કવિ: Dharmistha Nayka

રાત્રે સૂતા સમયે ઘણા લોકોને મોબાઈલ ફોનને પોતાના માથા પાસે રાખીને સૂવાની ટેવ હોય છે. જો તમે પણ આવુ કરો છો તો તુરંત સાવધાન થઈ જાઓ. કારણ કે આવુ કરવાથી તમારે ચેતી જવુ જોઈએ. કારણ કે તમારો સ્માર્ટફોન તમને ગંભીર બીમારીઓ આપી રહ્યો છો.બ્રિટનની એક્ઝિટર યુનિવર્સિટીની એક રિસર્ચમાં આ વાત જાણવા મળી છે કે સ્માર્ટફોનમાંથી નીકળતા વિકિરણોથી કેન્સર અને નપુંસકતાનો ખતરો વધે છે. આંતરરાષ્ટ્રીય કેનસ્ર રિસર્ચ એજન્સીએ સ્માર્ટફોનમાંથી નીકળતા ઇલેક્ટ્રો મેગ્નેટિક વિકિરણોને કાર્સિનોજન એટલે કે કેન્સરકારી તત્વોની શ્રેણીમાં મુક્યા.ICRA ચેતવણી આપી છે કે સ્માર્ટ ફોનના વધારે ઉપયોગથી કાન અને મગજની ગાંઠો ફૂલી જાય છે. અને સમય જોતા તે કેન્સરનું સ્વરૂપ…

Read More

કેરલ વિધાનસભામાં અત્યારે election નો માહોલ બરાબરનો જામ્યો ત્યારે અંહી એક transgender પણ ઉમેદવારી નોંધાવી ઈલેક્શન લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ તેમને મારી નાખવાની ધમકી મળતા તેઓ આ ઈલેક્શન પ્રક્રીયામાંથી બહાર નિકળી ગયા છે. જો વાત કરવામાં આવે તો અનન્યા કુમારી અલેક્સે જણાવ્યું કે (DSJP)ના નેતાઓએ મને (UDF) ઉમેદવાર પીકે કુન્હાલીકુડ્ડી સામે ખોટું બોલવા અને (LDF) સરકારની ટીકા કરવાની ફરજ પાડી હતી.અનન્યા અલેક્સે આક્ષેપ કરતા કહ્યું હતું કે ડેમોક્રેડિક સોશલ જસ્ટિસ પાર્ટી (DSJP)ના નેતાઓ તેમને માનસિક રીતે ત્રાસ આપતા હતા. સાથે તેમને ચૂંટણી પ્રચાર દરમ્યાન પોસ્ટરો પણ ન લગાડવાની મનાઈ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. અનન્યા કુમારીએ (DSJP) પાર્ટી…

Read More

કોરોના વેક્સિન લીધા પછી શું કરવું અને શું ન કરવું તેને લઈને ઘણા સમયથી ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચા થઇ રહી છે. જોકે સૌથી મહત્વનો અને ધ્યાન ખેંચતો મુદ્દો જો કોઈ હોય તો તે જાતીય સંબંધ બાંધવાનો છે. કોરોના વેક્સિન લીધા બાદ સેક્સ કરી શકાય કે નહીં તેના પર સોશિયલ મીડિયામાં અનેક સવાલો ઉઠીએ રહ્યા છે. જોકે સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે કોઈ ઔપચારિક દિશાનિર્દેશ જાહેર નથી કર્યા. પરંતુ તબીબી નિષ્ણાતો સલાહ આપે છે કે કોરોનાની રાશિનો બીજો ડોઝ લીધા બાદ પુરુષો અને મહિલાઓએ ગર્ભનિરોધકનો અચૂક ઉપયોગ કરવો જોઈએ.SARS-CoV2 એક નોવેલ વાયરસ છે અને…

