કવિ: Dharmistha Nayka

13 એપ્રિલ એટલે આજથી ચૈત્ર નોરતા શરૂ થઇ ગયા છે. આજે ઘટ સ્થાપના સાથે નવ દેવીઓની પૂજા શરૂ થઇ જશે. આ વખતે નવરાત્રિમાં તિથિઓની વધ-ઘટ ન થવાથી 21 એપ્રિલના રોજ રામનોમ પર્વ ઊજવવામાં આવશે. આ નોરતામાં ગ્રહ-નક્ષત્રોની શુભ સ્થિતિના કારણે દરરોજ શુભ યોગ બની રહ્યા છે. આ કારણે નોરતામાં ખરીદદારી માટે દરરોજ મુહૂર્ત રહેશે. માન્યતા છે કે દેવીના આ નવ દિવસો દરમિયાન કરવામાં આવતી ખરીદદારીથી સમૃદ્ધિ અને સુખ વધે છે. મોટાભાગે નોરતામાં પ્રોપર્ટી અને વાહનોની ખરીદદારી અને વેચાણ શુભ માનવામાં આવે છે. આ નોરતામાં તિથિ, વાર અને નક્ષત્રો મળીને 2 સર્વાર્થસિદ્ધિ, 1-1 અમૃતસિદ્ધિ અને પુષ્યામૃત યોગ સાથે જ 3 રવિયોગ પણ…

Read More

મધ્ય પ્રદેશમાંથી એક અનોખો મામલો સામે આવ્યો છે. જેમાં એક પત્નીએ કોકરોચના ડરના કારણે છૂટાછેડા માગ્યા હતા. પતિનું કહેવુ હતું કે, લગ્નના ત્રણ વર્ષમાં તે 18 મકાન બદલી ચુક્યો છે. પણ પત્નીનો ડર ઓછો થતો નથી. પત્ની આ ડરનો ઈલાજ કરાવવા પણ માગતી નથી. આ દંપતિના લગ્ન વર્ષ 2017માં થયા હતા. પતિનું કહેવુ છે કે, પત્નીના આ ડરની જાણ તેને 2018માં પહેલી વાર ખબર પડી જ્યારે રસોડામાં કામ કરતી પત્ની અચાનક બૂમાબૂમ કરવા લાગી હતી. તેણે જણાવ્યુ હતું કે, રસોડામાં કોકરોચ છે. થોડી વાર બાદ કોકરોચ ત્યાંથી ચાલ્યો ગયો. પણ લાખ સમજાવવા છતાં પણ પત્ની ત્યાં ન ગઈ. થાકી હારીને પણ…

Read More

હોસ્પિટલમાં એડમિટ દર્દીઓની સંભાળ રાખતા ફ્રન્ટ લાઈન વર્કર્સ એટલે કે ડૉક્ટર્સ અને નર્સ કોરોનાથી સંક્રમિત દર્દીઓની દિવસ-રાત સંભાળ રાખી રહ્યા છે.નર્સની સેવાભાવનો આવો જ એક કિસ્સો બ્રાઝિલમાં સામે આવ્યો છે. દર્દી એકલતા ન અનુભવે તે માટે બ્રાઝિલમાં કોરોનાવાઈરસનો સામનો કરી રહેલા દર્દીઓને રાહત આપવા માટે એક હોસ્પિટલમાં નર્સોએ અનોખી રીત શોધી છે. આ નર્સે બે ગ્લવ્ઝને એકબીજા સાથે બાંધીને તેમની અંદર હળવું ગરમ પાણી ભરી દીધું. તેને તે દર્દીના હાથ પર મૂકી દીધા, જેથી દર્દીને એકલતાનો અહેસાસ ન થાય.સોશિયલ મીડિયા પર આ સમાચાર વાઈરલ થતાં જ આ નર્સની ઘણી પ્રશંસા થઈ રહી છે.

