કોરોનાના સંક્રમણ વચ્ચે પણ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે.હજી 30 એપ્રિલ સુધી અલગ અલગ તબક્કામાં મતદાન થવાનુ છે. જોકે ચૂંટણી પ્રચાર માટેની સભાઓ અને રોડ શોમાં ઉમટી રહેલી ભીડનુ પરિણામ એ આવ્યુ છે કે, બંગાળમાં કોરોના હવે કહેર વરતાવી રહ્યો છે.એક મહિનામાં બંગાળમાં કોરોનાના કેસમાં 1500 ટકાનો વધારો થયો છે.બંગાળમાં ચૂંટણી બાદ જે પણ નવી સરકાર બનશે તેની સામે કોરોના મોટો પડકાર બનશે તેવુ લાગી રહ્યુ છે.બંગાળમાં 11 માર્ચે કોરોના કેસ ઘટીને 3110 રહ્યા હતા. જોકે હવે તેમાં ઉછાળો આવી રહયો છે. 20 માર્ચ પછી રાજ્યમાં સક્રિય કોરોનાના કેસની સંખ્યા હવે 53000 ઉપર પહોંચી ચુકી…
કવિ: Dharmistha Nayka
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના સંક્રમણ પર લોકડાઉનની પણ કોઈ અસર થઈ રહી હોય તેવુ લાગતુ નથી. કોરોનાના સંક્રમણના જે આંકડા બહાર આવી રહયા છે તે ચોંકાવનારા છે.દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના એક દિવસમાં સૌથી વધારે કેસ નોંધાયા છે.24 કલાકમાં કોરોનાના 28000 નવા દર્દીઓ સામે આવ્યા છે અને 277 લોકોના મોત થઈ ચુક્યા છે.દિલ્હીમાં દર્દીઓની અત્યાર સુધીની સંખ્યા 9 લાખને પાર કરી ગઈ છે.એક લાખ કોરોનાના દર્દીઓ હજી સારવાર લઈ રહ્યા છે.દિલ્હીમાં તો સ્થિતિ બગડી રહી હોવાથી 6 દિવસનુ લોકડાઉન લગાવવામાં આવ્યુ હતુ.આ લોકડાઉન સોમવાર રાતે 10 વાગ્યાથી લગાવાયુ હતુ.લોકડાઉનના બીજા દિવસે પણ જોકે કોરોના પર તેની અસર થઈ નથી.દિલ્હીમાં…
કોરોના વાઇરસની નવી લહેર સામે લડી રહેલું ભારત સામે વધુ એક મોટો પડકાર સામે આવ્યો છે. એક્સપર્ટ મુજબ ભારતમાં કોરોના મ્યૂટેન્ટ તૈયાર થઇ ગયો છે, જે સ્વદેશી છે. એવામાં દેશમાં અચાનક થયેલા કોરોના વિસ્ફોટ પાછળ આ જ એક મોટું કારણ હોઇ શકે છે. આ મ્યૂટેન્ટ B.1.618 છે, મહારાષ્ટ્રમાં થયેલ જીનોમ સ્કિવેન્સિંગમાં તેની જાણ થઇ છે.એક્સપર્ટ મુજબ B.1.618ના સૌથી વધુ કેસો છેલ્લા એક મહિનામાં પશ્ચિમ બંગાળમાં સામે આવ્ચા છે. આ પ્રકારના મ્યૂટેન્ટના કેટલાક કેસ અમેરિકા, સ્વિટઝરલેન્ડ, સિંગાપોર અને ફિનલેન્ડમાં પણ દેખાયા છે. દેશમાં આ મ્યૂટેન્ટના 130 કેસ મળ્યા છે, તેમાંથી 129 બંગાળમાં છે. જ્યારે વિશ્વમાં આ મ્યૂટેન્ટના જેટલા કેસ સામે આવ્યા છે,…
શેરડીમાંથી મૂલ્યવર્ધન કરીને ગોળ તૈયાર કરવામાં આવે છે. ગોળ એ દૈનિક જીવનનો એક ભાગ છે. લોકો ગળપણ માટે ખાંડના બદલે ગોળનો ઉપયોગ વધારવો જોઈએ. ગોળ એ ઔષધીય રીતે પણ ઉપયોગી છે. ગોળ પેટની સમસ્યાઓથી છૂટકારો આપે છે તો શરદી ખાંસી જેવા રોગમાં પણ ફાયદાકારક છે. ગોળની રાબ બનાવીને પણ દર્દીને આપવામાં આવે છે. ગોળના અનેક આયુર્વેદિક ફાયદા જાણ્યા પછી તમે ખાંડ ખાવાનું ઘટાડી દેશો. ખાંડના બદલે ગોળને પહેલું પ્રાધાન્ય આપશો. હાલમાં કોરોના સ્થિતિમાં શરદીખાંસીથી દૂર રહેવું અને શરીરમાં ઓક્સિજન લેવલ જાળવી રાખવા અને પાચનશક્તિને મજબૂત બનાવવા ઉપયોગી છે.ગોળમાં રહેલા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયર્ન, વિટામિન બી, કેલ્શિયમ અને ફોસ્ફરસ માનવ શરીર માટે…
