સુરતના અલઠાણ વિસ્તારમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાથરૂમમાંથી બેભાન હાલમતાં મળી આવ્યો. જો કે તેનું મૃત્યુ થઇ ગયું. ટ્રાન્સપોર્ટરના વેપારી પુત્રના શંકાસ્પદ મોત બાદ પરિવાર શોકમાં ગરકાવ થયો છે. શુક્રવાર રાત્રે ઘરના બાથરૂમમાંથી બેભાન મળી આવ્યા બાદ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હોસ્પિટલ ખસેડ્યા બાદ માત્ર ત્રણ કલાકની ટૂંકી સારવાર બાદ ખાનગી હોસ્પિટલના બિછાને વિદ્યાર્થીનું મોત થયું હતું. મૃતક વિદ્યાર્થીના પિતા લલિત શર્મા ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પિતાના જણાવ્યાનુસાર માસ પ્રમોશનને લઈ પુત્ર ખૂબ જ ખુશ હતો. સાંજના ઘરે આવ્યા બાદ બાથરૂમમાં ગયો હતો. જે બાદ બહાર નહિ નીકળતા વેન્ટિલેશનની બારી વાટે દરવાજો ખોલી બહાર કાઢવામાં આવ્યો હતો.
કવિ: Dharmistha Nayka
જાપાનના ટોક્યોમાં થનારા ઓલંપિકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કોરોનાકાળમાં ઓલંપિકના સફળ આયોજન કરાવનારી સમિતિ માટે પણ મોટી ચેલેન્જ છે. ઓલંપિક પરંપરા અનુસાર રમતમાં ભાગ લેનારા ખેલાડીઓને રમત ગામમાં રહેવા દરમિયાન મફતમાં કોન્ડોમ આપવામાં આવશે. આ સંખ્યા 1.60 લાખથી વધારે છે. જોકે આ વખતે એક મોટી સમસ્યા છે.આયોજકો રમતવીરોને ઊભા કરાયેલા ખેલકુંભ ગામમાં કોન્ડોમના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આયોજન સમિતિએ જાહેરાત કરી છે કે ખેલાડી આ કન્ડોમને યાદગીરી રૂપે ઘરે લઈ જઈ શકે છે. ઘરેલુ જમીન પર પહોંચ્યા પછી જ તેનો ઉપયોગ કરી શકશે.આયોજન સમિતિએ આ નિર્ણય એટલા માટે લીધો છે કે કોન્ડોમ હોવાથી ખેલાડી કોઈપણ વ્યક્તિના સંપર્કમાં…
ગત સપ્તાહે થાઈલેન્ડના પશુ ચિકિત્સક ડૉ. થાનુ લિમ્પાપટ્ટનવનિચ પાસે એક અલગ જ દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. એક વ્યક્તિ પશુ ચિકિત્સક પાસે ઘાયલ વંદાને લઈને આવ્યો હતો, તેણે જણાવ્યું કે અન્ય વ્યક્તિએ ભૂલથી વંદા પર મગ મુકી દીધો હતો. તે વંદાને રસ્તા પર આ રીતે ન રાખી શકે, તેથી વંદાને તેના હાથમાં લઈને સાઈ રાક એનિમલ હોસ્પિટલમાં આવ્યો હતો. વંદાને લઈને આવનાર વ્યક્તિ પર હસવાની જગ્યાએ ડૉ. લિમ્પાપટ્ટનવનિચે વંદાનો વિનામૂલ્યે ઈલાજ કર્યો હતો.ગઈકાલે રાતે કોઈ વ્યક્તિએ વંદા પર મુક્યો હતો. ત્યાંથી આ વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો અને તે વંદાના ઈલાજ માટે તાત્કાલિક પશુઓના ડૉકટર પાસે લઈ ગયો. વંદાની…
