અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં 108 એમ્બ્યુલન્સના ઉદ્ધાટનની રાહ જોવાઇ રહી છે. મોડાસામાં 6 જેટલી 108 એમ્બ્યુલન્સ 30 તારીખથી આવી પહોચી છે. જો કે કોરોનાકાળ વચ્ચે છેલ્લા 7 દિવસથી 108ના ઉદ્ધાટનની રાહ જોવામાં આવી રહી છે. કોરોના કાળમાં લોકોને એમ્બ્યુલન્સ મળતી નથી. તો બીજી તરફ મોડાસામાં ૭ દિવસથી નવી એમ્બ્યુલન્સ પાર્કિંગમાં ધૂળખાઇ રહી છે. 108નું ઉદ્ધાટન વહીવટી તંત્ર કરશે કે નેતાઓ કરશે તેને લઇ અસંમજસ ઉભુ થયું છે. જેના કારણે વિલંબ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
કવિ: Dharmistha Nayka
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જિલ્લા કર્મચારીઓ માટે એસઓપી જારી કરી છે. આમાં, જે લોકો પાસે ફોટો આઇકાર્ડ નથી તેઓનું CoWIN પર રજીસ્ટ્રેશન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. કોરોના સામેના તમામ રસીકરણને સોફ્ટવેર પર રજીસ્ટર કરવામાં આવશે. આ માટે માન્ય ઓળખકાર્ડ આવશ્યક છે. કેન્દ્રએ કહ્યું હતું કે માન્ય ઓળખકાર્ડ ધરાવતા અનેક સમૂહોની ઓળખ કરવામાં આવશે, જે આ સમૂહોના રસીકરણ માટેનું કેન્દ્ર બિંદુ હશે. કેન્દ્રએ એમ પણ કહ્યું છે કે જેલ સત્તાધીશો અને વૃદ્ધાશ્રમના અધિકારીઓ મુખ્ય સૂત્રધાર તરીકે કાર્ય કરી શકે છે.કેન્દ્રએ ફોટો ઓળખકાર્ડ વિના રસીકરણ માટે લોકોના અનેક સમૂહોની ઓળખ કરી છે. લોકોના આવા સમૂહોમાં ભકતો, જેલના કેદીઓ, માનસિક આરોગ્ય સંસ્થાઓમાં કેદીઓ, વૃદ્ધાશ્રમના…
એક જ પરિવારની ત્રણ સહિત કુલ ચાર મહિલાઓ પર જયપુરના એક આશ્રમમાં એક આધ્યાત્મિક ગુરૂ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ દાખલ કરી છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. ભાનક્રોતા પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર મુકેશ ચૌધરીના જણાવ્યા અનુસાર ચાર મહિલાઓએ શૈલેન્દ્ર મહેતા સામે ફરિયાદ દાખલ કરી છે. મહિલાઓએ ફરિયાદમાં દાવો કર્યો છે કે જ્યારે તેઓ સત્સંગ સહિતની પ્રવૃત્તિઓ માટે તપસ્વી આશ્રમમાં જતા હતાં ત્યારે આશ્રમના આધ્યાત્મિક ગુરુએ અમારી પર બળાત્કાર ગુજાર્યો હતો.પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે પીડિતાઓના જણાવ્યાં અનુસાર તેઓ વર્ષોથી તેમના પરિવારજનો સાથે આ આશ્રમમાં જતા હતાં. સેવા કરવા માટે આ મહિલાઓ એક કે બે દિવસ…
ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. પીએસી જવાનોથી ભરેલી એક ટ્રક બેકાબૂ થઈને પલ્ટી મારી છે, આ ઘટનામાં ઓછામાં ઓછા 30 ઘાયલ થયા હોવાના સમાચાર છે. બીજી,તરફ 12 જવાનોની હાલત અત્યંત ગંભીર છે.જાણકારીના અનુસાર પીએસી જવાન ગાઝીયાબાદની 47 બટાલીયન જઈ રહી હતી.સ્ટેરયીંગ ફેલ થઈ જવાથી આ દર્દનાક અકસ્માત સર્જાયો છે. ઘાયલ જવાનોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
2020માં ઉમરગામના એક વિસ્તારમાં રહેતી 6 વર્ષીય બાળકી ધુળેટી નિમિત્તે નજીકના વિસ્તારમાં રહેતા બાળકીના નાના નાની ના ઘરે રમવા ગઈ હતી. જે દરમિયાન એક યુવકે 6 વર્ષની બાળકીનું મોઢું દબાવી આરોપી બાળકીને તેના ઘરે લઇ ગયો હતો. જ્યાં બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાળકી રડતી રડતી ઘરે પરત ફરતા બાળકીના માતા-પિતાને બાળકીની પૂછપરછ કરતા બાળકીએ હકીકત જણાવી હતી. બાળકીએ પહેરેલા ચણીયા ચોળી પણ લોહી વાળા થઈ ગયા હતા. બાળકીની માતાએ નરાધમ યુવક વિરુદ્ધ ઉમરગામ પોલીસ મથકે 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ઉમરગામ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. વલસાડની પોક્સો સ્પેશિયલ કોર્ટમાં પોલીસે ચાર્જશીટ રજૂ…