Read More

દેશમાં રોજ જે રીતે corona ના દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા હવે સ્વાસ્થ્ય વિભાગ સાથે સંકળાયેલી એજન્સીઓએ ચોંકાવનારુ અનુમાન લગાવ્યુ છે. એજન્સીનું કહેવું છે કે, આગામી દિવસોમાં ભારતમાં રોજ કોરોનાના નવા એક લાખ દર્દીઓ સામે આવે તેવી શકયતા છે. દેશમાં હાલ દરરોજ 50 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. જેના પગલે સ્વાસ્થ્ય એજન્સીઓ અને સરકારની ચિંતા વધી રહી છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના તમામ રાજ્યોને વધારેને વધારે ટેસ્ટિંગ કરવા માટે તેમજ રસીકરણ વધારવા માટે નિર્દેશ આપ્યો છે. દેશમાં જે રીતે નવી લહેરમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે તે જોતા સ્વાસ્થ્ય મંત્રાલયના નિષ્ણાતોનુ કહેવું છે કે, દેશમાં વધી રહેલા કોરોનાના…

Read More

30 એપ્રિલ સુધી ચાલનારા મહાકુંભ દરમિયાન ગંગા સ્નાન માટે શ્રદ્ધાળુઓએ 72 કલાક પહેલા સુધીનો કોવિડ-19 માટેનો RTPCR નેગેટિવ રિપોર્ટ જમા કરાવવાનો રહેશે. શ્રદ્ધાળુઓને કોવિડ નેગેટિવ રિપોર્ટ રજૂ કર્યા વગર ગંગા સ્નાનનો લાભ નહીં મળે. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને સરકારે શ્રદ્ધાળુઓ પાસે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવા વિનંતી કરી છે.મોટી સંખ્યામાં દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન માટે આવે છે જેને લઈ પ્રશાસને ઠેક-ઠેકાણે પોલીસના જવાનોને તૈનાત કર્યા છે. હરિદ્વારમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવેલું છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓના ફોનમાં AAROGYA SETU APP પણ ફરજિયાત કરવામાં આવી છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે કોરોનાને પગલે રાજ્ય સરકારને કુંભ…

Read More

નવા રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જો તમારે વજન ઘટાડવું હોય તો ધીમે ધીમે ચાવીને ખાવાની આદત રાખવી. આ દાવો બ્રિસ્ટલ અને રોહમ્પ્ટન યુનિવર્સિટીએ તેમના રિસર્ચમાં કર્યો છે. રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જે લોકો ઝડપથી ખાવાનું ખાય છે તેમને વજન વધવાનું જોખમ વધારે રહે છે. સંશોધકોએ તેમના રિસર્ચમાં ખાવાની સ્પીડ અને વજનની વચ્ચેનું કનેક્શન સમજાવ્યું છે. 800 બાળકો અને વયસ્કો પર કરવામાં આવેલા રિસર્ચના અનુસાર, જો તેઓ ખાવાનું ઉતાવળમાં ખાય છે તો તેમની કમરનો ઘેરાવો અને બોડી માસ ઈન્ડેક્સ વધી જાય છે. રિસર્ચએ દર્શાવે છે કે, બાળકો અને વયસ્કોએ તેમની ખાવાની ક્વોલિટી અને ખાવાની રીત પણ બદલવાની જરૂર છે. તમે ચાવીને ખોરાક ખાવ છો તો…

Read More

વિદેશમાં પાસપોર્ટ તમારા માટે મહત્વપૂર્ણ આઈડીપ્રુફ હોય છે. તે સિવાય ભારતમાં પણ પાસપોર્ટ એક આઈડી પ્રુફ તરીકે કામ કરે છે. જો તમે તમારો પાસપોર્ટ બનાવવા માંગો છો તો તમે ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈને બનાવી શકો છો.પરંતુ તમારે ઓનલાઈન પાસપોર્ટ બનાવવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવાનું રહેશે. જેમાં સૌથી મહત્વનું છે ઓફિશિયલ વેબસાઈટ, તમારે પાસપોર્ટ બનાવતા પહેલા પાસપોર્ટ સેવા કેન્દ્રની ઓફિશિયલ વેબસાઈટની જાણકારી હોવી આવશ્યક છે. કારણ કે, ઈન્ટરનેટ ઉપર તેની સાથે મળતા નામ વાળી ઘણી ફેક વેબસાઈટ છે. આ વેબસાઈટના માધ્યમથઈ તમે પાસપોર્ટ બનાવવા ઈચ્છુક લોકો સાથે છેતરપીંડી થઈ શકે છે.એવામાં પાસપોર્ટ સેવા કેન્દ્ર તરફથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.…

