27 એપ્રિલે હનુમાન જયંતી છે. ચૈત્ર પૂનમે બપોરે 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં ભગવાન હનુમાનજીનો જન્મ થયો હતો. બજરંગ બલીના અનેક નામ છે, પરંતુ તેમની સ્તુતિ માટે ખાસ કરીને 12 નામનો જાપ કરવામાં આવે છે. જેને હનુમાન દ્વાદશનામ સ્ત્રોત કહેવામાં આવે છે. આ નામનો જાપ ભક્ત અનેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે કરે છે. હનુમાન દ્વાદશનામ સ્તોત્રમાં પહેલું નામ હનુમાન, બીજું નામ અંજનીસુત, ત્રીજું વાયુ પુત્ર, ચોથું મહાબલી, પાંચમું રામેષ્ટ એટલે ભગવાન શ્રીરામના પ્રિય, છઠ્ઠું નામ ફાલ્ગુણ સખા એટલે અર્જુનના મિત્ર, સાતમું પિંગાક્ષ એટલે જેમની આંખો લાલ અને સોનેરી છે, આઠમું નામ અમિત વિક્રમ એટલે જેમની વીરતા અથાક અને અપાર હોય, નવમું…
કવિ: Dharmistha Nayka
કહેવાય છે લાલચ બુરી બલા છે. એ ચક્કરમાં વ્યક્તિ ક્રિમિનલ પણ બની જાય છે. પરંતુ આ વ્યક્તિએ ગિફ્ટની લાલચમાં જે કર્યું એ લોકોને હજમ નથી થઇ રહ્યું. 39 વર્ષના તાકાશી મિયાગાવાએ જયારે એક ગર્લફ્રેન્ડ બનાવી તો એને ઘણા બધા ગિફ્ટ મળ્યા. ત્યાર પછી એનો લાલચ વધતો ગયો અને ગિફ્ટ્સના ચક્કરમાં દરેક દિવસ નવી-નવી ગર્લફ્રેન્ડ બનાવતો ગયો. એવું કરતા કરતા તાકાશીએ 35 ગર્લફ્રેન્ડ બનાવી લીધી.તાકાશી અહીં પર જ નહિ રોકાયો, તે ગર્લફ્રેન્ડ બનાવ્યા પછી બીજીને છોડતો ન હતો પરંતુ તેઓ તમામને એક સાથે ડેટ કરી રહ્યો હતો. એની પાછળ એનો ઉદ્દેશ પ્યાર નહિ પરંતુ નવા-નવા ગિફ્ટ્સ લેવાનો હતો, જેથી તે દરેક…
ડાયબિટીઝને કન્ટ્રોલ કરવા માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ અને સ્વસ્થ ખોરાક ખૂબ જ જરૂરી છે, કારણ કે ડાયબિટીઝના દર્દીઓમાં બ્લડ શુગર ઝડપથી વધે છે, ખાસકરી આ કોરોનાકાળમાં દર્દી ખૂબ જ ભયભીત છે. જોકે હવે ડરવાની જરૂર નથી. શુગર કન્ટ્રોલ કરવાની સામગ્રી તમારા કિચનમાં છુપાયેલી છે. એક શોધ મુજબ કેળાની છાલમાં ફ્લેવોનોયડ્સ નામનું તત્વ મળે છે, જે શુગરને ઝડપથી કન્ટ્રોલ કરે છે.એક શોધમાં કેળાની છાલના એક નહીં પરંતુ ઘણા ફાયદાઓ છે. તેમાં ટ્રીપ્ટોફન (જરૂરી એમિનો એસિડ), વિટામિન-સી, બી6, પોટેશિયમ, મેગ્નીશિયમ, ફ્લેવોનોયડ્ય અને એન્ટી ઓક્સિડન્ટ્સના ગુણ મળે છે, જે અનેક રોગોમાં ફાયદાકારક હોય છે. તેમાં મળતા તત્વ ફ્લેવોનોયડ્ય શુગરના દર્દીઓ માટે વરદાનથી ઓછું નથી.…
રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે હોસ્પિટલોની બહાર દર્દીઓની હાલત એટલી કફોડી થઇ ગઇ છે કે, તેઓએ ફૂટપાથ પર જ રઝવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં કોરોનાની સારવારના અભાવે સિવિલની બહાર ફૂટપાથ પર જ એક કોરોના દર્દી ઢળી પડ્યો. જો કે તેને જોતા સૌ કોઇ પહેલાં તો એવું વિચારશે કે શું આ કોઇ દારૂડિયો છે. પરંતુ હકીકત કંઇક અલગ જ છે. હોસ્પિટલમાં સારવારના અભાવે તેમજ ઓક્સિજન બેડ ન મળતા લોકો ફૂટપાથ પર રઝળી રહ્યાં છે.દર્દથી પિડાતા અને દયનીય હાલતમાં જમીન પર સૂતેલા 28 વર્ષીય દિનેશ કુમાર કે જેઓ તે ખેડામાં આવેલી કોસ્મેટિક કંપનીમાં કામ કરે છે. દિનેશ કુમાર દિલ્હીના રહેવાસી છે કે જેઓ…
દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, આ દરમિયાન આરોગ્ય મંત્રાલયએ એક રાહતનાં સમાચાર આપ્યા છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે ગભરાવાની જરૂર નથી, કેમ કે આ સમયે દેશમાં 82 ટકા લોકો કોરોનાથી ઉગરી ચુક્યા છે, અને લગભગ 16.25 ટકા કેસ એટલે કે 28,13,658 કેસ અત્યાર સુધી એક્ટિવ કેસની કેટેગરીમાં છે, જેનાં પર નજર રાખવામાં આવી રહી છે, આરોગ્ય મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, અને તમિલનાડુમાં હાલ એક લાખથી વધુ એક્ટિવ કેસ છે, પરંતું અહીં પણ ધીરે-ધીરે સુધારો થતો જોવા મળી રહ્યો છે.મંત્રાલય દ્વારા સંયુક્ત સચિવ લવ અગ્રવાલે…
બિહારની રાજધાની પટણામાં હૈયું હચમચી જાય તેવો એક મામલો સામે આવ્યો છે. પટણામાં રહેતા રેલવેના એક સ્ટેશન માસ્ટરે પોતાના બાળકોની સામે કોરોનાગ્રસ્ત પત્નીનું ગળુ કાપી નાંખ્યું હતું અને પછી પોતે એપાર્ટમેન્ટમાંથી મોતનો ભૂસકો માર્યો હતો.મળતી વિગતો પ્રમાણે, સવારે સાત વાગ્યે આ ઘટના બની હતી. પટણા જંક્શન પર તૈનાત અતુલ નામના રેલવે અધિકારી અને તેમની પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ દરમિયાન અતુલે પોતાની પત્નીનું બ્લેડ વડે ગળુ કાપી નાંખ્યું હતું. તે વખતે બે બાળકો ત્યાં જ મોજુદ હતા. બાળકોએ બૂમો પાડવા માંડી ત્યારે અતુલે બિલ્ડિંગ પરથી કુદીને આત્મહત્યા કરી હતી.પોલીસ કઈ બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો…
પંજાબના જાલંધરમાં લગ્ન સમારોહમાં કોરોના ગાઈડલાઈન્સનો ભંગ કરવામા આવ્યો હતો. લગ્નમાં 100થી વધુ લોકોની ભીડ ભેગી કરવામાં આવી હતી. જેના કારણે પોલીસે કાર્યવાહી કરી હતી.વરરાજા અને તેના પિતાની પોલીસે રિસેપ્શન પાર્ટીમાંથી ધરપકડ કરી હતી. જ્યારે પોલીસને જોતા જ ઘણા મહેમાનો નાસી છૂટ્યા હતા. પંજાબમાં લગ્ન અને અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. જ્યારે અન્ય કાર્યક્રમમાં 10થી વધુ લોકોના ભેગા થવા મુદ્દે તંત્રની મંજૂરી લેવી જરૂરી છે.લગ્ન સમારોહમાં 100થી વધુ લોકોના આવવા મુદ્દે પોલીસે પૂછપરછ કરતા યુવકે પોતાનો બચાવ કરતા કહ્યું કે, મને જ નથી ખબર કે લગ્નમાં આટલી મોટી સંખ્યામાં લોકો ક્યાંથી આવી ગયા. પોલીસે દુલ્હા…
