કોરોના વાયરસના કહેર વચ્ચે દરરોજ મોટા સંકટનો સામનો કરીરહ્યા છીએ. દેશની હેલ્થ સિસ્ટમને જર્જર બનાવી રહી છે. આ વચ્ચે એક રિપોર્ટ મુજબ ભારતમાં કેટલાક હિસ્સામાં ટ્રિપલ મ્યુટેશન સ્ટ્રેન જોવા મળ્યો છે. તો ભારતની કોવેક્સિન વેક્સિનને લઈને પણ સારા સમાચાર છે. ભારતમાં કોરોના સંક્રમણ વિરુદ્ધ લડવા માટે વિશેષ પ્રયાસો કરાઈ રહ્યા છે. icmr ના એક અભ્યાસ સામે આવ્યો છે. જેમાં કોવેક્સિન સાર્સ કોવ2 ના કેટલાય વેરિઅન્ટ સામે લડવાની ક્ષમતા રાખે છે. એટલું જ નહીં અભ્યાસમાં એમ પણ કહ્યું છે કે આ વેક્સિન ડબલ મ્યુટેન્ટ સ્ટેન સામે લડવાની ક્ષમતા પણ રાખે છે.ભારત બાયોટેક અને ICMR દ્વારા કોરોના વેક્સિન કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલનો…
કવિ: Dharmistha Nayka
દેશમાં કોરોના મહામારીની બીજી વેવ ખૂબ જ વિકરાળ બની છે. આ નવી લહેરમાં સતત નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે પીએમ મોદીએ દેશને સંબોધન કરી કોરોના સામે લડવા માટે હિંમત અને એકબીજાને સહયોગ આપવાની વાત કરી. આજે દેશના ત્રણ મોટા ડોક્ટરોએ પણ વિડિયો કોન્ફ્રન્સથી એક બીજા સાથે જોડાયા હતા. દેશમાં કોરોના વાયરસ મહામારી સતત વિકળાર સ્વરુપ ધારણ કરી રહી છે. લાખો લોકો દરરોજ આ બીમારીની ઝપેટમાં આવી રહ્યા છે. દરરોજ હજારો લોકોને આ બીમારી કાળના મુકમાં ધકેલી રહી છે. આ બધા વચ્ચે દેશના ત્રણ મોટા ડોક્ટરોએ કોરોના અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને દેશના લોકોને સંબોધન કર્યુ હતું. જેમાં…
દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને પોતાના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં બનેલી પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિન કોરોના વાઈરસના યુકે તથા બ્રાઝિલ વેરિએન્ટ ઉપરાંત ડબલ મ્યૂટેન્ટ વિરુદ્ધ અસરકારક છે.દેશમાં કોરોનાની બીજી અને ઘાતક લહેર પાછળ ડબલ મ્યૂટેન્ટ વેરિએન્ટ જ જવાબદાર હોવાનું નિષ્ણાંતો માને છે. દેશમાં 1 મેનાં રોજથી 18 વર્ષ કે તેથી વધુ વયના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે. તે અગાઉ કોવેક્સિન અંગેના અભ્યાસના પરિણામથી કોરોના વાઈરસ સંક્રમણની ઘાતક લહેર પર નિયંત્રણ મેળવવાની આશા વધી છે. કોરોનાની વેક્સિન લીધી હોય તેવા કેટલાક લોકોમાં સંક્રમણના કેસ સામે આવી…
