ઉત્તર પ્રદેશના બિજનોરમાં ચોરીનો લગતો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ચોરને જ્યારે ચોરી કરતી વખતે અપેક્ષા કરતા વધારે પૈસા મળ્યા તો તે પોતાની ખુશીને રોકી શક્યો નહીં અને એટલો ખુશ થઈ ગયો કે તેને હાર્ટ અટેક આવી ગયો. બંને ચોર નૌશાદ અને એજાઝે રકમને સમાનરૂપે વહેંચી દીધી. પરંતુ થોડા દિવસ બાદ એજાઝને હાર્ટ એટેક આવ્યો અને તેને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો અને સારવારમાં મોટી રકમ ખર્ચવી પડી હતી. હાર્ટ અટેક આવ્યો હોવાથી ચોરીના પૈસાની મોટાભાગની રકમ ચોરના સારવારમાં જ ખર્ચ થઈ ગઈ. બાદમાં તેના હાથમાં કંઈ ના આવ્યું. ઉલ્લેખનીય છે કે, આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે…
કવિ: Dharmistha Nayka
ઓસ્ટ્રેલિયાના લોકો સોલાર પાવરના એક્સચેન્જમાં બિયર મેળવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના આશી ગ્રુપની CUB (કાર્લ્ટન એન્ડ યુનાઈટેડ બ્રેવરીઝ) કંપની વિક્ટોરિયા બિટર નામની બિયરની લ્હાણી કરી રહી છે. કંપનીનું કહેવું છે આ પ્રકારની ડીલ દુનિયામાં પ્રથમ વખત થઈ રહી છે. બિયર બનાવતી આ કંપની રેસિડેન્શિયલ એરિયામાંથી સોલાર પાવરની ખરીદીના બદલામાં ગ્રાહકોને પૈસાને બદલે બિયર આપે છે. કારણ કે બિયર બનાવતી આ કંપનીનો ટાર્ગેટ છે કે તે 2025 સુધી 100% રિન્યુએબલ પાવરનો ઉપયોગ કરે. કંપનીએ તેના મૅલબોર્ન પ્લાન્ટમાં સોલાર પેનલ ગોઠવી છે. તેના માટે તે સોલાર પાવર એકઠી કરી રહી છે. કંપનીએ તેના માટે સોલાર ક્રેડિટ નક્કી કર્યા છે. દરેક A$30 (આશરે 1665 રૂપિયા)ના સોલાર…
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં લવ-જેહાદનો એક મામલો સામે આવ્યો છે. અહીં માહિદે મોહિત બનીને 15 વર્ષીય એક કિશોરીને ફસાવી હતી. તેની સાથે દુષ્કર્મ કર્યું અને પોતાના દોસ્તો દ્વારા પણ તેની સાથે ગેંગરેપ કરાવ્યો. કિશોરી ગર્ભવતી થઈ ત્યારે તેને તેની બહેન પાસે મોકલી દીધી. આ ઘટનામાં ઉજ્જૈનમાં કેસ નોંધાયો છે, પણ તપાસ 3 રાજ્યમાં થવાની છે. પીડિતા મધ્યપ્રદેશના બડવાનીની રહેવાસી છે તે કામ માટે મહારાષ્ટ્રના માલેગાંવમાં ગઈ હતી, જ્યાં તેને યુપીના ઓરૈયામાં રહેતો માહિદ મળ્યો. માહિદે પીડિતાને પોતાનું નામ મોહિત હોવાનું કહ્યું હતું અને દગો કરીને તેની સાથે મિત્રતા કરી હતી. માહિદ તેને પોતાની સાથે માલેગાંવથી પુણે, દિલ્હી અને પછી ઓરૈયા લઈ ગયો. આ…
