક છો અને તેને ક્વિકર પર વેચવા માંગો છો, તો પહેલા તમારે આ સાઇટ…
કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં કેસ અને મૃત્યુઆંકમાં ઘણો વધારો થયો હતો. દેશમાં ઠેર-ઠેર કોરોના મહામારીના પ્રકોપ ઘટાડવા માટે પૂજા વિધિ કરવામા આવી હતી. આ દરમિયાન યુપીના પ્રતાપગઢના એક ગામમાં તો ગામવાસીઓએ કોરોનાનું જ મંદિર બનાવી પૂજા વિધિ શરૂ કરી દીધી છે.અહીં ગામવાસીઓએ ‘કોરોના માતા’નું મંદિર બનાવ્યું છે. આ મંદિરમાં લખ્યું છે કે,‘માસ્ક પહેરો, હાથ ધુઓ અને દૂરથી જ દર્શન કરો…’ ગામવાસીઓના મતે ‘કોરોના માતા’ના મંદિરે પૂજા કરવાને કારણે તેઓ આ મહામારીથી બચી જશે. નવાઈની વાત તો એ છે કે, માત્ર ગામવાસીઓ જ નહિં પરંતુ આસપાસના ગામ સહિત દૂરના વિસ્તારમાંથી પણ લોકો કોરોના માતાના મંદિરે દર્શન માટે આવી રહ્યાં છે.ગામમાં…
ધાર નિવાસી લકવા પીડિતા કલાબાઈ નામની મહિલાને એક મહિના પહેલાં તાવ આવ્યો હતો, ત્યારે પરિવારના લોકો ઈન્દોરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં દર્દીને માથામાં દુખાવો અને નબળાઈની ફરિયાદ હતી, તો બ્રેનનું સીટી સ્કેન કરાવવામાં આવ્યું, પરંતુ કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવવાને કારણે ઓપરેશન ટાળવું પડ્યું અને પરિવારના લોકો કલાબાઈને પાછા ધાર લઈ આવ્યાં. અહીં ફરી કલાબાઈનો RT-PCR કરવામાં આવ્યો. આ વખતે કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ મુશ્કેલી વધી તો પરિવારના લોકો ન્યૂરોસર્જન ડૉ. દીપક કુલકર્ણીની પાસે પહોંચી ગયા. ડૉ. કુલકર્ણીએ જણાવ્યું કે કલાબાઈ જ્યારે આઈસોલેશનમાં હતી તો નબળાઈ વધી ગઈ. બોલવામાં અને ચાલવા-ફરવામાં મુશ્કેલી આવી. એક મહિના પહેલાં થયેલા સીટી…
અમદાવાદના ઈસનપુરમાં પરિવાર સાથે રહેતી 45 વર્ષિય મહિલા સવારે ઉઠીને ભગવાનની પુજા કરતી હતી. પૂજા કરતી વેળાએ તેણે આરતી ઉતારતા ઘંટડી વગાડી હતી. ત્યારે તેનો પતિ અચાનક આવેશમાં આવી ગયો હતો અને પત્નીને ઘંટડી નહીં વગાડવા જણાવ્યું હતું. આ દરમિયાન પારિવારિક ઝગડાનો મુદ્દે ઉછળ્યો હતો. સતત બે દિવસથી થઈ રહેલા ઝગડાને કારણે પરિવારનો માહોલ બદલાઈ ગયો હતો. ફરિયાદી મહિલા રસોઈ બનાવવાનું કામ કરે છે. તેને સંતાનોમાં 25 વર્ષનો દિકરો અને 24 વર્ષની દિકરી છે. 10 જૂનના રોજ સવારે સાત વાગ્યાની આસપાસ ઘરમાં પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં પતિએ પત્નીને બેફામ માર માર્યો હતો. માર મારતા પતિએ કહ્યું…
દુનિયામાં એવા કેટલાય દેશો છે જ્યાં ક્યારેય રાત થતી નથી. એવા દેશો પણ છે જ્યાં દરેક સમયે સૂરજ પોતાના કિરણો પ્રસારેલા રાખે છે. તમે વિચારતા હશો કે જો એવું થાય તો લોકોને સૂવા, ઉઠવાનું, ખાવા પીવા તેમજ કામ કરવાનું ટાઈમટેબલ જ બગડી જતું હસે. પરંતુ આ વાત સંપૂર્ણ સત્ય છે. દુનિિયામાં કેટલીક જગ્યાઓ પર રાત થતી નથી. આજે તમે એવા દેશો બાબતે બતાવીશું.કેનેડામાં વર્ષમાં મોટેભાગે બરફ જામેલો રહે છે. અહીં ગરમીના દિવસોમાં રાત નથી થતી. કારણ કે અહીં પર ગરમીઓમાં સતત સૂરજ ચમકતો રહે છે.નોર્વે દુનિયાના સુંદર દેશોમાંનો એક ગણાય છે. નોર્વેને લેન્ડ ઓફ ધ મિડનાઈટ સન તરીકે પણ ઓળખવામાં…
