દેશની અંદર કોરોના વાયરસની બીજી લહેરનું એપીસેન્ટર મહારાષ્ટ્ર બની રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રની અંદર 30 હજાર કરતા વધારે કેસ સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે બીએમસીના કમિશ્નર ઇકબાલ સિંહ ચહલે નિવેદન આપ્યું છે કે મુંબઇમાં કોરોના વાયરસની બીજી લહેર શરુ થઇ ગઇ છે. મુંબઇમાં માત્ર 49 દિવસમાં 91 હજાર કેસ આવ્યા છે.બીએમસી કમિશ્નરના જણાવ્યા પ્રમાણે મુંબઇમાં અત્યારે કોરોના વાયરસના 74 હજાર કરતા વધારે કેસ એવા છે કે જેમને કોઇ લક્ષણો નથી. એટલે કે હવે ચિંતામાં વધારો થઇ રહ્યો છે કારણ કે કોરોના હવે સાઇલેન્ટ કિલર તરીકે ઉભરી રહ્યો છે. જે હવે કોઇ પણ લક્ષણો વગર જ લોકોને…
કવિ: Dharmistha Nayka
કચ્છના રણમાં બની રહેલા ઉર્જા પાર્ક અને અન્ય પરિયોજનાને વધુ વેગવાન બનાવવા માટે BSF દ્વારા પહેલી એપ્રિલથી ગુજરાત પોલીસને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ખાવડા- વિઘાકોટ પર આવેલા ઈન્ડિયા બ્રિઝની સુરક્ષાની જવાબદારી ગુજરાત પોલીસને સોંપાઈ છે.ઈન્ડિયા બ્રિઝની સુરક્ષાની જવાબદારી હાલ BSF દ્વારા સંભાળવામાં આવતી હતી. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસને હવે આ જવાબદારી સોંપવામાં આવી છે.કચ્છના રણમાં ઉર્જા પાર્કનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. જેથી કામદાર, વાહન અને ભારે મશીનનો તેમા ઉપયોગ થવાનો છે. ત્યારે ઈન્ડિયા બ્રિજની સુરક્ષાને નક્કી કરવી વધારે જરૂરી છે. જેથી આ બ્રિજની સુરક્ષાની જવાબદારી બીએસએફને સોંપવામાં આવી છે.
BioNTech-Pfizer એ પોતાની કોવિડ-19 વેક્સિન 12થી 15 વર્ષ સુધીના બાળકો પર 100 ટકા પ્રભાવિત હોવાનો દાવો કર્યો છે. કંપની, આગામી સ્કૂલ સેશનના પહેલાં બાળકો માટે ટીકાકરણની મંજૂરીની પરવાનગી મળવાની આશા લગાવીને બેઠી છે. કંપની તરફથી બુધવારના રોજ જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, ‘ફેઝ-3નો ટ્રાયલ અમેરિકામાં 2,260 બાળકો પર કરવામાં આવ્યો હતો અને તે 100 ટકા પ્રભાવિત સાબિત થયો અને તેનાથી મજબૂત એન્ટીબોડી રિસ્પોન્સ પણ જોવા મળ્યો. અમેરિકામાં એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનના ફેઝ-3ના ટ્રાયલનો ડેટા થોડાં દિવસ પહેલાં સામે આવ્યો હતો, જેમાં તેને 79થી 100 ટકા સુધી પ્રભાવિત માનવામાં આવ્યો હતો. સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા (SII) એ સોમવારના રોજ ટ્વિટ કરીને…
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય યુવકને સોશિયલ મીડિયા ઉપર યુવતી સાથે થયેલી ફ્રેન્ડશીપ ભારે પડી છે. યુવતીએ શરુઆતમાં મોબાઈલ ઉપર ચેટીંગ કર્યા બાદ વીડિયો કોલ કરી બંને જણા નિર્વસ્ત્ર થયા હતા. જેનું યુવતીએ વીડિયો રેકોર્ડિંગ કરી વીડિયો વાઈરલ કરી દેવાની ધમકી આપી એક લાખની માંગણી કરી હતી. આ સાથે ટોળકીના સાગરીતે એલસીબીના નામે ફોન કરી પતાવટના બહાને ધમકાવ્યો હતો. જોકે, યુવકની ફરિયાદને આધારે સરથાણા પોલીસે છટકું ગોઠવી નાણાં લેવા આવેલા ટોળકીના એક સાગરીતને ઝડપી પાડ્યો હતો. છેલ્લે રૂપિયા 45 હજાર આપવાનું નક્કી થયું હતું. બીજી તરફ સંજયે આ અંગે સરથાણા પોલીસનો સંપર્ક કરી આખી સ્ટોરી કહી હતી. જેથી હનીટ્રેપ ટોળકીને…
રશિયામાં વીડિયો બનાવતા યુટ્યુબર્સની વચ્ચે એક ખતરનાક કલ્ચર બની રહ્યું છે. આ વીડિયોમાં ઘણા લોકો બીજા લોકોને ટોર્ચર કરે છે, તેમના પર અત્યાચાર કરે છે, ઘૃણાસ્પદ અપરાધ કરે છે અને એટલે સુધી કે મારી પણ નાખે છે. રશિયાનું પ્રશાસન આ કલ્ચરને નષ્ટ કરવાના પ્રયાસમાં છે અને પોલીસ સતત પ્રયાસ કરી રહી છે કે આ પ્રકારના યુટ્યુબર્સને ટ્રેસ કરી શકાય. તે ઉપરાંત ઘણા રશિયન રાજકારણીઓ આવા યુટ્યુબર્સને બૅન કરવાના પક્ષમાં પણ છે. ડિસેમ્બર 2020માં રશિયાના એક યુટ્યુબરે સ્ટેસ રિફેલી પર આરોપ લગાવ્યો હતો કે, તેને પોતાની ગર્લફ્રેન્ડને મારી નાખી હતી. સ્ટેસ પર આરોપ છે કે તેને પોતાની ગર્લફ્રેન્ડને કકડકડતી ઠંડીમાં કપડાં વિના…
જૂનાગઢના ભેંસાણથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. ભેંસાણના ભાટ ગામે ફરી મહિલાઓએ દેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસને કામગીરી પર અનેક શંકા-કુશંકા શરૂ થઈ છે. એક વ્યક્તિ ગોળા વેચવાની આડમાં દેશી દારૂ વેચી રહ્યો હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યારે જે કામ પોલીસે કરવું જોઈ તે કામ ભાટ ગામની મહિલાઓ કરતી જોવા મળી છે.મહિલાઓએ જનતા રેડ કરી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે.
