ઇજિપ્તના પ્રાચીન સ્થળ તપોસાઇરિસ મેગ્નામાં ખોદકામ દરમિયાન પુરાતત્ત્વવિદોને 2 હજાર વર્ષ જૂનું મમી મળી આવ્યું છે, જેમાં સોનાની જીભ છે. ઇજિપ્તના પર્યટન મંત્રાલયે કહ્યું હતું કે મમીમાં સોનાની જીભ એમ વિચારીને મુકાઈ હશે કે મૃતક મૃત્યુ પછી પણ બોલી શકે. પુરાતત્ત્વવિદોએ આ મમીમાંથી બીજા 15 અવશેષ પણ કાઢ્યા છે.
કવિ: Dharmistha Nayka
બોસ્ટન શહેરમાં રહેતી મેલિસાનાં ઘરે નાનકડું મહેમાન આવ્યું તે વાતની ખુશી તો થઇ પણ બધાને સાથે આશ્ચર્ય પણ થયું. અનિયમિત પીરિયડ્સ સાઈકલ હોવાને લીધે તેણે એ વાત પણ ખાસ ધ્યાન ના આપ્યું. તેને આ તકલીફ પહેલેથી હતી આથી 5 મહિનાથી પીરિયડ્સ ના આવવા છતાં તેના પેટનું પાણી પણ ના હલ્યું.8 માર્ચના રોજ મેલિસાને પેટમાં દુખાવો ઉપડ્યો તે હોસ્પિટલ જતા પહેલાં બાથરૂમ ગઈ. મેલિસાએ કહ્યું, બાથરૂમમાં મેં બ્લડ જોયું. મને લાગ્યું આ સારી વાત છે. ઘણા સમય પછી પીરિયડ્સ આવ્યા હતા. તેણે એ પછી માતાને ફોન કરી કહ્યું કે તે સ્વસ્થ છે ત્યાં તો ફરીથી દુખાવો થયો. ન્યૂઝ એજન્સી USA ટુડે સાથે…
ગ્લોબલ વોર્મિંગે આખી દુનિયાના તાપમાનમાં મોટું પરિવર્તન લાવી દીધું છે. યુરોપમાં હાલના દિવસોમાં ભારે ઠંડી પડી રહી છે. ફ્રાન્સની પણ આવી જ હાલત છે. એક તરફ, લોકો ઠંડીથી પરેશાન છે ત્યાં બીજી તરફ, પાક પર પણ ઝાકળનો ખતરો મંડરાઈ રહ્યો છે. એટલા માટે જ ફ્રાન્સના અનેક ખેડૂતો ઠંડીવિરોધી મીણબત્તીની ગરમીથી પાકને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. તસવીર એવા જ એક ખેતરની છે. મીણબત્તીથી નીકળતી ગરમી પાક પર બરફને જામવા દેતી નથી અને એનાથી વૃક્ષો અને છોડવા બચી જાય છે. 6 લિટરની હોય છે આ એક ઠંડીવિરોધી મીણબત્તી. એને બનાવવા માટે કોઈ ઘાતક કેમિકલનો પ્રયોગ કરાતો નથી, પણ ફક્ત પેરાફિન વેક્સનો…
વલસાડ જિલ્લામાં જાહેર રસ્તા પર બનેવીને પશુની માફક બાંધી સાળા અને તેના સાગરિતો જાહેરમાં માર મારતા હોવાના વાઈરલ થયેલા વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. વાઈરલ વીડિયોમાં એક સાળો તેના મિત્રો સાથે મળી તેના સગા બનેવીને જાહેરમાં બાંધી માર મારતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. બનેવીને આ રીતે માર મારવા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. સમગ્ર બનાવની વિગત પર નજર કરીએ તો,વલસાડના નવેરા ગામે રહેતા અને વાપી ખાતે એક કારના શોરૂમમાં ફરજ બજાવતા યુવકને ગતરોજ વાપીથી તેના સગા સાળાએ તેના મિત્રો સાથે આવી કારમાં ઉઠાવી ગયા હતા. ત્યાર બાદ વાપી નજીકની એક અવાવરું જગ્યાએ લઇ ગયા હતા અને તેના હાથ દોરડાથી…
21 એપ્રિલના રોજ રામનોમ ઊજવવામાં આવશે એના પછીના દિવસે એટલે 22 એપ્રિલથી લગ્નની શરૂઆત થઈ રહી છે. આ દિવસે વર્ષનું બીજું અને મહિનાનું પહેલું લગ્નનું મુહૂર્ત રહેશે. 14 એપ્રિલે ખરમાસ પૂર્ણ થશે અને 17મીએ શુક્ર ગ્રહના ઉદય થયા પછી આ વર્ષે લગ્ન માટે 50 મુહૂર્ત રહેશે, જેમાં અક્ષય તૃતીયા અને દેવઊઠની એકાદશીનું વણજોયું મુહૂર્ત પણ સામેલ છે. એપ્રિલથી શરૂ થઈ રહેલી લગ્નની સીઝન 15 જુલાઈ સુધી રહેશે. એ પછી ચાતુર્માસ શરૂ થવાથી માંગલિક કાર્યો બંધ થઇ જશે. આ વર્ષે 20 જુલાઈના રોજ અષાઢ મહિનાના સુદ પક્ષની દેવશયની એકાદશી હોવાથી માંગલિક કાર્યો થઇ શકશે નહીં. પછી 15 નવેમ્બરના રોજ કારતક મહિનાના…
