કવિ: Dharmistha Nayka

કોરોના વાયરસને અટકાવા માટે એક જ છેવટનો ઉપાય હોય તેમ વેક્સિનેશન માટે ખાસ અભિયાન ચલાવાઈ રહ્યું છે. કરોડો લોકોને અત્યાર સુધી વેક્સિન અપાઈ ચૂકી છે. જ્યારે કે મોટી સંખ્યામાં નવા રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે. આ વચ્ચે કેટલીય ફરિયાદો મળ્યા પછી કેન્દ્ર સરકારે કોવિન પર મોટો બદલાવ કર્યો છે. 8 મે થી કોવિન પર રજીસ્ટ્રેશન કરાવનારાઓને 4 આંકનો સિક્યોરીટી કોડ આપવામાં આવશે. જેનાથી તેઓ વેક્સિન લગાવવા માટે જ્યારે જશે ત્યારે આપવાનો રહેશે. સરકારનું માનવું છે કે કેટલાય લોકોએ જેઓએ વેક્સિનના સ્લોટ બુક કરાવ્યા હતા તેમને વેક્સિનેટેડ બતાવવામાં આવે છે. આ ના રહેતા સરકારે સિક્યોરિટી ફિચર લોન્ચ કર્યું છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું…

Read More

ભારત હાલ કોરોના મહામારીના ભયંકર પ્રકોપનો સામનો કરી રહ્યું છે. ભારતમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવાથી દેશની મોટા ભાગની હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન અને અન્ય જરૂરી મેડિકલ સામગ્રીઓની અછત વર્તાઈ રહી છે. જો કે, ભારતના કોરોના સામેના જંગમાં અનેક દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે.અનેક દેશ અને વિદેશી એજન્સીઓ ભારતને જરૂરી મેડિકલ સપ્લાય મોકલી રહી છે. તેના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્રની અનેક એજન્સીઓએ પણ કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે ભારતને આશરે 10 હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટર મોકલી આપ્યા છે. આ સાથે જ આશરે 1 કરોડ મેડિકલ માસ્ક પણ મોકલી આપ્યા છે.સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે પોતાના નિવેદનમાં કહ્યું…

Read More

સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે એવી સ્થિતિમાં કોરોનાના મોતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. AIIMS નવી દિલ્હીમાં કોરોનાથી અંડરવર્લ્ડ ડૉન અને ગેંગસ્ટર છોટા રાજનનું મોત થયું હોવાના દેશભરમાં અહેવાલો ચાલ્યા હતા. જો કે, આ મામલે AIIMS એ મોટો ખુલાસો કરી સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ‘અંડરવર્લ્ડ ડૉન છોટા રાજન હજુ જીવિત છે, હાલમાં કોરોનાની સારવાર માટે તેને AIIMS માં દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે. આ પહેલાં પણ રામાયણમાં રાવણની ભૂમિકા ભજવનાર રાવણના મોતની અફવા પણ વાયરલ થઈ હતી.તમને જણાવી દઇએ કે, છોટા રાજન પર અપહરણ અને હત્યા સહિત ઘણાં મામલાઓ 70થી…

Read More

નર્મદા જિલ્લામાં કોરોનાની મહામારી ચાલી રહી છે, સ્ટેશન રોડ ઉપર રાજપીપળા પબ્લિક હોસ્પિટલમાં ડોક્ટર હરેશ ઉર્ફે ભાવિક લાલજીભાઇ કુકડીયા સામે અગાઉ પણ અનેક ફરિયાદો થઇ હતી. તેની સામે વધુ એક પોલીસ ફરિયાદ રાજપીપલા પોલીસ મથકમાં નોંધાઇ છે. જેમાં ડો. ભાવેશ ઉર્ફે ભાવિક લાલજીભાઇ કુકડીયા એ છેલ્લા 3 વર્ષમાં આ હોસ્પિટલમાં 2૦૦થી વધુ દર્દીઓની સારવાર કરી તેમના આરોગ્ય સાથે ચેડાં કર્યા છે. સારવારમાં કુલ 37 દર્દીઓના મોત નિપજાવ્યા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સરકાર તરફે ઇશ્વર રામાભાઇ દેસાઇ (પી.એસ.આઇ. રાજપીપળા) (રહે. જીતનગર પોલીસ લાઇન) એ આરોપી ભાવેશ ઉર્ફે ભાવિક કુકડીયા (રહે. સી-૪૫ વેદાંત રેસિડેન્સી, ભારત પેટ્રોલ પંપની પાછળ, વડોદરા…

Read More

કોરોનાવાયરસના સમયગાળા દરમિયાન, વિશ્વભરના લોકો દરેક બીમારીને અવગણે છે અને ફક્ત કોવિડ -19 ના લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે COVID-19ની બીજી લહેરનો કહેર યથાવત છે. બીજો એક રોગ જે COVID-19 સિવાય લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. તે છે ટાઇફોઇડ. બધા જ નહીં, પરંતુ ટાઇફોઇડના ઘણા લક્ષણો કોરોનાવાયરસ જેવા જ છે અને લોકો ટાઇફોઇડને COVID-19 સમજી રહ્યાં છે. જેઓ સ્વસ્થ નથી, તેમને ટાઇફાઇડ તાવ, પાચન તંત્ર અને બ્લડ સર્ક્યુલેશનમાં બેક્ટેરીયલ સંક્રમણને કારણે થાય છે. ટાઇફોઇડ એ પાણી અને ખોરાક દ્વારા થતો રોગ છે, જેમાં સાલ્મોનેલા ટાઈફી નામના બેક્ટેરિયા દૂષિત પાણી અને ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશ કરીને પાચનતંત્રને અસર…

