ફિલિપાઈન્સના એક યુવકના આશ્ચર્યનો પાર ન રહ્યો જ્યારે તેને ખબર પડી કે તેની પાંસળીઓમાં છેલ્લા 1 વર્ષથી ચપ્પું રહેલું છે. આ વાતની જાણ તેને ત્યારે થઈ જ્યારે તે થોડા દિવસ પહેલાં નવી જોબ માટે હેલ્થ ચેકઅપ કરાવવા માટે ગયો. ગત મંગળવારે હેલ્થ ચેકઅપ દરમિયાન તેને ખબર પડી કે તેનાં રિબ કેજ અર્થાત પાંસળીઓમાં 4 ઈંચનું ચપ્પું છે. તે ફેફસાંને ચીરી નાખે તે અંતરથી જરાક દૂર હતું. ગત વર્ષે ચાલતાં ચાલતાં કેન્ટ નામનાો યુવાન પડી ગયો હતો અને તેને લોહી નીકળતું હતું. કેન્ટનો દાવો છે કે તે સમયે આ ચપ્પું ઘુસી ગયું હશે તે સમયે ડૉક્ટરે માત્ર લોહી રોકવા માટે ટાંકા લીધા…
કવિ: Dharmistha Nayka
દિલ્હીની પંજાબ નેશનલ બેંકમાં આસ્થા મોંગિયા જન્મથી પીડિત હતી અને તેનાં જડબાના હાડકા મોંની બંને તરફથી ખોપરીના હાડકા સાથે જોડાયેલા હતા. તેના કારણે તે પોતાનું મોં નહોતી ખોલી શકતી. એટલે સુધી કે તે પોતાની આંગળી દ્વારા પોતાની જીભને પણ સ્પર્શ નહોતી કરી શકતી અને ન કંઈ ખાઈ શકતી હતી. તે પ્રવાહી પદાર્થ પર જીવતી હતી. મોં ન ખોલવાને કારણે દાંતોમાં ઈન્ફેક્શન થઈ ગયું અને હવે થોડા દાંત બાકી છે. મહિલા એક આંખથી જોઈ પણ શકતી નથી. સૌથી મોટી સમસ્યા એ હતી કે એ મહિલાનો આખો લોહીથી ભરેલી નસોની ગાંઠોથી ભરેલો હતો. તેના કારણે કોઈપણ હોસ્પિટલ સર્જરી માટે તૈયાર નહોતી. પરિવારે મહિલાને…
2005માં હિન્દુ ઉત્તરાધિકાર કાયદામાં જોગવાઈ થઇ હતી. તેમાં પહેલીવાર દીકરીઓને પૈતૃક સંપત્તિમાં અધિકાર આપવામાં આવ્યો હતો, પરંતુ આ અધિકાર તે લોકોને જ મળતો હતો, જેમાં પિતાનું મૃત્યુ 9 સપ્ટેમ્બર,2005 પછી થયું હોય. પરંતુ સુપ્રીમ કોર્ટે આ તારીખ અને વર્ષવાળી શરત સુપ્રીમ કોર્ટમાં પૂરી કરી દીધી છે. તો હવે મહિલાઓનો પૈતૃક સંપત્તિ પર શું અધિકાર છે , તે જાણવું ઘણું જરૂરી છે. હિન્દુ લૉમાં સંપત્તિને બે શ્રેણીમાં વેચવામાં આવી છે, પૈતૃક અને પોતાની. પૈતૃક સંપત્તિમાં ચાર પેઢી પહેલાં સુધી પુરુષો માટે એવી સંપત્તિ આવે છે, જેના ક્યારેય ભાગ ના થયા હોય. આવી સંપત્તિઓ પર સંતાનો, દીકરો હોય કે દીકરીનો જન્મસિદ્ધ અધિકાર હોય…
કહેવાય છે કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી શારીરિક – માનસિક રીતે બાળક માટે તૈયાર થઈ રહી હોય છે. આવા સમયમાં તે ઘણી વખત પોતાનું ધ્યાન નથી રાખી શકતી. અથવા જ્યારે ધ્યાન જાય છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે વાળ તો ઘણા ખરી ગયા છે અથવા તો ત્વચા બહુ રુક્ષ બની ગઈ છે. ૧. વાળ ખરવા- ગર્ભાવસ્થા દરમિયાન વાળ ખરવા એક સામાન્ય તકલીફ છે. બાળકના જન્મ પછી તો આ મુશ્કેલી વધી જાય છે. આનું કારણ છે હોર્મોનલ ફેરફાર, પ્રોટીન અને આયર્નની ઊણપ. ખરેખર તો આ સમય દરમિયાન પ્રોટીન, મિનરલ્સ, વિટામિન, આયર્નની જરૂર તમારા શરીરને પણ હોય છે અને બાળકને પણ. ૨. ત્વચા…