આ વિશેષ મધની કિંમત 8 લાખ 85 હજાર રૂપિયા છે. ચાલો જાણીએ શા માટે આ મધની કિંમત આટલી વધારે છે.ગિનીઝ વર્લ્ડ રેકોર્ડની વેબસાઇટ અનુસાર, સેંટૌરી કંપનીનું મધ વિશ્વનું સૌથી મોંઘુ મધ છે. સેન્ટૌરી એક ટર્કીશ મધ કંપની છે. કંપનીની વેબસાઇટ અનુસાર, એક કિલો મધની કિંમત 10 હજાર યુરો છે, એટલે કે ભારતીય ચલણમાં તેની કિંમત આશરે 8,85,000 રૂપિયા છે. એવું કહેવામાં આવે છે કે આ મધ સામાન્ય મધથી સંપૂર્ણપણે અલગ છે. સેંટૌરી કંપનીનું આ મધ બજારમાં વેચાતા સામાન્ય મધ જેટલું મીઠું નથી. ઉલટાનું, આ મધનો સ્વાદ થોડો કડવો છે. સ્વાદ કડવો હોવા છતાં પણ આ મધ શરીર માટે ખૂબ ફાયદાકારક…
wr.Indianrailways.gov.in પર ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી) અને સહાયક શિક્ષક (પ્રાથમિક શિક્ષક) ની પોસ્ટ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. પાત્રતા અને રુચિ ધરાવતા ઉમેદવારો, પશ્ચિમ રેલ્વે શિક્ષક ભરતી માટે વલસાડના રેલ્વે માધ્યમિક શાળા (અંગ્રેજી માધ્યમ) માં 14 જૂન 2021 ના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે. મહત્વપૂર્ણ તારીખ શાળા નોંધણી તારીખ અને સમય – 07 જૂન 2021 થી 10 જૂન 2021 સવારે 9 થી બપોરે 12 સુધી ઇન્ટરવ્યુ તારીખ અને સમય – 14 જૂન 2021 સવારે 9 વાગ્યે પશ્ચિમ રેલ્વે શિક્ષકની ખાલી જગ્યાની વિગતો પ્રશિક્ષિત ગ્રેજ્યુએટ શિક્ષક (હિન્દી) – 01 પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક (ગણિત) – પીસીએમ – 01…
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકાર સામે બંગાળી અસ્મિતા સામે ઘૂંટણીયા ટેકનાર ભાજપ હવે ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં એ મુદ્દાઓની મદદ લેશે જે લોકો સાથે લાગણી રૂપે જોડાયેલા છે. ભાજપના સૂજ્ઞોએ જણાવ્યું કે, આગામી વર્ષે ભાજપ રામ મંદિરના મુદ્દાને પોતાની સફળતા ગણાવી તેને કેન્દ્રમાં રાખી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરતી જોવા મળશે. ભાજપ હાઈકમાન્ડ પણ એ વાતને સ્વીકારી રહ્યું છે કે, બંગાળમાં બંગાળી અસ્મિતાનો મુદ્દો ઉઠાવી મમતાએ બાજી પલટી હતી. તેથી ઉત્તર પ્રદેશમાં પણ રામ મંદિરનો મુદ્દો ઉઠાવવા પર લોકો સાથે જોડાવવું ભાજપ માટે સરળ બનશે. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે, આગામી વર્ષે યોજાનાર ઉત્તર પ્રદેશ ચૂંટણીના પ્રચાર અભિયાનને 2 ભાગમાં વહેંચવામા આવશે. હાલ…
મેક્સિકોના પુએબ્લા રાજ્યમાંથી એક હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે. પુએબ્લા રાજ્યમાં એક એવી જગ્યા છે. સાંતા મારિયા જાકાટેપેક આ વિસ્તારમાં ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે, આ તમામની વચ્ચે એક ખેતરમાં વિશાળકાય ખાડો પડ્યો છે. આ ખાડો લગભગ 300 ફૂટનો છે અને 70 હજાર વર્ગમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જ્યારે પહેલી વાર આ ખાડો જોવા મળ્યો ત્યારે ફક્ત 15 ફૂટનો હતો, ત્યાર બાદ ધીમે ધીમે વિસ્તાર વધતો ગયો.ગત શનિવારે પહેલીવાર આ ખાડો દેખાયો હતો. પુએબ્લા રાજ્યના ગવર્નર મિગુએલ બારબોસા હુર્તાએ કહ્યુ હતું કે, સાંતા મારિયા જાકાટેપેક કસ્બામાં આવેલા ખાડો 20 મીટર ઊંડો છે…
