કવિ: Dharmistha Nayka

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે આ વચ્ચે સરકારે નિયમો સખ્ત કર્યા છે. જેમાં અન્ય રાજ્યો માઁથી અને ગુજરાત બહારથી આવતા તમામ લોકો માટે સખ્ત નિર્ણય લાદવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રવેશ માટે તમામ લોકો માટે ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કરાયો છે. અમદાવાદ વાસીઓ માટે RTPCR રિપોર્ટમાંથી તંત્રે જે રાહત 5 એપ્રિલે આપી હતી તે નિર્યણને એએમસી દ્વારા રદ કરાયો છે. હવે ગુજરાત બહારથી આવતા તમામ લોકોને છેલ્લા 72 કલાકની અંદર કરાવેલો RTPCR રિપોર્ટ ફરજિયાત બતાવવો પડશે.રાજ્યના મુખ્યમંત્રી વિજયરૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા કડન નિયમો અમલમાં મૂક્યા છે. જેમાં રાજ્યમાં 8 મહાનગરો ઉપરતાં…

Read More

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસ યથાવત છે, ત્યારે બીજી તરફ આ મહામારીને કારણે સરકારે લગ્નપ્રસંગમાં પણ સરકારે નિર્યત સંખ્યા નક્કી કરી છે. ત્યારે આ વચ્ચે નવસારી ખાતેથી નવસારીના વિજલપોરમાં કોરોના મહામારી વચ્ચે નિયમોના ઉલ્લંઘન સાથે લગ્ન સમારંભ આયોજિત થતા પોલીસે કાર્યવાહી કરી છે.લગ્ન પ્રસંગમાં 300થી વધુ લોકો જોડાતા પોલીસે લગ્નના રંગમાં ભંગ પાડ્યો અને જાનૈયાઓને પોલીસ સટેશન લઈ જવાયા હતા..પાટીલ સમાજની વાડીમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો…વરરાજાના બનેવી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી.વરરાજના ભાઈના મતે 50 લોકોની પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી આપવામાં આવી હતી..પણ એકાએક જાનૈયાઓનું ટોળુ ઉમટી પડતા ટોળુ ઘટે તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા..પરંતુ તે પહેલા પોલીસ આવી…

Read More

શું તમે નાઈટ શિફ્ટમાં કામ કરો છો. જો હાં તો આ સમાચાર તમારા માટે છે. એક તાજા રિસર્ચ મુજબ નાઈટ શિફ્ટમાં કામ કરનારા લોકો પર કોરોનાનો ભય વધારે રહે છે. તે પણ ત્રણ ગણો વધારે.આ રિસર્ચ માન્ચેસ્ટર યુનિવર્સિટીના સંશોધકોએ કર્યું છે.માનચેસ્ટર યુનિવર્સિટીના સંશોધકોનું માનવું છે કે કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા પછી નાઈટ શિફ્ટમાં કામ કરવાવાળા લોકોને ભય વધારે હોય છે. કારણ કે તેમની જીવનશૈલી અસંતુલિત હોય છે. એના કારણે જ તેમની ઈમ્યુનિટી સિસ્ટમ પણ કમજોર થઈ જાય છે. આ જ કારણોસર તે લોકોમાં ભય વધારે હોય છે. ઈંગ્લેન્ડમાં લગભગ 80 લાખ લોકો શિફ્ટમાં કામ કરે છે. જેનો ટાઈમિંગ અલગ અલગ…

Read More

પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત મમતા બેનર્જીની સરકાર બનવા જઈ રહી છે. બુધવાર સવારે ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. મમતાનું શપથ ગ્રહણ સમારોહ રાજભવનનાં ટાઉન હોલમાં યોજાશે.પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજી સતત ત્રીજી વખત બંગાળના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે.બંગાળમાં ચૂંટણી પ્રચાર શરૂ થયો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત ભાજપ આઈટી સેલે મમતા બેનરજી અને તેમના ભત્રીજા પર કમિશન ખાવાના આરોપો મૂક્યા હતા. પરંતુ બંગાળની પ્રજાએ ભાજપના આરોપોને ફગાવીને તૃણમૂલ કોંગ્રેસને ખોબે ખોબે મત આપ્યા છે.મમતા બેનર્જીનું શપથગ્રહણ સમારોહ આવતી કાલે 10.45 પર રાજભવનના ટાઉન હોલમાં યોજાશે. સમારોહમાં પ્રશાંત કિશોર સહિત ટીએમસીના મોટા નેતા શામેલ થશે, આ…

Read More

ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે કોરોના વધુ ધાતક છે. જો સાવચેતી રાખવામાં આવે તો આ જોખમ ઓછું કરી શકાય છે અને દર્દી જલ્દી સ્વસ્થ થઈ શકે છે. જો દર્દી શુગર લેવલ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલ કન્ટ્રોલમાં રાખે તો જોખમ ઓછું કરી શકાય છે. કોરોનામાં દર્દીઓેને સ્ટેરોઈડ્સ આપવામાં આવે છે. તેનાથી શુગર લેવલ વધે છે. જો હળવાં લક્ષણો હોય અને ઘરે જ હો તો સ્ટેરોઈડ્સ ન લો. જરૂરી હોય તો 3 દિવસ પછી લો. ડૉક્ટરની સલાહથી પોતાની દવાઓ અને ઈન્સુલિનના ડોઝ એડ્જસ્ટ કરવા જરૂરી છે. જો તમારું શુગર લેવલ નિયંત્રણમાં હોય તો કોવિડથી ગંભીર રીતે સંક્રમિત થવાનું જોખમ ઘણુ ઓછું છે. ઓક્સીજન…