ભારતીય રેલવેએ પોતાના નિયમોમાં મોટા ફેરફાર કર્યાં છે.તે હેઠળ યાત્રીકોને રાત્રીના સમયે ટ્રેનમાં મોબાઈલ ફોન કે લેપટોપ ચાર્જ કરી શકશે નહીં. તે પ્રમાણે રાત્રે 11 વાગ્યાતી સવારે 5 વાગ્યા સુધી ચાર્જિંગ સપ્લાય બંધ કરી દેવામાં આવશે. રેલવે આ નિર્ણય ટ્રેનમાં આગ લાગવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લીધો છે.જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા દિલ્લી-દહેરાદુન શતાબ્દી એક્સપ્રેસમાં આગ લાગી હતી. જો કે તેના કારણે યાત્રીકોને કોઈ નુકશાન પહોંચ્યું ન હતું. પંતુ તેનાથી ભારતીય રેલવે ચિંતીત થયું હતું. જે બાદ સતત કડકાઈ વર્તવામાં આવી રહી છે અને હવે રેલવેએ ચાર્જિંગ પોઈન્ટને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. એક સમાચાર પ્રમાણે વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લીક…
ગુજરાતમાં કોરોના સંક્રમણનો કહેર એટલો બધો વધી ગયો છે કે કોરોનાએ રાજકારણથી લઇને બોલીવુડ જગત તેમજ રમતગમત સુધી તમામ ક્ષેત્રોમાં પગપેસારો કરી દીધો છે. ત્યારે તાજેતરમાં જ રાજ્યમાં સતત ચોથા દિવસે પણ કોરોનાના નવા 2220 કેસ નોંધાતા રાજ્યમાં ભયનો માહોલ ઊભો થઇ ગયો છે. આ સાથે જ વધુ 10ના મોત થતા કુલ મૃત્યુઆંક પણ 4510 એ પહોંચી ગયો છે. ત્યારે તાજેતરમાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. ડાયરેકટર ઑફ એગ્રિકલ્ચર વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ક્લાસ-2 અધિકારી શ્વેતાબહેન મહેતાનું કોરોનાથી નિધન થયું છે. આ શ્વેતાબહેનને 7 મહિનાનો ગર્ભ પણ હતો. શ્વેતાબહેન પોતે લેખિકા પણ હતાં. તેઓએ દીકરીઓ માટે ‘ખીલતી કળીને…
ઓડિશામાં એક મહિલા પોલીસ અધિકારીને આદિવાસી સમુદાયની પ્રેગ્નેટ મહિલા સાથે અમાનવીય વર્તન કરવાના આરોપસર સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ પ્રગ્નેટ મહિલાને પોલીસ સ્ટેશન સુધી જવા માટે ત્રણ કિલોમીટર સુધી ચાલતા ચાલતા જવા માટે મજબૂર કર્યા હતા.હકીકતમાં જોઈએ તો, ઓડિશાના મયૂરભંજ જિલ્લાના સરાટ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા મટકામી સાહી ગામના રહેવાસી બિક્રમ બિરુલી બાઈકથી આઠ મહિનાની ગર્ભવતી પત્નીને ઉડાલામાં અલ્ટ્રાસાઉંડ ચેકઅપ માટે લઈ જઈ રહ્યા હતા. ત્યારે પત્નીએ હેલ્મેટ પહેર્યુ નહોતું. રસ્તામાં ચેકીંગ દરમિયાન તેમને રોકવામાં આવ્યા. આ સમયે ચેકીંગમાં પોલીસ સ્ટેશનના ઓફિસર ઈંન્ચાર્જ રીના બક્સલ પણ ત્યાં હાજર હતાં. ચલણ કાપીને વિક્રમને દંડ ભરવા માટે કહેવામાં આવ્યુ. તેના પર વિક્રમે…