ડાયાબિટીઝને સૌથી કોમન લાઇફ સ્ટાઇલ ડિઝીઝ ગણવામાં આવે છે. ડાયાબિટીઝથી પીડિત લોકોએ તેમની ડાયટ અને લાઇફસ્ટાઇલની વિશેષ કાળજી લેવી પડે છે. તેમને હંમેશાં એવી ચીજો ખાવાની સલાહ આપવામાં આવે છે, જેના દ્વારા તેમનું સુગર લેવલ નિયંત્રણમાં રહે. બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા માટે ડાયબિટિઝથી પીડિત લોકોને ફાઈબર, પ્રોટીન અને હેલ્ધી ફેટવાળી અને હેલ્ધી ડાઇટ લેવી જોઈએ.કેટલાક લોકોની ડાયટ ચોખા વિના અધૂરી હોય છે. જો કે તમને ડાયાબિટીઝ છે, તો તમારે સફેદ ચોખા ખાવાનું ટાળવું જોઈએ. હકીકતમાં સફેદ ચોખામાં માઇક્રોન્યૂટ્રિઅન્ટ્સ, ફાઇબર અને પોલિફેનોલ્સ ખૂબ વધારે માત્રામાં હોય છે. એક રિસર્ચ મુજબ સફેદ ચોખાના વપરાશથી ડાયબિટીઝનું જોખમ 11 ટકા વધે છે. ડાયબિટીઝના દર્દીને…
સુરતમાં સતત મૃત્યુઆંક કોરોના સંક્રમણને કારણે વધી રહ્યો છે. કોરોના સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે તમામ હોસ્પિટલો અને સ્મશાનગૃહ હાઉસફૂલ થઈ ગયા છે. બધી જ બાજુ હાઉસફૂલના પાટિયા લાગી ગયા છે છતાં વહીવટીતંત્ર સ્વીકારવા તૈયાર નથી કે કોરોનાના કારણે મોતનો આંકડો ખૂબ મોટો થઈ રહ્યો છે. મોતના આંકડા સંતાડવા માટે વહીવટી તંત્ર ભલે ગમે તેટલા ખેલ કરે પરંતુ વાસ્તવિક સ્થિતિ આપણી સમક્ષ આવી રહી છે. આજે ઉમરા સ્મશાન ગૃહમાં લાશોનો ઢગ જોવા મળ્યો હતો. સવારથી બપોર સુધીમાં 40 કરતાં વધુ મૃતદેહો ઉમરા સ્મશાન ગૃહમાં પહોંચતા તમામ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. મૃતદેહના અંતિમસંસ્કાર માટે ત્રણથી ચાર કલાકનું વેઈટિંગ…
ઓઢવ વિસ્તારમાં રહેતી અને છેલ્લા ત્રણ વર્ષથી માનસિક રીતે બીમાર 21 વર્ષીય યુવતીના પાડોશમાં રહેતા યુવકે તેના ઘરે જઈને તેની સાથે જબરદસ્તી કરી દુષ્કર્મ કર્યુ હતુ. 15 દિવસ પહેલા રહેવા આવેલા યુવકે દુષ્કરમ આચર્યા અંગેની જાણ યુવતીની માતાને થતાં તેમણે ઓઢવ પોલીસ સ્ટેશનમાં પાડોશી યુવકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તમામ ચક્રોગતિમાન કર્યા છે. મૂળ મહીસાગરના અને હાલ ઓઢવ વિસ્તારમાં 21 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે. આ યુવતી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તથા તેના પરિવારના સભ્યો પણ અલગ અલગ જગ્યાએ નોકરી કરે છે. બુધવારના દિવસે યુવતી અને તેની માતા ઘરે હાજર…
corona વાયરસે સમગ્ર વિશ્વને હચમચાવી રાખ્યું ત્યારે વધુ એક ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે. ફરી એક વાર દૂનિયાને ડરાવવાની વાત ચીન દ્વારા કરવામાં આવી રહી છે. ચોખા અને કપાસમાંથી મળી આવેલા ખતરનાક વાયરસ દૂનિયાને ફરી એકવાર પરેશાન કરશે. શોધકર્તાઓની એક ટીમ દ્વારા માહિતી આપવામાં આવી છે કે ચીનના વુહાન (Wuhan) શહેરમા કોરોના કરતા પણ વધુ ખતરનાક વાયરસ સામે આવી રહી છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ચીનની કૃષિ પ્રયોગશાળમાંથી ચોખા અને કપાસમાંથી કોરોના કરતા પણ વધુ ખતરનાક વાયરસ મળી આવ્યો છે.હજુ તો લોકો કોરોનાની મહામારીથી પરેશાની માંથી બહાર આવ્યા પણ નથી ત્યાં તો વધુ એક મહામુશ્કેલી આપણી સામે મંડારાઈ રહી…
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોને નિયંત્રણમાં લાવવા અને સાઉદી અરેબિયાની કાચા તેલની કિંમતો ઉંચી રાખવાની મનમાનીથી બચવા માટે સરકાર અમેરિકા અને આફ્રિકા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી વધારશે. ભારત કાચા તેલનો વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો આયાત કરનાર દેશ છે.મોદી સરકારે સાઉદી અરેબિયાને કાચા તેલનું ઉત્પાદન વધારવા આગ્રહ કર્યો હતો જેથી તેની માંગ ઘટાડી શકાય અને કિંમતો નીચી આવે. અગાઉ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કાચા તેલની ઉંચી કિંમતો વિકાસશીલ દેશોના અર્થતંત્રને કોવિડ-19 બાદની સ્થિતિમાંથી બહાર આવવામાં અડચણરૂપ હોવાનું જણાવ્યું હતું.તે સમયે સાઉદી અરેબિયાના પેટ્રોલિયમ મંત્રી પ્રિન્સ અબ્દુલઅજીજ બિન સલમાને ભારતને એવી સલાહ આપી હતી કે, ભારતે 2020માં કિંમતો ઘટી ત્યારે કાચા…