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરમાં અનેક લોકો મોતને ભેટી રહ્યાં છે. એક્ટિવ કેસોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. કોહરામ મચાવી રહેલી આ લહેર વચ્ચે આઈઆઈટીના વૈજ્ઞાનિકોએ ડરાવી દે તેવી આગાહી કરી છે. ભારતમાં 15 મે સુધી 50 લાખ એક્ટિવ કેસ હશે. આઈઆઈટીના મેથેમેટિકલ મોડલ અનુસાર, 14-18 મેની વચ્ચે બીજા લહરની પીક આવશે. જે સમયે એક્ટિવ કેસ 38-48 લાખ સુધી જઈ શકે છે. 4-8 મે દરમિયાન રોજના ચેપનો આંકડો 4.4 લાખ સુધી પહોંચી શકે છે. ઇન્ડિયન ઇંસ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી કાનપુર અને હૈદરાબાદે સૂત્ર મોડેલના આધારે એક્ટિવ કેસોમાં વધારો થવાની ચિંતા દર્શાવી છે. રવિવારના રોજ અગ્રવાલે ટ્વિટર થ્રેડમાં નવા કોવિડ કેસોના પીક…
CORONA ની બીજી લહેર વચ્ચે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે, તે વિદેશી વેક્સિનને ભારતમાં મંજૂરી તો આપશે પરંતુ પોતે તેની આયાત નહીં કરે. વિદેશી વેક્સિનની આયાતનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર વિદેશી વેક્સિનોની આયાત કરવાને બદલે સ્થાનિક વેક્સિન મેન્યુફેક્ચરર સીરમ અને ભારત બાયોટેક પાસેથી વેક્સિન ખરીદી તેમને પ્રોત્સાહન આપવાનું કામ કરશે.સરકારે આ મહિને જ બંને કંપનીઓને એડવાન્સ ચૂકવણી પણ કરી હતી. કોરોનાની બીજી લહેરને કારણે સ્થિતિ બગડતા મોદી સરકારે ફાઈઝર, મૉડર્ના અને જૉનસન એન્ડ જૉનસનને પોતાની વેક્સિન ભારતમાં વેચવા મુદ્દે અરજી કરવા કહ્યું હતું. આ સાથે જ વિદેશી વેક્સિનો માટે ભારતે નિયમોમાં…
કોરોના કાળની વિકટ સ્થિતીમાં રાજ્ય સરકારે વાહન ચાલકો માટે નવો નિર્ણય કર્યો છે. જેમાં કોરોના કાળમાં રાજ્ય સરકારે કોઇપણ વાહન ચાલકનું વાહન જપ્ત નહીં કરવાના આદેશ આપ્યા છે. વાહનમાં પૂરતા ડોક્યુમેન્ટ ન હોય તો 2 વ્હીલર માટે 500 અને મોટા વાહનો માટે 1000 દંડ લેવા સરકારે આદેશ કર્યો છે. કોરોના કાળમાં જપ્ત કરાયેલા વાહનોમાં વાહનોને છોડાવવા લાંબો સમય લાગે છે. જે માટે આરટીઓ જવું પડતું હોય છે. જેથી આરટીઓમાં ભીડ વધતા કોરોના સંક્રમણ વધવાની શકયતા રહેલી છે. જેથી વાહનો જપ્ત ન કરીને ટુ વ્હિલર માટે પાંચસો રૂપિયા અને ફોર વ્હીલ માટે 1 હજારનો ઉચ્ચક દંડ લેવાનો આદેશ અપાયો છે. હાલ…