મોટા ભાગના લોકો જેમનું લગ્નજીવનમાં સફળ ન હોય તેઓ પોતાને બીજી તક જરૂરથી આપે છે, એટલે કે તેઓ ફરીથી લગ્ન કરીને ઘર વસાવે છે. અમેરિકાના કેન્ટુકીમાં રહેતી 31 વર્ષની એરિકા ક્વિગ્લે પણ આવું જ કર્યું, પરંતુ તેણે કોઈ બીજા સાથે નહીં, પણ પોતાના સાવકા સસરાને જીવનસાથી બનાવ્યો. ક્વિગ્લના પોતાના પતિ જસ્ટિન ટૉવેલ લાથે ડિવોર્સ થઈ ગયા હતા, ત્યાર બાદ તેણે તેના 60 વર્ષીય સાવકા સસરા સાથે લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. ઉંમરમાં 29 વર્ષનો તફાવત હોવા છતાં બંને આજે પતિ-પત્ની તરીકે પોતાનું જીવન પસાર કરી રહ્યાં છે. લગ્નના એક વર્ષની અંદર એરિકા ક્વિગ્લે એક પુત્રીને જન્મ આપ્યો. હવે બંને બાળકો…
કોરોના ફેલાવાના કારણ અંગે દુનિયાભરમાં સંશોધન થઈ રહ્યા છે. 15 મહિનાના કોરોનાકાળમાં સંશોધનો કર્યાં પછી ભારતીય વિજ્ઞાનીઓએ સ્પષ્ટતા કરી છે કે કોરોનાવાયરસ ગરમીમાં પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જ્યારે પહેલાં મનાતું હતું કે વાયરસ શિયાળામાં વધુ અસરકારક હોય છે. ભારત સરકારે 17 વિજ્ઞાનીને સંશોધનમાં માલૂમ પડ્યું છે કે ગરમીના કારણે વાયરસના ફેલાવાની ક્ષમતા વધી જાય છે. સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી), હૈદરાબાદના ડિરેક્ટર ડૉ. રાકેશ મિશ્રા કહે છે કે ગરમીની ઋતુમાં શ્વાસ ઝડપથી વરાળ બની જાય છે. આ સ્થિતિમાં કોઈ સંક્રમિત શ્વાસ છોડે, ત્યારે વાયરસના નાના-નાના કણમાં વહેંચાઈ જાય છે. વાયરસના અતિસૂક્ષ્મ કણ શ્વાસની સાથે સ્પ્રેની જેમ ઝડપથી…
લખનઉના મડિયાંવ વિસ્તારના ભગત નગરમાં સવિતા નામની વૃદ્ધ મહિલા એકલી રહેતી હતી. વૃદ્ધ મહિલાએ ગામના ત્રણ લોકોને ભાડા પર રૂમ આપ્યા હતા. દરમિયાન ભાડુતો પંચાયત ચૂંટણીમાં પોતાના ગામ જતા રહ્યા હતા અને મહિલા ઘરમાં એકલી રહેતી હતી. આ કેસમાં સમાજસેવી ઈમદાદનું કહેવું છે કે તેમને ફોન પર માહિતી મળી હતી કે કોવિડ સંક્રમિત વૃદ્ધ મહિલાનું તેના ઘરે મોત થયું છે. જે ઘરે એકલી રહેતી હતી. મહિલાનો મૃતદેહ જમીન પર પડ્યો હતો,જે સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને શરીરના અંગ કુતરાઓ ખાતા હતા, મૃતદેહની આજુબાજુ ત્રણ જાનવરો હતા. એમ્બ્યુલેન્સ ન મળવાને લીધે મહિલાના મૃતદેહને ખાનગી વાહન મારફતે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા…
અમદાવાદના ખોખરા વિસ્તારમાં લોકડાઉનનું પાલન કરાવવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભાઈપુરા પાસે ગત મોડી રાતે આ હુમલો થયો હતો. પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટીંગ અને સરકારી ફરજમાં રૂકાવટની 50થી વધુ લોકો વિરુધ્ધ ફરિયાદ નોંધી છે. અમદાવાદ શહેરમાં ફરી એક વખત પોલીસ પર હુલમો થયો છે. ભાઈપુરા વિસ્તારમાં કે જ્યાં અગાઉ ક્રાઈમ બ્રાંચની ટીમ પર પણ હુમલો થયો હતો. ત્યાં લોકડાઉનનુ પાલન કરવા માટે ખોખરા પોલીસનો સ્ટાફ ગત મોડી રાતે ગયો હતો. જ્યાં મંદિર પાસે મહિલા બુટલેગર ભુરી બોકડે, કાજીબાબા ડકાતે, સાયબા ડકાતે. સહીત 10 જેટલા લોકો બેઠા હતા.. જેની…
