મિડલ ઈસ્ટમાં આવેલા લેબનાન દેશમાં કારોન નામનું સુંદર ગામ આવેલું છે. તેમાં આવેલા તળાવને લીધે કારોન આખી દુનિયામાં ફેમસ છે. હાલ આ તળાવે જ ફરીથી આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. પાણીના પ્રદૂષણને લીધે 40 હજાર મૃત માછલી તળાવબે કિનારે તણાઈને આવી હતી. આટલી બધી મૃત માછલીના ખડકલાથી આજુબાજુના ગામમાં મૃત માછલીઓની દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. લેબનાન દેશની રાજધાની બેરુતથી આ ગામ 85 કિમી દૂર છે. આ તળાવ દેશની સૌથી મોટી નદી લીટાની નજીક આવેલું છે. વૉલન્ટીયર્સે માછલીઓ ભેગી કરી તેમની નિકાલની વ્યવસ્થા કરી હતી. છેલ્લા ઘણા વર્ષોથી એક્ટિવિસ્ટ વોટર પોલ્યુશન મામલે દેશને ચેતવી રહ્યા છે પણ હજુ સુધી કોઈ ગંભીર પગલા…
કવિ: Dharmistha Nayka
આ દુનિયામાં દરેક ક્ષણે કોઈને કોઈ ચમત્કાર થતા રહે છે. ઘણામાં આપણે સાક્ષી હોઈએ છીએ તો ઘણા આપણને સાંભળવા મળે છે. અમેરિકામાં એક મહિલાએ પ્લેનમાં ટ્રાવેલ દરમિયાન 30 હજાર ફૂટ ઉંચાઈએ બાળકને જન્મ આપ્યો છે. આ કેસમાં સૌથી નવાઈની વાત એ છે કે, મહિલાને ખબર નહોતી કે તે પ્રેગ્નન્ટ છે. બાળકના જન્મના સાક્ષી પ્લેનના પ્રવાસીઓ પણ આ જોઇને આશ્ચર્ચચકિત થઈ ગયા હતા.લેવિનિયા મોંગા સોલ્ટ સિટી લેકથી પ્લેનમાં હવાઈના હોનોલુલુ શહેર જઈ રહી રહી હતી. હવાઈમાં રહેતા તેના પરિવારને મળવા માટે તે એકલી ટ્રાવેલ કરી રહી હતી. શનિવારે લેવિનિયાએ સોશિયલ મીડિયા પર શુભેચ્છકોનો આભાર માન્યો હતો. લેવિનિયા અને તેનો પતિ ઈથન…
દેશ કોરોના સંક્રમણની બીજી લહેરની ઝપટમાં છે. સ્વાસ્થ્ય વ્યવસ્થા પર બોજો વધી ગયો છે. દેશમાં દૈનિક કોરોના સંક્રમણના લાખો નવા કેસો સામે આવી રહ્યા છે તેના કારણે હોસ્પિટલોમાં બેડ અને અન્ય તમામ સુવિધાઓની અછત સર્જાઈ છે. લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી એક બીજાની મદદ કરી રહ્યા છે. કોઇને ઓક્જિસનના સિલિન્ડરની જરૂર છે, તો કોઈ જરૂરી દવા શોધી રહ્યો છે. ત્યારે અમે એવી કેટલીક વેબસાઇટ અંગે જણાવીશું, જ્યાં તમને આ પ્રકારની તમામ સુવિધા મળી જશે. Covid.army આ વેબસાઇટ પર તમને તમારા શહેરમાં ઓક્સિજન, જરૂરી દવાઓ અને પ્લાઝમા સંબંધિત જાણકારી મળી જશે. ઝડપથી ફેલાતા સંક્રમણ વચ્ચે ઓક્સિજન અને દવાઓની માંગ વધી રહી છે.…