કોરોના વાયરસ મહામારીના પ્રકોપને ઘ્યાને રાખીને ઉત્તર પ્રદેશની અલ્લાહાબાદ હાઇકોર્ટે રાજ્યી યોગી સરકારને 26 એપ્રિલ સુધી પાંચ પ્રભાવિત શહેરોમાં લોકડાઉન કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે વારાણસી, કાનપુર શહેર, પ્રયાગરાજ, લખનઉ અને ગોરખપુરમાં આગામી 26 એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરવાનો આદેશ આપ્યો છે.આ સુનવણી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થઇ હતી. કોર્ટે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને આ આદેશનું મોનિટરિંગ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટ દ્વારા આપવામાં આવેલો આ આદેશ આજે રાતથી લાગુ થશે. જે દરમિયાન આ તમામ શહેરોમાં આવશ્યક સેવાઓની દુકાન સિવાય તમામ દુકાન, હોટેલ, ઓફિસ અને સાર્વજનિક સ્થાનો બંધ રહેશે. મંદિરોમાં થતી પૂજા પર પણ રોક લગાવવામાં આવી છે. કોર્ટે ઉત્તર પ્રદેશ…
દેશમાં વેક્સિનેશનને લઈને મોટા સમચાર આવી રહ્યા છે. કોરોના સંક્રમણના કહેર વચ્ચે પીએમ મોદીએ કોરોના પરની બેઠકમાં નિર્ણય લેતાં 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને પણ 1 મેથી વેક્સિન લગાવવામાં આવશે. કોરોના સંક્રમણ સામે રક્ષણ આપવા વેક્સિનેશને જોર આપવામાં આવી રહ્યું છે. દેશમાં કોરોના રસીકરણ ચાલુ કરાયા પછીથી અત્યાર સુધીમાં 12,38,52,566 લોકોમાં વેક્સિનેશન થયું.દેશમાં કોરોના વેક્સિનના પ્રથમ તબક્કામાં ડોક્ટરો સહિત કોરોના વોરિયર્સને વેક્સિનેશન અપાયું હતું. જે પછીથી બીજા તબક્કામાં 60 વર્ષથી ઉપરના લોકોને તેમજ 45 વર્ષથી વધુ વયના પરંતુ જેઓને બીમારી હોય તેઓને વેક્સિન આપવામાં આવી હતી. હવે ત્રીજા તબક્કામાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે. દેશમાં કોરોના સંક્રમણના કેસો…
ગયા વર્ષે કોરોના સમયગાળો હોવા છતાં, પસંદગીના મ્યુચ્યુઅલ ફંડ્સે પણ જબરદસ્ત વળતર આપ્યું છે. આવી સ્થિતિમાં આ માટે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. જો તમે પણ તેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે થોડી વસ્તુઓ જાણવાની જરૂર છે. જો તમે આમાં રોકાણ કરો છો, તો જોખમનો ભય સમાન રહેશે નહીં. પણ તમને હંમેશા ફાયદો થશે.મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઘણી શ્રેણીઓ છે. જો તમે ડાયરેક્ટ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો ત્યાં જોખમ ઓછું છે. જો તમારે પહેલા જોખમ ઘટાડવું હોય, તો મ્યુચ્યુઅલ ફંડ યોજનાના રિસ્કોમીટરને તપાસો. તેના પર સંશોધન પણ કરો. જો તમે ડાયરેક્ટ પ્લાન લેશો તો તે વધુ ફાયદાકારક છે. કારણ…