1 એપ્રિલથી જે નવો વેઝ કોડ લાગૂ કરવાની વાત થઈ રહી હતી, તેના પર હાલમાં રોક લગાવી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે આગામી જાહેરાત સુધી તેના પર રોક લગાવી દીધી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 1 એપ્રિલથી આ નિયમ લાગૂ નહીં થાય. પહેલા આ નિયમ અંતર્ગત ટેક હોમ સેલેરીમાં વધારો થવાની વાત કરવામાં આવી હતી.હકીકતમાં જોઈએ તો, સરકારના નવા વેતન કાયદા અનુસાર દર મહિને મળતી સેલરીમાં મૂળ વેતનનો 50 ટકા ભાગ હોવાની વાત ચાલી રહી હતી. જે હાલમાં 32 ટકા આવતી હતી. આ રીતે નોકરીકર્તાઓને ટેમ હોમ સેલેરી વધી શકતી હતી. હકીકતમાં જોઈએ તો, મૂળ વેચની અંદર આપની બેસિક સેલેરી,…
ઘણા લોકોનું કહેવું છે કે એક ખાસ રીતે કે 10 રૂપિયાનો સિક્કો નકલી છે અથવા ફરી એક રૂપિયાના સિક્કા માટે કહે છે ચલણમાં રહ્યા નથી. એવામાં ઘણી વખત તમને સમસ્યા થાય છે. પરંતુ શું, તમે જાણો છો કે એવું કરવું કાનૂની ગુનો છે અને તમે જો એમની ફરિયાદ નોંધાવો છો તો એમને સજા પણ થઇ શકે છે. એવામાં જાણીએ કે જો તમારી સાથે એવું થાય છે તો કેવી રીતે ફરિયાદ કરી શકો છો. સાથ જ જાણીએ કે સિક્કાને લઇ શું છે નિયમ અને જો કોઈ સિક્કો લેવાથી ઇનકાર કરે છે તો એમને શું સજા થઇ શકે છે.જો કોઈ વ્યક્તિ કોઈ…
દર વર્ષે ખેડૂતોને ફાઇનાન્સિયલ ઈયરના અંતિમ દિવસે એટલે 31 માર્ચ સુધીમાં 4% વ્યાજ સાથે બેન્કમાં પ્રિન્સિપલ રકમ પણ જમા કરવાની હોય છે. એવું નહિ કરવા પર બેન્કમાં તમારી સાખ બનેલી રહેશે. નહિતર 7% દર પર વ્યાજ લાગશે.કિસાન ક્રેડિટ કાર્ડ પર મળેલ લોન પર વ્યાજદર 9% હોય છે. પરંતુ સરકાર એના પર 2% સબસિડી આપે છે. એ રીતે વ્યાજદર 7% રહી જાય છે અને સમય પર પૈસા રિટર્ન કરવા વાળા લોકોને 3% વધુ છૂટ મળે છે. જો તમે સમય પર પૈસા પરત કરી દો છો તો તમને 4%થી વધુ વ્યાજ નહિ આપવુ પડે.કાર્ડ ધારકોને પણ વર્ષમાં એક વખત ઓછામાં ઓછા એક…
અમદાવાદ શહેરમાં સિવિલ હોસ્પિટલ પાસે આવેલી ન્યૂ કિડની હોસ્પિટલમાં તમામ સુવિધાઓ હોવા છતાં શોભાના ગાંઠીયા સમાન બની રહી છે.. મંજૂ શ્રી મિલમાં બનાવવામાં આવેલી ન્યૂ કિડની હોસ્પિટલમાં 900 બેડની વ્યવસ્થા છે.આ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા 900 બેડની કિડની હોસ્પિટલ ને કોવીડ માટે શરૂ કરવામાં આવી હતી.પરંતુ આજે તે બંધ હાલતમાં છે..એક તરફ 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં ફૂલ થવાની તૈયારીમાં છે.ત્યરે આ હોસ્પિટલ ચાલુ કરાય તો દર્દીઓને મોટો ફાયદો થઈ શકે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના રોજ નવા ૬૦૦ ઉપરાંત કેસ નોંધાઈ રહ્યા છે.સતત વધી રહેલાં કોરોનાના કેસને પગલે શહેરમાં આવેલી ખાનગી…