ઘણા મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે કોવિડ -19 રસી માટે પૂરતા આદેશો આપ્યા નથી. આ અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારે છેલ્લે માર્ચ મહિનામાં 12 કરોડની રસી મંગાવવાનો આદેશ આપ્યો હતો. તેમાંથી 10 કરોડ રસી ઓર્ડર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને 2 કરોડ ભારત બાયોટેકને અપાયો હતો. જો કે હવે સરકારે મીડિયા અહેવાલોમાં કરેલા આ દાવાઓને પાયાવિહોણા ગણાવી દીધા છે. આ મામલે ખુદ સીરમ સંસ્થાએ સરકારને ટેકો આપ્યો છે. સરકારે આપેલી નવી માહિતીમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, 28 એપ્રિલ 2021ના રોજ, કેન્દ્ર સરકારે 11 કરોડ કોવિશીલ્ડ માટે અગાઉથી સીરમ ઇન્સ્ટિટ્યૂટને રૂ. 1,732.50 કરોડ જારી…
કેન્સરના ખતરાને દૂર કરવા માટે તમારે ઘણું બધું કરવું પડે છે. માટે કંઈક નવું જાણો જેનાથી કેન્સરનો ખતરો દૂર થઇ શકે છે. રિસર્ચમાં હજુ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે વારંવાર સ્ખલન પ્રોસ્ટેટ કેન્સર વિરુદ્ધ રક્ષણ આપે છે. એક થિયરી છે કે સ્ખલન કેન્સર પેદા કરવા વાળા પદાર્થો, સંક્રમણ અને પ્રોસ્ટેટ ગ્રંથિને સંક્રમિત કરે છે જેનાથી સોજો થઇ જાય છે. વારંવાર સ્ખલનના કોઈ પાક્કા પુરાવા વગર આ થિયરી વિવાદાસ્પદ રહેશે અને કોઈ વિશ્વસનીય સ્ત્રોતો શોધવુ જટિળ છે. આમા સ્ટડીમાં સૌથી મોટો વિવાદ છે ઉંમર જયારે સ્ખલન થાય છે. 2008ની સ્ટડી મુજબ જે પુરુષો 20-30ની ઉંમરમાં ખુબ વધુ સેક્સ્યુઅલી એક્ટિવ હોય તો…
પૈસો માણસને શું નથી કરાવતો. એમાંય જ્યારે પર સ્ત્રી સાથે સંગ થાયએટલે તો કહેવું જ શું. પૈસા ના હોય તોય ગર્લફ્રેન્ડને ફેરવવા માટે એક બાપે પોતાના દિકરાને વેચી દીધો. વાંચીને ચોંકી જશો. પરંતુ આ સત્યઘટના ચીનમાં બની છે. આ ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે તેણે ઘરના સભ્યોના ફોનઉપાડવાનું બંધ કર્યું. ચીનના એક કળિયુગી પિતાએ પોતાના બે વર્ષના બાળકને વેચી દીધો અને પછી તે પૈસાથી તે આખા દેશના પ્રવાસે ફરવા નીકળી પડ્યો. આ વ્યક્તિએ પોતાની પત્ની સાથે છૂટા છેડા થઈ ગયા હતા. અને તે પોતાના બાળકને ઉછેરવામાં નાકામ રહ્યો તો તેણે આ ચોંકાવનારો નિર્ણય લીધો.જેજિયાંગના એક રિપોર્ટ મુજબ આ વ્યક્તિની સરનેમ…
જેસિંડાના કહેવા પ્રમાણે ન્યૂઝીલેન્ડ એમ્બેસીએ ઓક્સિજનની માંગણી કરતી ટ્વીટ એક સ્થાનિક સ્ટાફ માટે કરી હતી કારણ કે, તે બીમાર હતો. જો કે, સાથે જ તેમણે ન્યૂઝીલેન્ડ એમ્બેસીએ ઓક્સિજન મેળવવા અન્ય કોઈ માધ્યમનો ઉપયોગ કરવો જોઈતો હતો તેમ પણ કહ્યું હતું.હકીકતે કોંગ્રેસ પાર્ટીના યુવા મોરચાએ ન્યૂઝીલેન્ડ એમ્બેસીને ઓક્સિજન પહોંચાડ્યો હતો અને તેને કારણે વિવાદ થયો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે રવિવારે હાઈકમિશન અને એમ્બેસીઓમાં કોવિડ સાથે સંકળાયેલી આપૂર્તિ મામલે સોશિયલ મીડિયા પર લખવાને લઈ વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ ભારત ખાતેના ન્યૂઝીલેન્ડ હાઈકમિશને ટ્વીટ કરીને માફી માંગી હતી.