હોળી પછી ફાગણ મહિનાની વદ પાંચમે રંગ પંચમીનો પર્વ ઉજવાય છે. પૌરાણિક પરંપરા અનુસાર, આ દિવસે આકાશમાં રંગ ઉડાડી દેવતાઓનું સ્વાગત કરવામાં આવે છે. તેનાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. રંગ પંચમી અનિષ્ટકારી શક્તિઓ પર જીત હાંસલ કરવા માટે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ ઉત્સવ 2 એપ્રિલે મનાવવામાં આવે છે. આ પર્વ માટે કહેવાય છે કે આ દિવસે શ્રીકૃષ્ણે રાધાજી પર રંગ લગાવ્યો હતો. આ યાદમાં રગ પંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે રાધાજી અને શ્રીકૃષ્ણની આરાધના કરવામાં આવે છે. આ દિવસે બરસાણામાં તેમના મંદિરમાં વિશેષ પૂજા કરાય છે. કહેવાય છે કે આ દિવસે શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે રાસલીલા કરી હતી…
રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના હનુમાન નગર પોલીસ સ્ટેશન ક્ષેત્રના અમરવાસી ગામમાં હોળી નિમિત્તે પિતાએ તેની પત્ની અને દિકરાને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી છે. ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી. આ અંગેની માહિતી મળતા અમરવાસી ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં સનસની મચી ગઈ હતી. માહિતી મળતા જ હનુમાનનગર પોલીસ સ્ટેશને મૃતદેહોને કબજે કર્યા હતા અને દેવલી હોસ્પિટલની મોર્ચરીમાં રાખ્યા છે. ઘટના પાછળ કયાં કારણો જવાબદાર હતાં એ અંગે જાણકારી મળી શકી નથી. પોલીસે આરોપીને અટકાયતમાં લઈ લીધો છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી દારુના નશામાં હતો. પત્નીને ઘરનો દરવાજો ખોલવામાં વાર લાગતી તેની હત્યા કરી હતી. બચાવા આવેલા…
ચૂંબન કરવા પાછળ એક વિજ્ઞાન છૂપાયેલુ છે. આપ એ જાણીને અચંબામાં પડી જશે કે, વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર 10 સેકન્ડની કિસમાં 8 કરોડ બેક્ટેરિયા એક બીજા સાથે શેર થાય છે. વિજ્ઞાન જણાવે છે કે, તેના કેટલાય ફાયદા પણ છે અને નુકસાન પણ છે.ચૂંબનથી એટલા બધા બેક્ટિરિયાનું આદન-પ્રદાન થવા છતાં પણ હાથ મિલાવાથી બિમારી વધવાનું જોખમ વધારે છે. કિસીંગ પાછળ વિજ્ઞાન કહે છે કે, ભલે આ કામમાં બેક્ટેરિયાનું આદાન-પ્રદાન થતું હોય પણ તે બંને માટે લાભકારક છે.પ્રેમની શરૂઆત હોઠથી થાય છે. બાળપણમાં માતાનું દૂધ અથવા બોટલનું દૂધ પિતા વખતે બાળકના હોઠ જે રીતે ઉપયોગમાં આવે છે, તે કિંસીંગ સાથે મળતું આવે છે.…