Read More

ભારતના દવા ઉત્પાદકો સતત એવી ચેતવણી આપી રહ્યા છે કે, ચીનના માલવાહક વિમાનો પરના પ્રતિબંધના કારણે સમગ્ર વિશ્વમાં દવાઓનો પુરવઠો જોખમમાં મુકાઈ શકે છે. તેનાથી ભારતને તો મુશ્કેલી પડી જ રહી છે પણ ભારત જે દેશોમાં દવાઓની નિકાસ કરે છે તેમને પણ મુશ્કેલી પડી શકે છે. દવાઓના પુરવઠા માટે અમેરિકા પણ અનેક હદ સુધી ભારત પર નિર્ભર છે. આ સંજોગોમાં જો દવાઓના ઉત્પાદનને અસર પહોંચશે તો અનેક દવાઓની અછતનું સંકટ સર્જાશે.હકીકતે ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી ચીનની સરકારી સિચુઆન એરલાઈન્સે આગામી 15 દિવસ માટે પોતાની કાર્ગો ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મુકી દીધો હતો. ભારતીય ઔષધિ નિર્માતા સંઘ (IDMA)ના રાષ્ટ્રીય અધ્યક્ષ…

Read More

રાજ્યના આરોગ્ય વિભાગની મોટી લાપરવાહી સામે આવી છે. હોસ્પિટલમાં ડોકટરની અછત છતાં 265 તબીબને નિમણુંક ન અપાયાનો ખુલાસો થયો છે. માર્ચ 2021માં પસંદગી પામેલા 265 ડોકટરને હજી નિમણુંક અપાઈ નથી. એક તરફ ડોકટરના અછતના કારણે દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે, તેવામા પસંદગી છતાં ર૬પ તબીબોને નિમણૂંક ન કરાયાની ગંભીર બેદરકારી સામે આવી છે. તબીબી અધિકારી વર્ગ 2ની સીધી ભરતીથી પસંદગી પામેલા નિમણૂંક આપવામાં આવી નથી. આ 265 તબીબોની ભરતી થાય તો કોવિડ દર્દીઓને સારવારમાં રાહત મળે તેવી પૂરી શક્યતા છે.કોરોનાની હાલની કપરી સ્થિતિમાં જ્યાં સરકાર પહેલેથી માછલા ધોવાઈ રહ્યા છે ત્યારે પગાર અને પ્રમોશન મુદ્દે તબીબી શિક્ષકો-ડોક્ટરોએ આંદોલન શરૃ કર્યુ છે.…

Read More

દેશની બે દિગ્ગજ બેંકો ભારતીય સ્ટેટ બેંક અને એચડીએફસી બેંકની કેટલીક સેવાઓ આજે એટલે કે શુક્રવારે રાતે થોડા સમય માટે બાધિત રહેશે. બંને બેંકોએ આ અંગે પોતાના કરોડો ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. બેંકોએ તેમના ગ્રાહકોને નેટ બેન્કિંગ, યુપીઆઈ વગેરે કામ શુક્રવારે દિવસે જ પતાવી દેવા વિનંતી કરી છે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ જણાવ્યું કે, 7 મેની રાતે 10:15 (PM) વાગ્યાથી 8 મેની સવારે 1:45 (AM) વાગ્યા સુધી બેંક મેઈન્ટેનન્સનું કામ ચાલુ રહેશે.બેંકના કહેવા પ્રમાણે આ સમય દરમિયાન એસબીઆઈના કસ્ટમર્સ INB/YONO/YONO Lite/UPI સેવાઓનો ઉપયોગ નહીં કરી શકે. એસબીઆઈએ પોતાના કરોડો ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું હતું. બેંકના…

Read More

દ્વારકામાં કોરોનામાં ઘરના મોભીના મૃત્યુ થયા બાદ ઘરના 3 સભ્યોએ પણ આપઘાત કર્યો હતો. પત્ની તેમજ બે પુત્રોએ દવા પીને સામૂહિક આપઘાત કર્યો હતો. ગઈકાલે ઘરના મોભી જયેશભાઇ જૈનનું મૃત્યુ થતા પરિવાર આઘાતમાં આવી જતા પગલુ ભર્યુ હતુ. ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા જૈન પરિવારના સામૂહિક આપઘાતથી સમગ્ર પંથકમાં દુઃખની લાગણી ફેલાઇ છે. સમગ્ર મામલે મામલતદાર તેમજ દ્વારકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Read More

બ્રિટન ખાતે G-૭ની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા ડેલિગેશનના બે સભ્યો કોરોના સંક્રમિત હોવાનું માલુમ પડતા તમામ સભ્યોએ આઇસોલેટ થવાની જરૂર પડી છે. પ્રતિનિધિમંડળમાં ગયેલા વિદેશ મંત્રી એસ. જયશંકર પણ G-૭ બેઠકમાં વર્ચ્યુઅલી ભાગ લઇ રહ્યાં છે. અગાઉ બ્રિટનમાં યોજાઇ રહેલા G-૭ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બ્રિટનના વિદેશમંત્રી ડોમિનિક રોબે ભારતના વિદેશ મંત્રીને ખાસ આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણ વૈશ્વિક ફલક પર ભારતના વધી રહેલા કદનું પ્રતિક છે. મહત્ત્વના અને કદાવર દેશોના સંમેલનોમાં આમંત્રણ મળવું એ સન્માન ગણાય છે. બ્રિટન તરફથી મળેલું આમંત્રણ સન્માનની સાથે સાથે એક જવાબદારી પણ છે. દુનિયાનું નેતૃત્ત્વ કરવા માટે નૈતિક ક્ષમતાનું પ્રદર્શન કરવાની આ જવાબદારી…

Read More