Read More

DRDOના સહયોગથી અમદાવાદના જીએમડીસી કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની ઓકિસજનની સુવિધાવાળી હોસ્પિટલ તાત્કાલિક ઊભી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહને વિનંતી કરી છે, ટૂંકસમયમાં જ મંજૂરી મળશે એવી અમને આશા છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાઇકોર્ટના આદેશ પછી સરકાર દ્વારા લેવાયેલા પગલાની જાહેરાત કરતા કહ્યું હતું. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા GMDC ગ્રાઉન્ડમાં આવતીકાલથી ડ્રાઇવ થ્રુ RTPCR ટેસ્ટ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કારમાં બેઠા બેઠા સેમ્પલ આપી શકશે અને 24થી 36 કલાકમાં વોટ્સએપ કે મેઈલ પર રિપોર્ટ આપવામા આવશે. મોબાઈલથી qr કોડ સ્કેન કરી અને ટોકન લઈ GMDC ગ્રાઉન્ડમાં ક્લેકશન સેન્ટર પર આપી…

Read More

ભારતીય સ્ટેટ બેંક (SBI)એ ફાર્માસિસ્ટની 67 પોસ્ટની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગતા ઉમેદવારો બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. ફાર્માસિસ્ટની પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 13 એપ્રિલ એટલે કે મંગળવારથી શરૂ થઈ છે, જે 3 મે સુધી ચાલુ રહેશે. આ પોસ્ટ્સ માટે બી. ફાર્મા, એમ. ફાર્મા અથવા ફાર્મા. ડી. ઉમેદવારો અરજી કરી શકે છે. આ ઉપરાંત, ઉમેદવારને 1 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ. આ પોસ્ટ્સ માટે અરજી કરતા ઉમેદવારોની ઉંમર 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. જો કે, અનામત વર્ગના ઉમેદવારોને નિયમો અનુસાર વયમર્યાદામાં છૂટ આપવામાં આવશે.ફાર્માસિસ્ટ્સની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની…

Read More

કોરોનાના કહેર વચ્ચે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે. આ વર્ષે 1 જૂનથી શરૂ થનાર ચોમાસું અર્થાત વરસાદ સામાન્યથી સારો રહેવાનું અનુમાન છે. હવામાનની જાણકારી આપતી ખાનગી સંસ્થા સ્કાયમેટ વેધરે ભારતમાં આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ 907 મિમી. એવરેજ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. પૂર્વાનુમાન કરતાં વેધર એજન્સી સ્કાયમેટે જણાવ્યું કે આ વર્ષે સામાન્યથી સારો વરસાદ થશે. પૂર્વાનુમાન મુજબ ભારતના દક્ષિણી પશ્ચિમી વિસ્તારમાં જૂનથી સપ્ટેમ્બર ચાર મહિના દરમિયાન 103 ટકા વરસાદ થવાનો અંદાજ છે. સંપૂર્ણ ભારતમાં ચાર મહિના દરમિયાન સરેરાશ 880.6 મિમી વરસાદ થાય છે. જેને લોન્ગ પીરિયડ એવરેજ કહેવાય છે.હવામાનની જાણકારી આપતી સ્કાયમેટના પૂર્વાનુમાન મુજબ ભારતમાં સામાન્યથી…

Read More

ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. દિવસેને દિવસે પરિસ્થિતી વિકટ બનતી જાય છે. ત્યારે આ સમયે સ્વાસ્થ્યકર્મીઓની સાથે સાથે અન્ય કેટલાય લોકો પણ મદદ માટે હાથ લાંબો કરી રહ્યો છે.ત્યારે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધીને એક પત્ર લખ્યો છે.તેમણે આ પત્રમાં જણાવ્યા પ્રમાણે કોરોનાની આ લડાઈમાં આપણે સૌ સાથે છીએ. એક નાગરિક તરીકે હું સરકારને મારા ટ્રસ્ટ અને ફાઉન્ડેશન દ્વારા ચાલતી બંને કોલેજોને હોસ્પિટલ કે, કોરન્ટાઈન સેન્ટરમાં ફેરવવા માટે સોંપુ છું.આજથી ગાંધીનગર શહેર અને જિલ્લામાં પાન-મસાલાના ગલ્લા અને દુકાનો બંધ રાખવામાંનો અમલ શરૂ થઈ ગયો છે. ગાંધીનગર શહેરમાં મોટાભાગના પાન ગલ્લા બંધ જોવા…

