કવિ: Dharmistha Nayka

દુનિયાભરમાં કોવિડ-19 મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે. આ મહામારી શરૂ થઈ ત્યારથી જ ભારત સહિતના અનેક દેશોએ રસી બનાવવાનું કામ શરૂ કર્યુ છે, જેમાં ભારતની સ્વદેશી બે રસી ઉપરાંત અન્ય દેશોમાં પણ રસીનું નિર્માણ કરાયું છે, જેમાં અમેરિકા, રશિયા વગેરે સામેલ છે, જેમાં જોહન્સન એન્ડ જોહન્સન સિવાય મોટા ભાગની રસી ઈન્જેક્શન દ્વારા લઈ શકાય એવી છે. જ્યારે જોહન્સન એન્ડ જોહન્સનની રસી નાકમાં સ્પ્રે દ્વારા લેવાની રહેશે, જેની હજુ ટ્રાયલ ચાલી રહી છે અને બજારમાં આવી નથી. એવામાં અન્ય એક રાહતના સમાચાર એ છે કે અમેરિકાની બે કંપની મળીને ટેબ્લેટ સ્વરૂપે કોવિડ-19નો ખાતમો કરવાની કોશિશ કરી રહી છે. આ બંને કંપનીઓ…

Read More

સારી બોડી અને ફિટનેસ મેઈન્ટેન રાખવા માટે લોકો શું નથી કરતા. કેટલાક લોકો જિમમાં થાય છે, તો કેટલાક લોકો ડાઈટિંગ કરે છે. ફિટનેસ મેઈન્ટેન કરવા માટે જિમમાં પરસેવો પાડવો, ડાયટ પર ધ્યાન આપવું, યોગા, જુમ્બા જેવાં તમામ કામ કરવાં પડે છે, ત્યારે જઈને એક પર્ફેક્ટ બોડી બને છે, પરંતુ હવે આ બધું કર્યા વગર પર તમે એક પર્ફેક્ટ બોડી બનાવી શકો છો. હકીકતમાં ચીનના માર્કેટમાં એક મસ્ક્યુલર બોડીવાળો શૂટ ઘણો લોકપ્રિય થઈ રહ્યો છે. સિલિકોનથી બનેલો આ શૂટ પહેરીને શરીરને બોડીબિલ્ડર જેવો આકાર આપી શકાય છે. એની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. સિલિકોનથી બનેલા આ શૂટને પહેરીને…

Read More

કોરોના સંક્રમણને કારણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાનગી ઓફિસોને 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે આ નિયમનું પાલન થાય છે કે કેમ તેને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને કુલ 275 ઓફીસમાં ચેકીગ કરવામાં આવ્યું હતું. જેમાં ચાર એકમમાં નિયમનો ભંગ થતા તેઓને સીલ મારવામાં આવ્યું છે. ઇસનપુરમાં આવેલો એરાયુરો ઓટો મોબાઇલ્સ, સીટીએમ ક્રોસીંગ પર આવેલા ગોકુલ ઓટો વર્લ્ડ, ન્યુ કલોથ માર્કેટ પર જૈન ટેક્ષસ્ટાઇલ અને સુમેલ બિજનેસ પાર્ક -1માં બી.એમ. ટ્રેડર્સને સીલ કરવામાં આવ્યા હતાં.ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમદાવાદમાં વકરતા કોરોના સંક્રમણ વચ્ચે કોર્પોરેશનના નિયમો ભંગ કરનાર પાંચ એકમોને સીલ કરવામાં…

