સાઉથ અમેરિકાના કોલમ્બિયામાં 104 વર્ષીય કેર્મેન હરનાન્ડિઝે બીજીવાર કોરોના હરાવ્યો છે. વ્હીલચેર પર બેસીને તેઓ જ્યારે હોસ્પિટલમાંથી રજા લઇ રહ્યા હતા ત્યારે હોસ્પિટલના સ્ટાફે તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. કેર્મેન પ્રથમવાર જૂન મહિનામાં કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. એ સમયે સાજા થઇ ગયા પછી 8 માર્ચે ફરીથી કોરોના પોઝિટિવ આવ્યા હતા. બીજીવાર હોસ્પિટલ એડમિટ થયા એ પહેલાં તેમણે વેક્સિન લીધી હતી. કેર્મેન 21 દિવસ સુધી કોરોના સામે લડતા રહ્યા પણ ક્યારેય તેમની હિંમત ઓછી ના થઇ. તેમનો જુસ્સો જોઇને હોસ્પિટલનો સ્ટાફ પણ ખુશ થઇ ગયો હતો. હાલ કોરોના સામે લડી રહેલા દર્દીઓ માટે આ દાદીમા પ્રેરણા સમાન છે. આની પહેલાં જાન્યુઆરી મહિનામાં…
કવિ: Dharmistha Nayka
સુરતના સ્મશાનોમાં મૃતદેહોની લાંબી કતાર લાગતાં છેલ્લા બે દિવસથી બારડોલીના સ્મશાનગૃહોમાં મૃતદેહ મોકલવામાં આવી રહ્યા છે. બારડોલીમાં કોરોના સંક્રમિત માટેની ત્રણ ભઠ્ઠી સતત ચાલુ રહેતા બે ભઠ્ઠીઓમાં લોખંડની એંગલ તૂટી ગઈ છે. જેને કારણે હાલ માત્ર એક જ ભઠ્ઠીમાં કોરોનાના મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે.સમગ્ર રાજ્ય કોરોના મહામારીને કારણે મૃત્યુ દરમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સુરત શહેરમાં કોરોનાથી મોત થવાની સંખ્યા ખૂબ જ ઊંચી છે. શહેરના સ્મશાનગૃહોમાં રાત દિવસ મૃતદેહોની લાંબી કતાર જોવા મળી રહી છે. તેમજ ટોકન પદ્ધતિથી મૃતદેહોને અગ્નિ દાહ આપવામાં આવી રહ્યો છે. આ કતાર ઘટાડવા માટે સુરત શહેરમાંથી બારડોલીના સ્મશાનગૃહમાં લાવવામાં આવી…
ભારતીય નાગરિકો સાથે તેમના લગ્નને કારણે OCI કાર્ડધારકો તરીકે નોંધાયેલા વિદેશી લોકો તેમના છૂટાછેડા પછી તેમને મળેલ આ દરજ્જો ચાલુ રહી ન શકે તેમ કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું હતું. ભારતીય નાગરિક સાથેના લગ્ન સમાપ્ત થઇ ગયા પછી બેલ્જિયમની મહિલાનો ઓસીઆઇ કાર્ડ પરત લેવાના બેલ્જિયમ સ્થિત ભારતીય દૂતાવાસના નિર્ણયનો ભારતીય ગૃહ મંત્રાલયે હાઇકોર્ટમાં બચાવ કર્યો હતો.મહિલાએ દિલ્હી હાઇકોર્ટમાં ભારતના સિટિઝનશીપ એક્ટની કલમ ૭ડી(એફ)ને હાઇકોર્ટમાં પડકારી હતી. આ જોગવાઇ હેઠળ ભારતીય નાગરિક સાથે લગ્ન કરનાર વિદેશી નાગરિકને મળેલ ઓસીઆઇ કાર્ડહોલ્ડર જો તેમના છૂટાછેડા થાય તો પરત લઇ લેવામાં આવે છે. બેલ્જિયમના બ્રસેલ્સમાં ભારતીય દૂતાવાસના નિર્ણયનો બચાવ કરતી વખતે ગૃહ મંત્રાલય (એમએચએ) દ્વારા…
