કવિ: Dharmistha Nayka

આજના જમાનામાં ઈમાનદાર લોકો મળવા મુશ્કેલ છે, લોકો રૂપિયા માટે પોતાના પરિવાર કે સગાની હત્યા કરતા અચકાતા નથી, ત્યારે ઈમાનદારીની મિશાલ સામે આવી છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી ન્યુ શ્યામવિહાર એપાર્ટમેન્ટમાં 14 લાખથી વધુની રકમ ભરેલી બેગ ચોકીદારે પોતાના ફ્લેટના રહીશને પરત આપી છે.એપાર્ટમેન્ટના રહીશ નરેંદ્રસિંહના સગાનું અવશાન થતા પરિવાર ઇન્દોર જવા માટે કારમાં રવાના થયો હતો. સગાના મોતના આઘાતમાં પરિવાર 14 લાખ રૂપિયા ભરેલી બેગ ગાડીમા મુકવાનું જ ભૂલી ગયો અને ઇન્દોર જતા બેગ નહીં મળતા પરિવારના માંથે એક આફત આવી ગઈ તપાસ કરતા બેગ કોઈ હોટલમાં તો નથી ભુલાઈ ગઈ તેમ લાગતા તપાસ કરતા બેગ મળી આવી નહીં,…

Read More

સરસવનું ઉત્પાદન આ વખતે રેકોર્ડ સ્તરે રહ્યું છે. આ પાક ખેડૂતો માટે સોનાનો બની ગયો છે અને બોલી લગાવીને સરસવની ખરીદી કરવામાં આવી રહી છે. સ્થિતિ એવી છે કે સરસવ આજે સરકારના ટેકાના દર કરતા ઉંચા ભાવે વેચાઇ રહ્યો છે. સરસવનો એમએસપી રૂ. 4650 છે પરંતુ વેપારીઓ ખુલ્લા બજારમાં રૂ .5 5100 થી વધુના દરે સરસવ ખરીદી રહ્યા છે. સામાન્ય રીતે પાકની ઉપજ વધારે આવકના કારણે ઓછી થાય છે, પરંતુ આ વખતે તે ઉલટાવી રહ્યું છે. રેકોર્ડ ઉપજ પછી પણ વેપારીઓ ખુલ્લા બજારમાં બોલી લગાવીને સરસવ ખરીદી રહ્યા છે.હરિયાણાના રોહતક મંડીમાં એમએસપી કરતા ઉંચા દરે બોલી લગાવીને 5300 ક્વિન્ટલ સરસવની…

Read More

મોટા ભાગે મહિલાઓ પરિવારની અંદર જ ક્યારેક પિતા તો ક્યારેક પતિ દ્વારા, કોઈ ને કોઈ રૂપમાં પુરુષના દમન અને શોષણની શિકાર બની જાય છે, જેનું સૌથી મોટું કારણ એ છે કે પ્રકૃતિએ મહિલાને પુરુષોની અપેક્ષાએ શારીરિક રીતે નબળી બનાવી છે, જેને કારણે તે જલદી જ પુરુષોના ગુસ્સાની શિકાર બની જાય છે. ઘણીવાર તો મહિલાઓ પોતે જ આ વાતથી અજાણ હોય છે કે એની સાથે ઘરેલું હિંસા થઈ રહી છે. એટલે જાણીએ કે ઘરેલું હિંસા શું છે? કેવી રીતે તેની ફરિયાદ કરી શકાય છે? કાનૂનની દૃષ્ટિએ આપને આ માટે કયા કયા અધિકાર છે? કોઈ મહિલાને શારીરિક પીડા આપવી, જેમ કે મારપીટ કરવી,…

