અમદાવાદની ખૂબ મોટી કંપનીમાં કામ કરતી આશાસ્પદ યુવતીને ફેસબુકમાં મિત્ર બનેલા યુવક સાથે પ્રેમ થયો અને થોડા સમય બાદ તેની સાથે લગ્ન કરી લીધા હતા, પણ લગ્ન પછી જે થયું એનાથી યુવતીની સ્થિતિ કફોડી બની ગઈ છે. લગ્નના થોડાક જ દિવસમાં પતિ પત્નીને ઘરમાં પડેલી દરેક વસ્તુ છૂટી મારતો હતો. વહુને બચાવવા સાસુ-સસરા વચ્ચે પડ્યાં તો સગા દીકરાએ તેમને પણ માર્યા. આખરે પતિને મનોચિકિત્સક પાસે લઈ ગયા તો ડોકટર કહ્યું, તમે આવવા માટે ખૂબ મોડું કરી દીધું છે. તમારા પતિના પહેલાં પણ લગ્ન થઈ ગયા છે. આ બધા વચ્ચે પત્નીની જાણ બહાર પતિ દેશ છોડીને જતો રહ્યો છે. એવું રોજ થતું…
કવિ: Dharmistha Nayka
કોરોનાના કહેર વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદોમાં સપડાતી જાય છે. આજે ફરી સિવિલ હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારી સામે આવી છે. જ્યાં મૃતદેહના અંતિમસંસ્કાર થઈ ગયા છતાં બીજા દિવસે વહેલી સવારે 4 વાગ્યે પરિવારજનને ફોન આવ્યો કે ડેડબોડી લઇ જાો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ જ રીતે જીવતા વૃદ્ધાનું ડેથ સર્ટિફિકેટ પરિવારને આપી ડેડબોડી બીજાની આપી હતી. જોકે પરિવારને ફોટો બતાવતાં જ તેમણે કહ્યું કે આ વૃદ્ધા અમારાં નથી અને ડેડબોડી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પરિવારે સમયસૂચકતા વાપરી ન હોત તો બીજાના અંતિમસંસ્કાર થઇ જાત. આમ, જ્યારે રાજકોટ શહેર કોવિડના સકંજામાં સપડાઈ રહ્યું છે ત્યારે રાજકોટ સિવિલના તંત્ર વાહકો જાણે ઘોર…
સુરતમાં બેકાબૂ કોરોના કેસ વચ્ચે કેન્દ્રીય ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચના ત્રણ વૈજ્ઞાનિકો સુરતમાં છે. આ ટીમે ગઈકાલે પાલિકા ખાતે બેઠક કર્યા બાદ આજે આ ટીમ કન્ટેઈનમેન્ટ ઝોનની મુલાકાત કરશે અને સુરતમાં કોરોનાની સ્થિતિનો વિસ્તાર પૂર્વક ચિતાર મેળવશે.સુરતમાં કોરોના જીવલેણ બનતા ગુરૃવારે સિટીમાં વધુ 14 વ્યકિતના મોત થયા છે.આ સાથે સિટીમાં અજગરી ભરડામાં નવા 723 અને જીલ્લામાં 237 મળી કોરોનાનાં નવા 960 દર્દી નોંધાયા છે. તો શહેરમાંથી વધુ 598 અને ગ્રામ્યમાંથી 79 મળી કુલ 677 દર્દીને રજા અપાઇ હતી. ગ્રામ્યમા પ્રથમવાર કોરોનાઆંક બેવડી સદીને વટાવી ગયો છે.આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત આજે નોંધાયેલા 14 મોતમાં અમરોલીના 52 વર્ષીય વૃદ્ધા, ઉધનાના 55 વર્ષીય પ્રોઢ, લિંબાયતના 65 વર્ષીય વૃદ્ધા, બમરોલીના 79 વર્ષીય વૃદ્ધા, પાંડેસરાના 65 વર્ષીય વૃદ્ધા, વેસુના 45 વર્ષીય આધેડ, મોટા વરાછાની 61 વર્ષની વૃદ્ધા, ઝાંપાબજારના 70 વર્ષીય વૃદ્ધ,અડાજણનો 38 વર્ષીય યુવાન, કતારગામની 47 વર્ષીય મહિલા, પુણાગામના 57 વર્ષીય પ્રોઢ, ઉત્રાણગામના 50 વર્ષીય આધેડ,ઉધનાના 57 વર્ષીય પ્રોઢ અને અડાજણના 65 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. સિટીમાં …