રાજકોટ જિલ્લાના ચુડા પાસેના કુંડલા ગામે રહેતી 18 વર્ષની યુવતી તડકાથી બચવા માથે ચૂંદડી ઓઢી, હલર મશીન પાસે કામ કરી રહેલા પિતાને પાણી આપવા ગઇ હતી, ત્યારે અચાનક ચૂંદડી મશીનની ચેઇનમાં ફસાતાં યુવતી તેની સાથે ખેંચાતા માથું ધડાકાભેર અથડાતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું છે. હાલ યુવતીના મૃતદેહને પોલીસ દ્વારા PM માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવની પ્રાપ્ત અનુસાર કુંડલામાં યુવતી તેના પિતા સુરેશભાઇ પશવાભાઇ વનાણી ગત સાંજે 04:30 વાગ્યે વાડીએ હલર મશીન પાસે કામ કરતાં હતાં ત્યારે જયા તેને પાણી આપવા આવી હતી. તડકાથી બચવા તેણે ચૂંદડી ઓઢી રાખી હતી. પાણી આપવા હાથ લંબાવતાં ચૂંદડીનો છેડો ઉડીને…
ચીનમાં એક ડિલિવરી મેન તેની બે વર્ષની દીકરીને પોતાની સાથે જ કામ પર લઇ જાય છે. તેણે પોતાના સ્કૂટર પર આગળ નાનકડું બાસ્કેટ મૂક્યું છે. તેમાં દીકરીને બેસાડે છે અને કામ દરમિયાન પણ તેનું ધ્યાન રાખે છે. લિની પત્ની પણ નોકરી કરે છે. પરિવારનું ગુજરાન ચલાવવા બંનેનું કમાવવું પણ જરૂરી છે અને દીકરીને સાચવવી પણ જરૂરી છે. લિ તેની દીકરી ફિએર 6 મહિનાની હતી ત્યારથી તેને બાસ્કેટમાં બેસાડી પોતાની સાથે લઇ જાય છે. ન્નાકડી લિએર હાલ બે વર્ષની થઇ ગઈ છે અને પપ્પાને તેમના કામમાં થોડું પણ ડિસ્ટર્બ કરતી નથી. ફિએર નાની હતી તો પણ તે શાંતિથી બાસ્કેટમાં બેસી રહેતી હતી…
સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા કાંદી ફળિયામાં પાંચેક ઈસમોએ ધાડ પાડીને આધેડને મોતને ઘાટ ઉતાર્યો હતો. આધેડ ઘરમાં એકલા રહેતા હોવાથી તેના હાથ બાંધીને મોડી રાત્રે આવેલા પાંચેક ઈસમોએ સામાન વેરવિખેર કરીને ધાડ કરી નાસી ગયા હતાં. આ અંગે મૃતકની માતાને સવારે જાણ થતાં રાડા રાડ કરી મૂકી હતી. બાદમાં પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી એફએસએલ અને ડોગ સ્ક્વોર્ડની મદદથી તપાસ આદરી છે.મહત્વપૂર્ણ છે કે, રાત્રિ કર્ફ્યૂ વચ્ચે પણ હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે.ડુમસના કાંદી ફળિયા વિસ્તારમાં આવેલા દુકાન મહોલ્લામાં રહેતા ભોપીન પટેલ(ઉ.વ.આ.58)ના એકલા તેમના ઘરમાં રહેતા હતાં. આ દરમિયાન ગુરૂવારે મોડી રાત્રે પાંચેક ઈસમોએ ભોપીન પટેલના ઘરે આવીને…
અમદાવાદ વડોદરા હાઈવે પર સફર કરવી હવે મોંઘી બનશે. રાજ્યના વડોદરાથી અમદાવાદ તરફ જવા માટે જૂના નેશનલ હાઇવે તેમજ નવા નેશનલ હાઇવે ૪૮ જે હવે સુપર નેશનલ હાઇવે તરીકે ઓળખાય છે તેના પર મુસાફરી ફરી એક વખત મોંઘી બની છે. વાસદ ટોલ પ્લાઝા પર કાર, જીપ, વાનના દરમાં રૃા.૫ સહિત અન્ય વાહનોના દરોમાં પણ વધારો કરવામાં આવ્યો છે.આમ વડોદરાથી નડિયાદની આગળ વાત્રજ નદી પાસે રઘવાણજ ટોલ પ્લાઝા સુધી હવે વધારાની રકમ ચૂકવવી પડશે. હવે તમામ દરો માત્ર ફાસ્ટેગ દ્વારા જ ચૂકવવાના રહેશે. રઘવાણજ ટોલ પ્લાઝાથી અમદાવાદ જવા માટે વાહનચાલકોએ નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા નક્કી કરાયેલા દરો વધારાના ચૂકવવા પડશે.કોરોનાના કારણે…