Read More

પ્રતિદિવસ સરેરાશ 40 હજારથી વધુ સેમ્પલોની ચકાસણી કરાઈ રહી છે. એક્ટિવ કેસોની બાબતે દુર્ગ ટોપ પર આવે છે. ત્યાં અત્યારે 10 હજાર 489 પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલ અને હોમ ક્વોરન્ટીન હેઠળ સારવાર લઈ રહ્યા છે. બીજા નંબર પર રાયપુર આવે છે, ત્યાં અત્યારે 8437 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોના વિભાગના મીડિયાના અધાકારી ડૉ. સુભાષ પાંડે સહિત સિનીયર કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉ. યુસુફ મેમનના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમણના દરમાં 8%ની વૃદ્ધિ થઈ છે અને તેની સાથે મૃત્યુંદરમાં પણ 1.2%નો વધારો થયો છે. તેઓએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં કોરોનાનું સક્રમણ ઘટે તેવા કોઈપણ એંધાણ જણાઈ રહ્યા નથી. તેવામાં જરૂરી તમામ તકેદારીઓ રાખીને…

Read More

ડિહાઈડ્રેશન અર્થાત શરીરમાં પાણીની ઊણપની સમસ્યા ઉનાળામાં વધુ જોવા મળે છે. જર્નલ ફ્રન્ટિયર ઈન સાયકોલોજીમાં પબ્લિશ રિસર્ચ પ્રમાણે જો શરીર 15 મિનિટ સુધી ડિહાઈડ્રેટ રહે છે તો તેને લીધે આપણા મૂડ અને ધ્યાન પર ખરાબ અસર થાય છે. નેશનલ એકેડમી ઓફ મેડિસીનના જણાવ્યા પ્રમાણે, એક યુવા મહિલાએ 2.69 લિટર અને પુરુષે 3.69 લિટર દરરોજ પાણી પીવું જોઈએ. ઠંડાં પાણીની સરખામણીએ નવશેકું પાણી શરીરને વધારે હાઈડ્રેટ રાખે છે. કારણ કે શરીર તેને જલ્દીથી એબ્ઝોર્બ કરી લે છે. યુરિનરી અને કિડનીની સમસ્યા: સતત પાણીની ઊણપ હોવાને લીધે યુરિનરી ટ્રેક્ટમાં સંક્રમણ, કિડનીમાં સ્ટોન અને કિડની ફેલ થવાનું જોખમ રહે છે. હાઈપોવોલ્મિક શૉક: ડિહાઈડ્રેશનને કારણે લૉ…

Read More

મોદી સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2021-22 માટે વિનિવેશનો મોટો લક્ષ્ય રાખ્યો છે અને સરકાર કોઈપણ સંજોગોમાં તેને મેળવવાની કોશિશમાં લાગેલી છે. તે સિવાય ત્રણ વર્ષમાં સરકાર અસેટ મોનેટાઈઝેશનના માધ્યમથઈ 2.5 લાખ કરોડનું ફંડ એકઠુ કરવા માગે છે. નાણાકીય વર્ષ 2021-22માં 1.75 લાખ કરોડના પ્રાઈવેટાઈજેશનનું લક્ષ્ય હાસલ કરવા માટે બે સરકારી બેંકો અને એક ઈન્શ્યોરન્સ કંપનીનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. બેંકોમાં ખાનગીકરણની પ્રક્રિયા ઝડપી થવાના કારણે સરકારી બેંકોએ ફંડ એકઠુ કરવા માટે પોતાની સંપત્તિઓના વેચાણમાં સ્પીડને સુસ્ત કરી દીધી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે તે બેંકોમાં જે છેલ્લા બે વર્ષમાં મર્જર પ્રક્રિયાથી બહાર છે. ખાસકરીને તે બેંકોએ અસેટ મોનેટાઈઝેશનની સ્પીડને ધીમી કરી દીધી…

Read More

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી જે ઉર્જાસાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે તે જોતા તેમની ઉંમર અંગેનો અંદાજ લગાવી શકાય તેમ નથી . કાગળ પર, મમતા બેનર્જીની ઉંમર 66 વર્ષની વયે પહોંચી ગઈ છે. જોકે તેમની સાચી ઉંમર આનાથી પાંચ વર્ષ જ ઓછી છે. તેમણે પોતે જ કહ્યું હતું કે શાળા છોડવાની પરીક્ષામાં સામેલ થવા માટે તેમના પિતાએ નકલી જન્મ તારીખ લખી હતી, જે તેના જીવન સાથે સંકળાયેલ છે.તેમણે તેમની સંસ્મરણો ‘માય અનફર્ગેટેબલ મેમોરિઝ’ માં તેમની ઉંમર વિશેનું સત્ય લખ્યું છે. તેમણે લખ્યું કે, ’15 વર્ષની ઉંમરે મને સ્કૂલની અંતિમ પરીક્ષાઓમાં બેસાડવા માં આવી હતી. તે સમયે, હું મારી…