થાઈલેન્ડની એક નદીમાં સોનું વહે છે અને ત્યાંના લોકો સવારે ઉઠીને નદી કિનારે જાય છે, જ્યાં તેમને સોનું મળે છે. તે લોકો સોનું લાવીને તેને વહેંચી દે છે અને તે પૈસાથી પોતાનું ગુજરન ચલાવે છે. આ જગ્યા દક્ષિણ થાઈલેન્ડમાં છે અને તે મલેશિયા સાથે જોડાયેલો વિસ્તાર છે. આ વિસ્તારને ગોલ્ડ માઉન્ટન કહેવામાં આવે છે અને લાંબા સમયથી અહીં ગોલ્ડ માઇનિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ કોરોનાવાઈરસ સંક્રમણના કારણે આર્થિક સ્થિતિ ખરાબ થવાને કારણે આ જગ્યા લોકો માટે પૈસા કમાવવા માટે મહત્ત્વપૂર્ણ સાધન બની ગયું છે. હવે અહીંના લોકો કાદવમાંથી સોનું શોધીને કાઢી કહ્યા છે, એવું નથી કે અહીં ઘણું બધું…
સરકાર હવે કોરોના ખતમ થઈ ગયો છે તેમ માની એક પછી એક છૂટ છાટ જાહેર કરી રહી છે પરંતુ વાસ્તવમાં કોરોનાને મોકળુ મેદાન મળી રહયુ છે. લોકો ફરી બેફિકર બનીને ફરશે તો કોરોના ફરી ફૂંફાડો મારશે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં તો લોકો હવે માસ્ક પહેર્યા વિના ઘુમી રહયા છે કોઈ ટોકતુ નથી તે જોખમી બનવાની દહેશત છે. રાજકોટમાં નવા કેસમાં સામાન્ય વધારા સાથે સૌરાષ્ટ્રમાં કુલ ૩૧૮ કેસ અને ર૦ દર્દીઓનાં મોત નીપજયા હતા. રાજયમાં સતાવાર આંકડો કુલ કેસનો ૧૧ર૦ જાહેર કરાયો છે. રાજકોટમાં છેલ્લા ર૪ કલાકમાં પ૯ નવા કેસ નોંધાયા હતા, જો કે તેની સામે માત્ર ૧૯ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા…
અમેરિકામાં સત્તા પરિવર્તન બદલાયા છતાંય ચીન સાથેના સંબંધોમાં બહું વધુ ફરક નથી પડયો. બાયડન તંત્રે ગુરૂવારે પૂર્વ ટ્રમ્પ સરકારની બનાવેલ બ્લેકલિસ્ટમાં ચીનની 28 કંપનીઓને નાખી છે. બ્લેકલિસ્ટમાં જે કંપનીઓના નામ છે, તેમાં અમેરિકી રોકાણકારોને પૈસા લગાવવાની મંજૂરી નથી. અમેરિકાનું માનવું છે કે, આ કંપનીઓ ચીનની સરકારને જે સૈન્ય અને સુરક્ષા ઉપકરણો આપી રહી છે તેનો દુરૂપયોગ થઈ રહ્યો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળમાં અવાંછીત કારોબારી સંબંધો અંગે ચીનની 31 કંપનીઓને બ્લેકલિસ્ટ કરી હતી. અમેરિકાની સરકાર મુજબ, આ કંપનીઓ ચીનની સેના અને સુરક્ષા એજન્સીઓને સૈન્ય સાધન-સરંજામ સપ્લાય કરી રહી છે અથવા સપોર્ટ કરી રહી છે, જેનો દુરૂપયોગ થઈ…