નવરાત્રિના આઠમા દિવસે એટલે આઠમ તિથિએ માતા દુર્ગાની વિશેષ પૂજાનું વિધાન છે. આ વખતે તે 20 એપ્રિલ, મંગળવારે છે. સાથે જ આ દિવસ દેવી માતા મહાગૌરીનો છે. નવરાત્રિમાં આઠમ અને નોમ વિશેષ દિવસ હોય છે. આ દિવસોમાં કન્યા ભોજન અને દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે વિશેષ પૂજા અને હવન કરવામાં આવે છે. માર્કંડેય પુરાણમાં આઠમ તિથિને દેવી પૂજાનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. જેના પ્રમાણે આઠમના દિવસે દેવી પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઇ જાય છે અને ઘરમાં ક્યારેય દરિદ્રતા પણ આવતી નથી. આ વખતે મહામારીને જોતા કન્યા પૂજન ન પણ કરી શકો તો તેનો દોષ લાગશે નહીં. આઠમના દિવસે કન્યા…
કવિ: Dharmistha Nayka
કોરોના ફેલાવાના કારણ અંગે દુનિયાભરમાં સંશોધન થઈ રહ્યા છે. 15 મહિનાના કોરોનાકાળમાં સંશોધનો કર્યાં પછી ભારતીય વિજ્ઞાનીઓએ સ્પષ્ટતા કરી છે કે કોરોનાવાયરસ ગરમીમાં પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જ્યારે પહેલાં મનાતું હતું કે વાયરસ શિયાળામાં વધુ અસરકારક હોય છે. ભારત સરકારે 17 વિજ્ઞાનીને સંશોધનમાં માલૂમ પડ્યું છે કે ગરમીના કારણે વાયરસના ફેલાવાની ક્ષમતા વધી જાય છે. સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી), હૈદરાબાદના ડિરેક્ટર ડૉ. રાકેશ મિશ્રા કહે છે કે ગરમીની ઋતુમાં શ્વાસ ઝડપથી વરાળ બની જાય છે. આ સ્થિતિમાં કોઈ સંક્રમિત શ્વાસ છોડે, ત્યારે વાયરસના નાના-નાના કણમાં વહેંચાઈ જાય છે. વાયરસના અતિસૂક્ષ્મ કણ શ્વાસની સાથે સ્પ્રેની જેમ ઝડપથી…
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના રોજ રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યાં છે. દિલ્હીમાં કોરોના સંક્રમણની ગતિ વધુ ઝડપી બની છે. કોરોનાના વધતા કેસ મામલે દિલ્હી સરકારે 1 અઠવાડિયાના લૉકડાઉનની જાહેરાત કરી છે. આ લૉકડાઉન સોમવાર રાતના 10થી જ લાગુ થશે અને 26 એપ્રિલ સુધી રહેશે. લૉકડાઉનની જાહેરાત થવાની સાથે જ દારૂની દુકાનો પર ભીડ ભેગી થવા લાગી હતી.લોકો કોરોનાથી બચવા વેક્સિન લગાવડાવે છે અને અન્ય નિયમોનું પાલન કરે છે ત્યારે દિલ્હીના શિવપુરી ગીતા કોલોનીમાં એક મહિલાએ વિચિત્ર નિવેદન આપતા કહ્યું કે,‘ઈન્જેક્શનથી કોઈ ફાયદો નહીં થાય, જે ફાયદો થશે એ આ દારૂથી થશે. જેટલો દારૂ વેચાશે તે પીનારા લોકો સ્વસ્થ રહેશે.’…