Read More

દેશભરમાં વધી રહેલા કોરોનાના કેસોને જોતા શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB)એ ગુરુવારે તીર્થ યાત્રા માટે રજિસ્ટ્રેશનને અસ્થાયી રીતે સ્થગિત કર્યું છે. બોર્ડે ટ્વિટ કરીને જણાવ્યું કે દેશમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા શ્રી અમરનાથજી યાત્રા માટે રજિસ્ટ્રેશનને અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવ્યું છે. સાથે જ જણાવ્યું કે સ્થિતિમાં સુધાર થતા જ તેને ફરીથી શરૂ કરવામાં આવશે.અમરનાથ તીર્થ યાત્રા જે ગત વર્ષે કોરોના મહામારીના કારણે રદ કરી દેવામાં આવી હતી, તે આ વર્ષે 28 જૂનથી શરૂ થવાની છે. યાત્રા માટે રજિસ્ટ્રેશન 1 એપ્રિલથી શરૂ થયું હતું. ગત વર્ષે કોરોના વાઇરસ મહામારીના કારણે અમુક સાધુઓએ જ યાત્રા કરી હતી, જ્યારે વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી…

Read More

મુંબઈ પોલીસ પોતાના મિમ્સને લઈને ખૂબ ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે તેમણે કંઈક એવુ કર્યુ છે, જેના કારણે લોકો સોશિયલ મીડિયા પર મુંબઈ પોલીસની વાત કરી રહ્યા છે. મામલો એવો છે કે, એક શખ્સે ટ્વિટ કરીને પોલીસ પાસે મદદ માગી હતી. આ શખ્સે પોલીસને કહ્યુ હતું કે, મારે મારી ગર્લફ્રેન્ડને મળવા જવુ છે, તો ક્યુ સ્ટિકર લગાવીને જાવ ? આપને જણાવી દઈએ કે, કોરોનાકાળમાં મહારાષ્ટ્રમાં કેટલાય પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. જેને પણ મંજૂરી આપવામાં આવી છે, તેમના માટે ખાસ નિયમો બનાવામાં આવ્યા છે.મુંબઈ પોલીસે આ ટ્વીટનો શાનદાર રીત હળવાશની શૈલીમાં જવાબ આપ્યો છે. પોલીસે લખ્યુ છે કે, અમે આપની…

Read More

દિલ્હીમાં ઓક્સિજન સપ્લાઈને લઈને બે હોસ્પિટલની અરજી પર હાઈકોર્ટે કડક ચુકાદો સંભળાવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જો દિલ્હીમાં ઓક્સિજન સપ્લાઈ રોકવામાં આવે છે તો તેના માટે જવાબદાર અધિકારીઓને ગુનેગાર ગણાવવામાં આવશે. આ આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું તો ક્રિમિનલ એક્શન લેવામાં આવશે. હાઈકોર્ટે કેન્દ્રને પણ નિર્દેશ આપ્યા કે તેઓ પોતાના આદેશોનું કડકપણ પાલન કરાવે. જસ્ટિસ વિપિન સિંઘઇ અને જસ્ટિસ રેખા પલ્લીએ કહ્યું- સરકાર ઈચ્છે તો જમીન-આકાશ એક કરી શકે છે. રોહિણીના સરોજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હાઈકોર્ટે એપ્લીકેશન આપી હતી અને કહ્યું હતું કે અમારી પાસે માત્ર 3 કલાકનો જ ઓક્સિજન વધ્યો છે. મેક્સ હોસ્પિટલે પણ ઓક્સિજન સપ્લાઈને લઈને અરજી દાખલ કર હતી.…

Read More

દેશમાં સતત વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યો દ્વારા એરપોર્ટ તેમજ રેલવે સ્ટેશનો પર બીજા રાજ્યોમાંથી આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.આસામના સિલચર એરપોર્ટ પર આ દરમિયાન બનેલી ચોંકાવનારી ઘટનામાં ફ્લાઈટમાંથી ઉતરેલા 300 મુસાફરો કોરોના ટેસ્ટ કરાવ્યા વગર જ ભાગી ગયા હતા.કોરોના મહામારીની બીજી લહેરના ફેલાવા બાદ આસામ સરકારે નવા પ્રોટોકોલ જાહેર કર્યા છે. જેમાં બહારથી આવતા તમામ મુસાફરો માટે કોરોના ટેસ્ટ કરાવવાના હોય છે. સિલચર એરપોર્ટ જો કે નાનુ હોવાથી અહીં ઉતરતા મુસાફરોને નજીકની એક હોસ્પિટલમાં લઈ જઈને ટેસ્ટ કરાવાય છે. અધિકારીઓએ કહ્યું હતું કે, બુધવારે અહીંયા ઉતરેલા 300 મુસાફરો ટેસ્ટિંગ વગર જ ભાગી ગયા…