વિખ્યાત શાહબાનો કેસને જીવંત રાખનાર આતિયા સાબરી સર્વોચ્ચ અદાલતમાં ટ્રિપલ તલાક સામેનો જંગ જીતીને દેશમાં ભરણપોષણ મેળવનારી પ્રથમ મુસ્લિમ મહિલા બની છે. આતિયાની અરજીની સુનાવણી કરી તેના પર ચૂકાદો આપતાં સહારનપુરની ફેમિલિ કોર્ટે આતિયાના પતિને તેની બે સગીર વયની પુત્રીઓના ખર્ચ તથા ભરણપોષણ પેટે દરમહિનાની દસમી તારીખે દરેકને સાત સાત હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે.નોંધપાત્ર બાબત એ છે કે અદાલતે આતિયાના પતિને આ ભરણપોષણની રકમ આતિયાએ જે દિવસથી કોર્ટમાં કેસ દાખલ કર્યો તે દિવસથી ચૂકવવા માટે જણાવી છે. જસ્ટિસ નરેન્દ્રકુમારે આપેલા આ ચૂકાદાને પગલે આતિયા સાબરીને બાકી લેણાં પેટે 13.44 લાખ રૂપિયા અને હવે દર મહિને 21,000 રૂપિયા તેના…
આર્યલેન્ડના કાંઠે સમુદ્રી સજીન વૉલરસ જોવા મળતાં સંશોધકોમાં અચરજ સર્જાયું હતું. કેમ કે વૉલરસ એ બર્ફિલા આર્કટિક (ઉત્તર ધ્રુવ) પ્રદેશમાં જોવા મળતું પ્રાણી છે. એ આર્યલેન્ડના કાઠે ક્યાંથી આવ્યું? સંશોધકોએ તપાસ કરતાં તેમને સમજાયુ છે કે આ વૉલરસ કોઈ હિમશિલા પર સુતું હશે અને એ હિમશિલા તણાતા તણાતા અહીં આવી પહોંચી હશે.એટલે કે વૉલરસ સુતુ ત્યારે પોતાના વતનમાં હતું જ્યારે ઉઠયું ત્યારે આર્યલેન્ડના કાઠે પહોંચી ગયુ હતુ. આર્યલેન્ડથી સૌથી નજીકના બે સ્થળો છે, જ્યાં આ પ્રાણી જોવા મળે છે. એક ગ્રીનલેન્ડનો કાંઠો છે, જ્યારે બીજો સ્વાલબાર્ડ ટાપુનો કાંઠો છે. પણ આ બન્ને ટાપુ અનુક્રમે અઢી અને ૩ હજાર કિલોમીટર દૂર…
મહારાષ્ટ્ર સરકાર આજે એક મોટો નિર્ણય જાહેર કરી રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરી શકે છે. કોરોના વાયરસ સંક્રમણના વધી રહેલા કેસને લઈને સરકાર ફરીથી લોકડાઉન લગાવવાનો નિર્ણય લઇ શકે છે. હાલ કેટલાંક જિલ્લાઓમાં નાઈટ કરફ્યુ લાગુ કરી દેવાયો છે. મહત્વનું છે કે ગુરુવારે મુંબઈમાં કોરોનાઆ 8 હજાર નવા કેસ સામે આવ્યા છે.મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં કોરોનાના 43 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. મહામારી શરૂ થયા બાદ એક દિવસમાં નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે. પ્રદેશમાં કુલ કેસની સનાખ્ય 28 લાખ 56 હજારને પર થઇ ગઈ છે. જયારે એપ્રિલમાં 249 લોકોના મોત થયા છે. જે ગત વર્ષે ઓક્ટોબર બાદ થયેલ મૃત્યુનો…