મંગળવાર, 11 મેના રોજ ચૈત્ર મહિનાની અમાસ છે. જેને સતુવાઈ અમાસ પણ કહેવામાં આવે છે. મંગળવારે આ તિથિ હોવાથી તેને ભોમ અમાસ કહેવામાં આવે છે. હિંદુ પંચાંગના 12 મહિનાઓમાં 12 અમાસ આવે છે. અમાસ મહિનાની છેલ્લી તિથિ છે, તેના પછી નવો મહિનો શરૂ થઈ જાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે અમાસના દિવસે પિતૃઓ માટે વિશેષ ધૂપ-ધ્યાન કરવું જોઈએ. આ દિવસે કોઈ પવિત્ર નદીમા સ્નાન કરો. સ્નાન કર્યા પછી નદીના પાણીથી સૂર્યને અર્ઘ્ય આપો. નદી કિનારે પિતૃઓના નામથી તર્પણ કરો. આ વખતે કોરોના મહામારીના કારણે અમાસના દિવસે કોઇ તીર્થ કે નદી કિનારે જઈ શકો નહીં તો ઘરમાં જ બધા તીર્થનું…
કવિ: Dharmistha Nayka
મુંબઈમાં હાલ કોરોના કાળમાં એક એવા લગ્ન યોજાઈ ગયા. જે સાંભળીને તમે પણ બે ઘડી ચકરાવે ચડી જશો. મુંબઈમાં એક દંપતિએ એકબીજાને મંગલસૂત્ર પહેરાવીને લગ્ન કર્યા છે. જ્યારે શાર્દુલ કદમ નામના વરરાજાએ કહ્યું કે એ લગ્નના દિવસે મંગળસૂત્ર પહેરશે તો બધા હેરાન થઈ ગયા હતા. જો કે લોકોની કોઈ પણ ચિંતા કર્યા વગર શાર્દુલે લગ્નના દિવસે જ્યારે પોતાની નવી દુલ્હનને મંડપમાં મંગળસૂત્ર પહેરાવ્યું, તો દુલ્હને પણ તેને મંગળસૂત્ર પહેરાવ્યું. આવું કરવા પાછળ આખરે શું કારણ હતું એ વિસ્તારથી જણાવ્યું છે.શાર્દુલે કહ્યું કે જ્યારે લગ્નના દિવસે ફેરા ફર્યા પછી તનુજા અને મેં એકબીજાના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યા તો હું ખુબ જ ખુશ…
વેસ્ટ ઈન્ડિઝ ટાપુ સમુહના સેન્ટ વિન્સેન્ટ ટાપુ પર ઘણા દિવસથી લા શોફરેર જ્વાળામુખી ભભૂકી રહ્યો છે. સેન્ટ વિન્સેન્ટ નાનકડો ટાપુ હોવાથી જ્વાળામુખીની વિપરિત અસર સમગ્ર ટાપુ પર જોવા મળી રહી છે. પાણી કે બરફનો વરસાદ વરસે એમ અહીંના ગામ પર રાખનો વરસાદ વરસ્યો છે અને ફીટના હિસાબે રાખના ધર જામી ગયા છે.લોકોને પડતી આ મુશ્કેલી વચ્ચે સારી વાત એ છે કે રાખ સાથે સોનુ પણ વરસી રહ્યું છે. રાખ સાથે સોનાના કણો-ગઠ્ઠા હોવાની વાત ખુદ અહીંના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર મોન્ટગોમરી ડેનિયલે કરી હતી. ડેનિયલે કહ્યું હતું કે એ વાત સાચી છે કે રાખ સાથે સોનાના કણો પણ મળ્યાં છે. જ્વાળામુખીની…
સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ દેશમાં પણ તબાહી મચાવી રહ્યો છે. જ્યારે વાયરસ તમારા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તે શ્વસન માર્ગ સુધી પહોંચે છે જે બળતરા અને કળતરનું કારણ બને છે જેથી દરેકે દરેક વ્યક્તિએ ઘરે રહેવું અને તમામને સ્વસ્થ રહેવા વધુને વધુ સતર્ક રહેવાની જરૂર છે. જ્યારે યોગ્ય આહાર અને અને કસરત કરવાથી આપણાં શરીર અને દિમાગને તંદુરસ્ત રહેવાની ખાતરી મળે છે, ત્યારે શ્વસનતંત્રને મજબૂત બનાવવું પણ મહત્વનું છે જે વાયરસના કારણે સૌથી વધુ નુકશાન થાય છે. તો, કેવી રીતે તમે તમારું શ્વસન તંત્રને મજબૂત કરશો? સૌ સામાન્ય છતાં અસરકારક શ્વસન કસરત કરીને કોરોના વાયરસમાં બગડતા હાલતને કારણે…
કોરોનાને કારણે અત્યાર સુધી રેલવે મંત્રાલયના લગભગ 1952 લોકોના મોત થઈ ચૂક્યા છે. ગત વર્ષથી લઈને અત્યાર સુધી લગભઘ 1 લાખ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. રેલવે મંત્રાલય અનુસાર બીમાર થયેલા કર્મચારીઓમાંથી લગભગ 98 ટકા સાજા થઈને ફરીથી કામ પર પરત ફરી ચૂક્યા છે. રેલવે હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે લગભગ 4 હજાર બેડ ઉપલબ્ધછે. એમાં રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનો પણ ભરતી થયી શકે છે.રેલવે મંત્રાલય અનુસાર અત્યાર સુધી છેલ્લા 14 મહિનામાં લગભગ રેલવેના 1 લાખ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂકયા છે. રોજના લગભગ 1 હજાર જેટલા કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. અને 2થી 3 સપ્તાહમાં ઠીક થઈને…