નાઈજીરિયામાં એક મહિલા એથ્લીટે નેશનલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દરમિયાન તાઈક્વોન્ડોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ મહિલા ખેલાડીના વખાણ ચારેકોર થઇ ગયા છે. તેણે 8 મહિનાનાં ગર્ભ સાથે ભાગ લીધો અને તે ગોલ્ડ મેડલ પણ જીતી. નેશનલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલે મહિલાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોઇને યુઝર્સ અમિનાત ઇદ્રીસનાં વખાણ કરી રહ્યા છે.વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું, બેનિનમાં નેશનલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દરમિયાન પ્રેગ્નન્ટ અમિનાત ગોલ્ડ મેડલ જીતી દરેક માટે એક ઇન્સ્પિરેશનલ વ્યક્તિ બની ગઈ છે. અમિનાતને 8 મહિના ગર્ભ છે અને તેણે તાઈક્વોન્ડોમાં મિક્સ પુમ્સે કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.ગોલ્ડ મેડલ જીત્યા પછી અમિરાતે કહ્યું, મારા માટે આ ખુશીની પળ છે.…
તાઈવાનમાં એક નસીબદાર વ્યક્તિ સાથે આ ઘટના હકીકતમાં બની છે. 1 વર્ષ પહેલાં ખોવાઈ ગયેલો આઈફોન મળી જતા તેની ખુશીનો પાર ના રહ્યો. હાલ તાઈવાનમાં પાણીની તંગી વર્તાઈ રહી છે. નદીઓમાંથી પાણી સૂકાઈ રહ્યું છે. આ દરમિયાન દેશના આઇકોનિક લેકમાંના એક એવા સન મૂન લેકનું પાણી પણ સૂકાઈ ગયું છે. એક સમયે આ તળાવ પાણીથી છલોછલ ભરેલું રહેતું હતું પણ હાલ તેમાં કીચડ છે. આ ઘટના શેન નામનાં વ્યક્તિ માટે લકી સાબિત થઈ છે. શેન આશરે 1 વર્ષ પહેલાં સન મૂન લેક ફરવા આવ્યો હતો અને અહિયાં ભૂલથી તેનો ફોન તળાવમાં પડી ગયો હતો. આઈફોન 11 પ્રો મેક્સ પરત મળશે તેવી કોઈ…
જાપાનના ડૉક્ટરોએ દુનિયામાં પહેલીવાર કોરોનાથી ગંભીર રીતે પીડાતા દર્દીને જીવિત ડોનરનાં ફેફસાંના ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મેળવી છે. આ મહિલાને તેના પતિ અને પુત્રએ પોતાનાં ફેફસાંનો હિસ્સો આપ્યો છે. જાપાનની ક્યોટો યુનિવર્સિટી હોસ્પિટલમાં 11 કલાક ચાલેલી આ સર્જરી પછી ડૉક્ટરોએ દાવો કર્યો કે, આ મહિલા થોડા સમયમાં સાજી થઈ જશે. આ સર્જરી થકી દુનિયાને અમે એ કહેવાનો પ્રયાસ કર્યો છે કે, જીવિત ડૉનર્સની મદદથી ટ્રાન્સપ્લાન્ટ એક નવો વિકલ્પ છે. કોરોનાના કારણે ખરાબ થઈ ગયેલાં ફેફસાં ધરાવતા દર્દીઓ માટે આ ખૂબ મોટી આશા છે. આ સર્જરી પછી મહિલા દર્દી અને બંને ડૉનરની તબિયત સારી છે. આ મહિલાના પતિએ ડાબા અને પુત્રએ જમણા…
બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનીકોએ એક રસપ્રદ તારણ રજૂ કર્યું હતું. બ્રિટિશ જર્નલ ઓફ ડર્મિટોલોજીમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલ પ્રમાણે જ્યાં સૂર્યનો સીધો તડકો પડે છે ત્યાં કોરોનાથી મૃત્યુદર નીચો રહ્યો હતો. ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ કિરણોનું પ્રમાણ વધારે નોંધાયું હતું એ વિસ્તારોમાં કોરોનાથી મૃત્યુદર ઓછો હતો.એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોએ જાન્યુઆરી-૨૦૨૦થી એપ્રિલ-૨૦૨૦ દરમિયાન નોંધાયેલા કેસોને ધ્યાનમાં લીધા હતા. અમેરિકા ખંડના ૨૪૭૪ વિસ્તારો પર અભ્યાસ હાથ ધરાયો હતો. જે વિસ્તારોમાં સૂર્યના સીધા કિરણો પડતાં હતાં ત્યાં કોરોનાના કારણે મૃત્યુ ઓછા થયા હતા. જ્યાં અલ્ટ્રાવાયોલેટ કિરણો બહુ ઓછા મળતાં હતાં એ વિસ્તારોમાં મૃત્યુદર ઊંચો નોંધાયો હતો. સંશોધકોએ આ જ તર્જ ઉપર ઈટાલી-બ્રિટન-સ્પેન જેવા દેશોમાં કે જ્યાં…