આ વાયરસ શરીરના અનેક અંગોને પણ નુકશાન પહોંચાડે છે. એવામાં જો તમે તાજેતરમાં જ કોરોના વાયરસ સંક્રમણમાંથી રિકવર થયા છો તો તમારે અમુક ટેસ્ટ કરાવવા જરૂરી છે. જેથી ખબર પડી શકે છે વાયરસે તમારા શરીરને કેટલું નુકશાન કર્યું છે. 1. હાર્ટ ઇમેજિંગ, કાર્ડિયાક સ્ક્રીનિંગ: કોરોના વાયરસ ઇન્ફેક્શનને કારણે શરીરમાં અત્યંત વધુ ઇન્ફ્લેમેશન થાય છે જેને કારણે હૃદયની માંસપેશીયો નબળી પડી જાય છે અને તેને નુકશાન થાય છે. આ ઉપરાંત કોરોનથી સાજા થયેલ અનેક દર્દીઓમાં હાર્ટબીટ અસામાન્ય રહેવાની તકલીફો પણ જોવા મળે છે. એટલે કોરોનાથી રિકવર થયા બાદ કાર્ડિયાક સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવા જરૂરી છે. 2. ચેસ્ટ સીટી સ્કેન: કોરોના વાયરસનું સંક્રમણ…
ભારતમાં પાછલા ઘણાં સમયથી 3 લાખથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યાં છે. તેવામાં ગત 24 કલાકમાં રેકોર્ડબ્રેક 4 લાખથી વધુ કેસ નોંધાયા છે. કોવિડ કેસોમાં મોટા પ્રમાણમાં વધારો થવાથી મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશ જેવા વધુ કેસ વાળા રાજ્યો પર કોરોનાની ચેઇન તોડવા માટે સંપૂર્ણ લોકડાઉન લાદવાનું દબાણ છે. જો કે કેટલાંક વૈજ્ઞાનિકોનું માનવુ છે કે લોકોને સોશિયલ કોન્ટેક્ટ્સથી દૂર રાખવાના બદલે તેમને સેફ કોન્ટેક્ટ રાખવાની સલાહ આપી શકાય. જાણીતા વાઇરોલોજિસ્ટ અને રસી સંશોધનકાર Dr Thekkekara Jacob Johnએ પોતાનો મુદ્દો લોકો અને સરકાર સુધી પહોંચાડવા HIV એનોલોજીનો ઉપયોગ કર્યો. HIV આવ્યા ત્યારે તમે શું ઇચ્છતા હતાં? શારિરીક સંબંધો જ નહીં કે…
દેશભરમાં જીવલેણ CORONA વાયરસનો કહેર વધ્યો છે. તો કેન્દ્ર સરકારની તરફથી દેશભરમાં લોકડાઉન લગાવી શકાય તેવી શક્યતાઓ છે.જોકે કેન્દ્ર સરકારના અધિકારીઓનું કહેવું છે કે આવો કોઈ પ્લાન નથી, આધિકારીક સૂત્રોના જણાવ્યા મુજબ દેશભરમાં લોકડાઉન લગાવવાનો કેન્દ્ર સરકારનો કોઈ પ્લાન નથી. પરંતુ રાજ્યો અને કેન્દ્ર્ શાસિત પ્રદેશોને જરૂરી કોરોના સંક્રમણને રોકવા માટે સખ્ત નિયમોને વધારવાનું કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે દેશભરમાં ઘાતક વાયરસા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના કારણે ઘણા રાજ્યોની સરકારે લોકોના અવરજવર સખ્ત નિયમો લાદવામાં આવ્યા છે.દેશમાં કોરોનાના વધતા પ્રકોપને કારણે લોકોમાં સતત લૉકડાઉનનો ભય જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં લોકો સતત લૉકડાઉન લાગશે…