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંગ કોરોનાથી સંક્રમિત થતાં તેમને એઈમ્સમાં દાખલ કરાયા છે. હાલમાં મળતી માહિતી મુજબ કોંગ્રેસ યુપીએ2માં પ્રધાનમંત્રી રહેલા મનમોહનસિંહ કોરોના પોઝીટીવ થયા છે. હાલ તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરાયા છે. હાલ તેમની તબિયતને લઈને કંઈ વધુ નિવેદન આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, ડો.મનમોહનસિંહે સૂચન કર્યુ હતુ કે, સરકારે દરેક રાજ્યોને પૂરા પાડેલા ડોઝના આંકડા જાહેર કરવા જોઈએ અને કેટલા ટકા વસતીને રસી મુકાઈ તેના પર ધ્યાન આપવુ જોઈએ. સરકારે રાજ્ય સરકારનો રસીકરણ માટે ફ્રન્ટ લાઈન વર્કર્સ ની કેટેગરી નક્કી કરાવની છુટ આપવી જોઈએ. સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને તેનો જવાબ આપ્યો છે.તેમણે પ્રતિભાવ આપતા કહ્યુ છે તે, આ પ્રકારના સમયમાં જો…
રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા કેસોને લઈને મોટો નિર્ણય લેવાયો છે. ડે.સીએમ નીતિન પટેલે RTPCR ટેસ્ટ તેમજ મા કાર્ડને લઇને પ્રેસ કોન્ફરન્સ યોજતા જણાવ્યું કે, ‘રાજ્ય સરકારે 40 લાખથી વધુ RTPCR ટેસ્ટ મફત કર્યા છે. તમામ જિલ્લાઓમાં લેબ ઉભી કરવાનું અમારું આયોજન છે. ઘરે બેઠા RTPCR ટેસ્ટ કરાવવાના 900 રૂપિયા લેવાશે. લેબમાં RTPCR ટેસ્ટ કરાવવાનો ચાર્જ 700 રૂપિયા લેવાશે. RTPCR ટેસ્ટનો ચાર્જ રૂ.૧૦૦ ઘટાડાયો. તારીખ ૨૦ એપ્રિલથી નવો ચાર્જ લાગુ પડશે.’વધુમાં તેઓએ જણાવ્યું કે, ‘ગુજરાત સરકારે તો અત્યાર સુધી 40લાખ 99 હજાર ટેસ્ટ ગુજરાત સરકારે પોતાના ખર્ચે કર્યો છે. 1 કરોડ 59 લાખથી વધુ એન્ટિજન ટેસ્ટ કર્યા છે. સરકાર તરફથી વિના…
કેન્દ્ર સરકારે આજે કારણોની સૂચિ વહેંચી છે કે જેના કારણે કોરોના ચેપમાં વધારો થયો છે. આ સૂચિ સરકારના #IndiaFightsCorona Twitter એકાઉન્ટ પર શેર કરવામાં આવી હતી, જેનો હેતુ લોકોને કોરોના રોગચાળા વિશે જાગૃત કરવા નો છે. તે જણાવે છે કે ધૂમ્રપાન, હૃદય અને શ્વાસ સંબંધિત રોગોથી કોરોના વાયરસનું જોખમ વધી શકે છે. સરકારે ટ્વિટર એકાઉન્ટ દ્વારા વાયરસમાં વધારો કરનારા જોખમો અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે.જેમની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે. કેન્દ્રિય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે, કોવિડ -19 પરની તેની સત્તાવાર માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે વૃદ્ધ લોકો, ખાસ કરીને 60 વર્ષથી વધુ વયના લોકો કોરોના ચેપનું વધુ જોખમ…
રાજ્યમાં ગત રોજ રવિવારના છેલ્લાં 24 કલાકમાં જ નવા 10,340 કેસો નોંધાયા હતાં. જેને અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. જ્યારે મોતનો આંકડો પણ 100ને પાર થઇ ગયો છે એટલે કે ગત રોજ નવા 110 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં વાત કરીએ મહાનગરોની તો એવામાં આજ રોજ અમદાવાદમાં વધુ નવા 3694, સુરતમાં 2425 અને રાજકોટમાં 811 નવા કેસો નોંધાયા છે ત્યારે તાજેતરમાં જ રાજ્યની સૌથી મોટી જેલ એટલે કે સાબરમતી જેલમાં પણ કોરોના વિસ્ફોટ થયાના સમાચાર સામે આવ્યાં છે. સાબરમતિ જેલમાં 24 કલાકમાં 35 કેદીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. કુલ 55 કેદીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.…