કોરોના કાળમાં રોજગારના સંસાધન સીમિત થવા તેમજ સેલેરી કપાતને જોતા આવક ઓછી થઈ ગઈ છે. તો ખાણી-પીણીની ચીજોમાં થઈ રહેલા ધરખમ વધારાથી લોકોનું માસિક બજેટ ખોરવાયુ છે. હાલમાં જ ખાદ્ય તેલોમાં થયેલા વધારાને કારણે લોકોની પરેશાનીઓમાં વધારો થયો છે. સરસવનું તેલ લગભગ 150 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયુ છે. તેવી જ રીતે સોયા તેલમાં પણ વધારો થયો છે. એવામાં એમ્પોર્ડ ગ્રુપ ઓફ મિનિસ્ટર જલ્દી જ ખાદ્ય તેલમાં વધારો થયાની સમીક્ષા કરશે.સરકારી સૂત્રો મુજબ 1 વર્ષમાં ખાદ્ય તેલની કીંમતોમાં લગભગ 95 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. ખાદ્ય મંત્રાલયે કૂકિંગ ઓયલની કીંમતોની સમીક્ષા માટે મંત્રીઓના અધિકાર પ્રાપ્ત સમૂહને એક પ્રસ્તાવ મોકલાયો…
કોઈ પણ દેશ, રાજ્ય અથવા શહેરની ઈકોનોમી માપવાનું એક મહત્વપૂર્ણ પગલુ ત્યાંની કેપિટલ ઈનકમ એટલે કે, પ્રતિ વ્યક્તિ સરેરાશ આવક પણ હોય છે. આજે અમે યુનાીટેડ કિંગડમના હર્ટપોર્ડશાયર અંતર્ગત આવતા એક ગામની વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યાં કેપિટા અથવા જીઆરપી જાપાન અને ફ્રાન્સ જેવા મોટા દેશોથી પણ વધારે છે. અમે વાત કરી રહ્યા છીએ લગભગ એક લાખની વસ્તીવાળા શહેર હર્ટફોર્ડશાયરની. અહીં કેપિટા ઈનકમ લગભગ 46,600 ડોલર છે. એટલે ભારતીય રૂપિયામાં તેનું આકલન કરીએ તો, તે 32.62 લાખ રૂપિયા થાય છે. પણ સૌથી ખાસ વાત તો એ છે કે, અહીંના લોકો કપડા નથી પહેરતા. આવુ શા માટે છે, તેની જાણકારી…
વેડિંગ ડે દરેક કપલ્સ માટે ખાસ હોય છે. આ દિવસ આખી જિંદગી યાદ રહે તે માટે તેઓ કંઈકને કંઇક યુનિક કરતા રહે છે. હાલ ઇન્ટરનેટ પર એક દુલ્હા-દુલ્હનનો ફોટો વાઈરલ થઇ રહ્યો છે. તેમાં દુલ્હન તો વ્યવસ્થિત તૈયાર થઇ છે પણ વરરાજા શરીર પર પાટાપિંડી સાથે શોર્ટ્સ પહેરીને બેઠેલો જણાય છે. મેરેજ પહેલાં વરરાજાનો અકસ્માત થયો હોવાથી તે આવ કપડાં પહેરીને લગ્ન કરવા બેઠો હતો. આ ફોટોઝ ઇન્ડોનેશિયાના ઈસ્ટ જાવાના છે. દુલ્હન પરંપરાગત જેપનિઝ ડ્રેસ પહેરીને બેઠી છે. મેરેજમાં આવેલા મેહમાનો પણ દુલ્હાને આ રીતે જોઇને આશ્ચર્યચકિ ત થઇ ગયા હતા. વરરાજાએ શોર્ટ્સ પહેર્યું હતું અને ઉપર શરીર ઉઘાડું હતું. હાથ…
મધ્યપ્રદેશના સતના જિલ્લાના ન્યાયાધીશના કોરોનાને કારણે થયેલા મૃત્યુએ જિલ્લા હોસ્પિટલને શંકાના ઘેરામાં લાવી દીધી છે. આરોગ્ય વિભાગે તેમના ઈલાજમાં હદ વગરની લાપરવાદી દાખવી હતી. એટલું જ નહીં, અવસાન બાદ ન્યાયાધીશના મૃતદેહના અંતિમસંસ્કાર અર્થે મ્યુનિસિપલ કોર્પોરેશને લાકડાં આપવાની પણ મનાઈ ફરમાવી દીધી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ, બુધવારે બપોરે 3.45 વાગ્યે કોરોના સંક્રમિત ADJને ગંભીર હાલતમાં 108 મારફત ટ્રોમાં યુનિટમાં નિર્માણ કરાયેલા ઈન્ફક્સિયમ ડિઝીઝ કંટ્રોલ વોર્ડમાં લઈ જવાયા હતા. ત્યાં ન્યાયાધીશને લઈ જવા માટે વ્હીલચેર અથવા સ્ટ્રેચર પણ નહોતું મળતું. હોસ્પિટલમાં કાર્ય કરતા સ્ટાફે પણ તેમને યોગ્ય સહકાર આપ્યો નહોતો અને સ્ટ્રેચરને શોધવામાં મદદ નહોતી કરી. એમ્બ્યુલન્સના સ્ટાફે 20 મિનિટની મહામહેનતે ક્યાંકથી…