રવિવાર, 11 એપ્રિલના રોજ ફાગણ મહિનાની અમાસ છે. જ્યોતિષના સંહિતા ગ્રંથ પ્રમાણે રવિવારે અમાસ હોવું અશુભ માનવામાં આવે છે. આ સ્થિતિની દેશ-દુનિયા ઉપર અશુભ અસર પડે છે. આ તિથિએ તીર્થ અને પવિત્ર નદીઓમાં સ્નાન સાથે જ દાન અને પૂજા-પાઠ કરવાની પરંપરા છે. વર્તમાન પરિસ્થિતિને જોતા ઘરના જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું ફળ મળી શકે છે. ફાગણ અમાસના દિવસે ગ્રહોની વિશેષ સ્થિતિ બનવાથી આ દિવસે પિતૃઓની વિશેષ પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. પિતૃઓ માટે આ દિવસે કરવામાં આવતી પૂજાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિથી બની રહેલાં પિતૃદોષનો અશુભ પ્રભાવ ઓછો થઇ જાય છે. રવિવારે અમાસ તિથિ આખો દિવસ…
મોડાસાના ભેરુંડા રોડ અને ધનસુરાના કોલવડા સુધી પોલ્ટ્રી ફાર્મના માલિક દ્વારા બે દિવસ અગાઉ કોલવડા પંચાયતના હમીરપુરની સીમમાં ખુલ્લી જગ્યામાં 2હજાર જેટલા મૃત હાલતમાં મરઘા ફેંકતા લોકોમાં બર્ડફ્લૂ ફાટી નીકળવાની દહેશત ફેલાતાં સ્થાનિકોએ પંચાયત સત્તાવાળાઓને ફરિયાદ કરતાં પંચાયત સત્તાવાળાઓ દ્વારા તપાસ હાથ ધરીને સ્થળ પર પંચનામું કરી પોલ્ટ્રી ફાર્મના માલિકને નોટિસ ફટકારવા કાર્યવાહી હાથ ધરાઇ હતી. તદઉપરાંત પંચાયત દ્વારા પશુપાલન વિભાગે પણ જાણ કરવા તજવીજ હાથ ધરાઇ હતી. જાગૃત નાગરિકોએ કોલીખડ પંચાયત સત્તાવાળાઓને જાણ કરતા સરપંચ અને તલાટી સહિતને જાણ કરતાં ફાર્મના માલિકને નોટિસ દ્વારા તાકીદ કરી મૃત મરઘાની યોગ્ય જગ્યાએ નિકાલ કરવા માટે નોટિસ દ્વારા માલિકને જાણ કરાઇ હતી. આ અંગે…
ગોરવા કરોડિયા વિસ્તારમાંથી 27 વર્ષીય મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન અભયમને ફોન કરીને જણાવ્યું હતું કે પોતે કોરોનાગ્રસ્ત હોવા છતાં પતિ ત્રાસ આપે છે. મહિલાનો ફોન આવતાં જ મહિલા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક પહોંચી હતી. એક સંતાનની માતા એવી આ મહિલાએ હોમ ક્વોરન્ટીન અવસ્થામાં અભયમને જણાવ્યું હતું કે તે કોરોનાનો ભોગ બની છે અને પોતાના ઘરમાં એક રૂમમાં તે અલગથી રહે છે છતાં તેનો પતિ તેની સાથે સતત જાતીય સંબંધ બાંધવા દબાણ કરી રહ્યો છે. પોતે બીમાર હોવાથી ઇન્કાર કરતાં પતિ ઉશ્કેરાયો હતો અને માર મારી કોરોનાગ્રસ્ત પત્નીને ઘરની બહાર નીકળી જવા દબાણ કર્યું હતું. અભયમની ટીમે પતિનું કાઉન્સેલિંગ…