Read More

મધ્યપ્રદેશના શિવપુરીમાં લગ્નની એક વિચિત્ર ઘટના સામે આવી છે. એમાં યુવકે સાસરી પક્ષ પર કિન્નર સાથે લગ્ન કરાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. યુવકે એસસી કાર્યાલય શિવપુરીમાં ફરિયાદ દાખલ કરાવી છે કે તેની સાથે દગો કરવામાં આવ્યો છે. આ ઘટના શિવપુરીના ભાવખેડી ગામનો છે. વિનોદ જાટવ નામના યુવકે તેની ફરિયાદમાં કહ્યું છે કે તેના જેની સાથે લગ્ન કરાવવામાં આવ્યા છે તે છોકરી નહીં, પરંતુ કિન્નર છે. યુવકે જણાવ્યું હતું કે આ વાત તેને લગ્નની પહેલી રાતે જ ખબર પડી ગઈ હતી. વિનોદ જાટવે એ દિવસે રાતે જ 12 વાગે તેના સસરાને ફોન કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. એસપી કાર્યાલયમાં ફરિયાદ દાખલ કરાવતી વખતે…

Read More

હસ્તરેખાની જેમ face reading પણ જ્યોતિષ શાસ્ત્રની એક વિદ્યા છે. આ વિદ્યામાં ચહેરાના પ્રત્યેક ભાગ એટલે કે લલાટ, ભ્રમર, આંખ, નાસિકા, કાન તેમજ ગાલના આકાર અને પ્રકાર અને રંગ જોઈને ભવિષ્યકથન કરવામાં આવે છે તેને લક્ષણશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. આ વિદ્યામાં ફેસ રીડિંગના નિષ્ણાંત ફક્ત ચહેરો જોઈને તમારા વિશે ઘણુ બધુ કહી જાય છે. પહોળુ લલાટ વ્યક્તિને ઘનવાન, બળવાન અને સમાજમાં પ્રતિષ્ઠિત નાગરીક બનાવે છે. આવો વ્યક્તિ પોતાના શત્રુને પરાસ્ત કરવામાં સફળતા મેળવે છે અને દરેક જગ્યાએ તેનો વિજય થાય છે. તેનાથી વિપરીત જો લલાટ નાનુ હોય તો આવા વ્યક્તિની બૌધિક ક્ષમતા કમજોર હોઈ શકે છે. તેમની પાસે હંમેશા ધનની…

Read More

બ્રહ્માંડમાં અઢળક ગેલેક્સીઓનો સમૂહ એકબીજા સાથે ગુરુત્વાકર્ષણ બળના માધ્યમથી જોડાયેલું રહે છે, જેમાં હજારો આકાશગંગાઓ, ગરમ ગેસયુક્ત સમુદ્રો, ડાર્ક મેટરનાં અદૃશ્ય, દ્વીપ અને અતંરિક્ષમાં ચમકતા જેલીફિશ આકારના સમૂહો જોવા મળે છે. હવે તમે બધા વિચારમાં પડી જશો કે આ સમુદ્રની જેલીફિશ બ્રહ્માંડમાં ક્યાંથી આવી ગઈ? અંતરિક્ષમાં જેલીફિશ જેવાં દેખાતાં ખાસ વાદળોના સમૂહને ઘોસ્ટ રેડિયો જેલીફિશ કહેવાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં એક ખોજ દરમિયાન જેલીફિશ મળી આવી હતી. પૃથ્વીથી લગભગ 30 કરોડ પ્રકાશવર્ષ દૂર સ્થિત આ ઘોસ્ટ રેડિયો જેલીફિશનું નામ એબેલ 2877(abell 2877) છે. આ અંતરિક્ષના દક્ષિણ ભાગમાં તારાઓના સમૂહોની વચ્ચે આવેલી છે, જેને નરી આંખે અને ટેલિસ્કોપથી પણ જોઈ શકાતી નથી.…

Read More