Read More

કેન્દ્ર સરકારે આવનારા કેટલાક વર્ષોમાં તમામ સામાન્ય બલ્બને LED bulb સાથે બદલવાની તેયારીમાં છે. કેન્દ્રની મોદી સરકાર આવ્યા બાદ આ દિશામાં ઘણું ઝડપથી કામ થઈ રહ્યું છે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરે શનિવારે કહ્યું હતું કે, સરકારની યોજના છે કે અમે કેટલાક વર્ષોમાં નોર્મલ બલ્બને એલઈડી બલ્બમાં બદલી દઈશું. જાવડેકરે પ્રતિષ્ઠિત શ્રીરામ કોલેજ ઓફ કોમર્સના બિઝનેસ કોન્કલેવમાં વીડિયો કોન્ફ્રેંસિંગમાં ભાગ લેતા આ વાત કહી હતી.પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર જળવાયુ પરિવર્તન સહીત પર્યાવરણ સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ ઉપર બોલી રહ્યાં હતાં. તેણે કહ્યું હતું કે કેન્દ્રમાં મોદી સરકારના આવ્યા બાદ કાર્બન ઈમિશનને ઓછો કરવાની દિશામાં કામ કરવાનું શરૂ કર્યું…

Read More

હિંમતનગરના પુંસરની ગામની પરણિતાએ પોલિસ કોસ્ટેબલ સામે દુષ્કર્મ અને શારિરીક શોષણની ફરિયાદ નોંધાવી છે, પીડિતાનો આક્ષેપ છે કે, લગ્ન કરવાની લાલચ આપી મહિલાને પ્રેમની માયાજાળમાં ફસાવી 10 વર્ષ સુધી તેનું શોષણ કર્યું હતું. જે બાદમાં વડોદરા ફરજ બજાવતા કોન્સ્ટેબલે લગ્નની ના પાડતા આ મહિલાએ તલોદ પોલિસ મથકે ફરીયાદ દાખલ કરી છે. પોલીસ કોસ્ટેબલે બીજી યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કરતા પીડિત પરણિતીએ ન્યાય માટે પોલીસ ફરિયાદ કરી છે.

Read More

મસમોટા ખર્ચના કારણે હર કોઈ વ્યક્તિ હોસ્પિટલ કે કોર્ટના પગથિયા ચડવા ઈચ્છતુ નથી અને આજના આ સમયમાં તો હોસ્પિટલો દર્દીઓના ખિસ્સા હળવા કરવાના જ કામ કરતી હોય છે. તેવામાં અમદાવાદમાં આવેલી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ ખરા અર્થમાં દર્દીઓની સેવાનો ભેખ ધારણ કરેલી છે. જ્યાં બાળદર્દીઓને હાર્ટસર્જરી સહિતની સુવિધાઓ વિનામુલ્યે પૂરી પાડે છે અને આ હોસ્પિટલમાં ખાસ બિહારથી 21 બાળકોને લાવીને સારવાર શરૂ થઈ છે. આજે દવાના મસમોટા મોંઘા બિલ દર્દીઓના પરિવારની આર્થિક કમર તોડી રહ્યા છે. ત્યારે રાજકોટમાં છેલ્લા 21 વર્ષ અને અમદાવાદમાં છેલ્લા બે વર્ષથી દિલ વિધાઉટ બિલના નામે શ્રી સત્યસાંઈ હોસ્પિટલ અનોખી મિસાલ છે. આ હોસ્પિટલમાં જન્મજાત બિમારી તેમજ…

Read More