Read More

અમદાવાદના રાણીપ વિસ્તારમાં 45 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે. તેમને ચાર દિવસથી એકલા રહેવું ગમે છે અને પાંચ દિવસથી અન્ન જળનો ત્યાગ કરી દીધો હતો. તેઓને આપઘાત કરવાના વિચાર આવતા હતા. જેની પરિવારના લોકોને જાણ થતાં તેઓએ મહિલા હેલ્પલાઇન 181ને જાણ કરી હતી. અભયમ હેલ્પલાઈનની ટીમે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે છ મહિના પહેલા તેઓને કોરોના થયો હતો. જેના કારણે તેઓને ક્વોરન્ટીન રહેવું પડયું હતું. બાદમાં બે વાર ફરી ક્વોરન્ટીન થવાની ફરજ પડી હતી. જેથી કુલ દોઢ મહિના જેવું તેઓ એકલા રહ્યા હતા. જેથી તેઓને હવે ઘરના લોકો સાથે રહેવું નથી ગમતું અને ઘર છોડીને જતું રહેવું છે.…

Read More

કોરોનાના દર્દીઓની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવતાં તેની સારવાર માટે વપરાતાં રેમડેસિવિર ઇન્જેક્શનોનો જથ્થો બજારોમાં ખૂટી પડ્યો છે. ભારતમાં હાલ સાત કંપનીઓ રેમડેસિવિર ઇન્જેક્શનોનું ઉત્પાદન કરે છે. કંપનીઓએ ડિસેમ્બર મહિનાથી ફેબ્રુઆરીના અંત સુધીમાં એટલે કે ત્રણ મહિનાના ગાળા દરમિયાન રેમડેસિવિરનું ઉત્પાદન લગભગ શૂન્ય જેટલું કરી દીધું હતું. આ કારણોસર હાલ ખેંચ વર્તાઇ રહી છે, અને જરૂરિયાતને પહોંચી વળતાં હજુ અઠવાડિયાથી દસ દિવસનો સમય લાગશે. સૂત્રોએ ઉમેર્યું કે નવેમ્બર બાદ માંગ ઘટી હતી. આ ઇન્જેક્શન જલ્દી એક્સપાયર થતાં હોવાથી તેનું ઉત્પાદન અટકાવી દેવાયું હતું. રેમડેસિવિર ઇંજેક્શનનું એક વાયલ બનતાં ઓછામાં ઓછાં પાંચ દિવસ લાગે છે. તે પછી તેનાં ઉત્પાદન પછી તેનું સ્ટરિલીટી ટેસ્ટિંગ…

Read More

સુરતમાં કોરોનાના કેરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં અંતિમસંસ્કાર માટે બનાવાયેલી ચિતાની લોખંડની ગ્રિલ અને ચીમની પણ ગરમીથી પીગળી ગઈ છે આ કારણે ત્યાં લાગેલી પાઈપલાઈનનું રિપેરિંગ કરવું પડ્યું હતું. અહીં કુલ ત્રણ સ્મશાનગૃહ છે, જેમાં રામનાથ ઘેલા, અશ્વિનીકુમાર અને જહાંગીરપુરાનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્મશાનમાં 24 કલાક મૃતદેહોની અંતિમક્રિયા કરાઈ રહી છે. અહીં છેલ્લા દસેક દિવસથી સરકારી શબવાહિનીઓ તેમજ ખાનગી વાહનોમાં પણ સતત મૃતદેહો લવાઈ રહ્યા છે. સુરતમાં સોમવારે પણ 18 લોકોનાં મોત થયાં છે.સુરતમાં કોરોનાના કહેર વચ્ચે મોતનું તાંડવ થઈ રહ્યો છે. દરેક સ્મશાનગૃહમાં મૃતકની અંતિમવિધિ માટે કલાકો સુધી પરિવારજનોએ લાઈન લગાવી વેઈટિંગ…

Read More