AHMEDABAD માં બી.યુ. (બિલ્ડીંગ યુઝ) પરમિશન વગર ચાલતી ૪૪ હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે સ્ટે ફરમાવ્યો છે. કોર્ટે નોંધ્યું છે કે કોરોના મહામારી સમયે હોસ્પિટલોને સીલ કરવી હિતાવહ નથી. રાજ્ય સરકાર અને હોસ્પિટલોને આ મુદ્દે કોઇ ઉકેલ લાવવાનું સૂચન આપ્યું છે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી આગામી સુનાવણી આઠ અઠવાડિયા બાદ નિયત કરી છે. આ સમય દરમિયાન હોસ્પિટલો સામે કોઇ પ્રતિરોધી પગલાં ન લેવાનો વચગાળાનો આદેશ કરવામાં આવ્યો છે.અરજદાર હોસ્પિટલો દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે આ હોસ્પિટલોમાં અત્યારે ઘણાં દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે અને તેમને બીજે ખસેડવાની કામગીરી શક્ય નથી.…
IDFC એફઆઈઆરએસટી બેંકે કોરોનાથી પોતાનો જીવ ગુમાવનારા કર્મચારીઓના પરિવારોને મદદ કરવા અને ઓછી આવકવાળા ગ્રાહકોને ટેકો આપવાના હેતુથી એક અનોખી પહેલ કરી છે. આ અંતર્ગત બેંકે ‘ઘર ઘર રરાશન’ કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં કર્મચારીઓ અને જરૂરિયાતમંદ ગ્રાહકોના પરિવારજનોને મફત રાશનનું વિતરણ કરવામાં આવશે. આ માટે, હાલના કર્મચારીઓએ કોવિડ ગ્રાહક સંભાળ ભંડોળ દ્વારા ફાળો આપ્યો છે. આઈડીએફસી ફર્સ્ટ બેંકના એમડી અને સીઈઓ વી વૈદ્યનાથને કહ્યું, “અમે આ સંકટને જોતા પણ બધી સમસ્યાઓ હલ કરી શકતા નથી, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે અમારા ગ્રાહકો કર્મચારીઓને જે હદ સુધી પહોંચી શકીએ તેટલી મદદ કરીએ જેનાથી તેમની મુશ્કેલી ઓછી થઇ શકે છે. તેથી જ…
સમગ્ર રાજ્યમાં ચોમાસાનું સાત દિવસ વહેલુ આગમન થયું.પરંતુ સૌરાષ્ટ્રમાં હજુ ચોમાસાનો પ્રારંભ થયો નથી.જેથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી. રાજકોટ સહિત ત્રણ જિલ્લામાં નવ ડેમમાંથી પાક બચાવવા પાણી છોડવામાં આવ્યુ છે.સિંચાઈ વિભાગે રાજકોટ, મોરબી અને સુરેન્દ્નનગરના જળાશયોમાંથી પાણી છોડયુ છે.ભાદર- અને આજી-2, આજી-3 મચ્છુ-1,ન્યારી-2 ડેમ, ફોફળ ડેમ,ફુલકુ ડેમ અને ડેમી-1 ડેમાંથી પાણી છોડવામાં આવ્યુ છે.ભાદર-1 ડેમમાંથી આશરે તેત્રીસો હેક્ટર જમીનમાં સિચાઈ માટે પાણી છોડવામાં આવ્યું.
કોરોના વાયરસ મહામારી દરમ્યાન રાજકારણીઓ અને મંત્રીઓ અવારનવાર પોતાની ઓછી બુદ્ધિનું પ્રદર્શન કરતા રહે છે. કોઈ ગૌમૂત્રથી કોરોના ભગાડવાની વાત કરે છે તો કોઈ બીજા ચિત્રવિચિત્ર ટોટકા ગણાવે છે. કોરોનાને લઈને વાહિયાત નિવેદનો કરવાના લિસ્ટમાં હવે રાજસ્થાનના એક મંત્રીનું નામ પણ સામેલ થઇ ગયું છે. રાજસ્થાન સરકારના ઉર્જા અને જળ મંત્રી બીડી કલ્લાએ કોરોનાથી બચવા માટે વેક્સિનેશનને જ્ઞાન આપ્યું છે.રાજસ્થાનના ઉર્જા અને જલ મંત્રી બીડી કલ્લા વેક્સિનેશનને લઈને નવું નિવેદન આપતા ‘જ્ઞાન’ આપ્યું છે.મંત્રી બીડી કલ્લાએ કહ્યું છે કે તમને ખબર છે વેક્સિન કોને આપવામાં આવે છે. આજ સુધી આપણા દેશમાં વેક્સિન તો માત્ર બાળકોને જ આપવામાં આવતી રહી છે.…