પાલ ખાતે રહેતા બિલ્ડરના નામના બોગસ ડોક્યુમેન્ટો ઊભા કરી સહયોગ એન્ટરપ્રાઇઝના નામથી GST નંબર મેળવી વરાછાના બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોએ 20 કરોડનું ટ્રાન્જેકશનો કરી તેના ઉપર જીએસટી ઈનપુટ ક્રેડિટ મેળવ્યાનું સામે આવ્યું છે. બિલ્ડરે ઈન્કમટેક્ષ રિટર્ન ભરવા માટે ડોક્યુમેન્ટોની ફાઇલ ભાવનગરના સીએને મોકલાવી જેમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આ અંગે બિલ્ડરે ડીસીબીમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે સીએ ભરત રૂપારેલીયા અને નરેન્દ્ર ભાથાણી (બન્ને ઓફિસ,એસીસી બિલ્ડિંગ,પોદ્રાર આર્કેડની બાજુમાં, વરાછા) અને સહયોગ એન્ટરપ્રાઇઝના કર્તાહર્તા સામે ગુનો નોંધ્યો છે. જે પૈકી ભરત રૂપારેલીયાની ઈકો સેલએ ધરપકડ કરી છે. સીએની સાથે અન્ય જોડાયેલા હોઈ શકે છે. આગામી દિવસોમાં ઈકો સેલ તેની પણ તપાસ…
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધતા કોરોના કેસને લઈને રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરી હતી. બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે દેશમાં વધતા કોરોના કેસ ચિંતાનો વિષય છે.દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વડાપ્રધાન મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યાં છે. આ દરમ્યાન તેઓએ ચિંતા વ્યક્ત કરી છે. બેઠકમાં કોરોનાની વિકરાળ પરિસ્થિતિ અને વેક્સિનેશન પર ચર્ચા ચાલી રહી છે. મીટિંગમાં પીએમ મોદીએ જનતા પાસે કોરોનાથી બચવા માટેના સૂચનો માંગ્યાં છે.તેઓએ જણાવ્યું કે, ‘એક વાર ફરીથી દેશમાં પડકારરૂપ સ્થિતિ સર્જાઇ છે. દેશ ફર્સ્ટ વેવની પીકને ક્રોસ કરી ચૂક્યો છે અને આ વખતે સંક્રમણ પહેલાં કરતા વધારે છે જે એક ચિંતાનો…
એમેઝોન ફ્યુચર-રિલાયન્સ ડીલ સંબંધિત વિવાદોથી ઘેરાયેલું છે. આ હોવા છતાં, કંપનીએ છેલ્લા એક વર્ષમાં ભારતમાં ત્રણ લાખ નવી નોકરીઓ પેદા કરી હોવાનો દાવો કર્યો છે. એ પણ કહ્યું કે મહામારી દરમિયાન, કંપનીએ તેની નિકાસ ક્ષમતામાં વધારો કર્યો છે. તેણે ભારતમાંથી 1 અબજ ડોલરની નિકાસ સક્ષમ કરી છે. જેના કારણે હવે ભારતમાંથી કુલ નિકાસ 3 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. ઇકોનોમિક ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં, એમેઝોનના દેશના વડા અમિત અગ્રવાલે કહ્યું કે, કંપનીએ છેલ્લા એક વર્ષમાં લગભગ ત્રણ લાખ ભારતીયોને રોજગાર પૂરા પાડ્યા છે. કંપનીના સ્થાપક અને સીઈઓ જેફ બેઝોસે 2025 સુધીમાં જે લક્ષ્યાંક પ્રાપ્ત કરવા નું લક્ષ્ય રાખ્યું છે આ સંખ્યા…