Read More

રોજ થોડા સમય માટે ઊંડાં શ્વાસ લેવાથી તમારું સ્વાસ્થ્ય અને લાઈફ સ્ટાઈલમાં સુધારો થાય છે. જ્યારે પણ તમે ચિંતિત કે કોઈ તકલીફમાં હોવ ત્યારે તમારા ધબકારા ઝડપી બની જાય છે. બ્લડ ફ્લો હાર્ટ અને મગજ તરફ બધી જાય છે. તેનાથી બચવા માટે ઊંડાં શ્વાસ લેવાનો અભ્યાસ તમારે રોજ કરવો જોઈએ. ભલે સ્ટ્રેસ હોય કે ના હોય. તેનાથી 24થી 48 કલાકમાં મન અને શરીરને આરામ મળે છે, ઊંઘ સારી આવે છે. સૌથી મહત્ત્વની વાત એ કે રોગ સામે લડવાની શક્તિ વધે છે. ધીમા, ઊંડાં અને લાંબા શ્વાસ લેવાથી શરીરનો સ્વભાવ શાંત બને છે. સારી ઊંઘ આવે છે. જો અનિંદ્રાની તકલીફ હોય તો…

Read More

રાજકોટમાં સ્વયંભૂ ટેસ્ટિંગ કરાવવા માટે દરરોજ અનેક લોકો ટેસ્ટિંગ માટે લાઈનમાં ઉભા હોય છે. આજે અચાનક તેમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત સિવિલમાં સા૨વા૨ માટે છેલ્લા ઘણા દિવસથી ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં દ૨રોજ 100થી વધુ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો સાથે દર્દીઓની લાગતી લાંબી લાઈન પણ આજે એકાએક પૂર્ણ થઈ ગઈ છે. જ્યાં એક પણ વાહન જોવા મળ્યા નથી. હાલ તબીબો દ્વારા દર્દીઓને તેમના વાહનોમાં તપાસવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત તંત્ર દ્વારા મેદાનમાં જ દર્દી અને તેમના પરિવારજનો માટે ભોજન સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ દ્રશ્ય નિહાળીને લોકો આશ્ચર્યમાં મૂકાયા હતાં. તબીબોમાં પણ જો૨શો૨થી ચર્ચા ચાલી હતી કે…

Read More

સૌરાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસથી અલગ અલગ વિસ્તારમાં રોજ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે ધોરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા હતા. ધોધમાર વરસાદથી ઉનાળુ પાક બાજરી, મગ અને તલને નુકસાન પહોંચતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. હાલ અસહ્ય ગરમીને કારણે લોકો ત્રસ્ત બન્યા છે. ત્યારે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. ધોરાજી અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસતા લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઇ રહી છે. નેશનલ હાઇવે પર પાણી ફરી વળતા ટુવ્હિલરચાલકોને મુશ્કેલી પડી હતી. રાજકોટમાં બે દિવસ સુધી વાતાવરણમાં પલટો જોવા મળ્યો…

Read More

ભારતમાં કોરોના વાયરસના કારણે આ દિવસોમાં લોકોની જિંદગી ખૂબજ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. દેશમાં કેટલીય જગ્યાઓ પર ઓક્સિજન અને બેડની અછત ઊભી થઈછે. ઓક્સિજનના અભાવે કેટલાય લોકોના મોત થઈ રહ્યા છે. એવામાં ટેક કંપનીઓ પણ મદદ માટે હાથ વધારી રહી છે. સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ પણ મદદ માટે જાહેરાત કરી છે. સેમસંગ મુજબ કંપની ભારતમાં કોરોના વાયરસથી લડવા માટે 37 કરોડ રૂપિયા ડોનેટ કરશે. કંપનીએ કહ્યું કે આ ફંડને કેન્દ્ર અને રાજ્ય સરકારોને આપવામાં આવશે. જેથી હેલ્થકેર સેક્ટર્સમાં જરૂરી મેડિકલ ઈક્વિપમેન્ટ ઉપલબ્ધ કરાવી શકે.સેમસંગે કહ્યું કે આ નિર્ણય કંપનીના ભારતના કેટલાય સ્ટેક હોલ્ડર્સ સાથે વાતચીત કર્યા પછી લીધો…

Read More

કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યું છે. કોરોનાના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે ત્યારે ઘણા રાજ્યોમાં કોરોનાના કારણે સ્થિતિ વકરી છે. આવી સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જ કોરોનાથી બચવાના એકમાત્ર ઉપાય છે.. આવી સ્થિતિમાં, હવે ઘણા ડોકટરો ડબલ માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે, એટલે કે, જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે એકની જગ્યાએ બે માસ્ક પહેરવા જોઈએ. ડબલ માસ્ક પહેરવાથી કોરોના સંક્રમણથી બચી શકાય છે.હવે ઘણા લોકો ડબલ માસ્ક પહેરવાનું પણ અપનાવી ચૂક્યા છે..પરંતુ ડબલ માસ્ક પહેરવાની પણ એક સાચી રીત છે.. ઘણા લોકો ડબલ માસ્ક પહેરે છે પરંતુ તેમની માસ્ક પહેરવાની રીત ખોટી હોય છે. આવી…

Read More