Read More

GUJARAT High Court Recruitment 2021 Notification: GUJARAT હાઇકોર્ટે વિભિન્ન પદો પર ભરતી બહાર પાડી છે. તે અંતર્ગત કોર્ટે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 (English Stenographer Grade 2) અને ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 (Gujarati Stenographer Grade 1)ના પદો પર ભરતી બહાર પાડી છે. તે અંતર્ગત કુલ 10 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. તેમાં ગુજરાતી સ્ટેનોગ્રાફરના 1 અને અંગ્રેજી સ્ટેનોગ્રાફીના કુલ 9 પદો પર ભરતી કરવામાં આવશે. તેમાં સામાન્ય 3, એસટી 3, એસઇબીસીના 3 પદો પર ભરતી કરવામા આવશે. તેવામાં ઇચ્છુક ઉમેદવાર ઓફિશિયલ પોર્ટલ @hc-ojas.gujarat.gov.in પર જઇને ઑનલાઇન અરજી કરી શકો છો. અરજીની પ્રક્રિયા આજે એટલે કે 20 એપ્રિલ, 2021થી શરૂ થઇ ચુકી છે.…

Read More

ગુજરાતમાં બેકાબુ થયેલા કોરોના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારે તો સરકારી કર્મચારી અને ખાનગી કર્મચારીમાં માત્ર 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે. 50 ટકા સ્ટાફ ઑલ્ટરનેટિવ ડે સાથે કામ કરે તેવો નિયમ જાહેર કર્યો હતો. આ સાથે જ લગ્નમાં પણ જાહેર કાર્યક્રમો નહીં થઈ શકે અને લગ્ન સમારંભની મર્યાદા પણ 50 વ્યક્તિની કરવામાં આવી હતી. બીજી બાજુ કોરોનાને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ શહેરમાં આવતી તમામ ખાનગી ઓફિસ, કોમર્શિયલ એકમો અને સંસ્થાઓમાં 50 ટકા જ સ્ટાફ અથવા ઑલ્ટરનેટ દિવસે કર્મચારીઓને બોલાવવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિ વચ્ચે કોવિડ સંદર્ભે લગ્નપ્રસંગ અંગેની ગાઈડ લાઈન તથા અન્ય બાબતો અનુસંધાને રાજ્ય પોલીસ વડા…

Read More

જાણકરી મુજબ જુલાઈમાં આ કર્મચારીઓની સેલરી વધતી મળશે. એમનું મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધી 28% થઇ ગયું છે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્ષ મુજબ ઓછામાં ઓછા 4% સુધી DA વધી શકે છે.મીડિયા રિપોર્ટ મુજબ, કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 28% સુધી થઇ શકે છે. એમાં જાન્યુઆરીથી જૂન સુધી 3% અને જુલાઈથી ડિસેમ્બર 2021 સુધી 4% સામેલ થઇ શકે છે. નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે માર્ચમાં જણાવ્યુ હતું કે કેન્દ્રએ કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ફાયદો મળશે અને જુલાઈમાં ત્રણ બચેલ હપ્તા પુરા કરવામાં આવશે.જુલાઈથી મોંઘવારી ભાથ્થું વધી શકે છે પરંતુ એજ તારીખથી લાગુ કરવામાં આવશે. એટલે કર્મચારીઓને કોઈ એરીયર નહિ મળે.

Read More