રાજકોટમાં બાળકોમાં મ્યુકરમાઇકોસિસ જેવા એમઆઇએસસી સિન્ડ્રોમના કેસમાં વધારો થયો છે. હાલ રાજકોટમાં 88 બાળકો એમઆઇએસસી સિન્ડ્રોમની સારવાર લઈ રહ્યા છે. જ્યારે રાજકોટ સિવિલમાં 12 બાળકો સારવાર હેઠળ છે. બાળકોમાં થતો સિન્ડ્રોમના રોગમાં એક બાળક પાછળ ચાર લાખથી વધુનો ખર્ચ આવતો હોવાનો અંદાજ છે.બાળકો કોરોનાથી સાજા થયા બાદ 4 થી 6 અઠવાડિયા પછી આ રોગની અસર જોવા મળે છે. શરીર લાલ થવું, સોજો આવવો તેમજ તાવ આવવો જેવા આ સિન્ડ્રોમના લક્ષણો છે. જેની સારવાર માટે આઇવીઆઇજીના ઇન્જેક્શન જરૂરી છે. પરંતુ આ ઇન્જેક્શનની કિંમત 8 હજાર કરતા પણ વધારે છે.
કવિ: Dharmistha Nayka
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઘટી રહેલા કેસને ધ્યાનમાં રાખીને લોકડાઉન હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે દિલ્હીમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારે મહેનતથી કોરોનાને કાબૂમાં લેવામાં આવ્યો છે પરંતુ હજુ સંપૂર્ણ લડાઈ નથી જીતી શકાઈ. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, અમે દિલ્હીમાં ધીમે-ધીમે લોકડાઉન ખોલીશું. સૌથી પહેલા એ લોકોનું ધ્યાન રાખવાનું છે જે સમાજનો સૌથી ગરીબ વર્ગ છે, મજૂર છે, પ્રવાસી છે. આજે લેવાયેલા નિર્ણય પ્રમાણે સોમવારથી કંસ્ટ્રક્શન અને ફેક્ટરીઓની ગતિવિધિ શરૂ કરવામાં આવશે. આગામી એક સપ્તાહ માટે આ બંને સેક્ટર્સ ખુલ્લા રહેશે.સીએમ કેજરીવાલના કહેવા પ્રમાણે તેઓ પ્રતિ સપ્તાહ જનતાના…
માંસપેશીઓ અને સાંધામાં દુખાવો પણ હવે સામાન્ય વાત બની ગઇ છે કારણ કે શારીરિક પ્રવૃતિઓ વગર શરીર સ્ફુર્તીલુ રહેતું નથી. જો કે, સાંધામાં દુખાવો હોવાના બીજા કારણ પણ હોઇ શકે છે. એ વાત અલગ છે કે દવાઓના ઉપયોગથી દુખાવામાં થોડાક સમય માટે રાહત મળે છે પરંતુ તેનો પ્રાકૃતિક ઉપચાર યોગમાં પણ ઉપલબ્ધ છે. કેટલાક સરળ યોગાસનથી દુખાવામાં તુરંત રાહત મળી શકે છે. તો જાણો, દુખાવો દૂર કરવા માટે કયા આસનો લાભદાયી સાબિત થઇ શકે છે. પ્રાણાયમ : પ્રાણાયમ કરવા માટે કોઇ ફ્લેટ જગ્યા પર ચટાઇ પાથરીને પલાઠી મારીને બેસી જાઓ. હવે ડાબા નાકને દબાવીને જમણા નાકથી શ્વાસ અંદર લો અને…
કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં VACCINE ની ભારે તંગી જણાઈ રહી છે. રાજ્ય સરકારો વેક્સિનની તંગીનું ઠીકરૂ કેન્દ્ર સરકારના માથે ફોડે છે તો સામે કેન્દ્ર સરકાર આંકડાઓ દ્વારા સમજાવવા પ્રયત્ન કરે છે કે બધું બરાબર જ છે. ત્યારે વેક્સિનની તંગી વચ્ચે મોટા પાયે વેક્સિન બરબાદ પણ થઈ રહી છે જે ચિંતાજનક કહી શકાય. ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં તો આશરે એક તૃતિયાંશ જેટલી વેક્સિન બરબાદ થઈ ચુકી છે. દેશની કુલ સરેરાશમાં રસી વેસ્ટ થવાનું પ્રમાણ ગુજરાતમાં પણ વધુ છે. બીજી તરફ હાલમાં રસીના સ્ટોકમાં ગુજરાત ચોથા ક્રમનું રાજ્ય છે. દેશમાં 1.77 કરોડ જેટલા ડોઝમાં ગુજરાતમાં 11.49 લાખ ડોઝ હોવાનું સૂત્રો…
કોરોનાના કપરાકાળમાં લોકોને એકબાજૂ ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે, ત્યારે બીજી બાજૂ લખલૂંટ ખર્ચા કરીને મેયર શું સાબિત કરવા માગતા હશે. સુરતના મેયર અને સુરત મનપા હાલ વિવાદે ચડ્યા છે. એક બાજૂ મનપાની તિજોરી તળિયા ઝાટક થયેલી છે. ત્યારે આવક વધારવા માટે મનપા પોતાના પ્લોટ વેચાણ માટે કાઢ્યા છે. જો કે, આ આવક થાય કે ન થાય પણ મેયરને નવો બંગલો મળી ગયો છે.એક બાજૂ જનતા ટેક્સ ભરીને મરી રહી છે, જનતાને પુરતી સુવિધા પણ નથી મળતી, ત્યારે સુરતના મેયર આલિશાન બંગલામાં વૈભવી ઠાઠથી જીવન જીવતા હશે. 2017માં જ્યારે આ બંગલો બનાવવાનું નક્કી કર્યુ ત્યારે જ વિવાદ સામે આવ્યો…