આ સ્ટડીનું માનીએ તો સૂંઘવાની અને સ્વાદની ક્ષમતા ખતમ થઇ જવી કોવિડ-19ના 60% દર્દીઓમાં જોવા મળ્યું છે. જો કે આ વાયરસ ઘણા પ્રકારથી તમારા શરીરને પ્રભાવિત કરે છે. અમે તમને મોથી જોડાયેલા ઘણા લક્ષણો અંગે જણાવીએ છે જે કોવિડ-19નો સંકેત આપી રહ્યા છે. માટે મોડું કર્યા વગર ટેસ્ટ જરુર કરવો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થની એક સ્ટડીમાં જે નેચર મેડિસિન નામના જર્નલમાં -પ્રકાશિત કરવામાં આવી જે જેમાં જણાવવામાં આવ્યું છે કે કોવિડ-19ના અડધાથી વધુ દર્દીઓમાં ઇન્ફેક્શન દરમિયાન મોઢા સાથે સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે. આ ખાસ વાત છે કે મોઢા સાથે જોડાયેલા આ લક્ષણ બીમારીના પ્રમુખ લક્ષણોના સામે પહેલા જ દેખાવા લાગે…
IDBI બેંકે કેટલાક પદો માટે ભરતી બહાર પાડી છે. યોગ્ય ઉમેદવાર આ પદો માટે ઓનલાઇન અરજી કરી ભરતી પ્રક્રિયામાં સામેલ થઇ શકે છે. ઉમેદવારોની પસંદગી અનુભવ, એજ્યુકેશનલ ક્વાલિફિકેશન અને પર્સનલ ઇન્ટરવ્યૂના આધારે થશે. ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 20 એપ્રિલ 2021થી શરૂ થઇ ગઇ છે. આ પદો પર ઉમેદવારોની કોન્ટ્રાક્ટના આધારે નિમણૂંક થશે.નોટિફિકેશન મુજબ ચીફ ડેટા ઓફિસર માટે 1 પદ, હેડ પ્રોગ્રામ મેનેજમેન્ટ એન્ડ આઈટી કોમ્પ્લાયન્સ માટે 1 પદ, ડિપ્ટી ચીફ ટેક્નોલોજી ઓફિસર માટે 1 પદ, ચીફ ઇનફોર્મેશન સિક્યોરિટી ઓફિસર માટે 1 પદ અને હેડ ડિજીટલ બેંકિંગ માટે 1 પદ માટે ભરતી કરાશે. આ પદો માટે પસંદગી થનાર ઉમેદવારોને મુંબઈ લોકેશન…
SURAT કોરોનાના કાળા કેરના કારણે SURAT સ્થિતિ ગંભીર બની છે. સ્થિતી એટલી બદતર બની છે કે સુરત મહાનગરપાલિકાની સબવાહીની પણ ખૂટી પડી છે.જેના પગલે હાલ બંધ પડેલી સ્કૂલ વેનનો ઉપયોગ કોવિડ અને નોન કોવિડની ડેડ બોડી લાવવાના ઉપયોગમાં કરવામાં આવી રહી છે.પરંતુ વાસ્તવિકતા પર પડદો પાડવાનો પાલિકા દ્વારા જાણે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વાન પર લખવામાં આવેલ “સ્કૂલવાન “શબ્દને પણ સ્ટીકર વડે ઢાંકી દેવામાં આવી રહ્યું છે.એટલું જ નહીં પરંતુ મીડિયા જ્યારે આ બાબતે કવરેજ કરે છે ત્યારે જે તે કોન્ટ્રાકટરના માણસોની દાદાગીરી પણ સામે આવી રહી છે. આવામાં શહેરની સાચી વાસ્તવિકતા દર્શાવતા દ્રશ્યો પર પડદો પાડવાનો ક્યાંકને ક્યાંક પ્રયાસ…