બિહારના ગોપાલગંજ જિલ્લામાં એક લગ્નમાં એવી વાતે ઝગડો થયો કે ગોળીઓ ચાલી છે. હકિકત એવી છે કે જમવામાં લિટ્ટી ના મળી તો ગોળીઓ ચલાવી દીધી. લીટ્ટીને લઈને થયેલા આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં વાત ખૂબજ વણસી હતી. ગોળીચાલતાં 4 લોકો ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે.આ ઘટના ગોપાલગંજ જિલ્લાના ઉચકાગામ પોલીસ સ્ટેશન વિસ્તારના નરકટીયા ગામની છે, જ્યાં આવેલી જાનને જમાડતા હતા. ત્યારે પીરસવા દરમિયાન વિવાદ થતાં ગોળીઓ ચાલી જેમાં 4 લોકો ઘાયલ થયા છે તો એક જણનું ઘટના સ્થળે મોત પણ થયું છે. મરનારનું નામ રાજેન્દ્ર સિંહ જણાવવામાં આવી રહ્યું છે.ઘટના વિશે આગળ જણાવતા રોહિતે કહ્યું…
જો તમારે એલ.આઈ.સી. ઓફિસ જવુ છે અથવા તેના સંબંધિત કોઈ કાર્ય છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે 10 મેથી એટલે કે આજની તારીખથી, એલઆઈસીની તમામ ઓફિસમાં (5 દિવસની કામગીરી) ફક્ત 5 દિવસ કામ કરવામાં આવશે. એટલે કે શનિવાર અને રવિવારે કચેરીઓ સંપૂર્ણ બંધ રહેશે.કંપનીએ એક જાહેર નોટિસમાં કહ્યું છે કે 15 એપ્રિલ 2021 ના જાહેરનામામાં ભારત સરકારે જીવન વીમા નિગમ માટે દર શનિવારે જાહેર રજા જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે સરકારે આ ફેરફાર નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881 ની કલમ 25 હેઠળ કર્યો છે. જો તમારે એલઆઈસી ઓફિસમાં કોઈ કામ છે,…
કોરોનાથી મરનારા લોકોના આંકડામાં ભલે ગમે તેટલો ફેરફાર કરવામાં આવે પરંતુ બક્સરના ચૌસા માં મહાદેવઘાટ પર પાણીમાં વહીને આવતી લાશોના ઢગલાએ વ્યક્ત કરી દીધું છે કે આ મહામારી કેટલી ભયંકર છે. હવે જ્યારે બક્સરના ચૌસામાં મહાદેવ ઘાટ પર નદી કિનારે વહીને જે લાશો આવી રહી છે તેને માણસાઈને શર્મશાર કરી દેતા તેના પર રાજનીતિ રમાઈ રહી છે. જિલ્લા પ્રશાસને આ મામલે કહ્યું કે આ બિહાર કે બક્સરની નથી પરંતુ ઉત્તર પ્રદેશની લાશો છે. જે અહીં પાણી સાથે વહીને આવી રહી છે. મહાદેવ ઘાટમાં કિનારે લાશોનો ઢગલાનો ફોટો તમને વિચલિત કરી શકે છે. એવું લાગે છે જાણે કે શબોના ઢગથી મહાદેવ ઘાટ…
કોરોનાના કારણે દેશમાં દરરોજ સ્થિતિ કથળી રહી છે. તેના માટે નવા વેરિએન્ટ્સને પણ જવાબદાર માનવામાં આવી રહ્યાં છે. કોરોનાની આ બીજી લહેરમાં લોકોને એવુ સંક્રમણ થઇ રહ્યું છે, જેમાં ઘણા ઓછા દિવસોમાં જ તેની હાલત ગંભીર થતી જાય છે અને તેમને બચાવવા મુશ્કેલ બને છે. તેવામાં કેટલાંક લક્ષણો પર ધ્યાન આપવુ અને તેનો અહેસાસ થતા વિશેષજ્ઞોની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. મોટાભાગના કોરોના સંક્રમિતોને તાવ આવે છે. સૂકી ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફની સાથે જો તાવ પણ આવે તો તે સંક્રમણનો એક મજબૂત સંકેત છે. એક સ્ટડીમાં આશરે 40 ટકા કોરોના સંક્રમિત દર્દીઓએ શ્વાસ લેવામાં તકલીફની વાત કરી છે. તેવામાં જો…
કોરોનાના આ સંકટકાળમાં સામાન્ય નાગરિકની આર્થિક સ્થિતિ પર સીધી રીતે અસર થઇ છે. એવામાં પ્રથમ વખત ગર્ભવતી મહિલાઓના કલ્યાણ માટે જાન્યુઆરી 2017માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (Pradhan Mantri Matru Vandana Yojana- PMMVY) તેમના માટે વરદાન સાબિત થઈ રહી છે. અત્યાર સુધી લાખો-કરોડો મહિલાઓ આ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવી ચુકી છે અને લાભ લઇ રહી છે. કેન્દ્ર સરકાર ગર્ભવતી મહિલાઓના ખાતામાં 5000 રૂપિયા આપી રહી છે. જો તમે પણ આ સ્કીમનો લાભ લેવા માંગો છો, તો અમે તમને જણાવીશું કેવી રીતે તમે આ યોજનાનો લાભ લઇ શકો છો.દેશભરમાં મહિલાઓ અને નવજાત બાળકોના ભવિષ્યને લઇ કેન્દ્ર સરકાર અનેક મહત્વપૂર્ણ…