રાજ્યમાં એક તરફ કોરોનાથી લોકો ત્રસ્ત થઇ ગયા છે ત્યાં તો હજુ ખરેખર ચોમાસાની શરૂઆત પણ નથી થઇ ત્યાં તો વરસાદનું પણ આગમન થઇ ગયું છે. રાજ્યમાં આવેલા ‘તાઉ-તે’ વાવાઝોડા દરમ્યાન વરસેલા વરસાદ બાદ હજુ પણ ક્યાંક ક્યાંક વરસાદ મન મૂકીને વરસતો જોવા મળી રહ્યો છે. એવામાં વાત કરીએ તો રાજ્યમં એક બાજુ ઉનાળાની અસહ્ય ગરમી પડી રહી છે તો બીજી બાજુ મહેસાણાના ઊંઝામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. મોડી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ ઊંઝા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે ખેડૂતોને બાજરી સહિતના પાકો તેમજ ઘાસચારાના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.તમને જણાવી દઇએ…
આજે કોઈ ઘર એવું નહીં હોય કે ત્યાં ફ્રિજ ન હોય. પણ જૂના સમયની વાત કરીએ તો આપણે માટલાનું પાણી પીતા હતા. ગમે તેટલો ધોમધખતો તડકો હોય પરંતુ તેવામાં માટલાનું પાણી પીએ તો એકદમ ઠંડક મળે છે. ભારતના ગામડામાં તો આજે પણ માટલાનું પાણી પીવાય છે. જો કે શહેરના કેટલાંક ઘરોમાં પણ આ સૌભાગ્ય પ્રાપ્ત થઇ જશે. શું તમે જાણો છો કે માટલાનું પાણી પીવાથી પુરુષોના સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે. 1. રેસ્પિરેટરી ટ્રેક્ટ કોવિડ -19 આપણા શ્વસન માર્ગને પ્રતિકૂળ અસર કરી રહી છે. રેફ્રિજરેટરનું પાણી આ સમસ્યામાં વધુ વધારો કરી શકે છે. પરંતુ માટલાનું પાણી પીવાથી કફ, ગળામાં…
હિંદુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતા છે. શાસ્ત્રોમાં 33 કરોડ નહીં, પરંતુ 33 કોટિ દેવતા જણાવવામાં આવે છે. કોટિ શબ્દનો અર્થ પ્રકાર થાય છે, એટલે હિંદુ ધર્મમાં 33 પ્રકારના દેવતા છે. કોટિ શબ્દને જ બોલચાલની ભાષામાં કરોડમાં બદલવામાં આવ્યો છે. કોટિ શબ્દના બે અર્થ છે, એક પ્રકાર અને બીજો કરોડ. જેના કારણે 33 કરોડ દેવી-દેવતાઓની માન્યતા પ્રચલિત થઇ ગઇ છે. કોઇપણ કામની શરૂઆતમાં વિધિવત પૂજા કરતી સમયે આ દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે. 33 કોટિ દેવતાઓના નામઃ- 33 કોટિ દેવી-દેવતાઓમાં આઠ વસુ, અગિયાર રૂદ્ર, બાર આદિત્ય, ઇન્દ્ર અને પ્રજાપતિ સામેલ છે. થોડાં શાસ્ત્રોમાં ઇન્દ્ર અને પ્રજાપતિના સ્થાને બે અશ્વિની કુમારોને 33…
હિન્દુ ધર્મ અનુસાર અઠવાડિયાના દરેક દિવસ નું એક અલગ જ મહત્વ હોય છે. આપણા દરેક દિવસ પ્રમાણે દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ. બુધવાર પ્રથમ પૂજનીય ગણેશ ગજાનંદનો દિવસ ગણાય છે. દરેક શુભ કાર્ય મા ગણપતિની પૂજા પ્રથમ કરવામાં આવે છે. આ શુભ દિવસ હોવા છતાં પણ દીકરી ને બુધવારે સાસરે મોકલવામાં આવતી નથી. એ પાછળનું એક કારણ માનવામાં આવે છે કે બુધવારના દિવસે દીકરી ને છોડી દેવી યોગ્ય નથી. ખુબ અશુભ માનવામા આવે છે.એવુ કહેવાય છે કે બુધવારના દિવસે સાસરીમાં મોકલતા દીકરીનો અકસ્માત થઈ શેક છે. તમારી પુત્રીના સાસરિયાઓ સાથેનો તમારો સંબંધ પણ બગડી શકે છે. પૌરાણિક માન્યતા અનુસાર બુધ…
હવે ભારતીય નાગરિકો થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા કોવિડ વિરોધી રસીકરણ માટે સ્લોટ બુક કરાવી શકશે અને નોંધણી કરાવી શકશે. ભારત સરકારે સીઓ-વિનCOWIN API માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ દ્વારા, થર્ડ પાર્ટી એપ્સને તેમની એપ્લિકેશન દ્વારા નોંધણી, સમયપત્રક અને રસીકરણનું સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવી છે.કેન્દ્રની આ માર્ગદર્શિકા હાલના માળખામાં અપડેટ છે જ્યાં ડેવલોપર્સ ફક્ત સ્લોટ્સની ઉપલબ્ધતા વિશેની માહિતી પ્રદાન કરી શકે છે અને તેમની એપ્લિકેશન દ્વારા રસીકરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની સુવિધા પ્રદાન કરી શકે છે. કેન્દ્ર દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભારતને કોવિડ વિરોધી રસીઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાથી લોકોને Co-WIN…