ભારતમાં કોરોના વાયરસ અતિ ઘાતક કહી શકાય તેવા નવા AP સ્ટ્રેન સાથે આવ્યો છે. જેના કારણે દેશના અન્ય રાજ્યોની સાથે ગુજરાતમાં પણ તેનું જોખમ ઉભું થયું છે. જેથી રાજ્યનો આરોગ્ય વિભાગ પણ ગંભીરતાથી તકેદારીના પગલાં લેવા માટે સક્રિય બની ગયો છે, ખાસ તો આ વાયરસ ગામડામાં પણ ઘૂસી શકે છે. આ વાયરસની ગંભીરતા એવી છે કે અન્ય વાયરસ કરતાં તે 15 ગણું વધારે સંક્રમણ ફેલાવે છે. એટલું જ નહીં આ વાયરસ ની સૌથી વધુ અસર બાળકો અને યુવાનો પર જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે આ સ્ટ્રેન આંધ્રપ્રદેશમાં મળી આવ્યો છે. આ વાયરસનું સંક્રમણ એટલું બઘું…
વડોદરાના પાદરામાં સેક્સ સર્વિસના નામે ભેજાબાજે પરિવારની મહિલા અને દીકરીઓના નિર્વસ્ત્ર ફોટા એડીટીંગ કરીને બ્લેક મેઇલિંગ કરીને ઓનલાઇન 4.71 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. આ મામલે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું પાદરા ગામમાં પરિવાર સાથે રહું છું અને ખાનગી કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવુ છું. મારા મોબાઈલ ઉપર અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને કહ્યું હતું કે, તમારે કોઇ સર્વિસ જોઇએ છે? તેમ કહેતા મે કહ્યું હતું કે, મારે આવી કોઇ સર્વિસની કોઇ જરૂર નથી. સામેવાળાએ જણાવ્યું…
ભારતમાં કોરોના વાઇરસ દિવસે ને દિવસે વિકરાણ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 4 લાખથી વધુ નવા કેસો નોંધાયા છે અને અંદાજે 4 હજાર લોકોના મોત થયા છે. મહામારીના પ્રકોપને જોતા હવે જરૂરી થઇ ગયુ છે કે સારવાર પણ ડોક્ટરોની નજર હેઠળ થાય. જો દર્દી ઘરે આઇસોલેટ છે, તેમને પણ ડોક્ટરની સલાહ પર જ દવાઓ લેવી જોઇએ. કોરોનાના આ સંકટમાં ડોક્ટરની સલાહ વગર લેવામાં આવી રહેલી દવાઓ પણ નુકશાન પહોંચાડી રહી છે. તેથી ડોક્ટરની સલાહ લીધા વગર કોઇ પણ પ્રકારની દવાઓ લેવી દર્દી માટે હાનિકારક સાબિત થઇ શકે છે.કોરોના વાઇરસની સારવારમાં મોટા પ્રમાણમાં સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરવામાં આવી…
ન્યુઝિલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા અર્ડર્ન કોરોના વાયરસ સામેની જંગમાં જીત્યા બાદ ટૂંક સમયમાં લગ્ન કરવા જઇ રહ્યા છે. આ અંગે તેમણે ખુદ જાહેરાત કરી છે. પીએમ જસિન્ડા આર્ડર્ને એક રેડિયો ચેનલને જણાવ્યું કે, તેણી અને તેના પાર્ટનર ક્લાર્ક ગેફોર્ડને આખરે લગ્નની તારીખ મળી ગઈ છે. એક સ્થાનિક અખબારે જેસિન્ડા અર્ડર્નને ટાંકીને જણાવ્યું છે કે, “તેનો અર્થ એ નથી કે અમે બધાને તેના વિશે જણાવી દીધું છે.” અમે સંભવત કેટલાક લોકોને આ સમારોહમાં આમંત્રિત કરવા માંગીએ છીએ. ”40 વર્ષીય આર્ડર્ને 2019 માં 44 વર્ષીય ગેફોર્ડ સાથે સગાઇ કરી હતી. તેમને એક બે વર્ષની પુત્રી પણ છે. માનવામાં આવે છે કે તે ડિસેમ્બરથી…
કોરોના વાઈરસની મહામારી સાથે સુરતમાં વધુ એક રોગ વકર્યો હોવાની માહીતી સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. મ્યુકરમાઈકોસીસના સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલમાં 40 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. દર્દીએ કોરોનાની સારવાર લીધાના દસ દિવસ બાદ એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જેને મ્યુકરમાઈકોસીસ કહે છે. વિદેશમાં મ્યુકરમાઈકોસીસની બિમારીને લીધે 50 ટકા મૃત્યુદર હતો. કિરણ હોસ્પિટલમાં 60 જેટલા દર્દીઓનું વેઇટિંગ છે. સારવાર લઈ રહેલા ચાલીસ જેટલા દર્દીઓ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને અન્ય રાજ્યોના છે. આ બીમારીમાં દોઢ મહિનાની સારવાર લેવી પડે છે. પ્રતિદિવસ દર્દીને 6 જેટલા ઇન્જેક્શન આપવામાં આવે છે. પ્રત્યેક ઇન્જેક્શનની કિંમત પાંચથી સાત હજાર રૂપિયા જેટલી થાય…