દેશમાં કોરોનાના કારણે સર્જાયેલી મેડિકલ ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખીને પહેલી વખત રેલવેએ ઓક્સિજન એક્સપ્રેસ દોડાવવાનુ નક્કી કર્યુ છે. આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને ઝારખંડ આ ત્રણ રાજ્યોમાંથી ઓક્સિજન સપ્લાય કરવામાં આવશે અને રેલવે દ્વારા અલગ અલગ હિસ્સાઓમાં તેને પહોંચાડવામાં આવશે. ઓક્સિજન સપ્લાય કરવા માટે જે તે રેલવે ડિવિઝનને સૂચનાઓ આપી દેવામાં આવી છે.આ પહેલા મહારાષ્ટ્રમાં જ્યારે દુકાળ પડ્યો હતો ત્યારે રેલવે દ્વારા ટ્રેન થકી પાણી પહોંચાડવામાં આવ્યુ હતુ.હવે રેલવે દ્વારા ઓક્સિજન પહોંચાડવાનુ કામ માથે લેવાયુ છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સરકાર દ્વારારેલવે દ્વારા મેડિકલ ઓક્સિજન પહોંચાડી શકાય કે નહી તેની શક્યતાઓ ચકાસવા માટે રેલવેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એ પછી હવે આ…
સુરતમાં કોરોના સંક્રમણના બીજા તબક્કામાં મોતના આંકડામાં ધરખમ વધારો થયો છે. સ્મશાનમાં ગેસ ભઠ્ઠીઓ પણ પીગળવા લાગી છે ત્યારે લાકડાથી પરંપરાગત રીતે થતાં અગ્નિસંસ્કાર પણ અવિરત ચાલે જ છે. જો કે રોજે રોજ લાકડાનો મોટાપ્રમાણમાં અગ્નિદાહ માટે ઉપયોગ થતો હોવાથી હવે લીલા લાકડાઓ અગ્નિસંસ્કાર માટે ઉપયોગમાં લેવાની ફરજ પડી છે. લીલા લાકડાને સળગતાં ખાસ્સો સમય લાગતો હોવાથી લાકડાની સાથે હવે શેરડીના બગાસનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે. શેરડીનું બગાસ ઝડપથી સળગતું હોવાથી અંતિમક્રિયામાં પણ ઝડપ આવી છે. બીજી તરફ સાયણ સુગર દ્વારા 900 રૂપિયે ટનથી વેચાતા શેરડીના બગાસ જ્હાંગીરપુરા સ્મશાનભૂમિને નિઃશૂલ્ક આપવામાં આવી રહ્યું છે. સુગર ફેક્ટરીઓમાં શેરડીના પીલાણ બાદ…
‘ધ ગાર્જિયન’ના એક રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા એલેક્ઝાન્ડર વ્હાઈટની સાથે આ ઘટના સર્જાઈ હતી. તે પોતાની પાર્ટનર એમિલી નેટીની સાથે ગત સોમવારે નજીકના સ્ટોરમાં ગયો હતો. ત્યાંથી સલાડનું પેકેટ લીધું હતું. ઘરે આવીને સલાડનું પેકેટ ખોલ્યું તો તેમાંથી ઝેરી સાપ નીકળ્યો. ઘરે જઈને બાદમાં જ્યારે તેણે પેકેટ ખોલ્યું તો તેમાં એક ઝેરી સાપ જોઈને તે ડરી ગયો હતો. સલાડના પેકટમાં સાપ ફરી રહ્યો હતો અને પોતાની નાની જીભ બહાર કાઢી રહ્યો હતો. પહેલા તો તેને એવું લાગ્યું કે કોઈ નાનું જીવજંતુ હશે જે પેકેટમાં ફરી રહ્યું છે પરંતુ બાદમાં તેને ખબર પડી કે પેકેટમાં સાપ છે. જો કે, તે સાપનું…