આપણો દેશ હાલમાં CORONA વૃદ્ધો તેમજ નાના બાળકો અને યુવાનોનો જીવ લઈ રહ્યો છે. ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશરના દર્દીઓમાં કોરોના વાયરસનું જોખમ સૌથી વધુ હોય છે. આ સિવાય, આ રોગ હૃદયના દર્દીઓ અને નબળી ઇમ્યુનીટી વાળા લોકોને પણ ભયંકર નુકસાન પહોંચાડે છે. કોરોના વાયરસના હુમલાને ટાળવા માટે, તમે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી મહત્વપૂર્ણ છે. જો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત છે, તો સંક્રમિત થયા પછી પણ કોઈ ગંભીર સમસ્યાઓ થશે નહીં.ઇમ્યુનીટી વધારવામાં હળદર અસરકારક છે. તે એકદમ સાધારણ મસાલો છે જેનો ઉપયોગ લગભગ તમામ ભારતીય ઘરોમાં થાય છે. હળદરમાં ઘણી ઔષધીય ગુણધર્મો છે જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને ચેપી…
ભારતમાં કોરોના વાયરસના વધતા કેસને પગલે દુનિયાભરમાંથી ભારત આવનારી ફ્લાઈટો પર બેન લાગી રહ્યા છે. હોંગકોંગે રવિવારે ભારતી આવનારી ઉડાનો પર રોક લગાવી દીધી છે. તો ઓમાને પણ ભારત જનારા પોતાના મુસાફરો માટે એડવાઈઝરી જારી કરી છે. બીજી તરફ બ્રિટેન સાથે ભારતના એર બબલ સમજૂતી કરી છે પરંતુ દેશમાં માગ ઉઠવા લાગી છે કે ભારને રેડ લિસ્ટમાં શામેલ કરવામાં આવે. આ લિસ્ટમાં સામેલ થશે તો ભારતઈ બ્રિટન આવનાર જનાર ફ્લાઈટ પર રોક લાગી જશે.દુનિયાભરમાં ઘણાં દેશોમાં કોરોનાના કેસમાં ખૂબજ ઝડપથી વધારો થઈ રહ્યો છે. એવામાં ઘણાં વિસ્તારોમાં સંક્રમણની ઝડપ રોકવા વેક્સિનેશન પર જોર આપવામાં આવ્યું છે. ભારતમાં ખૂબજ ઝડપી સંક્રમણ…
રાજ્યમાં કોરોના કહેરથી અમદાવાદની સ્થિતિ કફોડી બની છે. વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન કરીને કોરોનાની ચેઈન તોડવા માટે કમર કસી રહ્યા છે. કોરોનાના હાહાકારમાં ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ અમદાવાદ અને સુરતની રહી છે. અમદાવામાં કોરોના સંક્રમણના કેસનો આંક 1 લાખને પાર થયો છે. તો મોતના મામલે પણ અમદાવાદ આગળ છે. રાજ્યના કુલ કેસના 25 ટકા કેસ ફક્ત અમદાવાદમાં નોંધાયા છે. છેલ્લા 18 દિવસમાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા છે. એપ્રિલથી કોરોનાના કેસમાં આવેલો તીવ્ર ઉછાળો રોજ નવી ઊંચાઈએ પહોંચી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં જ શહેરમાં 12,355 નવા કેસ નોંધાયા છે, જ્યારે 104 દર્દીનાં મૃત્યુ થયા છે. એપ્રિલના પ્રારંભથી અત્યાર સુધીમાં…